શું તમે ક્યારેય વિચાર્યું છે ATM કાર્ડનાં આ 16 આંકડા ની સચ્ચાઈ, ના જાણતાં હોય તો જાણી લેજો…..

શું તમને ખબર છે કે Atm કાર્ડ અને ડેબીટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ પર છુપાયેલ 16 અંક શુ છે? એ તો આપણે બધા જાણીએ છે કે આ 16 નંબર અથવા ક્રેડિટ કાર્ડ નંબર જે આપણને પેમેન્ટ કરવા માટે વપરાય છે.અમે આજે તમને આ જ 16 નંબર વિશે વિસ્તૃત રીતે માહિતી આપીશું કે દરેક 16 અંકનો નંબર શું છે અને તે કાર્ડ પર કેમ હોઈ છે .તમે આ તથ્યને જાણીને હેરાન થઈ જશો.આજના આ યુગમાં દરેક જણ Atm કાર્ડ યુઝ કરે છે પણ જો તમે કોઈને પૂછશો કે આ atm કાર્ડ પર નંબર કેમ છુપાયેલા હોઈ છે તે તમને કદાચ કોઈ નહિ જણાવી શકે તો ચાલો atm કાર્ડના 16 નંબરો વિશે જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

એટીએમ કાર્ડના દરેક અંકનો એક અર્થ હોય છે દરેક એક અંક કંઈકને કંઈક વસ્તુને દર્શાવે છે. ઉદાહરણ તરીકે, એટીએમ કાર્ડનો પ્રથમ નંબર સૂચવે છે કે કાર્ડ કોણે બહાર પાડ્યું છે? કાર્ડ બહાર પાડનારનું નામ શું છે? આ નંબરને મેજર ઇન્ડસ્ટ્રીઝ આઈડેન્ટિટી ફાયર કહેવામાં આવે છે. તે અલગ અલગ બેન્કોના કાર્ડ્સ પર અલગ અલગ હશે ઉદાહરણ તરીકે, જો તમારી પાસે એસબીઆઈ કાર્ડ છે, તો તેના પરનો પહેલો આંકડો બીજી બેંક દ્વારા જારી કરાયેલ કાર્ડના નંબરથી અલગ હશે. જો ટૂંકમાં કહીએ, તો આ કાર્ડ બનાવનાર વ્યક્તિનું નામ શું છે? એટલે કે કંપનીએ આ કાર્ડને બનાવ્યું છે.

પહેલા નંબર પછી, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો નંબર સૂચવે છે કે કઈ કંપનીએ એટીએમ એટલે કે ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ જારી કર્યું છે. તેને યુઝર્સ આઇડેન્ટિફેક્શન ઓળખ નંબર પણ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે કઈ બેંકમાં આ કાર્ડ ઈશ્યુ થયું છે.આ પછી, આગલા 9 નંબર્સ સૂચવે છે કે તમારું કાર્ડ કયા બેંક એકાઉન્ટથી લિંક થયેલ છે. આ પછી, છેલ્લામાંનો એક અંક સૂચવે છે કે તમારું કાર્ડ માન્ય છે કે નહીં. તેને ચેક અંક પણ કહેવામાં આવે છે.

Leave a Comment