Breaking News

શિયાળામાં આપમેળે વધી જાય છે સાંધાના દુઃખાવા, આ એકજ ઉપાયથી હમેંશા માટે થઈ જશે દૂર…….

શું તમને કમરમાં દુખાવો છે? પીઠ અને સાંધામા દુખાવાને કારણે રાત્રે બરાબર સૂઈ નથી શકાતું ? જો સાંધાના દુખવાને કારણે રાત્રિ દરમિયાન ૩-૪ વાર તમારી ઊંઘ માં ખલેલ પહોચે છે કે તમારી ઊંઘ ઊડી જાય છે તો એ બાબતને નરમાશથી ના લો. આ બાબત ખૂબ જ ગંભીર છે. જો આવું થતું હોય તો તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. કારણકે તમને સ્પોંડીલાઇટીસની ફરિયાદ હોય શકે છે. સ્પોંડી લાઇટીસથી હદય, ફેફસા અને અંતે આખા શરીરનું કોઈ પણ અંગ પ્રભાવિત થઇ શકે છે.

સાંધાના દુખાવાથી લડી રહેલા લોકો માટે શિયાળાની ઋતુ મુશ્કેલી પેદા કરી શકે છે. શિયાળામાં આ સમસ્યા વધી જાય છે. શિયાળામાં શરીરમાં સોજો આવવાનું શરૂ થઇ જાય છે તેના કેટલાય કારણ છે. શિયાળો આવતા જ વૃદ્ધ લોકોને સાંધાના દુખાવાની સમસ્યા વધતી જોવા મળે છે. જેમ, જેમ શરદી વધતી જાય છે દુખાવામાં પણ વૃદ્ધિ થાય છે. બલ્ડ સર્ક્યુલેશન ઠીક ન હોવા ઉપરાંત રક્તવાહિનીઓ સંકોચાઇ જાય છે, જેનાથી શરીરના ભાગોમાં લોહી પહોંચી શકતું નથી.

લોહી સંચારિત ન હાવાને કારણે બૉડી ટેમ્પરેચર ઓછુ થવા લાગે છે, જેનાથી સાંધા જકડાઇ જાય છે. એટલા માટે શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધારે રહે છે. રોગ શારીરિક હોય કે માનસિક, શરીરમાં એક વખત પ્રવેશી જાય એટલે તેની યોગ્ય સારવાર કરવી જ જોઈએ. આપણાં શરીરમાં થતો સાંધાઓનો દુખાવો એક એવી પરેશાની છે જેના કારણે દૈનિક જીવનની બીજી અનેક મુશ્કેલીઓ પણ આપણે ભોગવવી પડે છે.

સ્પોંડીલાઇટીસને હળવાશથી લેવાથી ગંભીર રોગોનું જોખમ વધી જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે આને લીધે મોટા આંતરડામાં સોજો આવે છે(કોલાઈટિસ). અને આંખને પણ નુકસાન પહોચી શકે છે.સ્પોંડીલાઇટીસની ફરિયાદ યુવાનોમાં વધુ જોવા મળે છે. ખાસ કરી ને ૪૫ થી ઓછી વયના સ્ત્રી પુરુષમાં આ બીમારીના લક્ષણ જોવા મળતા હોય છે. તેમણે કહ્યું હતું કે સાંધાના દુખાવાની તપસ અવશ્ય કરાવવી જોઇયે કારણકે ઉમર વધતાં આ તકલીફ પણ વધી શકે છે.

જાણો, દુખાવામાં રાહત મેળવવાના કેટલાક ઉપાય વિશે.કયા લોકોને થાય છે વધારે સમસ્યા? ઑસ્ટિયોઆર્થરાઇટિસ, રૂમેટાઇડ સંધિવા, સાંધાનો દુખાવો, પહેલાની ઇજા અથવા ઉમર લાયક લોકોને આ સમસ્યા વધારે જોવા મળે છે.. ઘૂંટણો ઉપરાંત આ સમસ્યા કોણી, ખભા અને હાથમાં પણ થઇ શકે છે.

ઘીનું સેવન કરો.સંધિવા એક એવો રોગ છે જેમાં વા ની સમસ્યા વધી જાય છે જેનાથી આખા શરીરમાં નમી ઘટવા લાગે છે અને કારણે ચિકણાશ ઓછી થઇ જાય છે. ઘી, તલ અથવા ઓલિવ તેલના ઉપયોગથી સોજામાં રાહત મળે છે, સાંધામાં ચીકણાશ પેદા થાય છે અને સાંધા જકડાઇ જવાની સમસ્યામાં રાહત મળે છે.

યોગથી દૂર ભગાડો રોગ.યોગ 100 રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકે છે. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવો. આ ઉપરાં સવાર-સાંજ 25-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.

ખાણી-પીણીનું ધ્યાન રાખો.સાંધાના દુખાવામાં રાહત માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. કારેલા, રીંગણ, લીમડો અને ડ્રમસ્ટિકનું સેવન આ રોગમાં વધારેમાં વધારે કરો અને આ સાથે જ એવોકાડો પણ ખાઓ. સવારે 10-15 મિનિટ હુંફાળા તડકામાં ફરો અથવા યોગ કરો. તેનાથી શરીરને વિટામિન ડી મળશે અને બ્લડ સર્ક્યુલેશન પણ ઠીક રહેશે.

દરરોજ ૩૦ મિનિટ સુધી યોગનિંદ્રાનો અભ્યાસ કરી શરીરને શિથિલ કરવાથી પણ ખાસ આરામ મળે છે.યોગોપચાર પણ પ્રાકૃતિક ઉપચારનો જ એક ખાસ ભાગ છે – રોગી કુંજલ, જલનેતિ તથા સૂત્રનેતિનો અભ્યાસ કરી શરીરને શુદ્ધ રાખે.દરદ અને સોજો ઘટે અથવા સાંધા ખૂલે ત્યારે યોગાસનોનો અભ્યાસ શરૂ કરી દો. સૂર્ય નમસ્કાર, કટિ ચક્રાસન, વજ્રાસન, મકરાસન, પવનમુક્તાસનનો અભ્યાસ કરવાથી સાંધાઓના દુખાવામાં ખાસ લાભ થાય છે.જો દરદ અને સોજા ઘૂંટણોમાં, કાંડામાં, કોણી કે ખભામાં હોય તો તે જગ્યાએ ૩ મિનિટ ગરમ, ૨ મિનિટ ઠંડો શેક કરો. તેની માલિશ કરો. તથા સાંધાઓને વ્યાયામ આપો.

આહાર ચિકિત્સા :દરેક રોગનું મૂળ ભોજનમાં રહેલું હોય છે. યોગ્ય આહાર લેવામાં ન આવે તો ભલભલો ઉપચાર પણ કામ આવતો નથી.આ રોગમાં એવું ભોજન લેવું જોઈએ, જેમાં નિયમિત વિટામિન ‘એ’ તથા ‘ડી’ની માત્રા વધુ પ્રમાણમાં હોય. પણ ટામેટાં તથા પાલકનું શાક કે રસ હોવો જોઈએ નહીં, કારણ કે તેમાં ઓકઝોલિક એસિડ હોય છે.કાચી શાકભાજીના રસ, ખાસ કરીને ગાજર, કાકડી, દૂધી, આદું તથા ફળોના રસ નારંગી, મોસંબી, સફરજન, દાડમ, દ્રાક્ષ વગેરે લેવાથી સાંધાનો દુખાવો, સોજો તથા જકડન થોડાક જ દિવસમાં ઘટી શકે છે.

આ રોગમાં લસણ તથા આદુનો ઉપયોગ ભરપૂર કરવો જોઈએ. લસણના એક ચમચી રસમાં અડધી ચમચી મધ મેળવી દિવસમાં બે વાર લેવાથી વાયુનો પ્રકોપ ઓછો થાય છે. શાકમાં પણ આનો ઉપયોગ કરો.યોગ દ્વારા ચિકિત્સા કરવાથી મોટાભાગે રોગ વધે છે, કારણ કે રોગ શરીરની બહાર નીકળે છે, દબાવજો નહીં. ગભરાવાની જરૂર નથી. ઉપચાર ઓછો કરો અથવા બે ત્રણ દિવસ માટે બંધ કરો. ભોજન પરેજપૂર્વક કરતાં રહો.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *