અમદાવાદમાં થયેલી સામૂહિક હત્યાકાંડમાં થયો ચોંકાવનારો ખુલાસો, શું પિતાએ જ કરી હત્યા?ખુલ્યું રાઝ,જાણો

0
161

અમદાવાદ શહેરના એક બંધ મકાનમાં પરિવારના ચાર સભ્યો નો જીવ લેવાની ઘટનામાં હવે ક્રાઈમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે. પોલીસે આ મામલાની ફરિયાદ નોંધીને તપાસ પણ શરૂ કરી દીધી છે અને અમદાવાદ શહેરના વિરાટનગરમાં આવેલી દિવ્યપ્રભા સોસાયટીના મકાન નંબર 30 માં સોનલ મરાઠી અને તેનો પતિ વિનોદ અને તેનો દીકરો અને દીકરી અને સાસુ ની ઘર કંકાસ બાદ જીવ લેવાનો આશંકા છે

અને હાલ વિનોદ ફરાર છે. હાલ મૃતકની માતાની પોલીસે પૂછપરછ કરી છે અને આરોપી દક્ષિણ ગુજરાત કે પોતાના વતન તરફ ગયો હોવાની આશંકા છે.આ અંગે મળતી માહિતી પ્રમાણે વિનોદ દારૂ નો બંધાણી હતો અને તે ટેમ્પો ડ્રાઇવર હતો. તેના થોડાક દિવસ પહેલાં જ એક મકાન વેચ્યું હતું જેથી પત્ની અને સાસરીયા તેને આ રૂપિયાથી અન્ય મકાન ખરીદવાનું દબાણ કરતા હતા.

આ દબાણના કારણે તેમની વચ્ચે ઝઘડો થતો હતો અને ત્રણ દિવસ પહેલા માતા અને તેના દાદી ને પોતાના ઘરે જમવા બોલાવ્યા હતા.સાંજે 7 થી 8 માં સામુહિક જીવ લેવાની ઘટનાને અંજામ અપાય એવું માનવામાં આવી રહ્યું છે અને સોનલ ના દાદી તેના ઘરે પહેલા આવી ગયા હતા જેમાં ના ખેલ ખેલાયો હતો અને તે બાદ સોનલ ની માતા આવી હોવાની આશંકા સેવાઈ રહી છે.

સોનલના માતાને વિનોદે ઘરની બહાર જ રોકી લીધી હતી અને તેની સાથે બહાર જ બોલાચાલી થઈ ગઈ હતી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો.વિનોદ અને તેના પરિવાર આ ઘરમાં 15 દિવસ પહેલા જ અહીં રહેવા આવ્યા હતા. પ્રાથમિક માહિતી પ્રમાણે વિનોદ પોતાના વતન તરફ દક્ષિણ ગુજરાત તરફ ભાગી ગયા હોવાની આશંકા છે

અને સોનલ ની માતા એ પહેલા પોલીસને ગેરમાર્ગે દોરી હતી અને જણાવ્યું હતું કે સોનલ છેલ્લા ચાર દિવસથી ફોન ઉપાડતી નથી. જેથી તેની માતા અને બહેન ને કંઈક અજુગતું બન્યું હોવાની શંકાને કારણે પોલીસને તપાસ કરવા માટે જણાવ્યું હતું જે બાદ આખી ઘટના સામે આવી હતી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.