શું તમે જાણો છો કે ચાવી પર કાટ લાગવું શુભ છે કે અશુભ જાણો

શું તમે જાણો છો કે ચાવી પર કાટ લાગવું શુભ છે કે અશુભ જાણો

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરરોજ આપણી સાથે બધું જ સારું તથા આપણી પસંદનું થાય એ આવશ્યક નથી,પણ આપણી સાથે શું થાવાનું છે તેની જાણ તથા અનુભવ જો આપણને પહેલાથી જ પ્રાપ્ત થઇ જાય તો, જીવન લગભગ થોડું સહેલું થઇ જાય તથા આપણે આપણા જીવનને લઈને થોડા સજાગ પણ થઇ જતાં હોઈએ છીએ.

પ્રાચીન સમયમાં માણસો ફોન વગર, ઇન્ટરનેટ વગર પણ પોતાના ફેમિલના હાલ-ચાલ સંકેતો દ્વારા પ્રાપ્ત કરી લેતા. આ સંકેતો આજે પણ છે જ પણ માણસો તેના પર વિશ્વાસ નથી કરતા. પણ આ વાતને વૈજ્ઞાનિક ધોરણે પણ સાબિત થઈ ગઈ છે કે આપણી નજીક શુભ અને અશુભ ઊર્જા હોય છે જે આપણને આપણા ભવિષ્યમાં થનાર સારી કે ખરાબ ઘટનાઓનો થોડા ઘણા સંકેત આપે છે.

જો તમે કોઈ સામાનની ખરીદી કરવા માટે તથા કોઈ બીજા કારણસર બજાર માટે નીકળી રહ્યા છો અને ખરીદારીના પહેલા જ તમને છીંક આવી જાય છે તો તેનો સીધો અર્થ ખુબ જ શુભ માનવામાં આવે છે.તમે જે પણ ભાવ તાલ કરશો તેમાં તમને અચૂક થોડો ઘણો તો ફાયદો આવશ્યક થાશે.જો તમે પોતાના સપનામાં એક પરીક્ષાખંડમાં એક્ઝામ આપવા માટે બેઠા છો તો તેનો સીધો અર્થ એ છે કે તમારા જીવનમાં કોઈ નવી પરીક્ષા કે સંઘર્ષ શરૂ થાવાનો છે.કાચા દૂધનું ઢોળાઇ જવું ખુબ શુભ કહેવામાં આવે છે જો કે ગરમ થઈ રહેલા દૂધનું ઉભરાવું શુભ કહેવામાં આવે છે.

પોતાના ઘરમાંથી કોઈપણ માણસના બહાર નીકળવા પર કચરો વાળવો જોઈએ નહિ. સાવરણીથી કચરો વાળવો દુર્ઘટના થાવાનો સંકેત આપતા હોય છે. જયારે પણ રાત્રે જો ઘરની આજુબાજુ અથવા તો ઘરની બહાર કુતરા કે બિલાડીનો રડતો અવાજ સાંભળવા માટે તો તે ખુબજ અશુભ સંકેત માનવામાં આવે છે કે કોઈ ખરાબ ઘટના કે પછી કોઈના મૃત્યુ થાવાનો સંકેત છે. માટે જ્યારે પણ આવો અવાજ તમને સાંભળવા મળે તો ત્યાંથી તે જાનવરોને દૂર કરી દો.

પોતાના ઘરની ચાવીઓ કોઈપણ યુવતી માટે ખુબ જ આવશ્યક હોય છે કેમ કે તેની સાથે જ ફેમિલીની સુખ સમૃદ્ધિ સંકળાયેલી હોય છે.જો ઘરની ચાવી પર દરરોજ કાટ લાગી જાય તો તેનો અર્થ ઘરમાં સુખ સમૃદ્ધિમાં અતિ વધારો થઈ રહ્યો છે જે એક સારો સંકેત કહેવામાં આવે છે.જો તમને હોઈ કપડામાં ચોંટેલું રૂ દેખાવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તમારી સાથે કંઈક ને કંઈક સારું થાવાનું છે, આ ઉપરાંત જો શર્ટનું બટન ઉલ્ટું લાગી જાય તો તે પણ તમારા મારે શુભ સંકેત માનવામાં આવે છે.જો તમને સવારમાં સિક્કાઓનો રણકાર કાને પડે તો તેનો સીધો અર્થ એ છે કે તમને આવનારા કેટલોક જ સમયમાં ધનલાભ થાવાનો છે.

જો તમને ઘરની બહાર અચાનક નીકળવાના સમયે રસ્તામાં કોઈ કૂતરો તમને જોઈને થંભી જાય તો તેનો અર્થ એ છે કે તમારી સાથે ક્યારેક ખરાબ થાવાનુ છે.માટે ત્યાં થોડો સમય રોકાયા પછી જ આગળ વધો. આ ઉપરાંત જો તમારો પાલતુ કૂતરો પણ ઘરેથી બહાર નીકળવાના સમયે ભસે છે તો તે તમારી સાથે કોઈ અકસ્માત થાવાનો સંકેત છે. માટે આ સમયે પણ થોડું રોકાયા પછી જ ઘરેથી બહાર નીકળો.જો તમને સવારના સપનામાં કોઈની મોત થયેલું જોવા મળે તો તેનો સીધો અર્થ એ છે કે તે માણસની ઉંમર લાંબી થઇ ગઈ છે.

આ ઉપરાંત ઘરમાં કાળી કીડીનું આગમન શુભ માનવામાં આવે છે. કાળી કીડીઓ ઘણા ઉપાયોમાં લોટ, ખાંડ વગેરે ખવડાવવા માટે પણ કહેવામાં આવે છે. કારણ કે કાળી કીડીઓને ખોરાક આપવો શુભ માનવામાં આવે છે. કાળી કીડીનું આગમન એ ઘરમાં સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જો કાળી કીડીઓ ચોખાના વાસણમાંથી બહાર આવે તો તે શુભ સંકેત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે આ આર્થિક મુશ્કેલીઓથી છુટકારો મેળવવામાં મદદ કરે છે. ઘરમાં ધનનું આગમન સૂચવે છે.

તેમજ જો આપના ઘર મા લાલ રંગ ની કીડીઓ જોવા મળે તો તે અશુભ સંકેતો નુ સુચન કરે છે. ઉપરાંત જો આ જગ્યાએ આપ કાળી કીડીઓ ને નિહાળો તો તે ખૂબ જ શુભ માનવા મા આવે છે. ઘર મા જે કીડીઓ જોવા મળે છે તે બે જાત ની હોય છે એક તો કાળો રંગ ધરાવતી કીડીઓ અને બીજી છે લાલ રંગ ધરાવતી કીડીઓ. જેમા જો લાલ રંગ ની કીડીઓ નિહાળવા આવે તો તે સારુ ન ગણાય.

જો તમારા ઘરમાં અચાનક કાળી કીડીઓ આવી જાય તો નારિયેળના પાઉડરમા ખાંડ મેળવીને ખવડાવવાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.જો તમને સપનામાં કીડી દેખાય તો બીજી કીડીઓને લોટમાં ખાંડ ઉમેરીને ખવડાવી દો. આ ઉપાયથી પરિવાર પર આવતુ સંકટ દૂર થશે અને ધનલાભ થશે.એક પછી એક તમારા કામ પાર પડવાને બદલે બગડતાં જાય તો ગળી રોટલી બનાવીને કીડીઓને ખવડાવવો, મા લક્ષ્મીજી પ્રસન્ન થશે.

તેની સામે જો કાળા રંગ ની કીડીઓ દેખાઈ આવે તો તે લાભદાયી ગણાય છે.જોકે લાલ કીડીઓ સામાન્ય રીતે ઘરમાં આવે છે, પરંતુ ઘરમાં વધુ લાલ કીડીઓ આવતી શુભ નિશાની માનવામાં આવતી નથી. તે ભવિષ્યની મુશ્કેલીઓનું ચિહ્ન માનવામાં આવે છે જેમ કે વિવાદના પૈસાની ખોટ વગેરે. જ્યારે તમારા ઘરમાં લાલ કીડીઓ અનાજ લઈને આવતી હોય ત્યારે તે અશુભ માનવામાં આવતી નથી.

અમુક એવી માન્યતાઓ છે કે જો લાલ કીડીઓ વધુ પ્રમાણ મા જોવા મળે તો તે આપના જીવન મા આવનારી સમસ્યાઓ નુ સુચન કરે છે. અમુક વ્યક્તિઓ એવુ જણાવે છે કે તેઓ એ લાલ રંગ ની કીડીઓ ને મારી નાખી છે. એનો મતલબ એમ થાય છે આપે અસંખ્ય કીડીઓ ને મારી નાખી છે અટલે આપ ગુનેગાર છો. જો આપ આવુ કરો છો તો આપ એક મુશ્કેલી મા થી નિકળી ને બીજી મુશ્કેલી મા મુકાઈ જાઓ છો.

કીડીઓ દિશા અનુસાર જુદા જુદા સંકેતો પણ આપે છે.ભૂતકાળ ના સમય થી જ કીડીઓ ને પૂરણ પુરવા ની પ્રથા ચાલી આવે છે. જેમા વ્યક્તિ બંને લાલ અને કાળી કીડીઓ ને સમાન પ્રકારે પૂરણ આપે છે. જેના લીધે વ્યક્તિ ને કોઈ અન્ય ની ગુલામી કરવી પડે નહી. આમ કરવા ની સાથોસાથ આપ પ્રભુ ને એવી પણ પ્રાથના કરો કે આપ ને દરેક મુશ્કેલીઓ મા થી ઉગારે.એવું માનવામાં આવે છે કે જો તમારા ઘરમાં કાળી કીડીઓ ઉત્તર દિશાથી આવી રહી છે તો તે શુભ સંકેત છે.

તેથી પૂર્વ દિશામાંથી આવતી કીડી તમારા માટે કોઈ સકારાત્મક નિશાની લાવી શકે છે. પશ્ચિમ દિશાથી આવતી કીડીઓ મુસાફરી સૂચવે છે.જો વ્યક્તિ ઘર ની બહાર નીકળે છે અને તેને લાલ કીડીઓ દેખાય છે તો તે તેના માટે શુભ સંકેત આપે છે. તથા જે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે છે અને તેની સાથે-સાથે પક્ષીઓ ને ચણ નાખે છે તે ભગવાન વિષ્ણુ ના ધામ પહોચે છે. આ ઉપરાંત જે વ્યક્તિ ને દેવુ વધી ગયુ હોય તે વ્યક્તિ કીડીઓ ને કીડીયારુ પુરે તો તે દેવુ ઝડપ થી ભરાઈ જાય છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *