Breaking News

શ્રી કૃષ્ણનું પાત્ર ભજવનાર આ કલાકાર, હાલમાં જીવી રહ્યાં છે આવું જીવન ,જુઓ તસવીરો…..

1990 ના દાયકાની શરૂઆતમાં જ્યારે રામાનંદ સાગરની ‘રામાયણ’ અને ‘ઉત્તર રામાયણ’ સમાપ્ત થઈ ત્યારે લોકોના મનમાં એક સવાલ ઉભો થયો. હવે શું? તેમના જ સવાલનો જવાબ ટીવી શો ‘શ્રી કૃષ્ણ’ હતો. આ શો સૌ પ્રથમ 1993 માં ડીડી 2 પર દેખાવા લાગ્યો હતો. ત્રણ વર્ષ મેટ્રો ચેનલ પર ચાલ્યા પછી શ્રી કૃષ્ણની ગાડી નેશનલ પર આવી ગઈ. આ સિરિયલનો આ પહેલો રિપીટ ટેલિકાસ્ટ હતો.તે સમય યાદ છે જ્યારે આખું કુટુંબ અને પડોશી નાહી ધોઈને ટીવીની સામે સેટ થઈ જતા હતા. કારણ કે ટીવી પર ‘શ્રી કૃષ્ણ’ આવવાના હતા. આ નિત્યક્રમ અને નમૂના ‘રામાયણ-મહાભારત’ જેવું જ હતું, ફક્ત શોનું નામ બદલ્યું હતું.

કૃષ્ણનું નામ સાંભળતા સૌ પ્રથમ સર્વદમન ડી બેનર્જીનું નામ સામે આવે કે જેમણે રામાનંદ સાગરના પ્રખ્યાત શો ‘શ્રી કૃષ્ણ’માં કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. તેણે તેમની ભૂમિકા એટલી સારી રીતે નિભાવી કે લોકોએ તેમને ભગવાન શ્રીકૃષ્ણ તરીકે વાસ્તવિક જીવનમાં સ્વીકારવાનું શરૂ કર્યું અને જ્યાં પણ તેઓ જતાં, લોકો તેમના પગને સ્પર્શ કરતાં. સર્વદમન બેનર્જીએ તેમના પાત્રથી ઘણી લોકપ્રિયતા મેળવી છે.રામાનંદ સાગરની ટીવી સીરીયલ શ્રી કૃષ્ણ ભગવાન કૃષ્ણની ભૂમિકા નિભાવનાર દર્શકોની વચ્ચે પોતાની ઓળખ બનાવવા વાળા એક્ટર સર્વદમન ડી બેનર્જી ને કોઈ કઈ રીતે ભૂલી શકે. સર્વદમન બેનર્જી નો જન્મ 14 માર્ચ 1965 ઉન્નાવ ના મગરવાડામાં થયો હતો.

રામાયણની જેમ રવિવારે સવારે લોકો નવરા થઈને ટીવી સામે બેસી જતા. રામાનંદ સાગરની ધાર્મિક સીરીયલ શ્રી કૃષ્ણ શરૂ થતી. સર્વદમન ડી બેનર્જીએ કૃષ્ણના પાત્રને એવી રીતે સ્થિર કર્યું કે જાણે ભગવાન કળિયુગમાં અવતાર લઈને આવ્યા હોય. આ પછી તેને ઘણા શો મળ્યાં જેમાં તે દેખાયા. જેમ કે ‘અર્જુન’, ‘જય ગંગા મૈયા’ અને ‘ઓમ નમ: શિવાય’. સર્વદમન ડી બેનર્જીએ આ બધા શોમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવી હતી.

તેમણે પોતાની સ્કૂલનો અભ્યાસ કાનપુર ના સેંટ અલોસીયસ સ્કુલ થી કરી અને પુણે ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ થી ગ્રેજ્યુએટ કરી શિક્ષા મેળવી. સર્વદમન બેનરજીએ પોતાના કરિયરમાં હિન્દી, તેલુગુ અને બંગાળી ફિલ્મોમાં કામ કર્યું પરંતુ તેમણે સાચી ઓળખ શ્રીકૃષ્ણના કિરદારમાં મળી.

શ્રીકૃષ્ણ સીરીયલ ના સિવાય તેમણે થોડાક વધુ આધ્યાત્મિક પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. જેવા કે આદિ શંકરાચાર્ય, દત્તાત્રેય અને સ્વામી વિવેકાનંદ. શંકરાચાર્યને 1983માં બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. છેલ્લીવાર સર્વદમન બેનર્જીને સુશાંત સિંહ રાજપૂત ની ફિલ્મ એમ એસ ધોની માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ માટે ધોની ના કોચ ચંચલ ભટ્ટાચાર્ય રોલમાં હતાં. સર્વદમન બેનર્જી ને શ્રીકૃષ્ણના શિવાય અર્જુન, જય ગંગામૈયા અને ઓમ નમઃ શિવાયના સિરિયલમાં પણ કામ કર્યું હતું.

ભગવાન કૃષ્ણ નો શાનદાર રોલ કરવાવાળા સર્વદમન બેનર્જી હવે ઇન્ડસ્ટ્રી થી બહાર રહે છે. આજકાલ તે ઋષિકેશ માં છે. નદીઓ અને પહાડોની વચ્ચે સ્વર્ગનુમાં માહોલમાં સર્વદમન બેનર્જી પોતાનું એક મેડીટેશન સેન્ટર ચલાવે છે. દેશ વિદેશથી આવનારા લોકો અહીં યોગા અને મેડિટેશન ના લાભ ઉઠાવે છે.તેમના સિવાય સર્વદમન નું એક પંખ નામનું એનજીઓ પણ છે. તેમના દ્વારા તે લગભગ 200 બાળકોનો અભ્યાસ અને ભણતર નું ધ્યાન રાખે છે અને ઉત્તરાખંડના 50 ગરીબ મહિલાઓને સારી જિંદગી વિતાવવા લાયક બનાવવા માટે કામની ટ્રેનિંગ પણ આપે છે.

તેમના મન માં આ ગ્લેમરસ દુનિયા છોડીને એક એવી જગ્યા ઉપર વસવાનું અને કામ કરવાનો ખ્યાલ કઈ રીતે અને ક્યારે આવ્યો તેમની પાછળ પણ એક દિલચસ્પ કહાની છે. સર્વદમન બેનર્જી કહે છે કે ગ્લેમરની દુનિયામાં ગ્લેમરસ છેજ નહિ અને તે જોવા વાળા માટે છે. તેમાં કામ કરવાવાળા લોકો માટે કોઈપણ ગ્લેમરસ નથી. અમારી આંખો ખરાબ થઈ ગઈ કૃષ્ણની શૂટિંગમાં તેજ રોશની માં કામ કરતા કરતા.

તેમણે કહ્યુ કે તેમના આધ્યાત્મિક એનર્જી બાળપણ થી જોર મારતી હતી. પાંચ વર્ષના હતા તો બોલતા ન હતા. લોકો વિચારતા હતા કે છોકરો મૂંગો છે પરંતુ અભ્યાસ અને ભણતર કરીને એક્ટિંગમાં આવ્યો અને આ શ્રીકૃષ્ણ વાળો પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો ત્યારે તેમના મનમાં બધું જ અટકી ગયું. રામાનંદ સાગર ને હાથ જોડી લીધા અને કહ્યું મને માફ કરી દો આ મારો છેલ્લો પ્રોજેક્ટ છે.

ફેસબુક પર તે તેના કાર્યો વિશે કહેતા રહે છે. થોડા વર્ષો પહેલા એક ઇન્ટરવ્યુમાં સર્વદમને ઉલ્લેખ કર્યો હતો કે શા માટે તેણે ફિલ્મો અને ટીવીની દુનિયા છોડી. સર્વદમને કહ્યું હતું કે ‘કૃષ્ણ’ કરતી વખતે મેં નક્કી કર્યું હતું કે હું 45-47 વર્ષની વય સુધી જ કામ કરીશ અને તે પછી હું મારા જીવન સાથે જોડાવા માટે કંઈક કરીશ. બસ ત્યાર પછી મને મેડિટેશન મળ્યું અને હવે હું વર્ષોથી તે જ કરતો રહ્યો છું.

બીજી એક રસપ્રદ વાત એ છે કે બી.આર ચોપડાના મહાભારતના કૃષ્ણ અને કૃષ્ણવાળા કૃષ્ણનો આંકડો 36 નો હતો જેનો એક કિસ્સો છે મુંબઈમાં લાયન્સ ક્લબનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રામાનંદના કૃષ્ણ એટલે કે સર્વદમનનું સન્માન કરવામાં આવી રહ્યું હતું ત્યાં કોઈએ તેમને બીઆર ચોપરાના કૃષ્ણ એટલે કે નીતીશ ભારદ્વાજ વિશે પૂછ્યું. સર્વદમને કહ્યું, “કયા કૃષ્ણ ? એ જ જેમને દુનિયા ભરમાં ફેલાયેલા કૃષ્ણ ભક્તોમાંથી કોઈએ પૂછ્યું નહીં, બીબીસી ટીવીની ટીમ અમને મળવા માટે ગુજરાતના લક્ષ્મી સ્ટુડિયોમાં આવી ગઈ હતી. ટી.એન.ટી. માણસોએ મારી સિરિયલ ખરીદી લીધી છે મારી સિરિયલ ચારેય દેશોમાં બતાવવામાં આવશે. મેં દુનિયામાં ધૂમ મચાવી દીધી છે.”

નીતીશ ભારદ્વાજ સુધી જ્યારે આ વાત પહોંચી ત્યારે તેમણે કહ્યું કે ‘જેમના ઘરમાં દીવો નથી થતો તેઓ મસ્જિદને ઉજાગર કરવાનો દાવો કરી રહ્યા છે. કોઈ પણ ભારતીયને પૂછવું, શું કોઈ તેમને ઓળખે છે? ”આ સાબિત કરે છે કે ભગવાન વચ્ચે કોઈ લડાઈ ન થાય પરંતુ જે લોકો ભગવાનની ભૂમિકા ભજવે છે તેમની વચ્ચે ઝઘડો થઈ શકે છે.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *