Breaking News

શું તમે પણ ગરીબી દૂર કરવા માંગો છો તો આજેજ અપનાવો આ ચાણક્ય નીતિ થશે પૈસાનો વરસાદ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ચાણક્ય અતિ વિદ્વાન અને જીવનના તમામ ક્ષેત્રમાં વિશેષ અભ્યાસુ હતાં. જે વ્યક્તિને ગરીબ કે નબળો હોવા છતાં સામર્થ્યવાન અને સુખી બનાવે છે. તમારા જીવનમાં કોઈ વસ્તુ તમે ઝંખતા હોય તેમ ન મળતી હોય તો તેમાં ચાણક્યનીતિથી ચોક્કસ મદદ મળશે. ચાણક્યની નીતિને અનુસરીને ગરીબાઈ કે પૈસાની કમી પણ દૂર થઈ શકે છે. જો તમને માનવામાં ન આવતું હોય તો અપનાવો આ સૂત્રો જીવનમાં કે જે ચાણક્યે આપ્યા છે.

તો આવો જાણીએ શું કરવાથી તકલીફો દૂર થાય અને સારા દિવસો આવે. આવો જાણીએ ચાણક્યના પોતાના શ્લોક, કે જેમાં તેમણે ગરીબાઈ દૂર કરવાના ઉપાયો સૂચવ્યા છે.ગરીબાઈને દૂર કરો આ રીતે.ચાણક્ય કહે છે કે દારિદ્રયનાશનં દાનં શીલં દુર્ગતિનાશનમ્, અજ્ઞાનનાશિની પ્રજ્ઞા ભાવના ભયનાશિની || અર્થાત આચાર્ય ચાણક્યે ગરીબીને દૂર કરવાનો સૌથી સરળ ઉપાય બતાવ્યો છે. તેમનું કહેવું છે કે તમે ઉદાર બની જાવ.

દાન અને પુણ્ય કર્મના માધ્યમથી જ તમારી દરિદ્રતાનો નાશ થઈ શકે છે. વૈદિક કાળમાં તો માન્યતા હતી કે દરિદ્ર વ્યક્તિ કેવળ દાનથી જ પોતાની દરિદ્રતાનો નાશ કરી શકે છે. કેવી રીતે સુખી બનવું?.ચાણક્યના શ્લોકમાં જણાવ્યું છે કે તમારો વ્યવહાર જ તમારા દુઃખોને દૂર કરી શકે છે.

દુઃખોને દૂર કરવા માટે વ્યવહારમાં નમ્રતા અને શાલીન પણું લાવવું જોઈએ. ત્યારેજ કષ્ટો દૂર થાય છે.અજ્ઞાનતાથી આવે છે અનેક મુશ્કેલીઓ.ચાણક્યે જણાવ્યું કે આપણા જીવનમાં સૌથી મોટો શત્રુ છે અજ્ઞાનતા. અજ્ઞાનતાથી જ જીવનમાં કષ્ટ મળે છે. તેને દૂર કરવા માટે જ્ઞાનનો સહારો લો. જ્ઞાનની પ્રાપ્તિ જ એક માત્ર રીત છે. અભ્યાસ કરતાં રહો અને મેળવો જ્ઞાન થશે ધનની પ્રાપ્તિ.

ધર્મ ગ્રંથોનું વાંચન.ચાણક્યે જણાવ્યું છે કે ધર્મગ્રંથો વાંચતા રહો. તેનાથી વિચારમાં શુદ્ધિ આવે છે અને જીવન- મૃત્યુ અને સુખ-દુઃખ એમ તમામ પ્રકારના ભય દૂર થાય છે. ભયથી મુક્તિ મેળવ્યા પછી જ આપણે કશું પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણા ધર્મ ગ્રંથોમાં સ્પષ્ટ કહ્યુ છે કે આપણી અંદર સતત જીજીવિષા રહેલી હોય છે. આપણને સતત મૃત્યુનો ભય સતાવ્યા કરે છે ક્યારેક આવનારા ભવિષ્યને લઈને આપણે ચિંતા કરતા રહીએ છીએ. આમાંથી આપણા ધર્મગ્રંથો બહાર નીકળવામાં સહાય કરે છે. નિર્ભય બની જશો તો જરૂરથી ધ્યેય પ્રાપ્ત કરી શકશો.

ચાણક્યએ વર્ષો પહેલા કહેલી વાતો આજે પણ લોકોને પ્રેરણા આપે છે. લોકોને જીવનની રાહ બતાવે છે. ચાણક્યએ પોતાના અભ્યાસ અને અનુભવ પરથી જાણ્યું કે, દરેક વ્યક્તિના મનમાં ધનવાન બનવાની ઇચ્છા હોય છે. આ ઇચ્છાને પુરી કરવા માટે વ્યક્તિ સખ્ત મહેનત કરે છે. પરંતુ કેટલીક વાર મહેનત કર્યા પછી પણ તે ધનવાન બની શકતો નથી. ત્યારે વ્યક્તિ અવસાદ (ડિપ્રેશન) થી પીડાય છે.

તે પોતાને નબળો અને નિષ્ફ્ળ અનુભવવા લાગે છે. આચાર્ય ચાણક્યની નીતિઓ વ્યક્તિને સફળ અને પવિત્ર જીવન જીવવાની પ્રેરણા આપે છે. ચાણક્ય એક એવા ઐતિહાસિક પુરુષ છે જેની વાતો સદીઓ પસાર થઇ ગયા બાદ પણ પ્રાસંગિક બની રહેલી છે.આચાર્ય ચાણક્ય અનુસાર કેટલીક આદતો એવી છે જે વ્યક્તિ પોતાના જીવનમાં ઉતારી લે તો તે ગરીબ થઇ જાય છે. આવી આદતોથી હંમેશા દૂર રહેવુ જોઇએ. તો આવો જાણીએ તમારે ધનવાન બનવા માટે કેવી આદતો અપનાવવી અને કેવી આદતો છોડવી.

દાંતોની સફાઇ ન કરનારા વ્યક્તિથી લક્ષ્‍મી નારાજ થાય છે.આ અંગે ચાણક્ય કહે છે કે પોતાના દાંતોની સફાઇ ન કરનારા વ્યક્તિથી લક્ષ્‍મી નારાજ થઇ જાય છે. જેના કારણે તે વ્યક્તિ ગરીબ બની જાય છે. પોતાની આસપાસ સ્વચ્છતા ન રાખનાર અને સ્વચ્છ વસ્ત્રો ન પહેરનાર લોકો પાસે પણ લક્ષ્‍મી નથી ટકતી. એવા વ્યક્તિ જેની પોતાની વાણી પર સંયમ નથી હોતો અને જે કઠોર વચન બોલે છે તેનાથી પણ મા લક્ષ્‍મી રૂઠી જાય છે. મા લક્ષ્‍મીને બીજાના મનને દુભાવનાર લોકો પસંદ નથી.

સાહસી લોકો પર વર્ષે છે માતાની કૃપા.ચાણક્ય અનુસાર લક્ષ્મીજી તેને જ પોતાના આશીર્વાદ આપે છે, જે સાહસી હોય અને દરેક કાર્યમાં કુશળ હોય. ચાણક્યનું માનીએ તો જો કોઈ વ્યક્તિએ પૈસા કમાવવા માટે સાત સમુદ્ર પાર પણ જવું પડે, તો તેણે તેના માટે તૈયાર રહેવું જોઈએ. આ કામ તેજ કરી શકે છે જેમનામાં સાહસ હોય છે. કારણ કે જોખમ અને સાહસથી ધન પ્રાપ્તિ થાય છે.

જરૂરિયાત કરતા વધુ ભોજન ન લેવુ.જરૂરિયાત કરતા વધુ ભોજન કરનારા લોકો પણ દરિદ્ર બની જાય છે. તેવા વ્યક્તિ ક્યારેય સ્વસ્થ નથી રહેતા.જે વ્યક્તિ સવારથી સાંજ સૂતો રહે છે તેના પર પણ મા લક્ષ્‍મીની ક્યારેય કૃપા નથી રહેતી. આ પ્રકારે સૂરજ ઉગ્યા બાદ પણ જે સૂઇ રહે છે, તે પણ દરિદ્ર રહે છે. છળ-કપટ અથવા ખરાબ કામથી પૈસા કમાનાર પાસે વધુ સમય સુધી પૈસા ટકતા નથી, જલ્દી તે બરબાદ થઇ જાય છે.

ખોટા કામોથી દૂર રહેવું.ચાણક્ય અનુસાર વ્યક્તિએ ખોટા કામોથી દૂર રહેવું જોઈએ. પૈસા ખૂબ જ ચંચળ હોય છે, તેનો સ્વભાવ છે કે તે ક્યાંય લાંબો સમય ટકતા નથી. જે લોકો પૈસા કમાવવા માટે ખોટા રસ્તે ચાલે છે, તેમની પાસે પૈસા લાંબા સમય સુધી રહેતાં નથી. આવી સંપત્તિ વ્યક્તિમાં દુષ્ટતા લાવે છે. તે અનેક પ્રકારની સમસ્યાઓનો જન્મ આપે છે, તણાવ, રોગ અને શત્રુતામાં વધારો કરે છે. તેથી પૈસા કમાવવા માટે હંમેશાં યોગ્ય માર્ગ પસંદ કરવો જરૂરી છે. સાચા માર્ગે ચાલીને કમાયેલ નાણાં વ્યક્તિને સમ્માન અને સંતોષ આપે છે.

ચાણક્ય નીતિમાં અમુક એવી વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના પર અમલ કરવાથી વ્યક્તિ અવશ્ય સફળ થાય છે અને આ પુસ્તકમાં અમુક એવી વાતો જણાવવામાં આવેલી છે, જેનો ઉલ્લેખ આપણે ભૂલથી પણ અન્ય વ્યક્તિની સામે કરવો જોઈએ નહીં. તો ચાલો જાણીએ કે આચાર્ય ચાણક્ય દ્વારા કઇ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

યાદ રાખો ચાણક્યની આ નીતિઓ.ચાણક્ય નીતિમાં બતાવ્યું છે કે જે વ્યક્તિ સાંભળવામાં ધીરજ રાખે છે, તેને ધર્મનું જ્ઞાન હોય છે. તેના મનનો દોષ દૂર થાય છે અને સાથોસાથ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં મોહમાયા માંથી તેનું મન ઊઠી જાય છે.ચાણક્ય નીતિમાં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ જીવનભર કંઈકને કંઈક શીખતા રહેવું જોઈએ. શીખવાની પ્રક્રિયા ક્યારેય ખતમ કરવી જોઈએ નહીં. મનુષ્યથી લઈને જાનવર સુધી વ્યક્તિ કંઈકને કંઈક શીખી શકે છે. જેટલું શીખશો તેટલો અનુભવ પ્રાપ્ત થશે.

અમુક લોકોની આદત હોય છે કે પોતાની ધનદોલત વિશે ખૂબ જ વાતો કરતા હોય છે, પરંતુ ચાણક્ય અનુસાર ક્યારે પણ પોતાની ધન-દૌલતનો ઉલ્લેખ અન્ય વ્યક્તિની સામે કરવો જોઈએ નહીં. તમારી પાસે ગમે તેટલી ધન-દૌલત હોય અને તમે ગમે તેટલા અમીર હોય આ આ વાતની જાણ ફક્ત તમને હોવી જોઈએ. જો તમે તેના વિશે અન્ય કોઈને જણાવો છો તો તમારા પૈસાને તેની નજર લાગી શકે છે અને જેના પર તમે આટલું ઘમંડ કરી રહ્યા છો તે તમને ગરીબ બનાવી શકે છે.ચાણક્ય નીતિ અનુસાર આપવામાં આવેલ દાન અન્ય કોઈ વ્યક્તિને જણાવવું જોઈએ નહીં. જો તમે કોઈ વસ્તુ દાન કરી છે તો તેને પોતાના સુધી સીમિત રાખો. જો તમે કરવામાં આવેલ દાનનો ઉલ્લેખ કોઈની સામે કરો છો, તો તેને વ્યર્થ માનવામાં આવે છે. આવી વાતોનો ઉલ્લેખ કરવાથી તેનું કોઈ મૂલ્ય રહેતું નથી, જેથી દાન અને હમેશા ગુપ્ત રાખવું જોઈએ.

તે સિવાય ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો પરિવારની સાથે તમારો કોઈ ઝઘડો થયો છે, તો તેને પોતાના સુધી જ સિમિત રાખવો જોઈએ. તેના વિશે અન્ય કોઈ વ્યક્તિને બતાવવું જોઈએ નહીં. પારિવારિક ઝગડા અંગત હોય છે અને પરસ્પર તેનો ઉકેલ કરી શકાય છે. જો તમે કોઈ વ્યક્તિને તેના વિશે જણાવો છો તો તે વાત તમારા દુશ્મનો સુધી પહોંચી શકે છે, જેનો ફાયદો તે ખૂબ જ સરળતાથી ઉઠાવી શકે છે.ચાણક્ય નીતિમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય પણ જ્ઞાન લેવામાં શરમ કરવી જોઈએ નહીં. જ્ઞાન પ્રાપ્ત કરવાની બાબતમાં હંમેશાં તમારી બેશરમ રહેવું જોઈએ. આ બાબતોમાં તમારે પોતાના દુશ્મનોથી પણ શરમ કરવી જોઈએ નહીં. જ્ઞાન જેટલું વધારે મળે, તેટલું વધારે કામ આવે છે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *