Breaking News

શું તમે જાણો છો કે કયા ભગવાનને કયા ફૂલ ચઢાવવું જોઈએ જાણવા માટે અહી ક્લિક કરો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, વૃક્ષ શાસ્ત્રમાં અત્યાર સુધી આપણે વિવિધ પ્રકાર ઝાડ અને છોડના ધાર્મિક મહત્ત્વ વિશે માહિતી મેળવી છે. પરંતુ તે ધાર્મિક મહત્ત્વની સાથે જોડાયેલા દેવી દેવતા કયા ફૂલ પસંદ કરે છે, ક્યા દેવી દેવતાને ક્યુ ફૂલ ચડાવવું જોઇએ, તે વિશે આપણે માહિતી મેળવીએ.

શ્રી ગણેશ.ઘરમાં કોઇપણ ધાર્મિક કે સામાજિક પૂજા હોય, સૌ પ્રથમ પૂજા વિઘ્નહર્તાની કરવામાં આવે છે. ગણેશની પૂજામાં દરેક ફૂલોનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તેમને પ્રિય ધરોનો ઉપયોગ કરવો તો ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ગણેશજીને તુલસી ચડાવવી નિષેધ માનવામાં આવે છે. ગણેશજીને ત્રણ કે પાંચની સંખ્યામાં ધરો ચઢાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તથા ગણેશજીને જાસુદ ખૂબ જ પસંદ છે.

આ ઉપરાંત ગણેશજીને તુલસી ચડાવવી નિષેધ માનવામાં આવે છે. ગણેશજીને ત્રણ કે પાંચની સંખ્યામાં ધરો ચઢાવવો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે, તથા ગણેશજીને જાસુદ ખૂબ જ પસંદ છે. આ ઉપરાંત મોદક.ભગવાન ગણેશને લંબોદર પણ કહેવામાં આવે છે અને તેમને ભોગમાં મિષ્ઠાન શામેલ કરવું ખૂબ જ જરૂરી છે. મિષ્ઠાનમાં પણ ભગવાનને મોદક અતિ પ્રિય છે. રોજ મોદકનો ભોગ ગણપતિને જરૂર ધરાવો.ધરો ઘાસ.ગણેશજીને ધરો ઘાસ પુષ્પોથી પણ વધારે પ્રિય છે.

પૂજાના સમયે જ તાજો ધરો તોડીને ભગવાનને અર્પિત કરો. 3 અથવા 5 ફણગાવાળો ધરો જોઈને ચઢાવો. ગલગોટાના ફૂલો.ફૂલોમાં ભગવાનને ગલગોટાના ફૂલો સૌથી વધારે પસંદ છે. જો તમે ગણેશ ચતુર્થી પર મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો તો રોજ ભગવાનને ગલગોટના ફૂલોથી બનેલી માળા ચઢાવો અને પૂજા આરતી કરો.કેળા.ભગવાનને ફળોમાં સૌથી વધુ પ્રિય કેળા છે. ધ્યાન રહે કે કેળા હંમેશા જોડીમાં જ ચઢાવવા જોઈએ. કેળાનું એક ફળ પૂર્ણ માનવામાં નથી આવતું તેથી હંમેશા ભગવાન ગણેશજી ને કેળાં જોડી માં જ ચડાવવા જોઇએ.

ભગવાન શિવ.ભગવાન શિવને દરેક પ્રકારના સુગંધિત ફૂલ પસંદ છે. ભગવાન શંકરને બીલીપત્ર ધતુરો, કેવડો વગેરે પ્રિય છે. આ ઉપરાંત ચમેલી, સફેદ કમળ, શમી, મૌલસિરી, પાટલા, નાગચંપા, ખસ, ગૂગળ, પલાશ, બેલપત્ર, કેસર વગેરે પણ પ્રિય માનવામાં આવે છે. ભગવાન શંકરને દૂધ, મધ, પાણી, ભાંગ, ચંદન વગેરે પસંદ છે. જો ભગવાન ભોલેનાથને આ વસ્તુઓ યોગ્ય રીતે અર્પણ કરવામાં આવે તો જીવનની બધી મુશ્કેલીઓથી મુક્તિ મળે છે. દરેક વસ્તુનું પોતાનું મહત્વ છે.

ભગવાન વિષ્ણુ.ભગવાન વિષ્ણુના વિવિધ અવતાર છે, તેમાં કૃષ્ણ અવતાર હોય કે અન્ય કોઇપણ અવતાર ભગવાન વિષ્ણુને તુલસી પ્રિય છે. તુલસીના બે પ્રકાર છે, રામ તુલસી અને શ્યામ તુલસી આ બંને પ્રકારની તુલસી ભગવાન વિષ્ણુને પ્રિય છે.

આ ઉપરાંત કમળ, ચંપો, મધુમાલતી, ચમેલી, ગલગોટો વગેરે જેવાં ફૂલ પસંદ કરે છે. આ ઉપરાંત કમળ, ચંપો, મધુમાલતી, ચમેલી, ગલગોટો વગેરે જેવાં ફૂલ પસંદ કરે છે. ભગવાન વિષ્ણુ ને પીળા રંગ થી બનેલી કોઈપણ વાનગી પસંદ છે પછી તે મીઠાઈ હોય કે પછી ફળ.ભગવાન કૃષ્ણ ને પણ વિષ્ણુ નો જ અવતાર માનવામાં આવે છે.જેને શ્રીખંડ અથવા પેંડા ચઢાવાય છે.

હનુમાનજી.હનુમાનજી તો ભગવાનની સાથે પોતાને રામ ભક્ત કહે છે, તેઓને દરેક ફૂલ ચડાવી શકાય છે. તેમને લાલ રંગના ફૂલ પસંદ પડે છે. હનુમાનજીને આંકડો પસંદ ખૂબ જ પસંદ પડે છે. હનુમાનજીને રામજીના સૌથી મોટા ભક્ત માનવામાં આવે છે.

તેથી તમારે દર મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ અને પૂજા કર્યા પછી શ્રી રામજીનું સ્મરણ કરવું જોઈએ. શ્રી રામજીની સાથે હનુમાનજીની ઉપાસના કરવાથી હનુમાનજી ખુશ થાય છે અને તમને બધી મુશ્કેલીઓમાંથી બહાર કાઢે છે.શનિવારે રામ મંદિરમાં જવું અને હનુમાનજીના નામે દીવો પ્રગટાવો અને મનમાં તમારી મનોકામના બોલો. આ કરવાથી તમે ભગવાન હનુમાનજીની સાથે રામજીનો આશીર્વાદ પણ મળી જશે.

તમારી કોઈપણ મનોકામના પૂર્ણ થાય તે માટે તમારે મંગળવારે હનુમાનજીને સિંદૂર ચડાવવું જોઈએ. હનુમાનજીને સિંદૂર ચડાવતી વખતે તમારે રામજી અને સીતામાતા ના નામનો પણ જાપ કરવો જોઈએ. આમ કરવાથી હનુમાન જી પ્રસન્ન થશે.શનિવારે સાંજે હનુમાનજીના મંદિરે જવું અને તેમની સામે તેલનો દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાના પાઠ કરો. હનુમાન ચાલીસા વાંચવાથી હનુમાનજીની કૃપા તમારી પર થશે.

સૂર્યનારાયણ.ભગવાન સૂર્યનારાયણ વિશે શાસ્ત્રોમાં માનવામાં આવે છે, કે એક આંકડાનું ફૂલ સૂર્ય દેવને ચડાવવાથી સોનું મળશે તેવું માનવામાં આવે છે. આ ઉપરાંત સૂર્ય દેવને શમી, નીલકમલ, મધુમાલતી, લાલ કમળ વગેરે ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત ચોખા.તાંબાનાં વાસણની અંદર ચોખા રાખો કારણ કે ચોખાને ખૂબ શુભ માનવામાં આવે છે.

જ્યારે પણ આપણું કોઈ શુભ કાર્ય હોય છે, ત્યારે કપાળ ઉપર તિલક લગાવવું, ગૃહપ્રવેશ, છોકરીની વિદાય વગેરે બધા કર્યોમાં ચોખા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આપણા હિન્દુ ધર્મમાં ચોખાને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. સૂર્યને જળ આપતી વખતે, પાણીમાં ચોખાના 2 થી 3 દાણા ઉમેરો. આમ કરવાથી તમામ પ્રકારની સુખ-સુવિધાઓ મળી શકે છે. કંકુ.તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં લાલ રંગનું કંકુ નાખીને અર્પણ કરવાથી સુર્યદોષ ઓછો થાય છે.

આ સિવાય આપણે લાલ રંગને સૂર્યના કિરણો સાથે જોડીએ છીએ. લાલ રંગ લોહીનું પરિભ્રમણ પણ વધારે છે. સૂર્યને પાણી અર્પણ કરવાથી આપણા આરોગ્યમાં ઘણો સુધારો આવે છે કારણ કે સૂર્યની કિરણોમાં વિટામિન ડી હોય છે અને તે લોહીનું પરિભ્રમણ વધારે છે.સાકર.તમે સાકર ઉમેરીને પણ સૂર્યને જળ અર્પણ શકો છો. પરંતુ જો તમારી પાસે સાકર નથી, તો થોડી ખાંડ ઉમેરો.

દેવી શક્તિ.જે ફૂલ દેવતાઓને ચઢાવવામાં આવે છે, તે દરેક સુગંધિત ફૂલ દેવીઓને ચઢાવવાનું શુભ માનવામાં આવે છે. પરંતુ ધતુરો, આકડો આ બંને ફૂલ ક્યારેય પણ દેવીઓને ચઢાવવામાં આવતા નથી. આ ઉપરાંત ગણેશજીને ચઢાવવામાં આવતો ધરો કોઇપણ દેવીને ચડતો નથી. પરંતુ આકડાના પાન અને ફૂલ ફક્ત દુર્ગાદેવીને જ ચઢાવવામાં આવે છે. દેવી લક્ષ્મીને કમળ અર્પણ કરવાનું પવિત્ર માનવામાં આવે છે.

તથા અન્ય દેવીઓને લાલ ગુલાબ અર્પણ કરી શકાય છે. દેવી લક્ષ્મીજી ને ખીર અને શ્રીફળ નો ભોગ ધરાવવાનું વિધાન છે,હકીકત માં આ બન્ને ધન અને સમૃદ્ધિ ના પ્રતીક માનવામાં આવે છે.હકીકત માં શ્રી નો અર્થ થાય છે માતા લક્ષ્મી અને ફળ નો અર્થ થાય છે માતા દ્વારા પ્રાપ્ત થયેલું.એટલા માટે જો તમે માતા ની કૃપા ચાહતા હોય તો માતા ને શ્રીફળ અને ખીર ચઢાવવાથી તમારા પર કૃપા વરસતી રહે છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *