Breaking News

શું તમે જાણો છો આ કારણો ના લીધે બે હાથ જોડીને કરવામાં આવે છે નમસ્તે જાણો નમસ્તે કરવાનું આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણ.

મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણી એવી પરંપરાઓ છે કે જેના વિશે આપણે ભાગ્ય જ જાણતા હોઈએ છે અને હાલ દુનિયાભરમાં કોરોના વાયરસનો ભય ફેલાયેલો છે તો પણ લોકો હાથ મિલાવતા હોય છે પણ ઘણા ઓછા પ્રમાણમાં લોકો હવે હાથ મિલાવવાથી બચી રહ્યા છે અને લોકોને અભિવાદન કરવા માટે નમસ્તે કરવાને પ્રાથમિકતા આપી રહ્યા છે અને જેની જૂની પરંપરા ને પછી ચાલુ કરી છે તેમ કહેવામાં આવ્યું છે.જ્યોતિષ અનુસાર હિન્દુ ધર્મંમાં બનેલી પરંપરાઓની પાછળ ધાર્મિકની સાથે જ વૈજ્ઞાનિક મહત્વ પણ કહેવામાં આવ્યા છે અને વૈજ્ઞાનિકને પણ મહત્વ આપવામાં આવ્યું છે.

જેમ કે અન્યને નમસ્તે કરવાથી તેમના પ્રત્યે સમ્માન બતાવવામાં આવે છે અને અન્યની બીમારીના સંક્રમણથી પણ બચી શકાય છે પણ આ નમસ્તે કરવાની પરંપરા પહેલા હતી જે ઘણા વર્ષો પહેલા આ પરંપરાને માન આપવામાં આવતું હતું તેમ જ અત્યારે પણ નમસ્તે કરવાની પરંપરા ચાલુ છે પણ છે ખૂબ ઓછા પ્રમાણમાં ચાલુ છે તો ચાલો આપણે જાણીએ આ પરંપરાથી જોડોયેલી ખાસ વાતો.નમસ્તેનો અર્થ.કહેવામાં આવે છે કે નમસ્તેનો સરળ અર્થ એ છે કે બીજાની સામે નમ્ર થવું અને બીજાને પ્રણામ કરવા અને બીજી વાત એ છે કે આપણી સામેની વ્યક્તિને નમન કરવાની ભાવનાને નમસ્તે કહેવાય છે જેનો ખૂબ આદર કર્યો તેવું પણ કહેવાય છે.

નમસ્તે કેવી રીતે કરવું જોઈએ.તો જાણો કે ઘણા લોકો અલગ અલગ રીતે નમસ્તે કરતા હોય છે અને તેવી જ રીતે આપણે પણ ઘણીવાર કરતા હોઈએ છે અને કોઈ વ્યક્તિને નમસ્કાર કહેતી વખતે આપણે આપણા બંને હાથ સમાન સ્થિતિમાં રાખવા જોઈએ અને બધું ધ્યાન એક જ સ્થાને રાખવું જોઈએ.બધી આંગળીઓ અને અંગૂઠા સમાન હોવા જરૂરી છે બીજી વાત એ પણ છે કે બંને હાથ જોડવા જોઈએ અને આ પછી આ બંને હાથ તમારા હૃદય સાથે જોડાયેલા હોવા જોઈએ એ પણ નક્કી છે અને તેની લાગણી એ છે કે અમે અમારા હૃદયથી તમારું સન્માન કરીએ છીએ અને તમારી સામે અમે વિનમ્ર છીએ નમસ્તેનો અર્થ તેવો માનવામાં આવે છે.

આ છે નમસ્તેનું મનોવૈજ્ઞાનિકા કારણ.ઘણીવાર આપણને અમુક વાતોનું ધ્યાન નથી રહેતું પણ અહીંયા ભારતમાં હાથ જોડવાની પરંપરાનું વૈજ્ઞાનિક કારણ પણ છે તેવું કહેવાય છે અને હાથ જોડીને તમે જોરથી બોલી શકતા નથી.વધારે ગુસ્સો પણ નથી કરી શકતા અને ભાગી નથી શકતા આ સિવાય એવું કહેવાય છે કે આ એક એવી પ્રક્રિયા છે કે જેનાથી આપણા શરીર અને મન પર મનોવૈજ્ઞાનિક દબાણ રહે છે અને આપના મનની શાંતિ એક સમાન રહે છે અને આ રીતે અભિવાદન કરવા પર તમે સામે વાળા વ્યક્તિ પ્રત્યે તમે પણ વિનમ્ર થઇ જાઓ છો અને આ પરંપરા અનુસાર નમસ્તે કહેવાય છે.

સ્વાસ્થ્ય માટે ફાયદાકારક.આ પધ્ધતિથી ઝૂકીને આપણે બીજાના સીધા સંપર્કમાં આવતાં નથી અને બંને લોકો જ્યારે દૂરથી અભિવાદન કરે છે ત્યારે એકબીજાના શરીરને સ્પર્શતા નથી અને આવી સ્થિતિમાં જો એક વ્યક્તિને રોગ છે.તો તે બીજી વ્યક્તિ સુધી પહોંચતો નથી અને આ પરંપરા રોગોના ફેલાવાને રોકવા માટે ખૂબ જ અસરકારક છે અને આ એક જૂની પરંપરા છે અને તેવું પણ કહેવાય છે કે જો આ પરંપરાને સાચવી રાખવામા આવે તો ઘણું સારું છે અને એટલા માટે જ આ પદ્ધતિ દ્વારા આજે વિશ્વને શુભેચ્છા પાઠવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે અને જેનાથી નમસ્તે કહેવામાં આવે છે અને આ પરંપરા સાચવી રખાય છે.

આ નમસ્તેનું આધ્યાત્મિક કારણ છે.કહેવાય છે કે જ્યોતિષ અનુસાર જમણો હાથ આચાર ધર્મ અને ડાબો હાથ વિચારોનો હોય છે તેવું કહેવાય છે પણ જ્યારે ડાબો અને જમણો હાથ ભેગા કરીને નમસ્તે કરવામાં આવે છે ત્યારે એ નમસ્કાર કરતા સમયે જ જમણો હાથ ડાબા હાથથી જોડવાનો હોય છે અને તે શરીરમાં જમણી તરફ ઇડા અને ડાબી તરફ પિંગલા નાડી હોય છે. કે જેથી નમસ્કાર કરતા સમયે ઇડા અને પિંગલાની પાસે પહોંચે છે.માથુ શ્રદ્ધાથી નમી જાય છે તેમ જણાવ્યું છે અને હાથ જોડવાથી શરીરમાં લોહીનો સંચારનો પ્રવાહ વ્યવસ્થિત થાય છે અને તમારું તન અને મન તંદુરસ્ત રહે છે અને આ વિચારોની સકારાત્મકતા વધે છે તેવું કહેવાય છે અને જો તમારામાં નકારાત્મક વિચાર છે તો તે ખતમ થાય છે.

‘નમસ્તે’ શબ્દ નો ઉપયોગ આપણે ભારતીયો હંમેશા બીજાઓને શુભેચ્છા આપતી વખતે કરીએ છીએ. સામાન્ય રીતે આ નમસ્તે બોલતા સમયે એક બીજા સાથે હાથ પણ જોડવામાં આવે છે. જેમ તમે બધા જાણો છો, આ દિવસોમાં સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ પોતાનો કેર વરસાવી રહ્યો છે. આ વાયરસ સ્પર્શ કરવાથી પણ ફેલાઈ શકે છે. આ કારણોસર, ઘણા લોકો શુભેછા માટે આપણી સંસ્કૃતિને અશુભેછા તરીકે ‘નમસ્તે’ નો ઉપયોગ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. પ્રાચીન સમયમાં આ ‘નમસ્કાર’નો ખૂબ ઉપયોગ જોવા મળતો હતો.

હવે આ નમસ્તે ધીમે ધીમે રોજિંદા જીવનમાંથી અદૃશ્ય થઈ રહ્યો છે. તેના બદલે પશ્ચિમી સંસ્કૃતિના હેન્ડશેક (હાથ મિલાવવા) એ લઇ લીધી છે. ખૂબ જ ઓછા લોકો તે અંગે માહિતગાર છે કે આ નમસ્તેનો ખરો અર્થ શું છે? આપણે નમસ્તેનો ઉપયોગ કેમ કરીએ છીએ? તેના ફાયદા શું છે? આજે અમે તમને તેના વિશે વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છીએ.

નમસ્કાર શબ્દનો અર્થ.શાસ્ત્રો અનુસાર નમસ્તેના પણ 5 પ્રકારો હોય છે. તેમાંથી એક પ્રકાર ‘નમસ્તે’ અને ‘નમસ્કાર’ છે. જો આ શબ્દને સંસ્કૃતમાં ભાષાના વિચ્છેદ કરવામાં આવે છે, તો તે ‘નમઃ’ અને ‘અસતે’ બને છે. હિન્દીમાં નમઃ અને ‘અસ્તે’ બને છે, હિન્દીમાં નમઃ નો અર્થ નમી જવું થાય છે. જયારે અસ્તેનો અર્થ માથું (અહંકાર અથવા ગર્વથી ભરેલો) થાય છે. આવી સ્થિતિમાં, તેનો સંપૂર્ણ અર્થ જોવામાં આવે, તો મારું અહંકારથી ભરેલું માથું તમારી સામે ઝૂકી ગયું છે.

નમઃ નો બીજો અર્થ ‘ન +હું’ થાય છે. તેનો અર્થ થાય છે કે મારું નહિ. બધું જ તમારું આ એક સાંકેતિક ક્રિયા હોય છે જેમાં માણસ એ વ્યક્ત કરે છે કે તેઓ પોતાના અહંકારને તમારી સામે ઘટાડી રહ્યા છે. જેમ કે તમે બધા જાણો છો કે નમસ્તે હંમેશાં બંને હાથ જોડીને કરવામાં આવે છે. આ એક સંકેત હોય છે કે આપણા બંનેના મન એક બીજા સાથે મળી ગયા છે અને આપણે એક સકારાત્મક દિશા તરફ આગળ વધી રહ્યા છીએ.

શાસ્ત્રો અનુસાર શુભેચ્છાઓના પ્રકાર.આપણા શાસ્ત્રોમાં કુલ પાંચ પ્રકારની શુભેચ્છાઓનો ઉલ્લેખ જોવા મળે છે. તેમાં પ્રથમ નમસ્કાર પ્રયુથાન છે. તેમાં કોઈનું સ્વાગત કરવા માટે ઉભા થઈ જાય છે. બીજી શુભેચ્છા છે, જેમાં આપણે હાથ જોડીને સામે વાળાનો સત્કાર કરીએ છીએ. ત્રીજી શુભેચ્છા છે, જેમાં વડીલો અને ગુરુઓના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. ચોથો પ્રકાર પ્રણામ છે જેમાં પગ, ઘૂંટણ, પેટ, માથું અને હાથ સાથે જમીન ઉપર સુઈને સન્માન વ્યક્ત કરવામાં આવે છે. છેલ્લો પાંચમો પ્રકાર અપેક્ષા છે. આમાં, કોઈના અભિવાદનનો જવાબ શુભેચ્છાઓ દ્વારા આપવામાં આવે છે.

નમસ્કારના લાભ.નમસ્કાર કરવા પાછળ એક વૈજ્ઞાનિક લાભ પણ છુપાયેલો છે. ખરેખર, નમસ્તે કરવા ઉપર, હૃદયચક્ર અને આદેશચક્ર સક્રિય થઇ જાય છે. આ રીતે, તમારા શરીરમાં એક સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે. આ સકારાત્મક શક્તિઓ તમારા મગજમાં શાંતિ લાવે છે. તે તમારા આત્મ વિશ્વાસનું સ્તર પણ વધારે છે. આટલું જ નહીં, વંદન કરવાને કારણે વ્યક્તિનો ગુસ્સો પણ ઓછો થઈ જાય છે. આ તમારા વર્તનને નમ્ર બનાવે છે. નમસ્કાર કરી માથું ઝૂકાવવાથી બે લોકો વચ્ચેનું ઘમંડ પણ તૂટી જાય છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *