Breaking News

શિયાળામાં ખાસ કરીલો આ ચાર ફળનું સેવન એકદમ કંટ્રોલમાં આવી જશે ડાયાબીટીસ..

આજના સમયમાં બહારના જંક ફૂડ અને પ્રદુષણને કારણે ઘણી બીમારીઓ થવા લાગી છે. હાલ દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારથી પરેશાન છે એવામાં બ્લડપ્રેશર, ડાયાબીટીસ તો લગભગ બધાને હોઈ છે.ડાયાબિટીસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર ભારતમાં ડાયાબિટીસ માં સૌથી વધારે દર્દીઓ છે.

અને આ ભારત માટે એક ચિંતાનો વિષય પણ કહી શકાય. સાથે સાથે વર્લ્ડ ડાયાબિટિસ એસોસિએશન અને એવી પણ આગાહી કરી છે કે 2045 સુધીમાં ડાયાબિટીસ ના દર્દીઓની સંખ્યા 69 કરોડ સુધી પહોંચી શકે છે. આપણી સમજ અનુસાર ડાયાબિટીસ એક એવો અસાધ્ય રોગ છે જે ઉમરભર સાથે રહે છે. અને ડાયાબિટીસની બીમારી ગમે તે ઉંમરના વ્યક્તિને પોતાની ચપેટમાં પણ લઈ શકે છે.

ડાયાબિટીસ માં લોહી માં સુગરનું પ્રમાણ વધી જાય છે અને એ જ સમયે શરીરમાંથી ઇન્સ્યુલિન હોર્મોન નીકળવાનું બંધ કરી દે છે. ખાસ કરીને શિયાળાના દિવસો દરમિયાન જ્યારે તાપમાનમાં ઘટાડો થાય છે ત્યારે લોહીમાં સુગરનું લેવલ વધી જાય છે. આ વિશે વિશેષજ્ઞો નો એવું કહેવું છે કે શિયાળાની ઋતુમાં શરીરમાં લોહીનું પરિભ્રમણ સરળ રીતે નથી થઈ શકતું અને ઠંડીને કારણે લોહીના સુગરની તપાસ પણ સચોટ રીતે નથી થઈ શકતી. એટલા માટે જરૂરી છે કે સુગર માતા પહેલા પોતાના હાથને ઘર્ષણ ના માધ્યમથી સામાન્ય તાપમાન મા લેવા જોઈએ. આ પછી બ્લડ સુગરની તપાસ કરવી જોઈએ.

આપણે જેમ નિયમિતપણે બ્લડ સુગરની તપાસ કરાવીએ છીએ એવી જ રીતે નિયમિત પણે ભોજનમાં પણ ધ્યાન આપવું જરૂરી છે, એટલે કે આપણે ડાયટમાં શું લઈએ છીએ તેની કાળજી રાખવી જરૂરી છે. આ માટે ફાઇબર વાળા ફળનું દરરોજ સેવન કરવું જોઈએ, કારણ કે આનંદ સેવનથી બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરી શકાય છે.તો ચાલો જાણીએ આ ફાઇબરવાળા ફળો વિશે.સફરજન.સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ રહેલાં હોય છે જે હૃદયને રક્ષણ આપે છે. સાથે સાથે સફરજનમાં વિટામીન સી પણ મળી આવે છે. સાથે સાથે સફરજનમાં કેલરી પણ ખૂબ ઓછી હોય છે તેમજ સફરજનના સેવનથી બ્લડ પ્રેશર પણ સામાન્ય રહે છે અને બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહે છે.

સંતરા.સંતરામાં ફાઇબર તો હોય જ છે સાથે સાથે સંતરા એન્ટીઓક્સીડેન્ટ પણ છે અને તેમાં વિટામીન સી પણ મળી આવ્યા છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંતરાનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ઓછું થાય છે અને સાથે સાથે બ્લડપ્રેશર તેમજ કોલેસ્ટ્રોલ સંબંધિત મુશ્કેલીઓથી પણ રાહત મળે છે.પપૈયુ.પપૈયુ એક દેશી ફળ છે. જે આપણા માટે ફાયદાકારક છે. ભારત દુનિયાભારમાં પપૈયાનું સૌથી મોટો ઉત્પાદક દેશ અને નિકાસકાર દેશ પણ છે. ગરમ પ્રકૃતિવાળા આ ફળમાં ઓછુ ગ્લાઈસેમિક ઈન્ડેક્સ (જીઆઈ) હોય છે અને તે એન્ટીઓક્સિડેન્ટ તત્વોથી પણ સમૃદ્ધ હોય છે. જે લોહીની શર્કરાના સ્તરને નિયમન કરવામાં મદદ કરી શકે છે.

કીવીઆ ફળમાં વિટામીન સી, ફાઇબર પોટેશિયમ તેમજ એન્ટિઓક્સિડન્ટ ના ગુણ મળી આવે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે દવા થી ઓછા નથી. ઘણા સંશોધનોમાં પણ બહાર આવ્યું છે કે કીવી નું સેવન કરવાથી બ્લડ સુગર લેવલ ઘટે છે.જાંબુ.તમે જાણતા જ હશો કે જાંબુ મોસમી ફળ છે તેમ જ તે સ્વાદમાં ખટમીઠું હોય છે. જણાવી દઈએ કે જાંબુ માં ઘણા પોષક તત્વ મળી આવે છે. તેમ છતાં આ ફળમાં ગ્લાઇસેમીક ઈન્ડેક્સ ખુબ જ ઓછો હોય છે. અમેરિકાના ડાયાબિટીસ એસોસિયેશન હતો આ ફળને ડાયા ડાયાબિટીસ માટે સુપર ફૂડ્સની શ્રેણીમાં સ્થાન આપ્યું છે. આ ફળમાં એન્ટિ એકસીડન્ટ તેમજ ફાઇબરના ગુણો મળી આવે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એક સંશોધનમાં એવો પણ ખુલાસો થયો હતો કે આ ફળ બ્લડ સુગર તેમજ ઈન્સ્યુલીન માં પણ સુધારો કરી શકે છે.

જામફળ.આ ફળ આપણા દેશમાં ખુબ લોકપ્રિય પણ છે. જામફળ પણ એક એવો ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફળ છે જેમાં વિપુલ પ્રમાણમાં ફાઈબર છે. 100 ગ્રામ જામફળમાં 5 ગ્રામ ફાઈબર (યુએસડીએ ડેટા મુજબ) હોય છે. લોહીની શર્કરાને નિયંત્રિત કરવા માટે જામફળના રસનું સેવન કરી શકાય છે. મેંગ્ગોસ્ટીન.વિદેશી દેખાવવાળું આ ફળ સ્વીટ અને ટેંગી સ્વાદનું હોય છે. જે ફળોની રાણી કે દેવતાઓના ભોજન તરીકે પણ ઓળખાય છે. વીટામીન સી અને તેમાં રહેલા એન્ટિઓક્સિડેન્ટની હાજરીના કારણે રોગ પ્રતિકારકતામાં સુધારો થાય છે. તે ડાયાબિટીસવાળા દર્દીઓને મદદરૂપ થઈ શકે છે. કારણ કે ઓક્સીડેટિવ તણાવ ડાયાબિટીસના લક્ષ્ણો સાથે સંકળાયેલો છો.

તરબૂચ.આ પણ એક ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ફળ છે જે અનેક લોકોને ખુબ ભાવે છે. સ્વાદમાં પણ સ્વાદિષ્ટ હોય છે અને પાણીનું પ્રમાણ વધુ હોય છે. તરબૂચ ભારતમાં ખુબ લોકપ્રિય ફળ છે અને ડાયાબિટીસ માટે અનુકૂળ છે. કારણ કે તે કિડનીની કાર્યક્ષમતા વધારે છે. તરબૂચ તંત્રિકા ક્ષતિથી પણ રક્ષા કરે છે. જે ડાયાબિટીસના કારણે થઈ શકે છે. કોકમઆ તીખા ફળનો ઉપયોગ ભારતમાં અનેક કરી અને વ્યંજનોમાં સ્વાદ વધારવા માટે થાય છે. જો કે તે એન્ટિઓક્સિડેન્ટ તત્વોથી તો ભરપૂર છે જ જે ઓક્સીડેટિવ તણાવ સામે લડત આપે છે. ગાર્સિનિયા ઈન્ડિકા તરીકે પણ ઓળખાય છે. કોકમ લિવર ફંકશન માટે સારું કહેવાય છે જે ડાયાબિટીસના દર્દીઓમાં બગડે છે એમ કહેવાય છે. તે એન્ટિઓક્સિડેન્ટ તત્વોથી પણ ભરપૂર છે અને તેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ મૂલ્ય પણ ખુબ ઓછુ છે.

જાણો ડાયાબિટીસમાં કયા ફળોનું સેવન ન કરવું જોઈએ.કેળા.કેળાના સેવનથી સુગર લેવલ વધે છે. ડાયાબિટીઝના દર્દીઓએ કેળાના સેવનથી બચવું જોઈએ. કેળાને ઊર્જા આપનાર ફળ પણ કહેવામાં આવે છે. કારણ કે તેના સેવનથી બ્લડ સુગર લેવલ વધે છે. જે શરીરને તાત્કાલિક શક્તિ આપે છે. કેળાનું સેવન મર્યાદિત માત્રામાં કરી શકાય છે, પરંતુ ડાયાબિટીઝના દર્દીઓએ ડોક્ટરની સલાહ લીધા પછી જ કેળાનું સેવન કરવું જોઈએ.

દાડમ.દાડમ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તેના ઉપયોગથી શરીરમાં લોહીનો અભાવ દૂર થઈ શકે છે. પરંતુ ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમ ફાયદાકારક નથી. દાડમમાં ઘણી બધી કુદરતી ખાંડ જોવા મળે છે, જેના કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે દાડમનું સેવન સારું નથી.કેરી.કેરી એક એવું ફળ છે જે લગભગ દરેકને ગમતું હોય છે. જો તમે ડાયાબિટીઝના દર્દી છો, તો કેરીથી દૂર રહો. એક કેરીમાં લગભગ 45 ગ્રામ કુદરતી ખાંડ જોવા મળે છે. જેના કારણે કેરીનું સેવન ડાયાબિટીઝના દર્દીઓ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

લિચી.ડાયાબિટીઝના દર્દીઓએ પણ લીચીનું સેવન ન કરવું જોઈએ. લીચીના સેવનથી લોહીમાં શર્કરાનું પ્રમાણ વધે છે. એક અધ્યયન મુજબ, એક કપ લીચીમાં 29 ગ્રામ કુદરતી ખાંડ મળી આવે છે, જે ડાયાબિટીઝના દર્દીઓ માટે હાનિકારક છે.દ્રાક્ષ.દ્રાક્ષના સેવનથી બ્લડ સુગરનું પ્રમાણ પણ વધે છે. ડાયાબિટીઝના દર્દીઓએ દ્રાક્ષ થી બચવું જોઈએ. ડોક્ટરની સલાહ લીધા પછી તમે આ ફળનો મર્યાદિત માત્રામાં વપરાશ કરી શકો છો. પરંતુ ડોક્ટરની સલાહ વિના દ્રાક્ષનું સેવન ન કરો.મીઠી ચેરી.જો તમે ડાયાબિટીઝના દર્દી છો, તો મીઠી ચેરીઓનું સેવન ન કરો. એક કપ ચેરીમાં 18 ગ્રામ ખાંડ મળી આવે છે, જે બ્લડ સુગરનું પ્રમાણ વધારી શકે છે. ડાયાબિટીઝના દર્દીઓએ ચેરીનું સેવન કરવું જોઈએ નહિ.

About bhai bhai

Check Also

30 રોગોનો જડમૂળથી સફાયો કરીદે છે સામાન્ય રીતે મળતી આ ખાસ વસ્તુ,જાણીલો કઈ રીતે કરવો ઉપયોગ…..

પ્રાચીન આયુર્વેદ પ્રમાણે ગાયના ઘીમાં ભરપૂર ન્યૂટ્રિઅન્ટ્સ, ફેટી એસિડ્સ, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીવાયરલ જેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *