હચમચાવી દે તેવી ઘટના : એક મહિલા ડોક્ટરનો તેના જ પતીએ ક્લિનિકમાં ઘૂસીને જીવ લઈ લીધો – જાણો શું છે સમગ્ર ઘટના

0
22

હાલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. થોડાક દિવસ પહેલા સુરતમાં કામરેજ વિસ્તારમાં એક યુવકે યુવતીના પરિવારજનોની સામે યુવતીનો જીવ લઇ લીધો હતો. હજી તો આ મામલો ચાલી રહ્યો હતો ત્યાં એક પતિએ પોતાની ડોક્ટર પત્નીનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

મળતી માહિતી અનુસાર એક મહિલા ડોક્ટર સાંજના સમયે 4:30 વાગ્યે તેના ક્લિનિક પર એકલી બેઠી હતી. તે જ સમયે અચાનક તેનો પતિ ક્લીનીક પર આવી પહોંચે છે. પતિ ક્લિનિક પર આવીને પત્ની પાસેથી પાંચ લાખ રૂપિયાની માંગ કરે છે. ત્યારે પત્ની તેને પૈસા આપવાની ના પાડે છે અને આ બાબતને લઈને બંને વચ્ચે માથાકૂટ થવા લાગે છે.

બંને વચ્ચે માથાકૂટ એટલી વધી ગઈ કે બંને બથોબથે આવી ગયા હતા. આ માથાકૂટમાં રોષે ભરાયેલા પતિએ ક્લિનિક પર જ પોતાની પત્નીનો જીવ લઈ લીધો હતો. આ ઘટનામાં પત્નીના ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.  તે માટે તે દોડતી દોડતી ક્લિનિકની બહાર આવી હતી અને આ દ્રશ્ય જોઈને ત્યાંના સ્થાનિક લોકો ડરી ગયા હતા.

ત્યારબાદ સ્થાનિક લોકોએ મળીને મહિલા ડોક્ટરના પતિ ને પકડી લીધો હતો. અને ત્યાં એકઠા થયેલા લોકોએ આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ત્યારબાદ મહિલા ડોક્ટરની સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. હોસ્પિટલમાં ડોક્ટરે મહિલા ડોક્ટરને મૃત જાહેર કરી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા ડોક્ટર સુશીલા વિહારની રહેવાસી હતી. તેનું નામ પૂનમ હતું.

પૂનમ તેના ગામની બહાર એક પ્રાઇવેટ ક્લિનિક ચલાવતી હતી. મળતી માહિતી અનુસાર પૂનમે છ વર્ષ પહેલા છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ રાહુલ નામના યુવક સાથે લવમેરેજ કર્યા હતા. લગ્ન પછીના થોડાક મહિનાઓમાં જ બંને વચ્ચે માથાકૂટ ખૂબ જ થવા લાગી હતી.

પૂનમ નો પતિ રાહુલ એક બિઝનેસમેન હતો. મળતી માહિતી અનુસાર રાહુલ પોતાની પત્ની પૂનમ પાસે દરરોજ પૈસા માંગતો હતો. બસ આ બાબતમાં માથાકુટ થઇ હતી અને રાહુલે પોતાની પત્ની પૂનમનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.