શું તમારા ઘરની આસપાસ છે પીપળાનું ઝાડ તો ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ નહીતો થઈ જશો બરબાદ

શું તમારા ઘરની આસપાસ છે પીપળાનું ઝાડ તો ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ નહીતો થઈ જશો બરબાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે સામાન્ય રીતે જોયુ હશે કે ઘરની બહાર પીપળાનું ઝાડ ઉગી જાય છે આ એક એવું ઝાડ છે જે ગમે ત્યાં ઉગી જાય છે. હિન્દુ ધર્મમાં પીપળાના ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે. પરંતુ તેને ઘરમાં ઉગાવવામાં ઇન્કાર કરવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે તમારા ઘરની આસપાસ પીપળાનું ઝાડ ઉગી જાયે છે તો શુ કરવું જોઇએ અને શુ ન કરવું જોઇએ.

જો તમારા ઘરની બહાર પીપળાનું ઝાડ ઉગી જાય છે તો તેની પૂજા કરીને તેને ત્યાંથી નીકાળીને કૂંડામાં લગાવી દો ઝાડને હટાવતા સમયે એક ખાસ વાત ધ્યાનમાં રાખવી જોઇએ, ઝાડ નીકાળતા સમયે પણ તેના મૂળિયા ન કાપો કારણકે શાસ્ત્રોમાં પીપળાના ઝાડમાં બ્રહ્માનો વાસ માનવામાં આવે છે. ભૂલથી પણ ઘરની પૂર્વ દિશામાં પીપળાનું ઝાડ ન લગાવવું જોઇએ કારણકે તેનાથી ઘરમાં પૈસાની મુશ્કેલી આવતી નથી.

તેની પૂજા કર્યા બાદ કૂંડને કોઇ મંદિરમાં મૂકી દો. પીપળાને કટ કરવાથી દૂર રહો. કારણકે તેનાથી જીવનમાં નકારાત્મક્તા આવે છે. પીપળાનું ઝાડ કાપવાથી પરણિત લોકોના જીનમાં પણ સમસ્યાઓ આવી શકે છે અને બાળક તરફથી સમસ્યાઓ સામનો કરવો પડી શકે છે. શાસ્ત્રો મુજબ પીપળાનું ઝાડ કાપવાથી પિતૃને કષ્ટ મળે છે.

આપણી આસપાસ ઝાડ છોડ ઉગાડવાથી આપણી આસપાસનું વાતાવરણ પણ એકદમ સકારાત્મક રહે છે. એટલા માટે જો બની શકે તો વધુમાં વધુ ઝાડ અને છોડ ઉગાડવાનો પ્રયાસ કરો. ઘણા ઝાડ એવા હોય છે, જેને આપણે જાતે ઉગાડવા પડે છે અને તેની જાળવણી પણ રાખવી પડે છે.પરંતુ થોડા ઝાડ એવા પણ હોય છે, જે જાતે જ ઉગી નીકળે છે. જેવા કે પીપળાનું ઝાડ એક એવું ઝાડ છે, જે પોતાની જાતે ઉગી જાય છે.

તેને ઉગાડવાની જરૂર નથી પડતી. પીપળાનું ઝાડ એક એવું ઝાડ છે, જે ક્યાય પણ પોતાની જાતે ઉગી જાય છે.તેમજ આપણે એની જાળવણી કરવાની પણ જરૂર નથી પડતી. કેમ કે તે વગર જાળવણીએ પણ મોટું થતું રહે છે. આમ તો શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે પીપળાના ઝાડમાં ઘણા દેવતાઓનો વાસ હોય છે. અને એટલા માટે શાસ્ત્રો મુજબ પીપળાના ઝાડને ઘણું પવિત્ર અને શુભ માનવામાં આવે છે.

પણ ઘણા લોકો આ ઝાડને શુભ નથી માનતા. આજે અમે તમને જણાવીશું કે જો તમારા ઘરમાં પણ પોતાની જાતે પીપળાનું ઝાડ ઉગી જાય તો તમારે શું કરવું જોઈએ. જણાવી દઈએ કે જો તમારા ઘરની દીવાલ પાસે પીપળાનું ઝાડ પોતાની જાતે જ ઉગી જાય, તો સૌથી પહેલા તેની પૂજા કરો. પૂજા કર્યા પછી તેને તરત કાઢીને કોઈ કુંડામાં ઉગાડી દો. પરંતુ એ વાતનું ધ્યાન રાખશો કે તેના મૂળ ભૂલથી પણ ન કાપશો, કેમ કે તેના મૂળમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશજીનો વાસ હોય છે.

બીજી ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે ઘરની પૂર્વ દિશામાં ભૂલથી પણ પીપળાનું ઝાડ ન ઉગાડવું જોઈએ. એવું એટલા માટે કારણ કે તેનાથી ઘરમાં ગરીબી આવે છે. પીપળના છોડને કુંડામાં ઉગાડ્યાં પછી કોઈ મંદિરમાં જઈને મૂકી દો. તમારા ઘરમાં પીપળો ઉગી જાય તો તેને કાપવો ન જોઈએ. તેનાથી તમારા લગ્ન જીવનમાં દુ:ખ પણ આવી શકે છે.

આ ઉપરાંત તમને જણાવી દઈએ હિન્દુ ધર્મમાં અનેક વૃક્ષોની ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે વૃક્ષોની પૂજા પણ કરવામાં આવે છે. તેની પરિક્રમા કરવાથી વિશેષ લાભ મળે છે. પીપળાના ઝાડની પરિક્રમા કરવાનું ખૂબ જ મહત્વ છે અને તે વૃક્ષની પરિક્રમા કરવાથી મનગમતી વસ્તુ મળી જાય છે. પરિક્રમાનો મતલબ વૃક્ષની ચારે બાજું ફરવાનું હોય છે. શાસ્ત્રોમાં પરિક્રમાને પ્રદક્ષિણા કરવું પણ કહેવામાં આવે છે અને તેની પૂજાનું એક અંગ પણ માનવામાં આવે છે. પીપળાના વૃક્ષની પરિક્રમા કરવાથી અનેક સારા લાભ તેની સાથે જોડાયેલા છે. તેથી તમે આ વૃક્ષની પરિક્રમા જરૂરથી કરવી જોઇએ. એવી માન્યતા છે કે પીપળાના ઝાડની ૧૦૮ પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. તો આજે જણાવીશું પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી થતા લાભ.

શરીર રહે છે સ્વસ્થ.પીપળાનાં ઝાડની પરિક્રમા કરવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. શાસ્ત્રો અનુસાર આ ઝાડના છાયામાં ઉભા રહેવાથી શરીરને શુદ્ધ હવા અને ભરપૂર ઑક્સિજન મળે છે, તેથી જે લોકો આ વૃક્ષની પરિક્રમા કરે છે તેને શ્વાસ સંબંધિત અનેક સમસ્યા અને કફની સમસ્યા પણ નથી થતી. દેવતાઓની બની રહે છે કૃપા.સ્કંદ પુરાણમાં પીપળાના ઝાડ વિશે ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે તે ઝાડની પરિક્રમા કરવાથી દરેક દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. તેથી દેવી-દેવતાઓને પ્રસન્ન કરવા માટે પીપળાના ઝાડની પરિક્રમા કરવી જોઈએ. પ્રાચીન કાળથી લોકો દેવતાઓને પ્રસન્ન કરવા માટે પીપળાનાં ઝાડની પૂજા કરતા હતા અને તેની પરિક્રમા કરે છે.

દરિદ્રતા થાય છે દૂર.પીપળાના ઝાડ પર વિષ્ણુજી અને માં લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર મંગળ મુહુર્ત દરમિયાન જો પીપળાની પરિક્રમા કરવામાં આવે અને તેની ઉપર જળ ચઢાવવામાં આવે તો માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને જીવનમાં દરિદ્રતા દૂર થઈ જાય છે. તેથી જે લોકો ગરીબી કે ધનની હાનિનો સામનો કરી રહ્યા હોય, તે લોકોને પીપળાના ઝાડની પૂજા જરૂરથી કરવી જોઈએ.

જીવનમાં આવે છે સુખ.પીપળાનું પૂજન કરવાથી દુઃખ અને દુર્ભાગ્યનો નાશ થાય છે અને જીવનમાં સુખ આવે છે. જીવનમાં સમૃદ્ધિ મેળવવા માટે રોજ પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ અને પીપળાનાં ઝાડ ઉપર ચોખા ચડાવવા જોઈએ. સતત ૧૧ દિવસ સુધી કરવાથી જીવનમાં ખુશીઓ આવશે.શનિદેવ થી થાય રક્ષા.જે લોકોની કુંડળીમાં શનિ દેવની દશા સારી ના હોય તે લોકોને પીપળાના ઝાડની પૂજા કરવી જોઈએ. શનિવાર કે અમાસનાં દિવસે પીપળાના ઝાડની પૂજા કરવાથી તથા પીપળાનાં ઝાડની ૭ પરિક્રમા કરવાથી શનિની પીડામાંથી મુક્તિ મળે છે અને વળી પરિક્રમા બાદ તે ઝાડ ઉપર કાળા તલ ચઢાવવા.

આ વાતોનું રાખો ધ્યાન.પરિક્રમા કરતા પહેલા પીપળાની પૂજા જરૂરથી કરવી જોઈએ. પૂજા કરતા સમયે પીપળાના ઝાડ ઉપર જળ ચઢાવવું જોઈએ અને લાલ રંગની નાડાછડી બાંધવી. ત્યારબાદ પરિક્રમા કરવી. ઓછામાં ઓછી ૩ વખત તે ઝાડની પરિક્રમા કરવી. વળી ૧૦૮ વખત પીપળાના ઝાડની પરિક્રમા કરવાથી ખૂબ જ જલ્દી શુભ ફળ પ્રાપ્ત થાય છે. પરિક્રમા કર્યા પછી તે ઝાડ પર જરૂરથી સ્પર્શ કરવો.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *