દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે આવલા શિવરાજપુર બીચને ડેન્માર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે.ગોવાને પણ ટક્કર મારે એવો શિવરાજપુર બીચ એશિયાનો બીજા નંબરનો બીચ છે. ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હોવાથી, પરિવાર સાથે ગુજરાતના મિની ગોવાના શિવરાજપુર બીચની મુલાકાત લેવાની ખાતરી કરો.
ગુજરાતમાં બ્લુ બીચનું બિરુદ મેળવનાર આ બીચ ખૂબ જ સુંદર અને મનોહર છે. બ્લુ ફ્લેગ બીચને વિશ્વનો સૌથી સ્વચ્છ બીચ માનવામાં આવે છે અને શિવરાજપુર બીચને આ બ્લુ ફ્લેગ બીચનો ટેગ મળ્યો છે.
તમે આ સ્થાન પર ઘણી રોમાંચક સફરનો આનંદ માણી શકો છો. શિવરાજપુર બીચ જે દ્વારકાથી માત્ર 11.6 કિમી દૂર છે. ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા પછી તમે અહીં 20 મિનિટમાં પહોંચી શકો છો.
આ બીચની ખાસિયત એ છે કે તેનું પાણી કાચ કરતાં પણ સાફ છે. દૂર દૂરના દેશોમાંથી આવતા પક્ષીઓ અહીં આકર્ષણનું કેન્દ્ર છે.આ ઉપરાંત સાહસના શોખીનો શિવરાજપુર બીચની પણ મુલાકાત લે છે.
ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા અહીં વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે. સાહસિક પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે જે આ બીચને પ્રવાસીઓમાં ખૂબ જ લોકપ્રિય બનાવે છે.
સુવિધાઓની વાત કરીએ તો અહીં પીવાનું પાણી, પ્રાથમિક સારવાર કેન્દ્ર, ચેન્જિંગ રૂમ, ચિલ્ડ્રન પાર્ક, ફિટનેસ સેન્ટર જેવી સુવિધાઓ છે.
આ દરમિયાન તમે સ્કુબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ બોટિંગ, આઈસલેન્ડ પ્રવાસ, દરિયાઈ સ્નાન, સૂર્યાસ્તની મજા માણી શકો છો. અને આ બીચ સવારે 8 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ઓપન રહે છે. અહીંયાએન્ટ્રી ફી 30 રૂપિયા છે.
જ્યારે સ્કુબા ડાઈવિંગ – 2500 રૂપિયા પ્રતિ વ્યક્તિ, સ્નોર્કલિંગ – 700 રૂપિયા પ્રતિ વ્યક્તિ, બોટિંગ – 1500 રૂપિયા પ્રતિ વ્યક્તિ ,આઈસલેન્ડ ટૂર – 2300 રૂપિયા પ્રતિ વ્યક્તિ દર્શાવેલ ટિકિતમાં મહદઅંશે ફેરફર હોય શકે.
શિવરાજપુર બીચની આસપાસ પણ ઘણા ફરવાલાયક સ્થળો આવેલા છે. જેમકે દ્વારકાધીશનું મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લીંગ, રુકમણીદેવીનું મંદિર, સનસેટ પોઈન્ટનો આંનદ માણી શકો છો તો પછી રાહ કોની જુઓ છો પરિવાર સાથે શિવરાજપુર બીચની મુલાકાત લો.
શિવરાજપુર બીચમાં વિશાળ સમુદ્રકિનારો આવેલો છે, સાથે સાથે મનભરીને બોટિંગ, સ્કુબા ડાઇવિંગ, દરિયાના છીંછરા પાણીમાં સ્નાન, હોર્સ રાઇડિંગ, સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી સુવિધાઓ બીચ પર તૈયાર કરવામાં આવી છે.
બીચ પર ટોઇલેટ, બાથરૂમ, જોગિંગ ટ્રેક અને ચેન્જિંગ રૂમ તેમજ ચિલ્ડ્રન પ્લે એરિયા વગેરે સહિતની સુવિધા વિકસાવવામાં આવી છે. વન અને પર્યાવરણ અને ક્લાઇમેન્ટ ચેન્જ મંત્રાલય દ્વારા દ્વારકાના શિજરાજપુરની પસંદગી કરવામાં આવી છે.
બીચ ઓથોરિટી દ્વારા માન્ય કરાયેલા માપદંડો અનુસાર, બ્લુ ફ્લેગ બીચ એ આંતરરાષ્ટ્રીય સ્તરનું સર્ટિફિકેટ છે, જે શિવરાજપુરને આપવામાં આવ્યું છે.
ગુજરાત પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો છે. આટલો લાંબો દરિયાકિનારો હોવા છતાં ગુજરાત પાસે અન્ય રાજ્યોની જેમ બીચ ડેસ્ટિનેશન નથી.
ગુજરાતમાં ગોવા કે બાલી જેવા ટૂરિઝમ બીચ નથી કે જેને કારણે પ્રવાસીઓને આકર્ષી શકાય. આટલા લાંબા દરિયાકિનારાનો લાભ લેવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિવિધ દરિયાકાંઠાનો અભ્યાસ કરવા અને ક્યાં બીચને વર્લ્ડ ક્લાસ ડેવલપ કરી શકાય એમ છે.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.