Breaking News

શું તમે જાણો છો કે બોલીવુડના સેલિબ્રિટી સવારના નાસ્તામાં કઈ વસ્તુઓ ખાય છે.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, બોલીવુડ સેલિબ્રિટીના સ્વાસ્થ્ય અને ફિગરથી દરેક ઈમ્પ્રેસ હોય જ છે, પણ આ શરીર મેળવવા માટે તેમને ઘણી મહેનત કરવી પડતી હોય છે. આના માટે કસરત તો જરૂરી છે પણ સાથે સાથે ખાવા પીવા પર પણ પુરતું ધ્યાન આપવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે આ બોલીવુડ સેલિબ્રિટી એ સવારમાં શું નાસ્તો કરતા હોય છે જેનાથી તેમને આટલું સુંદર ફિગર મળતું હશે.

મલાઈકા અરોરા.આ ઉમરે પણ તે કેવીરીતે પોતાની જાતને આટલી ફીટ રાખી શકે છે તો તમને જણાવીએ કે મલાઈકા એ ૪૫ વર્ષની ઉમરની છે, તે પોતાને ફીટ રાખવા માટે સ્ટ્રીક રૂટીન ફોલો કરતી હોય છે. સવારે નાસ્તામાં મલાઈકા ઈડલી, પૌહા, ઉપમા કે પછી દલીયા જેવી વસ્તુઓનું સેવન કરે છે. આની સાથે તે થોડા ફ્રુટ પણ ખાય છે.

જોન અબ્રાહમ.રોજ સવારે તે નાસ્તામાં ૬ ઈંડા, ૪ બ્રેડ બટર, ૧૦ બદામ અને એક મોટો ગ્લાસ જ્યુસ પીવે છે. આટલો નાસ્તો કર્યા પછી તે કસરત કરવાનું ક્યારેય ચૂકતો નથી. બોલિવૂડ એક્ટર જોન અબ્રાહમ બોલિવૂડની ફિલ્મોમાં તેની ફિટ બોડી માટે જાણીતો છે. આ શરીરને જાળવવા માટે માંસનું સેવન જરૂરી હોય છે. તેથી જોન અબ્રાહમ પણ માંસાહારી વાનગીઓ ખાય છે.

ઋતિક રોશન.તેની બોડીની કેટલીય યુવતીઓ દીવાની છે. આજે તેની ઉમર ૪૦ થી પણ વધારે છે. સવારે નાસ્તામાં તે ૪ ઈંડા, ૨ બ્રાઉન બ્રેડ, એક પ્રોટીન શેક અને ઘણા બધા ફ્રુટ ખાય છે. આના પછી જમવામાં તે બે રોટલી. લીલા શાકભાજી, ચીકન, દાળ, સલાડ, પ્રોટીન શેક, ચાર ઈંડાની સેન્ડવિચ અને ફ્રુટ ખાય છે. છેલ્લે ડીનરમાં તે ૬ ઈંડાનો સફેદ ભાગ, બ્રાઉન બ્રેડ, અડધું ચીકન અથવા માછલી, અને સાથે લીલું શાક ખાય છે. આવી રીતે થોડું થોડું કરીએ તે દિવસમાં છ વાર પોતાનું ખાવાનું લે છે. કસરત કર્યાના ૪૫ મિનીટ સુધી તે કશું જ ખાવાનું ખાતા નથી. દિવસ દરમિયાન તે ૮ થી ૧૦ ગ્લાસ પાણી પીવે છે.

કરીના કપૂર.નવાબ સાથે લગ્ન ભલે કરીનાએ કરી લીધા હોય પણ તેનું ભોજન એ શાહી નથી. દરરોજ દિવસની શરૂઆત તે એક કેળા અને એક કોફી સાથે કરે છે. આની સાથે તે નાસ્તામાં એક વાટકી મુસલી અથવા બે પરાઠા અને દહીં પણ ખાય છે. તમને જાણીને નવાઈ લાગશે પણ કરીના એ સંપૂર્ણ શાકાહારી છે.

દિપીકા પાદુકોણ.દિપીકા જયારે પોતાના ઘરે હોય છે ત્યારે તે ઉપમા કે ઢોંસા જેવી સૌઉથની વાનગીઓ ખાય છે. પણ જયારે તે મુંબઈમાં હોય છે ત્યારે તે આમલેટ કે પછી ઈંડા ખાય છે. દીપિકા પાદુકોણને સીફુડ ખાવાની મજા આવે છે. સવારના નાસ્તામાં તે ભલે ઢોસા, ઉપમા અને પૌવા લેતી હોય, પણ તેને લંચમાં સ્ટિમ્ડ ફિશ અને ગ્રિલ્ડ વેજિટેબલ્સ લેવાનું પસંદ છે. તેને નાસ્તામાં ઘણીવાર ચિકન ટીક્કા ખાવા પણ પસંદ છે. જયારે તે મિત્રોને ડિનર પર બોલાવે છે ત્યારે તે બાસા ફિશ બનાવે છે.

સલમાન ખાન.સલમાન ખાન આજે પણ આટલી ઉમરે ઘણો ફીટ અને ફાઈન દેખાય છે ઘણી બધી યુવતીઓ આજે તેની દીવાની છે. દરરોજ સવારમાં નાસ્તામાં તે લો ફેટ દૂધ સાથે ચાર ઈંડાનો ફક્ત સફેદ ભાગ લે છે. કસરત કરતા પહેલા તે બે ઇંડાનો ફક્ત સફેદ ભાગ, એમીનો એસીડની ટેબ્લેટ અને પ્રોટીન શેક લે છે, કસરત કર્યા પછી તે બદામ, ઓટ્સ, ત્રણ ઈંડાનો સફેદ ભાગ, પ્રોટીન બાર લે છે.

બપોરે જમવામાં તે સલાડ અને શાક સાથે ૫ રોટલી ખાય છે. સાંજના નાસ્તામાં તે પ્રોટીન બાર, બદામ અને બીજા ડ્રાયફ્રુટ ખાય છે. રાત્રે જમવામાં તે વેગન સૂપ, માછલી અથવા ચીકન, બે ઈંડાનો સફેદ ભાગ ફક્ત આટલું ખાય છે. બોલીવૂડના દબંગ અભિનેતા સલમાન ખાન પણ ખાવાના ખૂબ જ શોખીન છે. સલમાને જ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે બિરિયાની ખાધા વિના રહી શકતા નથી. સલમાન પોતાનું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે રોજ ચિકન જરૂર ખાય છે.

શિલ્પા શેટ્ટી.દરરોજ સવારે નાસ્તામાં એક વાટકી દલીયા અને ચા પીવે છે. આની પછી તે કસરત કરે છે. પછી તે પ્રોટીન શેક, જો ખજૂર અને આઠ સુકી દ્રાક્ષ ખાય છે. બપોરે જમવામાં તે ઘી લગાવેલ રોટલી ખાય છે સાથે શાક, ચીકન અને દાળ પણ ખાય છે. સ્વીટમાં તેને કુલ્ફી કે ચોકલેટ પસંદ છે.

પ્રિયંકા ચોપડા.બોલીવુડની દેશી ગર્લ એ ખાવામાં બહુ આનાકાની કરતી નથી તે કશું પણ ખાય છે તે આલું પરોઠા પણ ખાય છે અને પુરીઓ પણ ખાય છે તેનું માનવું છે કે ગમે તે ખાવ પણ કસરત બરોબર કરશો તો તમે હંમેશા ફીટ અને ફાઈન રહેશો.

શાહરુખ ખાન.બોલિવૂડનો બાદશાહ શાહરુખ ખાન જરા પણ ફૂડી નથી, પણ જો તેની મનપસંદ ડીશ વિશે વાત કરવામાં આવે તો એ ચિકન છે. તેને તંદૂરી ચિકન અને ચિકન ટિકા ખૂબ જ પસંદ છે. તેનું કહેવું છે કે તે શુદ્ધ માંસાહારી છે અને શાકાહાર ટાળે છે. તે લંચમાં તંદૂરી ચિકન અને રાતે ડિનરમાં ફરીથી તંદૂરી ચિકન સાથે રોટલી કે નાન ખાવું પસંદ કરે છે.

બિપાશા બાસુ.બંગાળી બ્યુટી બિપાશા બાસુ એક સમૃદ્ધ બંગાળી ભોજન ખાઈને મોટી થઇ છે. તે ભલે ફીટનેસ ફ્રીક છે પણ બિરયાની આજ સુધી તેને પસંદ છે! તેને પોતાનું ભોજન ફિશ વગર અધૂરું લાગે છે. તે ફિશની દરેક ડીશ ખાય છે. એ પછી ભલે તળેલી હોય કે શેકેલી હોય. તેને પ્રોન અને મેંગ્લોરિયન કરી પણ ખાવાનું પસંદ છે. જોકે તેણે સીફૂડ વધુ ભાવે છે.

સૈફ અલી ખાન.બોલીવૂડના નવાબ સૈફ અલી ખાનને નોનવેજ ફૂડ ખૂબ જ ભાવે છે, તેની પત્ની કરીના કહે છે કે તે માંસ ખાધા વિના રહી શકતો નથી. તેને બટર ચિકન નાન, ફ્રાઈડ ભીંડા અને દહીં સાથે ખૂબ જ ભાવે છે. તે માત્ર એક જ ટાઈમ વેજ ખાઈ શકે છે.

અક્ષય કુમાર.બોલિવૂડના ખિલાડી કુમાર અક્ષયને પણ ચિકન ખૂબ જ પસંદ છે. અક્ષય ખૂબ જ માંસ ખાય છે અને તેમની ફેવરેટ ડીશ બિરિયાની છે.પછી રિપોર્ટમાં આવ્યું કે અક્ષય કુમાર 2019 થી વેજીટેરીયન થઇ ગયો.

સુષ્મિતા સેન.મિસ યુનિવર્સનો તાજ પહેરેલી પ્રથમ ભારતીય મહિલા, આપણી બંગાળી બ્યુટી સુષ્મિતા સેનને ફિશ ખૂબ જ ભાવે છે. તે ખરેખર માત્ર ફિશ ખાઈને પણ ગુજારો કરી શકે છે! તેની ફેવરેટ ડીશ જાપાનીસ સુશી છે, એ સવાર, બપોર અને રાત આ જ ખાઈ શકે છે. તેને પંજાબી ફૂડ અને હૈદરાબાદી બિરિયાની પણ પસંદ છે.

પરિણીતી ચોપરા.બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પંજાબી પરિવારમાંથી આવે છે અને દરેક પંજાબીની જેમ તે પણ માંસ ખાય છે. તેને બટર ચિકન અને ઇટાલિયન ફૂડ વધુ ભાવે છે. તેનું વજન ખૂબ જ વધારે હતું, અને વજન ઘટાડવા માટે તેને ડાયેટિંગ કરવી પણ શરુ કરી હતી, પણ નોનવેજ નથી છોડ્યું.

About bhai bhai

Check Also

કતારની સૌથી ઉંચી ઈમારત પર મૌની રોયની સ્ટાઈલિશ ચાલ, ચાહકોએ કરી વાહ વાહ – જુઓ વીડિયો

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેના ખૂબસૂરત અને અદભૂત લુકને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે મૌની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *