Breaking News

શું તમે ક્યારેય વિચાર્યું છે 1947 માં ભારતની અંદર કેટલી મોંઘવારી હતી,જાણો અમુક વાસ્તુના ભાવ.

વ્યક્તિના જીવનમાં સમય જેમ જેમ પસાર થાય છે અને વર્તમાન સમય યાદોમાં ભળી જાય છે. પરંતુ આ તસવીરો વર્તમાનની યાદોને આકર્ષિત કરે છે અને તે પછી લોકો તેમને જુએ છે ત્યારે તેમની જૂની પળો યાદ કરે છે. એવી તસવીરો છે જે અમને કોઈપણ કાળમાં લઈ જાય છે અને તેમને વિશેષ બનાવે છે. ભારતીય ઇતિહાસમાં આવા કેટલાક સમયગાળા પૂરા થઈ ગયા છે. જેને દરેક ભારતીય એ અવશ્ય જાણવું જોઈએ,.

ભારત પોતાના 73માં સ્વતંત્રતા દિવસની વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે. 15 ઓગસ્ટ 1947ના રોજ અડધી રાતે ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. આ અગાઉ ભારત માટે 15 ઓગસ્ટનું  આટલું મહત્વ ન હતું અને ઈતિહાસમાં કોઈ વિશેષ તારીખ નહતી. જેથી લોકોને સવાલ થાય છે આઝાદી માટે 15 ઓગસ્ટ જ શા માટે પસંદ કરવામાં આવી તે સ્વાભાવિક છે. આ તારીખ ભારતે જ પોતાની માટે પસંદ કરી હતી.

અંગ્રેજો ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટનો દિવસ પસંદ કર્યો હતો. આના પાછળનું કારણ એ હતું કે આ જ તારીખે બે વર્ષ અગાઉ એટલે કે 15 ઓગસ્ટ 1945ના રોજ જાપાનની સેનાએ આત્મસમર્પણ કર્યું હતું. આ સાથે જ બીજા વિશ્વયુદ્ધે વિરામ લીધો હતો.

ભારતની આઝાદી પર લખાયેલા પુસ્તક ફ્રીડમ એટ મિડનાઈટમાં તત્કાલિન વાઈસરોય લોર્ડ માઉન્ટબેટને જણાવ્યું હતું કે, મે નક્કી કર્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમને હું જ નક્કી કરીશે. બ્રિટન પાસેથી જ્યારે અમને આઝાદી માટેનો આદેશ આવ્યો ત્યારે અમારે આઝાદી માટેની તારીખ નક્કી કરવાની હતી. આ તારીખ લંબાવી શકાય તેમ નહતી. અમે અગાઉ આ મામલે વિચાર કર્યો નહતો. અમે વિચાર્યું હતું કે, સપ્ટેમ્બર અથવા ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવે. ત્યારબાદ અમે 15 ઓગસ્ટના ભારતને આઝાદી આપવાનો નિર્ણય કર્યો હતો. કારણ કે આ તારીખ જાપાનના આત્મસમર્પણની બીજી વર્ષગાંઠ પણ હતી

એક સમયે આપણો ભારત દેશ બ્રિટીશ નો ગુલામ હતો. લોકો બ્રિટિશ ની ગુલામીથી કંટાળી ગયા હતા. દરેક ઘરના બાળકો દેશને આઝાદ બનાવવા માંગતા હતા. ઘણા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં પોતાનું જીવન પણ ગુમાવી દીધું હતું. તેમાં ગાંધી બાપુ, ભગતસિંહ, સુખદેવ સિંહ, લાલા લજપત રાય વગેરે નો સમાવેશ થાય છે. જેના નામો ઇતિહાસ માં સોનેરી પત્રોમાં લખાયા છે આખરે ભારત 1947 માં આઝાદ થયું. ભારત આજે આઝાદ થઈ ગયું છે અને આ બદલાતા સમય સાથે બધી વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે.

સ્વાતંત્ર્ય સમયે ભારત માં કેટલો ફુગાવો હતો એની આપણે કલ્પના પણ ના કરી શકીએ. આ બદલાતા સમય ની સાથે રીતી રીવાજ અને બધી જ વસ્તુ માં બદલાવ આવ્યો છે. પરંતુ આપણી યાદો સમય ની સાથે ક્યારેય બદલાતી નથી. જે હમેશા આપણી સાથે રહે છે આજે આપણા દેશ ને આજાદ થયાના 7૦ વર્ષો થઈ ગયા છે. આ 7૦ વર્ષો માં આખો દેશ બદલાઈ ગયો છે. આજે ૧૯૪૭ ના ઓગસ્ટ મહિના વિષે આપણે જાણીશું. એ સમયે કઈ વસ્તુ નો ભાવ કેટલો હતો.

ભારત આઝાદ થયું ત્યારે વસ્તુ ની શું કિંમતો હતી.આજ ના સમય માં બાસમતી ચોખા મોંઘા છે તે આઝાદી ના સમય માં ૬૫ પૈસા પ્રતિ કિલો ના ભાવે અને ઘઉં ૨૬ પૈસા પ્રતિ કિલો ના ભાવે મળતા હતા.આજે સાકર ૪0 રૂપિયા પ્રતિ કિલોએ મળે છે.જયારે એ સમયે એ ૫૭ પૈસા પ્રતિ કિલો ના ભાવે મળતી હતી.મિત્રો ૧૯૪૭ ના દાયકમાં ડિસલ ના ભાવ 35 પૈસા હતા.

૧૯૪૭ માં વાહનો નો ઉપયોગ વધુ કરવામાં આવતો નહોતો.એટલા માટે એ સમય ની મુંબઈ ની વિક્ટોરિયા નામ ની ઘોડે સવારી ખુબજ પ્રખ્યાત હતી. આ ઘોડેસવારી માટે વ્યક્તિ ને ૧.૫ કિલોમીટર જવું હોય તો તેનો એક આનો જ આપવો પડતો હતો.
૧૯૪૭ માં અમદાવાદ થી મુંબઈ પ્લેનમાંજવા માટે ની ટિકિટ 18 રૂપિયા હતી. એ સમયે ચોપડીઓ નું મુલ્ય ફક્ત ૧.૫ રૂપિયા હતું. આજ ના સમય માં ફિલ્મો ની ટીકીટો ૫૦૦ સુધી ની મળે છે તે 40 પૈસા થી ૮ આના સુધીની મળી જતી હતી.

આપણને ૧૯૪૭ ના ભાવો સામાન્ય લાગી રહ્યા છે પણ એ સમય માં લોકો ની માસિક આવક ૧૫૦ રૂપિયાથી વધારે ન હતી.જો કે એ સમયે આટલી ઓછી આવક માં પણ ઘર ખર્ચો આસાની થી નીકળી જતો હતો. જયારે આપણે તેને આજના સમય સાથે સરખાવીએ તો વ્યક્તિ દર મહીને હજારો રૂપિયા કમાઈ લે છે. પણ આજે માણસો જેમ વધુ કમાણી કરે છે તેમ આજે ખર્ચા પણ ખુબજ વધી ગયા છે.

બ્રિટિશ સંસદ દ્વારા લોર્ડ માઉન્ટબેટનને ભારતની સ્વતંત્રતા માટે 30 જૂન 1948ની તારીખ નક્કી કરાઈ હતી. ભારતના પ્રથમ ગર્વનર જનરલ સી રાજગોપાલાચારીએ જણાવ્યું હતું કે જો અંગ્રેજ જૂન 1948 સુધી રાહ જોતા તો તેમની પાસે ટ્રાન્સ્ફર કરવા કોઈ સત્તા જ ના રહેતી. જેથી માઉન્ટબેટને ઓગસ્ટ 1947માં જ ભારતને આઝાદ કરવાનો નિર્ણય કર્યો.

માઉન્ટબેટને ભારતની આઝાદીની તારીખ થોડા દિવસો પહેલા જ નક્કી કરવાનું કારણ આપતા જણાવ્યું હતું કે તેમને લાગતું હતું કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ જ પ્રકારની હિંસા કે લોહીયાળ જંગ ના થાય. જો કે તેમ છતા સ્વતંત્રતા માટે હિંસા થઈ હતી અને તેના પર માઉન્ટબેટને સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, અંગ્રેજોનું શાસન સમાપ્ત થયું ત્યાં હિંસાઓ થઈ હતી.

આ દેશની મોટાભાગની સ્થાનિકભાષાઓમાં ભારતના નામે ઓળખાય છે. શકુંતલા અને દુષ્યંતના પુત્ર ભરતના નામે આ દેશ ભારત તરીકે ઓળખાય છે. ભરત રાજા અત્યંત પરાક્રમી હતાં અને તેમણે અનેક દિગ્વિજયો કર્યા હતાં.

જોકે આંતરાષ્ટ્રીય સ્તરે ભારત ‘ઇન્ડીયા’ના નામે વધુ ઓળખાય છે. ભારતનાં બંધારણની કલમ ૧ મુજબ આ દેશને ‘ભારત’ અથવા ‘ઇન્ડીયા’ નામે ઓળખાશે. ઇન્ડીયા નામ ‘સિંધુ’ નદી પરથી પડ્યું છે, જે પરથી જૂની ફારસી ભાષામાં “હિન્દુ” શબ્દ રચાયો. આ હિન્દુ શબ્દનું અપભ્રંશ થઇને ‘ઇન્ડસ’ શબ્દ રચાયો, જે પરથી આ દેશને ‘ઇન્ડીયા’ નામ મળ્યું. જૂની ગ્રીક ભાષામાં આ દેશને ‘ઇન્દોઇ’ એટલે કે ‘ઇન્દુના લોકો’ તરીકે ઓળખાય છે.આ ઉપરાંત ફારસી ભાષામાં આ દેશને ‘હિન્દુસ્તાન’ એટલે કે ‘હિન્દુઓની ભૂમી’ તરીકે પણ ઓળખય છે.

ભારત દેશનું લોકજીવન “વિવિધતામાં એક્તા” સૂત્રને આત્મસાત કરતું દેખાય છે. જુદા જુદા પ્રાંતના લોકોનો પોષાક, ખાણીપીણી, ભાષા જુદા જુદા હોવા છતા તેઓ એક ભારત દેશની છત્રછાયામાં રહે છે. આ દેશમાં ભાષા, ધર્મ, જાતિ વગેરેમાં અલગ અલગ એવી પ્રજા ઐતિહાસિક કાળથી આવીને વસી છે. પૌરાણીકભારતમાં યવન, પહલવ, મ્લેચ્છ, બર્બર જેવી જાતિઓનો ઉલ્લેખ છે જે ભારતના લોકો સાથે સંપર્કમાં હતી અને એકબીજાને યુદ્ધ દરમિયાન મદદ કરતા. આ જાતિઓમાંથી ઘણા લોકો ભારતમાં વસ્યા અને તેના લોકોમાં ભારતીય તરીકે ભળી ગયા. દુનિયાના સૌથી વધુ ધર્મો ભારતમાં ઉદ્ભવ પામ્યા છે અને ઘણા ધર્મના લોકોએ ભારતમાં આશ્રયસ્થાન લીધું છે. આજનું ભારત જાતિવાદ, ધર્મવાદ જેવા પરિબળોથી ત્રસ્ત છે પરંતુ રાજકીય એક્તા ટકાવીને પોતાની અદાથી આગળ વધતુ રહે છે.

પૌરાણીક ભારતમાં એક ભાષા – સંસ્કૃત પ્રચલિત હતી. સમય જતા સંસ્કૃતમાંથી વિવિધ પ્રાકૃત ભાષાઓનો જન્મ થયો જે સન ૧૦૦૦ થી આજ સુધી વિકાસ પામીને સ્વતંત્ર ભાષાઓ બની છે. ભારતમાં આજે ૧૮ સંવૈધાનિક ભાષાઓ છે. ભારતની આઝાદી પછી જવાહરલાલ નહેરુના માર્ગદર્શન મુજબ ભારતમાં ભાષાકીય રાજ્યો બન્યા; જે મુજબ એક ભાષા વાળા પ્રાંતનું પોતાનુ રાજ્ય થયું. હિન્દી બોલતી પ્રજાને વિવિધ રાજ્યોમાં વહેંચવામાં આવી. આમ, અમુક રાજ્યને બાદ કરતા મુખ્યત્વે દરેક રાજ્યને પોતાની ભાષા છે. ભારતની પોતાની ભાષા હિન્દી છે. તમિલ સિવાયની દરેક ભાષાનું મૂળ સંસ્કૃત છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *