Breaking News

શિયાળામાં શરદી ઉદરસથી તરતજ રાહત મેળવવા કરીલો આ નાનકડો ઉપાય જાણીલો……

આજના જમાના માં લોકો ને બજાર ની વસ્તુ ખાવાનું ખુબ જ વધી ગયું છે, જેના કારણે બીમારી માં પણ વધારો જોવા મળે છે. આજકાલ દૈનિક જીવનમાં ચાલી રહેલી સમસ્યા થી લગભગ ઘણા લોકો પરેશાન રહેતા હોય છે. અમુક લોકો ને તો હંમેશા માટે શરદી ઉધરસ રહેતી હોય છે. જેના કારણે ખુબ જ પરેશાન રહે છે.ઠંડીના વાતાવરણમાં ઘણા લોકોને નાક બંધ થઇ જવું, ઉધરસ આવવી ગળામાં ઇન્ફેક્શન થઈ જવું કે શરદી વગેરે જેવી સામાન્ય પરેશાનીઓ રહે છે. પરંતુ આનાથી છુટકારો પામવા માટે આપણામાંથી ઘણા લોકો દવા કરાવે છે તો ઘણા લોકો ઘરેલું નુસખાઓ કરતા હોય છે પરંતુ જોઈએ તેવી રાહત મળતી નથી. એક ઘરેલુ અને ખૂબ જ આસાન નુસખો છે.

આ નુસખો કઈ રીતે કરવો અને તેમાં શું લેવું ચાલો જાણીએ. હવેથી શરદી-ઉધરસમાં દવા ની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે આ નુસખો છે સાકર. આપણે સામાન્ય રીતે આવી પરેશાનીઓથી તંગ આવીને દવા નો સહારો લેતા હોઈએ છીએ. પરંતુ એની જગ્યા પર આ નુસખો કામ આવી શકે છે. ચાલો જાણીએ શું કહે છે આ મશહૂર ન્યુટ્રિશનિસ્ટ આ નુસખા વિશે।.

આ પહેલા પણ તે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામાન્ય માણસ ને લઈને ઘણા નુસખાઓ શેર કરતી રહે છે જે આપણને ઘણા કામ લાગી શકે છે. એવી જ રીતે તેને જણાવ્યું હતું કે સાકર પણ ઘણા પ્રોબ્લેમ દૂર કરી શકે છે. તેનું કહેવું છે કે નાની મોટી સમસ્યા ને કુદરતી રીતે દૂર કરી શકાય છે. તેને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરીને કહ્યું હતું કે શરદી ઉધરસ તેમજ ગળાના ઇન્ફેકશન અથવા બંધ નાક માટે સાકર ખૂબ જ અસરકારક ઘરેલુ ઉપાય સાબિત થઈ શકે છે.

તેને પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે ગળામાં ઇન્ફેક્શન, બંધ નાક અને શરદી ઉધરસ હોય તો સાકર ટ્રાય કરવી જોઈએ. તદુપરાંત તેણે લખ્યું હતું કે આયુર્વેદમાં સાકર એટલે કે મિસરી નો ઉપયોગ સદીઓથી થતો આવ્યો છે. આ ન માત્ર શરદી-તાવથી રાહત આપે છે પરંતુ એનાથી આપણી પાચનશક્તિ પણ મજબૂત થાય છે. આ સિવાય સાકર એસિડિટી અને ગેસ્ટ્રીક માં પણ ફાયદાકારક છે. જો તમે સાકરને મીઠી વસ્તુ માનીને ખાવાનું ઇગ્નોર કરતા હોય તો જણાવી દઈએ કે આ 1 ઔષધી છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

ઘણા લોકોને પ્રશ્ન થશે કે સાકર ફાયદાકારક કેમ છે? સામાન્ય રીતે લોકોનું એવું માનવું હોય છે કે સાકર મા સુગર હોવાથી આ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. પરંતુ હકીકતમાં આવું માનવું તે માત્ર એક મિથ છે. આયુર્વેદમાં કહેવાયું છે કે સાકર રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે જેથી શરીર બેક્ટેરિયા સાથે લડવામાં વધુ સક્ષમ બને છે. સાકરને બનાવવા માટે શેરડી નો ઉપયોગ થાય છે આથી સાકર unrefined હોય છે. પોષક તત્વોથી ભરપૂર સાકરનો ઉપયોગ તમે રેગ્યુલર પ્રોસેસ્ડ સુગર ની જગ્યા પર પણ કરી શકો છો. આ શરીરમાં હિમોગ્લોબીન ના સ્તરને મેન્ટેન કરે છે. જેનાથી લોહીનું સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીર એનિમિયા માંથી બચે છે.

જણાવી દઈએ કે સાકરને ખાવા માટે પણ સચોટ તરીકા નો ઉપયોગ થવો જોઈએ, સાકરથી બંધ નાક, શરદી ઉધરસ અને ગળાના ઇન્ફેક્શનને દૂર કરવા માટે સાકરના પાવડરની સાથે પીસેલા તીખા અને ઘીને મિક્સ કરો. રાતના જમ્યા પછી આ મિશ્રણને પી જાઓ. આનાથી તમને શરદી ઉધરસ અને બંધ થયેલા નાકમાં રાહત મળશે.આ સિવાય શરદી ઉધરસ તાવ વગેરે દૂર કરવા માટે તમે હલ્કા ગરમ પાણીમાં પણ સાકર ભેળવીને પી શકો છો. આનાથી પણ તમને સમસ્યામાં રાહત મળી શકે છે.

દૂધમાં હળદર નાખીને પીવો.દૂધ અથવા હળદર બંને સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બંનેને સાથે લેવાથી વધુ ફાયદો થશે. હળદર એન્ટીબાયોટીકનું કામ કરે છે, તેથી દૂધમાં ભળીને પીવું વધુ સારું છે. તમે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ નવશેકા દૂધમાં થોડી હળદર ઉમેરીને પીવાથી શરદી-ખાંસી અને વાયરલ ફ્લૂથી સુરક્ષિત થવાય છે.ચ્યવનપ્રાશ પણ ફાયદાકારક છે.જોકે લોકો હંમેશાં ચ્યવનપ્રશ ખાવાનું પસંદ કરે છે. બદલાતી ઋતુમાં તે વધુ ફાયદાકારક સાબિત થાય છે. શરદી સામે રક્ષણ આપે છે અને પ્રતિરક્ષા સુધારે છે.

જો તમને શરદી અને ખાંસી હોય તો વરાળ જો તમને શરદી, ખાંસી હોય તો વરાળ એ ઘરગથ્થુ ઉપાય છે. આનાથી બંધ નાક ખૂલી જાય છે. છાતીમાં રાહત મળે છે. તમે સાદા પાણીને વરાળથી અથવા ગરમ પાણીમાં ફુદીનાના પાન તુલસીના પાંદડા ઉમેરીને વરાળ લેવાથી ફાયદો છે. કફ, ગળામાં દુખાવોથી રાહત આપે છે.લસણલસણ એક આયુર્વેદિક અને એન્ટીબેક્ટેરિયલ ખાદ્ય પદાર્થ છે. જે તમારી ઉધરસ ને સારી કરી શકે છે. તો મિત્રો લસણ ને ઉકાળી, શેકી કે પછી ગરમ કરી ને મધ ની સાથે ખાવા થી સૂકી ઉધરસ માં જલ્દી આરામ મળે છે.

આદુ નો ઉકાળો.આદું નો ઉપયોગ એ બહુ જૂનો અને સારો ઉપાય છે. ઉધરસ ને દૂર ભગાડવા માટે આદુ નો ઉકાળો એક સારો ઉપાય છે. આદુ ને પાણી માં ઉકાળી થોડુ મધ ની સાથે પીવા થી ઉધરસ માં આરામ મળે છે.લીંબુ અને મધમધ ની સાથે લીંબુ ના મિશ્રણ ના સેવન થી તમને ઉધરસ અને ખીચખીચ થી રાહત મળે છે.હળદરહળદર એક આયુર્વેદિક અને પ્રાકૃતિક સિજ છે. હળદર, તજ, કાળા મરી ને એક સાથે મિક્સ કરી ને તેનો ઉકાળો બનાવી ને પીવાથી ઉધારસ માં રાહત મળે છે.

ગરમ પાણીઉધરસ અને શરદી માટે નામક વાળા ગરમ પાણી ને સૌથી સારી દવા માનવા માં આવે છે. આ માટે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી મીઠું મેળવી ને કોગળા કરવા થી સૂકી ઉધરસ માં રાહત મળે છે. આવું કરવા થી ગળા નો દુખાવો પણ સારો થઈ જાય છે. આની સાથે જ સૂકી ઉધરસ થી પણ રાહત મળે છે.કાળા મરીકાળી મરી એ પોતાના પ્રાકૃતિક ઔષધીય ગુણો માટે ખૂબ જાણીતી છે. જેમાં ઉધરસ રોકવા ના આવશ્યક ગુણો પણ જોવા મળે છે. કાળા મરી ને દળી ને ત્યારબાદ એને ઘી માં સેકી ને ખાવા થી ઉધરસ થી રાહત મળે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *