Breaking News

શું તમે જાણો છો કે એવો કયો તપ છે જે ખાલી મહિલા જ કરી શકે છે જાણો તેનાં પાછળનું રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, હિન્દુ શાસ્ત્રમાં કેટલાયે વ્રત ઉપવાસ દર્શાવવામાં આવ્યા છે. આ તમામ વ્રત ઉપવાસનો અનોખો મહિમા છે. દરેક વ્રત પોતાની રીતે ફળ આપે છે. આ તમામ વ્રત ઉપવાસમાં એક તપ એવુ છે જે ફક્ત મહિલાઓ જ કરી શકે છે. આ તપ એટલે પતિવ્રતા ધર્મ. પોતાના સુહાગ માટે તેની રક્ષા માટે તેમજ તમામ મુશ્કેલીઓથી બચાવવા ખરા અર્થમાં મહિલાઓ દિલથી આ તપ કરે છે.

રામાયણ મહાભારત જેવા આપણા શાસ્ત્રોમાં એવા કેટલાયે ઉદાહરણ રૂપ કિસ્સાઓ છે જે દર્શાવે છે કે મહિલાઓના આઈ વ્રતમાં કેટલી તાકાત રહેલી છે. રામાયણનો એક પ્રસંગ પતિવ્રતા ધર્મને દર્શાવે છે. શું તમે જાણો છો રાવણનો પુત્ર મેઘનાદ ખુબજ તાકાત ધરાવતો હતો તેને મારવો કે હરાવવો લગભગ અશક્ય હતો. આમ છતાં તે મૃત્યુને વર્યો તેનું કારણ તેની પાછળ રહેલી એક કથા છે. મેઘનાદને લક્ષ્મણે નથી માર્યો તેને માર્યો અયોધ્યામાં બેઠેલી એક તપસ્વીનીએ, જી, હાં લક્ષ્મણજીના ધર્મ પત્ની એટલે ઉર્મિલા.

જ્યારે યુદ્ધ દરમિયાન લક્ષ્મણજીને શક્તિ લાગે છે અને તે મુર્છીત થાય છે ત્યારે હનુમાનજી સંજીવની બુટીનો પહાડ લઈને આવતા હોય છે ત્યારે રસ્તામાં અયોધ્યામાં ભરતને લાગે છે કોઈ રાક્ષસ છે આથી તેમના પર વાર કરે છે અને હનુમાનજી નીચે પડે છે. જ્યારે ભરતજીને જાણ થાય છે કે લક્ષ્મણજીને શક્તિ લાગી છે અને તેમનું બચવુ અશક્ય છે. ત્યારે ત્યાં ઉપસ્થિત માતા કૌશલ્યા, સુમિત્રા ખુબજ ચિંતિત થાય છે.

સૌ પ્રથમ કૌશલ્યા મા કહે છે કે રામને કહેજો જો લક્ષ્મણ સાથે નહી હોય તો રામને અયોધ્યામાં આવવાની કોઈ જરૂર નથી તે વનમાં જ ભલે રહે. આટલું સાંભળતા સુમિત્રામાં કહે છે હું મારો બીજો પુત્ર શત્રુઘ્ન તેમની સેવામાં મોકલી દઈશ. મારા બંને પુત્રો તેમની સેવા માટે જ જન્મ્યા છે.હનુમાનજી ઉર્મિલાને જુએ છે જેઓ એકદમ શાંત ઉભા છે, શું તેમને કોઈ ચિંતા નહી હોય. હનુમાનજીએ પુછ્યુ દેવી તમારી પ્રસન્નતાનું રહસ્ય શું છે? તમારા પતિના પ્રાણ સંકટમાં છે અને તમે નિશ્ચિંત છો. સૂર્ય ઉદય થશે અને કુળ દીપક બુઝાઈ જશે.

ઉર્મિલાએ ખુબજ શાંત થઈ જવાબ આપ્યો એવુ થઈ જ ન શકે કે લક્ષ્મણજીને કંઈ થાય. તેમણે કહ્યું રહી વાત સૂર્ય ઉદય થવાની તો તે થશે જ નહી તમારે અયોધ્યામાં જેટલો સમય રોકાવું હોય એટલો સમય તમે રોકાઈ શકો છો. સૂર્યનારાયણને હું ઉદિત થવા જ નહી દઉ. ઉર્મિલાએ કહ્યુ તમે જ તો કહ્યુ કે ભગવાન શ્રી રામ લક્ષ્મણને પોતાના ખોળામાં લઈને બેઠા છે જે પ્રભુના શરણમાં હોય તેને શાનો ડર?

ઉર્મિલાજીને ખબર હતી કે તેમની પતિવ્રતની કેટલી તાકાત હતી. વાસ્તવમાં રામ રાજ્યનો પાયો જનકની પુત્રીઓથી જ નંખાયો હતો. રામ રાજ્યનો આધાર જનકજીની પુત્રીઓ હતી. ક્યારેક સીતા તો ક્યારેક ઉર્મિલા. ભગવાન શ્રી રામે રામ રાજ્યનું ઉદાહરણ સ્થાપિત કર્યુ છે. રામ રાજ્ય એમ જ ન કહેવાય ત્યાં નારીઓનું સન્માન કરવામાં આવતુ હતુ. ત્યાગ અને બલિદાનની ગાથા છે આ પતિવ્રતા વ્રત. જેને કરવાથી મહિલાઓ પોતાના સૌભાગ્યને અમર રાખી તેનો અખંડ ચૂડી ચાંદલો રાખી શકે છે.

આ ઉપરાંત એવો જ એક આ વ્રત મહિલાઓ પોતાના પતિની લાંબી ઉંમર, સારા સ્વાસ્થ્ય અને સૌભાગ્ય માટે કરે છે. કુંવારી કન્યાઓ સારા વરની કામના સાથે આ વ્રત કરે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત શર્મા અનુસાર કેવડા ત્રીજ વ્રત પર ગણપતિ, શિવ-પાર્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જાણો આ વ્રત સાથે જોડાયેલી 9 ખાસ વાતો.

માન્યતા છે કે સૌથી પહેલા દેવી પાર્વતીએ શિવજીએ પતિના રૂપમાં મેળવવા માટે કેવડા ત્રીજનું વ્રત કર્યુ હતું. આ વ્રતથી શિવજી પ્રસન્ન થયા. ત્યારબાદ શિવ-પાર્વતીના લગ્ન થયા.કેવડા ત્રીજ વ્રત કરતી મહિલાઓ આ તિથિ પર તે કથા સાંભળે છે, જે દેવી પાર્વતીના જીવનમાં બની હતી. આ કથામાં પાર્વતીના ત્યાગ, સંયમ, ધૈર્ય અને પતિવ્રતા ધર્મનો મહિમા જણાવવામાં આવ્યો છે. આ કથા સાંભળતા જ મહિલાઓનું મનોબળ ઊંચું થાય છે.

દક્ષ કન્યા સતીએ શિવજીના અપમાનથી દુઃખી થઈને પિતાના યજ્ઞ કુંડમાં કૂદીને પ્રાણ ત્યાગી દીધા હતા. ત્યારબાદ દેવીએ મૈના અને હિમવાનની પુત્રીના રૂપમાં અવતાર લીધો. પાર્વતીએ શિવજીને પતિના રૂપમાં મેળવવા માટે નિરાહાર રહીને કઠોર તપ કર્યુ હતું. તપથી પ્રસન્ન થઇને શિવજીએ તેમને પત્નીના રૂપમાં સ્વીકારવાનું વરદાન આપ્યું હતું. ત્યારબાદ હિમવાન અને મૈનાએ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા.

જે મહિલાઓ આ વ્રત કરે છે, તે આ દિવસે નિરાહાર રહે છે. અમુક મહિલાઓ આ વ્રત નિર્જળા રહીને કરે છે. વ્રતના બીજા દિવસે સવારે સ્નાન કર્યા પછી પૂજા-પાઠ કરવામાં આવે છે. પૂજન પછી જ મહિલાઓ અન્ન અને જળ ગ્રહણ કરે છે. આ વ્રતમાં મહિલાઓ કોઈ શિવ મંદિરમાં શિવલિંગની સામે બેસીને ગણેશ, શિવજી અને માતા પાર્વતીની પૂજા કરો. પૂજામાં દેવી મંત્રનો જાપ 108 વાર કરવો જોઈએ.મંત્ર : ગૌરી મે પ્રીયતાં નિત્યં અધનાશાય મંગલા ।,સૌભાગ્યાયાસ્તુ લલિતા ભવાની સર્વસિદ્ધયે ।।

આ મંત્રનો અર્થ એ છે કે ગૌરી નિત્ય મારા પર પ્રસન્ન રહે, મંગલા મારા પાપોનો નાશ કરે. લલિતા મને સૌભાગ્ય પ્રદાન કરે અને ભવાની મને બધી સિદ્ધિઓ પ્રદાન કરે.માતા પાર્વતી માટે સુહાગનો સામાન જેમ કે લાલ બંગડી, લાલ ચૂંદડી, કંકુ વગેરે વસ્તુઓ મંદિરમાં અર્પણ કરવી જોઈએ. કોઈ જરૂરિયાતમંદ સૌભાગ્યવતી મહિલાને આ વસ્તુઓ દાન પણ કરવી જોઈએ.

આ દિવસે ઘરમાં પણ ભગવાન શિવ, માતા પાર્વતી અને ગણેશજીની પૂજા કરવી જોઈએ. ઘર મંદિરને ફૂલોથી શણગારો. એક બાજઠ પર કેળાના પાંદડા મૂકીને શિવજી, પાર્વતી અને ગણેશજીની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. દેવી-દેવતાઓનું આહવાન કરો. વિધિ પ્રમાણે પૂજન કરો. સુહાગનો સમાન દેવી માં ને અપર્ણ કરો.જે મહિલાઓ અસ્વસ્થ છે અથવા ગર્ભવતી છે, તેમણે આ વ્રતના સંબંધમાં સાવચેતી રાખવી જોઈએ. ખાન-પાનનું વિશેષ ધ્યાન રાખો. ભૂખા રહેવાથી મુશ્કેલી વધી શકે છે. એવી સ્થિતિમાં મહિલાઓ ફળાહાર કરી શકે છે. સાથે જ ડોક્ટરની સલાહનું વિશેષ ધ્યાન રાખો.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *