Breaking News

શું તમારા શરીરમા છે લોહીની ઉણપ તો આજથી જ શરૂ કરી આ વસ્તુનું સેવન કરવાનું થશે શરીરને ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, પ્રવર્તમાન સમયમા યુગ એટલો આધુનિક બની ગયો છે કે, મનુષ્ય નિરંતર પોતાની સુખ-સુવિધાઓને પૂર્ણ કરવા માટે દિવસ-રાત મથતો રહે છે અને તેના કારણે તે યોગ્ય જીવનશૈલી જીવી શકતો નથી. ના તો તે યોગ્ય ઊંઘ લઇ શકે છે અને ના તો તે યોગ્ય ભોજન લઇ શકે છે અને તેના કારણે જ તે અનેકવિધ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓથી પીડાય છે. આજે આવી જ એક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યા અને તેના નિવારણ વિશે ચર્ચા કરીશુ.

મિત્રો, તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે તેમા પૂરતુ લોહી હોવુ ખૂબ જ જરૂરી છે. જો કોઈપણ કારણસર આપણા શરીરમા લોહીની અછત સર્જાય તો આપણુ શરીર અનેકવિધ બીમારીઓથી ઘેરાયેલ રહે છે. આ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓના કારણે શરીરની કાર્યક્ષમતામા પણ ઘટાડો થાય છે. શરીરમા લોહીની ઉણપ થવાના કારણે તમને થાક અને નબળાઈ જેવી સમસ્યાઓનો અનુભવ થાય છે. આપણા શરીરમા પૂરતું લોહી હોવું ખૂબ જ જરૂરી છે માટે આજે આ લેખમા અમે તમને ત્રણ એવા ફળો વિશે જણાવીશુ કે, જે તમારા શરીરમા આવશ્યક લોહીના સ્તરને જાળવી રાખશે.

ચકંદર એ એક એવુ ફળ છે કે, જે આપણા શરીરમા લોહીનું પ્રમાણ ખૂબ જ ઝડપથી વધારે છે. જે કોઈપણ વ્યક્તિ નિયમિત આ ફળનુ સેવન કરે તેના શરીરમા હિમોગ્લોબિનનુ સ્તર પુષ્કળ માત્રમા વધે છે. જો તમે તમારા રોજીંદા ભોજનમા આ ફળનો સમાવેશ કરો છો તો તમારા શરીરમા લોહીનુ પ્રમાણ ત્રણ ગણુ ઝડપથી વધશે.

આ સિવાય અંજીર પણ એક એવુ ફળ છે કે, જે તમારા શરીરમા લોહીનુ સ્તર વધારવા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ ફળના નિયમિત સેવનથી તમારી શારીરિક નબળાઈ દૂર થાય છે અને તમારા શરીરમા લોહીનુ યોગ્ય પ્રમાણ જળવાઈ રહે છે. જો તમે તેને રાત્રે પલાળશો અને સવારે ઉઠીને તેનુ સેવન કરશો તો તમારા માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ જશે.

આ ઉપરાંત દાડમના સેવનથી પણ લોહી ઝડપથી વધે છે. જ્યારે પણ તમને લાગે કે તમારા શરીરમા લોહીનું પ્રમાણ ઘટી રહ્યું છે ત્યારે તમારે દાડમનો રસ પીવાનુ શરૂ કરવુ જોઈએ. જો તમે તમારા રોજીંદા ભોજનમા દામના રસનો સમાવેશ કરો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે અને તમારા શરીરમા લોહીનુ યોગ્ય સ્તર પણ જળવાઈ રહે છે. તો આજે જ કરો આ ફળોનુ સેવન અને તમારા લોહીનુ પ્રમાણ વધારો.

બીટ.લોહીની ઉણપ માટે બીટનું નામ પણ દાડમની સાથે લેવામાં આવે છે, અથવા એમ કહીએ કે તે લોહીની ઉણપ માટે રામબાણ ઉપચાર છે. તેવામાં, દરરોજ બીટનું સેવન ખુબ જ જલ્દી લોહીની ઉણપને દુર કરી શકે છે. જો બીટના જ્યુસને દાડમના જ્યુસ સાથે મેળવીને પીવામાં આવે તો આ રીત માત્ર એક અઠવાડિયામાં જરૂરી હિમોગ્લોબીન બનાવી શકે છે. સફરજન.હિમોગ્લોબીન વધારવા માટે સફરજન પણ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તમે ઈચ્છો તો સફરજનની સાથે મધ મેળવીને તેનું સેવન પણ કરી શકો છો. તેનું સેવન કરવાથી તમે સહેલાઈથી લોહીની ઉણપ દુર કરી શકો છો.

પાલક.પાલકને આયુર્વેદમાં રક્તવર્ધક ખોરાકનું નામ આપવામાં આવ્યું છે. જો તમારામાં લોહીની ઉણપ હોય, તો થોડા સમય સુધી દરરોજ પાલકના જ્યુસનું સેવન કરો. આયરનથી ભરપુર પાલક રક્તવર્ધકની રીતે ખુબ જ સારી પસંદગી છે. તેના સિવાય, તમે ઈચ્છો તો અડધા ગ્લાસ પાલકના જ્યુસમાં બે ચમચી મધ મેળવીને તેનું સેવન કરી શકો છો. તે લોહીને ઝડપથી વધારવામાં મદદ કરે છે.કેળા.કેળામાંથી મળતા પ્રોટીન, આયરન અને ખનીજ તત્વો તમારા શરીરમાં લોહીને વધારે છે. તેના માટે દુધની સાથે દરરોજ સવારે કેળાનું સેવન કરો. કેળાના સેવનથી તમે બીજા રોગો જેવા કે અલ્સર, ગુર્દાના રોગો, અને આંખોની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકો છો.

વધારે પડતો ફેટીયુક્ત ખોરાક ખાવાથી, ઉંમરમાં વધારો થવાથી,વધારે પડતી ચિંતા કરવાથી અને કસરત ઓછી કરવાથી આપણા શરીરનું લોહી અત્યંત ઘટ્ટ બને છે. લોહી ઘટ્ટ બનાવવા નું સૌથી મોટું કારણ તમાકુ અને તેનાથી બનતા ઉત્પાદનો જેવા કે ગુટખા માઉથ ફ્રેશનર વગેરેનું સેવન છે. તે લોહીને અત્યંત જાડુ કરે છે. તેનાથી મોટાભાગના લોકો રોગી બને છે. અનિયમિત અને ફાસ્ટ ફૂડ જેવો ખોરાક પણ આનો એક મહત્વનું કારણ છે. ડાયાબિટીસ થવાનું એકમાત્ર કારણ લોહી જાડું થવું છે. રોજિંદા જીવનમાં ૭ ટકા કરતાં વધારે ગ્લુકોઝ લેવાથી ડાયાબિટીસનો ખતરો વધે છે.

ઓછું પાણી પીવાથી શરીરમાં શોષ પડે છે અને જેના કારણે લોહી વધારે જાડું બને છે. માંસાહાર જેવો તામસી ખોરાક ખાવાથી પણ લોહી વધારે જાડું થાય છે. અમુક ઉંમર પછી ચરબીયુક્ત ખોરાક ખાવામાં નિયંત્રણ રાખવું જોઈએ. કોઈપણ ઉંમરે કસરત કરવાની ટેવ રાખવી અને વાસી ખોરાક ના ખાવું અને લીલા શાકભાજી અનાજ કઠોળ વગેરે જમવામાં લેવા. જો આ વસ્તુઓ ની ઉણપ છે. તો લોહી જાડું થાય છે અને લોહીને પાતળું કરવા માટે સૌથી ઉત્તમ ઔષધિ છે દૂધીનો રસ અને લોહીને પાતળુ કરવામાં પણ અતિ ઉપયોગી છે.

લસણ શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટરોલને દૂર કરે છે. લસણની સાથે આદુનો રસ પીવાથી વધુ ફાયદો મળે છે. અને લોહીને પાતળું કરવા માટે કાંદાના રસના સાથે લસણનો રસ પીવાથી પણ વધુ ફાયદો મળે છે. આ ઉપરાંત મેથી પણ લોહીને પાતળું કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તે ઉપરાંત ગોળ રાય મેથી બધાને સમાન ભાગે લઈ દરરોજ તેનું સેવન કરવાથી લોહી પાતળું બને છે. આપણા શરીરનું લોહી ઘટ્ટ બનતા અટકાવવા માટે દરરોજ આપણા આહારમાં ફળ ૪૦% અનાજ ૨૦% શાકભાજી ૩૦ ટકા અને પાંચ ટકા કુદરતી ગ્લુકોજ લેવું જેનાથી આપણા શરીરમાં રક્ત ને લગતો કોઈપણ રોગ થશે નહીં.

બાફેલા શાકભાજી આપણા લોહીની ગુણવત્તા જાળવી રાખે છે અને હળદર વાળું દૂધ ઉકાળીને પીવાથી તે લોહીને પાતળું કરે છે. દરરોજ રાત્રે એક ચમચી હળદર ગરમ દૂધ ભેળવી અને પીવાથી લોહી પાતળું બને છે. લોહી નું પરિભ્રમણ હળદર વધારે કરે છે. દરરોજ સવારે ઉઠી અને બે કળી લસણ ખાવાથી લોહી વધારે પાતળું બનશે અને આનાથી હદય પર વધતું દબાણ પણ ઓછું થાય છે. આ સિવાય કિસમિસ નો ઉપયોગ લોહીને પાતળું કરવામાં થાય છે. રાત્રે કિસમિસને પલાળી અને સવારે તે પાણી પીવામાં આવે તો લોહી પાતળું બને છે અને બ્લડ પ્રેશર ઓછું થાય છે.

તમાકુ ગુટખા જેવા ધૂમ્રપાનનો ત્યાગ કરવાથી પણ લોહી પાતળું બને છે. અને લોહી પાતળું બનાવવા માટે દરરોજ સવારે અને સાંજે કસરત કરવી જોઈએ. ચિંતા ટેન્શન ઓછું કરવાથી પણ લોહી પાતળું થાય છે. નિયમિત રૂપે રક્તદાન કરવાથી પણ લોહી પાતળું થાય છે. દરરોજ ૧૨ ગ્લાસથી વધારે પાણી પીવું જોઈએ ડુંગળીના રસમાં લીંબુ અને મધ મિશ્ર કરી અને પીવાથી લોહી પાતળું થાય છે. અને ડુંગળીના રસમાં ગાજર અને પાલકનો રસ ભેળવી અને પીવાથી લોહી પાતળું થાય છે.

લોહી પાતળું બનાવવા માટે ઘરમાં વળીયારી નો ઉપયોગ થઈ શકે છે. વરીયાળી અને સાકર આ મિશ્રણ અને બે મહિના સુધી સવાર-સાંજ પીવાથી લોહી પાતળું બને છે. અને તબિયત સારી રહે છે. અને જે ખોરાક ની પ્રકૃતિ એસિડિક હોય તે ખોરાક આપણે ઓછો કરવો જોઈએ લોહીને પાતળુ કરવા માટે માછલી અને તેના તેલનો પણ ઉપયોગ થાય છે. માછલીમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે. તે લોહીને પાતળું કરવામાં મદદ કરે છે. આ સિવાય લાલ મરચાને ખાવાથી પણ લોહી પાતળું થાય છે અને તે લોહીના પરિભ્રમણને નિયમિત બનાવે છે. કારેલું લોહીને શુદ્ધ કરે છે.

About bhai bhai

Check Also

શિયાળામાં આ ડ્રાયફ્રૂટ્સ ખાવાનું ફાયદાકારક છે, ફાઈબરથી ભરેલું આ ડ્રાયફ્રૂટ્સ સ્વાસ્થ્યને આપશે ઘણા ફાયદા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શિયાળામાં લોકો પાસે ખાવાના ઘણા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *