Breaking News

શું તમે જાણો છો કે ક્યારે થાય છે જમીન મકાનમાં લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ‘ધરતીનો છેડો ઘર’ એ પ્રચલિત કહેવતમાં ઘરની મહત્તા જોવા મળે છે. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત પણ રોટી, કપડાં અને મકાન હોય છે. માનવમાત્રની જીવનની સહુથી મોટી આકાંક્ષા પોતાના ઘરની હોય છે. જેને ઘર નથી તેની વેદના અકથ્ય, અવર્ણનીય છે.હિંદુ સંસ્કૃતિમાં દીકરીનાં લગ્ન ટાણે સામા પક્ષને પોતાનું ઘર છે કે કેમ? એ પ્રશ્ન મુખ્યત્વે પુછાતો હોય છે. ઘરની માલિકી સુખની એક નિશાની છે. જ્યોતિષરસિક વાચકો જ્યોતિષીઓને લગ્ન અને પૈસો (આર્થિક બાબત) પછી મહત્ત્વનો પ્રશ્ન ઘરના ઘર વિશે પૂછે છે. ચાલો, એ વિશે માહિતી મેળવીએ.

દરેક માણસ ઘરનું ઘર મેળવવા માટે જીવનભર મથે છે. કારણ કે ઘર જ એવું સ્થાન છે જ્યાં સાંજ પડયે આવીને રીફ્રેશ થઈ શકે છે. મનુષ્યની પ્રાથમિક જરૂરિયાત પણ રોટી, કપડાં અને મકાન હોય છે. જેને ઘર નથી તેની વેદના અકથ્ય – અવર્ણનીય છે. હિંદુ સંસ્કૃતિમાં દીકરીનાં લગ્ન ટાણે સામા પક્ષને પોતાનું ઘર છે કે કેમ? એ પ્રશ્ન મુખ્યત્વે પુછાતો હોય છે. ઘરની માલિકી એ એક પ્રકારના સુખની નિશાની છે. એટલા માટે જ જ્યોતિષ અંગે પૂછાતા પ્રશ્નોમાં જાતકો દ્વારા લગ્ન અને પૈસો (આર્થિક બાબત) પછી પુછાતો મહત્ત્વનો પ્રશ્ન ઘરના ઘર વિશેનો જ હોય છે.

પ્રત્યેક મનુષ્યના નસીબમાં ઘરનું ઘર (પોતાની માલિકીનું મકાન) નથી હોતું. કેટલાક લોકો આખી જિંદગી ઘર માટે વલખાં મારે છે છતાં પણ ઘર મેળવી શકતા નથી. અમુક લોકોને પોતાનું ઘર હોય છે પરંતુ ભાડૂઆતની તકલીફ હોય છે. અમુક જાતકોને મકાનની બાબતમાં મોટે ભાગે ‘લાખના બાર હજાર’ થતા હોય છે. અમુક ભાગ્યશાળી લોકોને ઘડીના છઠ્ઠા ભાગમાં મનોકામના પૂર્ણ થાય છે. મકાનપ્રાપ્તિ માટે વ્યક્તિની જન્મકુંડળીમાં અમુક ગ્રહયોગો મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે. માનવીએ કેવા મકાનમાં, ક્યારે રહેવું વગેરે બાબતોનો વિચાર ભારતીય જ્યોતિષ તેમજ શિલ્પશાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રના ગ્રંથોમાં કરવામાં આવ્યો છે.

મકાન બાબતનું સુખ જાણવા માટે જન્મકુંડળીમાં ચોથું સ્થાન, ચતુર્થેશ (ચોથા ભાવમાં રહેલી રાશિનો સ્વામી) તથા ચોથા ભાવમાં રહેલા ગ્રહોનો ખાસ વિચાર કરવામાં આવે છે. આ ઉપરાંત જન્મકુંડળીના ચોથા ભાવ તથા ચતુર્થેશને દૃષ્ટિ- યુતિ કરતા ગ્રહયોગો અને જે તે સમયે ચાલતી મહાદશા- અંતરદશા વગેરેને ખાસ ધ્યાનમાં લેવા જોઇએ. વળી જન્મકુંડળીના વિવિધ ગ્રહયોગોના આધારે કેવા પ્રકારનું મકાન લાભદાયી નીવડશે તે પણ વિચારી શકાય. આપણે મકાન-મિલકત સુખ આપનાર યોગ સૂચવતા ગ્રહયોગો જોઇએ.

જમીન-મકાનમાં લાભ ક્યારે?.જન્મકુંડળીમાં જન્મલગ્ન (પ્રથમ સ્થાન)નો સ્વામી જો ચતુર્થેશ (ચોથા સ્થાને રહેલી રાશિનો સ્વામી) સાથે લગ્નમાં (પ્રથમ સ્થાને) હોય તો તેવા જાતકને મકાનથી લાભ થાય છે. આ યોગ ચર સ્વભાવની રાશિમાં હોય તો ફ્ળ સત્વરે મળે છે. -ચતુર્થેશ બળવાન થઇને જો ભાગ્યેશ (નવમા સ્થાને રહેલી રાશિનો સ્વામી) સાથે શુભ સંબંધમાં હોય તો મકાન લાભદાયી નીવડે છે.

જન્મકુંડળીના ચોથા ભાવમાં ચર રાશિ હોય તથા ચતુર્થેશ પણ ચર રાશિમાં હોય ત્યારે જાતક પોતાનું મકાન સરળતાથી મેળવી શકે છે. વર્ષો પહેલાં પોળમાં કે ચાલીમાં રહેતા સંખ્યાબંધ લોકોને હાઉસિંગ બોર્ડનાં મકાન અરજી કરવાથી લાગ્યાં હતાં તેવા લોકોની કુંડળીમાં આ યોગ જોવા મળ્યો હતો. (નોંધઃ મેષ, કર્ક, તુલા અને મકર એ ચાર રાશિઓ ચર સ્વભાવ (મુવેબલ નેચર)ની ગણાય છે. જન્મકુંડળીમાં ચોથા અને દસમા સ્થાનના સ્વામી બળવાન તથા પરસ્પર મિત્ર હોય તો જમીન-જાગીરથી લાભ થાય છે. -ચતુર્થેશ દસમા સ્થાને તથા કર્મેશ (દસમા ભાવે રહેલી રાશિનો સ્વામી) જો ચોથા સ્થાને હોય તો મકાન કરતાં એકલી જમીન (માત્ર પ્લોટ, ખુલ્લી જગ્યા)થી વધારે લાભ થાય છે.

જમીન-મકાનમાં નુકસાન ક્યારે થાય?.ઘણી વાર સમાજમાં એવું જોવા મળે છે કે વ્યક્તિ પાસે પૈસો, સમય, આવડત અને આગવી સૂઝ હોય છે તેમ છતાં મકાન મિલકતના પ્રશ્ને હંમેશાં નુકસાન, ગેરલાભ થયા કરે છે. આ બાબતે આપણને પ્રશ્ન થાય છે કે આમ કેમ? અત્રે એ નોંધનીય છે કે જન્મકુંડળીના ચોથા સ્થાનનો કારક મંગળ છે તેથી કુંડળીમાં મંગળ બળવાન તથા શુભ ફ્ળદાયી હોવો જરૂરી છે. ચોથું સ્થાન માતા તેમજ સ્થાવર મિલકતનો નિર્દેશ કરે છે. વળી મંગળ ભૂમિપુત્ર ગણાય છે. તે જમીન તથા લોહીનો કારક હોવાથી લોહીના સંબંધોમાં વધારે અસરકારક જણાય છે.

-આ મંગળ જો નીચનો (કર્ક રાશિમાં), અસ્તનો (સૂર્યથી અંશાત્મક રીતે નજીક) કે દુઃસ્થાનો (ખાડા તરીકે ગણાતા ૬-૮-૧૨મા સ્થાન)માં હોય તો મકાન મિલકત બાબતે નુકસાન થાય છે. ભારે જહેમતથી કરેલી બચતની મૂડી ફ્સાઇ જવાના પ્રસંગ બનતા હોય છે. કુંડળીમાં ચતુર્થેશનો સંબંધ જો વ્યયસ્થાન (બારમા ભાવ) સાથે થયો હોય તો એ જાતકોને મિલકતમાં લાભ થવાના બદલે અવરોધ- વિલંબ અનુભવાય છે.

મિલકત વસાવવા માટે વ્યક્તિની કુંડળીમાં આર્થિક સુખના વિચાર પણ ખાસ કરવો જોઇએ. આર્થિક બાબતે શુભાશુભ જાણવા માટે જન્મકુંડળીમાં બીજું (ધન) અને અગિયારમું (લાભ) સ્થાન પણ મહત્ત્વ ધરાવે છે. આકસ્મિક ધનલાભ માટે પાંચમું સ્થાન અને આઠમું સ્થાન પણ અગત્યનું ગણાય છે. લક્ષ્મીકારક ગ્રહોઃ ધનસુખ માટે સૌથી વધુ મહત્ત્વનો કારક ગ્રહ શુક્ર છે, તેને ખાસ મહત્ત્વ આપવું જોઇએ. વળી ચંદ્ર ગુરુ જેવા ગ્રહોના શુભત્વને પણ ધ્યાનમાં લેવું જોઇએ. ચંદ્ર મંગળનો સંયોગ જન્મકુંડળીમાં લક્ષ્મીયોગનું સર્જન કરે છે.

વિલ-વારસાથી ધનસુખઃ વડીલવર્ગ તરફ્થી મળવાપાત્ર મિલકત તેમજ વિલ-વારસા માટે જન્મકુંડળીમાં આઠમું સ્થાન અગત્યનું છે. સહેજ વધુ વિચારીએ તો જણાશે કે આઠમું સ્થાન એટલે સાતમા સ્થાન (પત્નીભુવન)થી બીજું સ્થાન થાય. પત્ની તરફ્થી ધનલાભ થશે કે કેમ? તે બાબત અવશ્ય જાણી શકાય છે. કર્મના સિદ્ધાંત મુજબ જોઇએ તો દસમા કર્મસ્થાનથી અગિયારમું (લાભ) સ્થાન એટલે જન્મકુંડળીમાં આઠમું સ્થાન આવે છે. જન્મકુંડળીમાં આઠમે રહેલો કેતુ તેમજ ક્યારેક અષ્ટમેશ ગ્રહ દ્વિતીય સ્થાનમાં (ધનભવનમાં) રહ્યો હોય તો વારસાગત મિલકતના યોગનું સર્જન કરે છે. આમ જન્મકુંડળીના ગ્રહયોગ તમને ઘરનું ઘર મળશે કે નહીં અને મળશે તો એનું સુખ તમે પામી શકશો કે નહીં એનો નિર્દેશ કરે છે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *