Breaking News

શું તમારા દાંતમાં પડી ગયા છે કીડા તો આજેજ અપનાવો આ ઘરેલુ ઉપાય જડમૂળ માંથી દૂર થઈ જશે દાંતના કીડા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે,વ્યક્તિના સુંદર સ્મિત પાછળ તેના સ્વચ્છ દાંતનો ખૂબ મોટો હાથ હોય છે. તેથી આપણે આપણા દાંતની સાફસફાઈ અને કાળજી લેવાની જરૂર છે. એક સુંદર સ્મિત તમારી સુંદરતામાં વધારો કરે છે, તેથી તંદુરસ્ત અને મજબૂત દાંત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ ખોટી આહાર અને અનિયમિત જીવનશૈલીને કારણે આપણે આપણા દાંત પર બિલકુલ ધ્યાન આપતા નથી.

જેના કારણે આપણા દાંત ધીરે ધીરે બગડવાનું શરૂ થાય છે અને પાછળથી દાંતમાં દુખાવો તથા દાંતમાંથી લોહી નીકળવાની સમસ્યા ઉભી થાય છે. અમુક સમયે દાંતમાં કીડા પણ દેખાય છે. જેના કારણે તમારા દાંત નબળા થઈ જાય છે, જો તમને પણ આવી જ સમસ્યા હોય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આજે અમે તમને એક અસરકારક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા દાંતને સ્વચ્છ તો કરશે પણ સાથે સાથે તમે સરળતાથી કૃમિને મૂળથી દૂર કરશે.

દાંતમાં કૃમિના કારણો.આજના સમયમાં લોકોનું જીવન ખૂબ વ્યસ્ત બની ગયું છે, જેના કારણે તેઓ સવારે ઉતાવળમાં દાંત બરાબર સાફ કરતા નથી અને તેઓ ઝડપી કામમાં કામ માટે નીકળી જાય છે, દૈનિક દાંત સારી રીતે સ્વચ્છ ન થવાના અભાવને લીધે, દાંતના કૃમિની સમસ્યા થાય છે. આ ઉપરાંત, જો તમારું બાળક વધુ મીઠું ખાય છે, તો તે દાંતમાં પોલાણ પણ પેદા કરે છે જેના કારણે અસહ્ય પીડા થાય છે.

દાંતના કીડાથી છૂટકારો મેળવવાનો ઉપાય.લવિંગનો ઉપયોગ ચોક્કસપણે બધા ઘરોમાં થાય છે. લવિંગમાં રહેલા પોષક તત્ત્વો અને તેના ગુણધર્મો આપણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના ઉપચારમાં મદદ કરે છે. નિષ્ણાંતો માને છે કે જો કોઈ વ્યક્તિને તેના દાંત પર કીડા પડે છે તો દરરોજ અમુક ટીપાં લવિંગ તેલ ઉમેરીને તેને આ સમસ્યાથી રાહત મળે છે, જો તમે કપાસની મદદથી દાંત પર લવિંગ તેલ લગાવો છો તો તે તમારા દાંતના દુઃખાવો જ નહીં, પણ દાંતના કીડાથી રાહત મળશે.

તમે લસણનો ઉપયોગ કરીને દાંતની સમસ્યાથી પણ છૂટકારો મેળવી શકો છો. આયુર્વેદમાં લસણને ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમારા દાંતમાં કૃમિ હોય અને તમે તેનાથી છૂટકારો મેળવવા માંગતા હોય તો આ માટે તમે લસણની એકથી બે કળીઓ મેળવી શકો છો. કીડા વડે દાંત પર પીસીને લગાવો અથવા જો તમે આ કળીઓને કીડાથી દાંત વડે ચાવશો તો તમને ઘણો ફાયદો થશે.તમે હીંગની મદદથી તમારા દાંતને બગાડવાથી પણ બચાવી શકો છો. તમે હીંગમાં થોડો લીંબુનો રસ પીસીને મિશ્રણ તૈયાર કરી શકો છો અને દરરોજ તેને દાંત પર લગાવશો તો તેનાથી તમારા દાંતનો કીડા જડમૂળથી દૂર થાય છે.

અમુક સરળ ઉપાયો દ્વારા દાંતના સડાથી છુટકારો મેળવી શકાય છે. આ તે રીતો છે, જેના દ્વારા જુના જમાનામાં ડેન્ટિસ્ટ ન હોવાથી પણ લોકો પોતાના દાંતોનો ઈલાજ કરતા હતા. દાંતોમાં સડો કે કેવિટીનું મુખ્ય કારણ આપણા મોં માં રહેતા બેક્ટેરિયા એટલે કે સૂક્ષ્મ જીવાણું હોય છે, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. જો કે આ બેક્ટેરિયા જન્મથી જ આપણા મોં માં હોય છે. પણ જયારે આપણે દાંતોની દેખરેખમાં બેદરકારી રાખીએ છીએ ત્યારે મોં માં રહેલા આ બેક્ટેરિયાની સંખ્યા વધી જાય છે અને તે સડો પેદા કરવા લાગે છે.

ખોરાકમાં આપણે કાળું કાઈ ખાતા નથી અને રોજ બ્રશ પણ કરીએ છીએ, છતાં પણ આ કાળો સડો આવે છે કયાંથી? અને તે બ્રશ કરવા પર પણ જતો કેમ નથી? તો જણાવી દઈએ કે, આપણા મોં માં જે બેક્ટેરિયા હોય છે તેમને 2 વસ્તુ વધારે પસંદ હોય છે, શુગર અને કાર્બોહાઇડ્રેટ. જયારે આપણે ખાંડથી બનેલી વસ્તુઓનું વધારે સેવન કરીએ છીએ, તથા મેંદાથી બનેલી દાંતોમાં ચોટી જતી વસ્તુઓ, સુકામેવા અથવા મગફળી વગેરેનું સેવન કરીએ છીએ, તો મોં માં રહેલા બેક્ટેરિયા તેને ખાઈને એક પ્રકારનું એસિડ છોડે છે, જેને લેક્ટિક એસિડ કહેવામાં આવે છે.

આ તે જ એસિડ છે કે આપણા દાંતોના આવરણને ધીરે ધીરે ઓગાળવાનું શરૂ કરે છે અને સડો પેદા કરીને તે જગ્યાને કાળી બનાવતા જાય છે. આથી કહેવામાં આવે છે કે, વધારે મીઠી વસ્તુઓ ખાવાથી દાંત સડવા લાગે છે. તો દાંતમાં સડો લાગવાનું શરુ થાય ત્યારે થોડા સમય માટે મીઠી અને દાંતમાં ચોટી જતી વસ્તુઓ ખાવાનું બંધ કરી દેવું જોઈએ. જે રીતે શુગર અને કાર્બોહાઇડ્રેટ આ બેક્ટેરિયા ઘણા પસંદ છે, એવી જ રીતે અમુક એવી કુદરતી વસ્તુઓ છે, જેનાથી તેમને સંપૂર્ણ રીતે ખતમ પણ કરી શકાય છે. આવો જાણીએ ઘણા અસરદાર નુસખા વિષે જેનાથી દાંતોમાં શરૂ થયેલી કેવિટી વધતી અટકાવી શકાય છે અને દાંતના કીડાથી છુટકારો મેળવી શકાય છે.

તલ અને લવિંગનું તેલ દાંતોમાં વધી રહેલી કેવિટીને અટકાવવા માટે ઘણું ફાયદાકારક હોય છે. લવિંગમાં એંટી-માઇક્રોબિયલ, એંટી-સેપ્ટિક, એંટી-બેક્ટેરિયલ અને એંટી-ફંગલ ગુણ મળી આવે છે. તેના લીધે દાંતને ઓગાળીને પોલા કરી દેતા બેક્ટેરિયા ઝડપથી દૂર કરી શકાય છે. 1 ચમચી તલના તેલમાં 3-4 ટીપા લવિંગનું તેલ નાખીને તેનાથી રોજ સવારે 10 મિનિટ ખાલીપેટ કોગળા કરો. તેની સાથે તલના તેલ અને લવિંગના તેલને બરાબર માત્રામાં મિક્સ કરી લો અને અને રૂ ની દાંતના આકારની નાનકડી દડી બનાવીને તે તેલમાં પલાળો.

ત્યારબાદ તે તેલવાળી રૂ ની દડીને કેવિટી વાળા દાંતમાં 10 થી 15 મિનિટ સુધી દબાવી રાખો. આમ કરવાથી તેલ સતત દાંતની અંદર જતું રહેશે. તેનાથી પહેલા-બીજા દિવસમાં જ સારા પરિણામ મળે છે, અને દાંતનો દુઃખાવો દૂર થાય છે. દિવસમાં 2 થી 3 વાર આ પ્રયોગ કરો. તેના માટે તમે એક નાની પ્લાસ્ટિકની ડબ્બીમાં આ તેલવાળી 3-4 રૂ ની દડી પોતાની સાથે રાખો, અને દરેક વખતે જમ્યા પછી કોગળા કરીને તેને 10 મિનિટ માટે દાંત વચ્ચે દબાવી રાખો.

લસણ પણ દાંતમાં વધતી કેવિટીને દૂર કરવા માટે ઘણું ફાયદાકારક હોય છે. 3-4 લસણની કળીને ઝીણી સમારી લો અને તેમાં થોડું સિંધવ મીઠું નાખીને સારી રીતે મિક્સ કરી તેને મસળી તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેને સડા વાળા દાંત પર 10 મિનિટ માટે દબાવી રાખો. રોજ સવાર-સાંજ 1-1 વાર આવું કરવાથી દાંતમાં રહેલા બેક્ટેરિયા ખતમ થઈ જશે, અને દાંતની કાળાશ પણ દૂર થઈ જશે.

દાંતમાં થતા દરેક પ્રકારના દુઃખાવા માટે ફટકડીનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ભલે દાંતમાં સડો હોય, પેઢાની નબળાઈ, નવા દાંત આવી રહ્યા હોય કે કોઈ દાંત તૂટ્યો હોય, દરેક પ્રકારની સ્થિતિમાં ફટકડીના ઉપયોગથી દુઃખાવાને દૂર કરી શકાય છે. તેનો ઉપયોગ કરવા માટે 1 કપ પાણીમાં 1 ફટકડીના ટુકડાને 1 થી 2 મિનિટ માટે મૂકી રાખો. ત્યાર બાદ તે પાણીને ચમચીથી હલાવીને તે ફટકડીને બહાર કાઢી લો. અને તે પાણીને મોં માં રાખીને 3 થી 4 મિનિટ માટે અંદર ફેરવતા રહો.

આ પ્રક્રિયાને દિવસમાં 2 થી 3 વાર કરો. સતત આવું કરવાથી 4 થી 5 દિવસમાં જ ગંભીરમાં ગંભીર દાંતના દુઃખાવાની સમસ્યામાં રાહત મળી જશે. જો તમારા દાંતમાં કેવિટીને કારણે કાણું પડી ગયું છે, તો કાળાશ હટ્યા પછી પણ તે કાણું રહી જાય છે. તેને ભરવા માટે ઘણું જરૂરી છે કે, પોતાની ડાયટમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પ્રોબાયોટિકસ અને ફેટી એસિડનું ભરપૂર માત્રામાં સેવન કરવામાં આવે. કારણ કે આ બધી વસ્તુઓ દાંતોના ઈનેમલને ઝડપથી રિકવર કરવામાં ઘણી ફાયદાકારક હોય છે.

કેલ્શિયમ અને મેગ્નેશિયમ માટે રોજ રાત્રે દૂધનું સેવન કરો અને દિવસે ઓછામાં ઓછું 1 વાટકી દહીં જરૂર ખાવ. તે બંનેમાં વિટામિન ડી, કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા વધારે હોય છે. દૂધ સિવાય શરીરના કેલ્શિયમની માત્રા વધારવા માટે અઠવાડિયામાં 3 વાર 1 ચપટી ખાવા વાળા ચૂનાનું સેવન ગરમ પાણી સાથે કરી શકાય છે. પ્રયોગ કરવા માટે જે ચૂનો પાનમાં નાખવામાં આવે છે તેનો જ ઉપયોગ કરો.

જો દાંત ઘણા વધારે પ્રમાણમાં પોલા થઈ ગયા છે તો તેના માટે કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોબાયોટિકસના સપ્લીમેન્ટસનું પણ સેવન કરી શકાય છે. સપ્લીમેન્ટસને પોતાની ડાયટમાં ઉમેરવાથી પોલા થયેલા દાંત સારા થઈ શકે છે અને તેની કોઈ આડઅસર પણ નથી થતી. આમ તો દાંતમાં નાનકડું કાળું નિશાન દેખાય ત્યારે જ સતર્ક થઈ જવું જોઈએ. પણ જો દાંતોમાં સડો અથવા કેવિટી આવી ગઈ હોય, તો દિવસમાં બે વાર બ્રશ કરવાનું શરૂ કરી દો. જમ્યા પછી કોગળા કરો અને મીઠી વસ્તુઓનું સેવન જેટલું થઈ શકે એટલું ઓછું કરી દો, અને એવી વસ્તુઓ ન ખાવી જે દાંતોમાં ચોટતી હોય.

ભોજનનો નાનકડો અંશ પણ દાંત પર રહેવો જોઈએ નહિ, કારણ કે તે જ નાના નાના અંશ પર બેક્ટેરિયા લાગે છે અને સડો થાય છે. પાણી વધારેમાં વધારે પીવું અને ધુમ્રપાન, તમાકુ અને ગુટખા જેવી વસ્તુઓ ખાવાથી દૂર રહો. ઘરેલુ ઉપાયની સાથે સાથે આ સાવચેતીઓનું રાખશો તો દાંતની સમસ્યા ડોક્ટર પાસે ગયા વગર જ દૂર થઈ શકે છે.

About bhai bhai

Check Also

ક્યારેય બાળકનું નામ આવું ન રાખવું નહીં તો આવે છે મોટી મુશ્કેલીઓ.

જ્યારે વિશ્વના દરેક વ્યક્તિનો જન્મ થાય છે, ત્યારે તેનું નામ આવે છે, આ નામો બાળકના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *