Breaking News

શું તમે જાણો છો એવા કયા મંદિરો છે જ્યાં આજે પણ થાય છે તંત્ર સાધના, જાદુ-ટોણાં જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભારતમાં ભૂતકાળમાં જાદૂ, ટોણા, ભૂત-પ્રેત વગેરેની વાતો થતી રહે છે. અહીં તંત્ર વિદ્યાને ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, અશિક્ષિત વર્ગ મોટાભાગે આ વાતો પર વધુ વિશ્વાસ કરે છે. ઘણા લોકો માને છે કે તેમના જીવન પર કાળા જાદૂના લીધે ખૂબ જ નકારાત્મક પ્રભાવ પડી રહ્યો છે. શું ખરેખર આ સત્ય છે કે ફક્ત ખોટી વાતો છે. આજે પણ કાળો જાદૂ એક વણ ઉકેલાયેલો કોયડો છે.

ભારતીય જ્યોતિષ અને ધર્મ વિજ્ઞાનમાં તંત્રનું ખુબજ મહત્વ છે. આ વિદ્યા પહેલા જેટલી કારગત હતી આજે પણ એટલીજ છે. ખાસ કરીને ભારતમાં તંત્ર મંત્ર અને જાદૂ ટોટકાઓ ખુબ ચાલે છે. ભારતમાં આજે પણ એવા કેટલાયે મંદિરો છે જ્યાં તાંત્રિક વિદ્યાઓ સાધનાઓ કરવામાં આવે છે. આ મંદિરો તંત્ર વિદ્યાઓ માટે પ્રખ્યાત છે.જ્યાં સાધક દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે કઠીન સાધનાઓ કરવામાં આવે છે. જેમાં કેટલીક સફળ થઈ જશે તો કેટલીકમાં સિદ્ધિ પ્રાપ્ત થશે. ભલે આ પ્રકારની સાધનાઓ કઠોર હોય પણ આજે પણ કેટલીક તાંત્રિક સાધનાઓ છે જેના મંદિરો આજે પણ ભારતમાં છે.

મહેંદીપુર બાલાજી મંદિર, રાજસ્થાન.રાજસ્થાનના દૌસા જિલ્લામાં મહેંદીપુર બાલાજીનું મંદિર વસેલુ છે. અહીં તમને કેટલાક વિચિત્ર નજારાઓ જોવા મળશે. અહીં હનુમાનજી બાળસ્વરૂપમાં બિરાજમાન છે. ભૂત-પ્રેત અને તંત્ર મંત્રથી પીડિત રોગીઓ આજે પણ દૂર દૂરથી અહી આવે છે અને બાલાજીની કૃપાથી ઠીક પણ થઈ જાય છે. અહીં મંત્ર તંત્ર અને સાધનાઓ સતત ચાલ્યા કરે છે. બે પહાડોની વચ્ચે બનેલું આ મંદિર સુંદર હોવાની સાથે જ હિંદુ ધર્મના પવિત્ર ધાર્મિક સ્થળો માંથી એક છે.

હનુમાનજીને સમર્પિત આ મંદિરમાં દર્શન માટે દેશ વિદેશથી આવવા વાળા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળે છે. અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં લોકો ભૂત પ્રેતથી છુટકારો મેળવવા માટે આવે છે. જી હા, તમે લોકોએ એ તો સાંભળ્યું હશે કે, કોઈ ગુનેગાર પાસે ગુન્હો કબુલ કરાવવાનો હોય, તો પોલીસકર્મીઓ ગુનેગારોને થર્ડ ડીગ્રી આપે છે. એજ રીતે આ મંદિરમાં હનુમાનજી ભૂત પ્રેત કે ખરાબ આત્માઓને થર્ડ ડીગ્રી આપે છે, અને લોકોને ખરાબ શક્તિઓથી છુટકારો અપાવે છે.

ભૂત – પ્રેત અને આત્માઓથી મુક્તિ મેળવવા માટે, જો કોઈ વ્યક્તિ તમામ પ્રકારની તરકીબ અપનાવી ગયા હોય છે, અને તમામ ઉપાય કરીને થાકી ગયા છે, અને જે તમામ જગ્યાએથી હારી ગયા હોય છે, તો તે રાજસ્થાનના મહેંદીપુરમાં આવેલા બાલાજીના શરણોમાં જરૂર આવે છે. એવું કહેવામાં આવે છે કે જે લોકોએ અહિયાં આવીને પોતાની અરજી રજુ કરી છે, તે ક્યારે પણ ખાલી હાથે પાછા નથી ગયા.

કામાખ્યા મંદિર, આસામ.આસામનું કામાખ્યા મંદિર તંત્ર સાધનાઓ માટે ખુબજ પ્રસિદ્ધ છે. માન્યતા છે કે અહી સતીની યોનીનો ભાગ પડ્યો હતો. અહીં હંમેશા તાંત્રિકોનો જમાવડો રહે છે. દૂર દુરથી અહીં નવરાત્રિમાં તાંત્રિકો સિદ્ધિઓ પ્રાપ્ત કરવા આવે છે. 51 શક્તિપીઠોમાં આ મંદિર સૌથી પ્રભાવશાળી શક્તિપીઠ માનવામાં આવે છે. આ શક્તિપીઠ તંત્ર સાધના માટે મુખ્ય સ્થાન માનવામાં આવે છે.

ભારતનાં રાજ્ય આસામમાં ગુવાહાટી પાસે સ્થિત કામાખ્યા દેવી મંદિર દેશની ૫૨ શક્તિપીઠોમાંથી સૌથી પ્રસિદ્ધ છે પરંતુ આ મંદિરની અંદર દેવી સતી કે માતા દુર્ગાની એ કપણ મૂર્તિ રહેલી નથી પૌરાણિક કથાઓ અનુસાર આ સ્થાન પર દેવી સતીની યોની પડી હતી જે સમય સાથે મહાન શક્તિ સાધનોનું કેન્દ્ર બની છે એમ કહેવામાં આવે છે કે આ મંદિરની અંદર બધાની મનોકામના પૂરી થાય છે.

એટલે આ મંદિરને કામાખ્યા મંદિર કહેવામાં આવે છે આ મંદિર ત્રણ ભાગમાં બનેલું છે તનો પહેલો ભાગ સૌથી મોટો છે જ્યાં દરેક વ્યકિત જવા નથી દેવામાં આવતા બીજા ભાગમાં માતામાં દર્શન થાય છે જ્યાં પર એક પથ્થરમાંથી પાણી નિકળતું રહે છે એમ કહેવામાં આવે છે મહિનામાં એકવાર આ પથ્થરમાંથી લોહી પણ નિકળે છે આમ કેમ થાય છે તેના વિશે હજી સુધી કોઈને પણ ખ્યાલ નથી.

વૈતાલ મંદિર, ઓરિસ્સા.ઓરિસ્સાનું વૈતાલ મંદિર આઠમી શતાબ્દીમાં બનાવવામાં આવ્યુ હતુ અને આમાં માતા ચામુંડાની મૂર્તિ છે, જે માં કાળીનું દિવ્ય સ્વરૂપ છે. વૈતાલ મંદિરમાં આજે પણ તાંત્રિક ક્રિયાઓ સતત ચાલે છે. આ મંદિરના શીખર પર ત્રણ મીનારાઓ છે. જેને સ્થાનીક લોકો ત્રણ મુંડીઓ કહે છે. કહેવાય છે કે ત્રણ મીનારામાં માં સરસ્વતી, માં લક્ષ્મી અને માં કાળી છે.

કાળ ભૈરવ મંદિર, ઉજ્જૈન.કાળ ભૈરવ મંદિરની શ્યામમુખી મૂર્તિ છે. આ મંદિર તાંત્રિક ક્રિયાઓ માટે ખુબજ પ્રસિદ્ધ છે. અહી ભગવાનને મદિરા પાન કરાવવામાં આવે છે. આ મંદિરને 6000 વર્ષ જુનુ હોવાનું માનવામાં આવે છે. દેશભરથી તાંત્રિકો અહી અઘોરી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા આવે છે.

તંત્ર મંત્રના કારણે આ મંદિરને તાંત્રિક મંદિર કહેવામાં આવે છે. ભારતનાં મધ્યપ્રદેશનાં શહેર ઉજ્જેનથી લગભગ ૮ કિલોમિટર દૂરી પર સ્થિત ભગવાન કાળ ભૈરવનું મંદિર છે આ મંદિર ખૂબ પ્રાચીન છે પરંપરાને અનુસાર શ્રધ્ધાળુઓ તેમને પ્રશાદ તરીકે ફક્ત દારૂ જ અર્પિત કરે છે સૌથી હેરાન કરવા વાળી વાત એ છે કે જેમ જ દારૂનો ગ્લાસ કાળ ભૈરવની પ્રતિમાનાં મુખ પર લગાવવામાં આવે છે તે એક પળમાં જ ખાલી થઈ જાય છે.

કાલિઘાત મંદિર, કોલકાતા.તાંત્રિક માટે કાલીઘાટ એક અત્યંત મહત્વપૂર્ણ મંદિર છે.માન્યતાઓ અનુસાર,આ જગ્યા પર રાજા દક્ષ ની પુત્રી સતીની આંગળીઓ પડી હતી.ઓરિસ્સા.ઓરિસ્સા માં આવેલા ભુવનેશ્વર માં ચામુંડામાતાનું મંદિર છે જે ૮મી સદી માં બનેલું છે.બલશાલી ચામુંડા મહાકાળી નું જ એક રૂપ છે.આ મંદિર માં તાંત્રિક ક્રિયાઓ હંમેશા ચાલુ જ હોય છે. બૈજનાથ મંદિર, હિમાચલ પ્રદેશ .આ મંદિરમાં ભગવાન શિવ નું પ્રસિદ્ધ વૈજનાથ લિંગ છે.વૈજનાથ મંદિર તેની તાંત્રિક પ્રવૃત્તિઓ અને તેના પાણીની પાચન શક્તિઓ માટે પ્રસિદ્ધ છે.

એકલિંગા મંદિર, રાજસ્થાન.ભગવાન શિવને સમર્પિત એકલિંગ મંદિર ઉદયપુરની નજીક આવેલું છે.અહીં શિવજીની એક અનન્ય અને અત્યંત સુંદર ચાર મુખવાળી પ્રતિમા છે જે કાળા આરસમાંથી બનેલી છે. જ્વાળામુખી મંદિર, હિમાચલ પ્રદેશ .આ મંદિર તેના ચમત્કારો ની સાથે અહીં થતી તાંત્રિક ક્રિયાઓ માટે પણ જાણીતું છે.આ સ્થળ પર એક કુંડ છે,તેને જોતા તેની અંદરનું પાણી ઉકળતું હોય તેવું લાગે છે પણ વાસ્તવિક માં તે પણ ઠંડુ હોય છે.

ખજુરાહો મંદિર, મધ્ય પ્રદેશ .ખજુરાહોનું મંદિર તેની કલાત્મક રચનાઓ અને નગ્ન(કામુક) મૂર્તિઓ માટે પ્રસિદ્ધ છે.ખજુરાહોના મંદિર માં પણ તાંત્રિક ક્રિયાઓ માટે જાણીતું છે. કાલ ભૈરવ મંદિર, મધ્યપ્રદેશ.ભૈરવની શ્યામુખી મૂર્તિ આ મંદિરમાં છે. તાંત્રિક પ્રવૃત્તિઓ માટે આ મંદિર અત્યંત પ્રસિદ્ધ છે. પુરા ભારત દેશ માંથી તાંત્રિકો અને અઘોરીઓ તાંત્રિક ક્રિયાઓની સિદ્ધિ માટે અહીં આવે છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *