Breaking News

શું તમે મુસીબતથી ઘેરાયેલા છો તો આજેજ કરીલો શ્રી કૃષ્ણનો ચમત્કારી મંત્રનો જાપ થશે તમામ દુઃખ દૂર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, શ્રી કૃષ્ણ જેને તમે સખા તરીકે નાથ તરીકે સ્વામી તરીકે પ્રાણનાથ તરીકે પુત્ર તરીકે પિતા તરીકે ભજી શકો છો. ભક્તિ સંપ્રદાયમાં ભગવાન શ્રીકૃષ્ણ સૌથી વધું આકર્ષણ જન્માવનાર ભગવાન છે. તેને તમે ભક્ત સ્વરૂપે તો ભજી જ શકો છો, પણ તમે તેને માતૃ સ્વરૂપે પણ ભજી શકો. ત્યારે તે મહાન શ્રીકૃષ્ણ તમારા માટે નાનો લાલો થઈને લાડ લડે.

ભક્તિ સંપ્રદાય સાવ નિરાળો છે. કોઈ છોછ નહિં, કોઈ બંધન નહિ, જ્ઞાનનો ભ્રમ કે આડંબર નહિ, ઈશ્વરને એવી રીતે ભજવાનો જાણે કે પરિવારનો એક સભ્ય હોય, કે પછી સખા હોય, કે પછી યોગપુરુષ હોય. તેથી જ ભગવાન શ્રીકૃષ્ણ એ સૌના પ્રિય છે. તેને કોઈ પણ સ્વરૂપે ભજો તે દોડી આવશે તમારી મદદ કરવા. તેથી જ ભારત જ નહિં વિશ્વભરમાં કાન્હાના ગુણગાન ગવાય છે. ગીતાજીની પૂજા થાય છે. જો તમે પણ કૃષ્ણ મુરારીની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતા હોય તો આ જાપ કરો હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામા હરે રામા, રામા રામા હરે હરે ૐ નમો ભગવતે શ્રી ગોવિન્દાય.ભગવાન શ્રીકૃષ્ણના આ બાર અક્ષરનો મંત્રનો જાપ જે સાધક કરે છે તેને સુખ સમૃદ્ધિ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પ્રેમ વિવાહ કરવા ઈચ્છતા કપલે પણ આ મંત્રનો જાપ કરવો જોઈએ. તેનું સચોટ ફળ મળે છે.

ૐ કૃં કૃષ્ણાય નમઃ.આ પાવન મંત્ર સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા વર્ણવાયો છે. એના જાપથી જીવન સાથે જોડાયેલી તમામ બાધાઓ દૂર થાય છે. અને ઘર-પરિવારમાં સમૃદ્ધિનો વાસ થાય છે.ૐ શ્રી કૃષ્ણાય શરણં મમ.જીવનમાં આવેલી અતિ દુષ્કર પરિસ્થિતિમાંથી ઉભરવા માટે ભગવાન શ્રીકૃષ્ણનો આ બહું જ સરળ અને પ્રભાવી મંત્ર છે. આ મહામંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ બિલકુલ એ રીતે મદદ માટે દોડે છે જે રીતે તેમણે દ્રૌપદીને દોડી જઈને ચીર પૂર્યા હતા.

અચ્યુતં કેશવં શ્રીરામનારાયણમ્ કૃષ્ણઃ દામોદરં વાસુદેવં હરે શ્રીધરં માધવં શ્રીગોપિકાવલ્લભં જાનકી નાયકં શ્રી રામચંદ્રમ્ ભજે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરેલા આ મંત્રના જાપ અનેક સંકટોમાંથી મુક્તિ અપાવે છે. સાથોસાથ તમામ મનોકામનાઓની પણ પૂર્તિ કરે છે. સુખ, સમૃદ્ધિ અને શુભતા વધારવામાં આ મહામંત્ર ભારે કારગત સાબિત થાય છે. તો તમે પણ જ્યારે પણ સંકટમાં આવો આ સાંકળ જરૂરથી ખખડાવજો. પ્રાણવલ્લતભ જરૂરથી તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ કરી દેશે.

ભગવાન વિષ્ણુના આઠમા અવતાર ગણવામાં આવતા શ્રીકૃષ્ણનો ભારતભરમાં અપાર મહિમા છે. તેમનામાં વિશ્વાસ રાખનારાની સંખ્યા કરોડોમાં છે. આ જ કારણ છે કે દેશમાં નહીં પણ વિદેશમાં પણ યશોદાના કાન્હાના અનેક મંદિરો સ્થપાયેલા છે.ભગવાન શ્રી કૃષ્ણના આ આઠ ચમત્કારી મંત્રથી તમે પણ પ્રાપ્ત કરી શકો છો ધન. ભગવાન શ્રી કૃષ્ણની તેમના ભક્તો ઉપર વિશેષ અનુકંપા હોય છે. તે સખાના રૂપમાં સુદામાનો ઉદ્ધાર કરે છે, તો અર્જુનના સારથી બનીને તેને કર્તવ્ય પાલનની પ્રેરણા પણ આપે છે. તે પ્રેમમાં રાધાના બની જાય છે, તો મીરાના ગીરધર ગોપાલ બની ઝેરનો પ્યાલાને અમૃત બનાવી દે છે. તેમના નાનપણની શરુઆતથી લઈને શિકારી દ્વારા શિકાર થવા સુધી તેમનું જીવન ચમત્કારોની ગાથા દર્શાવે છે.

તે દ્રૌપદીના રક્ષક પણ છે, તો ગોવર્ધન ઉપાડીને ઇન્દ્રના અહંકારને પણ તોડે છે, એવા દયાળુ કૃપાલુ શ્રી કૃષ્ણની ભક્તિમાં કોણ ડૂબવા ન માંગે. આમ તો તેમની કૃપા મેળવવા માટે શ્રી કૃષ્ણને સમર્પિત થઇ જવું જ પર્યાપ્ત છે પરંતુ શ્રી કૃષ્ણની કૃપા મેળવવા માટે થોડા વિશેષ મંત્ર પણ છે. આ મંત્રોની માન્યતા એટલી વધુ છે કે કહેવામાં આવે છે, તેના જાપ કરવાથી રંક પણ રાજા બની જાય છે. તો આવો જાણીએ તે મંત્રો વિષે.

શ્રી કૃષ્ણના મંત્ર.શ્રી કૃષ્ણના આ મંત્રોથી તમારા જીવનમાં ધન સંપત્તિની કોઈ ખામી નહિ રહે અને તમે સોંદર્યને પ્રાપ્ત કરો છો. એટલું જ નહિ આ મંત્ર ઘણો સરળ છે, જેનું ઉચ્ચારણ પણ તમે સરળતાથી કરી શકો છો.કું કૃષ્ણાય નમઃ.તે ભગવાન શ્રીકૃષ્ણનો મૂળમંત્ર માનવામાં આવે છે. માન્યતા છે કે આ મંત્રના જાપ કરવાથી તમારા અટકેલુ ધન પ્રાપ્ત થઇ જાય છે અને કુટુંબમાં મંત્રની સકારાત્મક ઉર્જાથી સુખ શાંતિ જળવાઈ રહે છે. આ મંત્રના જાપ સવારના સમયે સ્નાન કર્યા પછી 108 વખત કરવા જોઈએ.

ॐ શ્રી નમઃ શ્રીકૃષ્ણાયા પરિપૂર્ણતમાયા સ્વાહા.આ શ્રી કૃષ્ણના સપ્તદશાક્ષર મહામંત્ર છે, જે 108 વખત જાપ કરવાથી સિદ્ધ થાય છે. માન્યતા છે કે આ મંત્રના પાંચ લાખ જાપ કરવાથી ઇચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે. ધાર્મિક માન્યતા તો એ પણ છે કે જો જાપના સમયે હવન કે દશાંશ અભિષેક, અભિષેકનું દશાંશ તર્પણ અને તર્પણનું દશાંશ માર્જન કરવામાં આવે તો મંત્ર સિદ્ધીથી રંક પણ કરોડોમાં રમવા લાગે છે.

ગોવલ્લભાય સ્વાહા .જોવામાં ભલે આ મંત્ર બે શબ્દોનો સામાન્ય એવો મંત્ર જોવા મળે પરંતુ તેના ચમત્કાર મોટા ગણાવવામાં આવે છે. આ મત્રમાં જે સાત અક્ષરોનો ઉપયોગ થયો છે, તે ખુબ જ અસરકારક છે. આ મંત્રનું જેટલું વધુ વખત જાપ થઇ શકે એટલા કરવા જોઈએ. યોગ્ય ઉચ્ચારણ કરવાથી જ આ મંત્ર ફળીભૂત થાય છે અને જાપ કરવા વાળાને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. આ એક એવો મંત્ર છે, જે કોઈ પણ ક્યાય પણ જાપ કરી શકે છે.

ગોકુલ નાથાય નમઃ.જો તમારી ઈચ્છાઓ અપેક્ષાઓ અભિલાષાઓ પૂર્ણ કરવા માગો છો, તો તમારે આ મંત્રના જાપ કરવા જોઈએ. આઠ અક્ષરો વાળો શ્રીકૃષ્ણનો આ મંત્ર તમામ મનોકામનાઓને પૂર્ણ કરવા વાળો માનવામાં આવે છે.ક્લી ગ્લો ફ્લિં શ્યામલાંગાય નમઃ.સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્તિ માટે તમે આ મંત્રના જાપ કરી શકો છો, તેનાથી ન માત્ર તમારા આર્થિક જીવનમાં સુધારો થાય છે પરંતુ તમને તમારા ધંધામાં વિકાસમાં પણ લાભ મળવા લાગે છે.

ॐ नमो भगवते नन्दपुत्राय आनन्दवपुषे गोपीजनवल्लभाय स्वाहा‘ .આ 28 અક્ષરોનો મંત્ર છે. જેનો જાપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. જે પણ સાધક આ મંત્રનો જાપ કરે છે તેને દરેક ચીજની પ્રાપ્તિ થાય છે.ॐ મનો ભગવતે શી ગોવિન્દાય.જો તમારા લગ્નમાં કે પ્રેમ જીવનમાં કોઈ પ્રકારની તકલીફ આવી રહી છે, તો આ મંત્ર તમારા માટે એકદમ યોગ્ય છે. થોડા દિવસો સુધી સવારમાં સમયે સ્નાન કરીને સ્વચ્છ થયા પછી 108 વખત આ મંત્રના જાપ કરવાથી તમને તેના સકારાત્મક પરિણામ જોવા મળશે.

એં કલિં કૃષ્ણાય હ્ની ગોવિન્દાય શ્રી ગોપીજનવલ્લભાય સ્વાહા હ્વસો.આ મંત્ર જોવામાં થોડો લાંબો અને ઉચ્ચારણમાં થોડો અઘરો જરૂર છે પરંતુ એટલા મોટા જ પરિણામ પણ આપવા વાળો માનવામાં આવે છે. કહે છે કે વાણી એવી વસ્તુ છે, જે માણસને અર્શથી ફર્શ ઉપર અને ફર્શથી અર્શ સુધી લઇ જાય છે. આ મંત્રના ઉચ્ચારણથી તમારી વાણીને વરદાન મળી જાય છે, જેથી તમે તમારી વાત કોઈને પણ મનાવી શકો છો. ॐ નમો ભગવતે વાસુદેવાય નમઃ.આ શ્રી કૃષ્ણનો ખુબ જ લોકપ્રિય મંત્ર છે, જેનો જાપ કોઈ પણ સાધક કરી શકે છે. તે ખુબ જ પુણ્ય આપનારો મંત્ર માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણની તમારી ઉપર કૃપા જળવાઈ રહે. જય શ્રી કૃષ્ણા.

ભગવાન નરસિંહ ગાયત્રી મંત્ર.ભગવાન નરસિંહને ખુશ કરવા માટે તેમના નરસિંહ ગાયત્રી મંત્ નો જાપ કરવો જોઈએ.ૐ वज्रनखाय विद्महे तीक्ष्ण दंष्ट्राय धीमहि | तन्नो नरसिंह प्रचोदयात || સંપત્તિ અવરોધ નાશક મંત્ર.જો તમારે કોઈ પણ પ્રકારની મિલકત ખરીદવી છે, ગાડી, ફ્લૅટ, જમીન અથવા કંઇક બીજું અને તેના કારણે આવેલી મુશ્કેલી અથવા અવરોધ ઉભો થઇ રહ્યો છે? તો સંપત્તિના નરસસિંહ મંત્ર જપો.

સંપત્તિ અડચણ નાશક મંત્રની પૂજા વિધિ.ભગવાન નરસિંહ અથવા વિષ્ણુજીની મૂર્તિની પૂજા કરો. ધૂપ દીવા ફૂલ અર્પણ કરી પ્રાર્થના કરો. સાત દીવા પ્રગટાવો. અકીકની માળાથી પાંચ માળા મંત્રના જાપ કરો. કાળાં રંગના આસન પર બેસીને જ મંત્ર જપો. નીચે આપવામાં આવેલા મંત્ર સંધ્યાકાળમાં જપો તેથી ઝડપથી ફળ મળે છે.ૐ “नृम मलोल नरसिंहाय पूरय-पूरय” ઋણ મોચક નરસિંહ મંત્ર.જો તમે દેવામાં ફસાયેલા છો? અને તમારું જીવન નરક થઈ ગયું છે, તો તમે તરત જ આ મુશ્કેલી માંથી મુક્તિ મેળવવા માંગો છો? તો ઋણમોચક નરસિંહ મંત્રના જાપ કરો.

ઋણ મોચક નરસિંહની મૂર્તિની પૂજા વિધિ.ભગવાન નરસિંહની મૂર્તિની પૂજા કરો. પંચોપચાર પૂજન કરો ફળ અર્પણ કરતા પ્રાર્થના કરો. માટીના વાસણમાં ગંગાજળ અર્પણ કરો. અકીકની માળા માંથી છ માળા મંત્રના જાપ કરો. કાળાં રંગના આસન ઉપર બેસીને જ મંત્ર જપો. રાત્રીના સમયે નીચે આપવામાં આવેલા મંત્રોના જાપ કરવાથી તરત જ ફળ મળી જાય છે. ૐ क्रोध नरसिंहाय नृम नम:”શત્રુ નાશક નરસિંહ મંત્ર.જો તમને કોઈ જ્ઞાત અથવા અજ્ઞાત દુશ્મન હેરાન કરી રહ્યા છે, તો તમે દુશ્મન નાશના નરસિંહ મંત્ર જપી શકો છો.પૂજા વિધિ.તમારા શત્રુનો નાશ કરવા માટે ભગવાન નરસિંહના શત્રુ નાશક મંત્રોના જાપ કરવા માટે એક આખી વિધિ છે. તેના માટે ભગવાન વિષ્ણુજીની મૂર્તિની પૂજા કરવાની હોય છે.

શત્રુ નાશક નરસિંહ મંત્ર.ધૂપ દીવડા ફૂલ સહિત જટામાસી અર્પણ કરી પ્રાર્થના કરવી જોઈએ. આ પૂજા વિધિમાં ચૌમુખા ત્રણ દીવડા પ્રગટાવો. અકીકની માળાથી પાંચ માળા મંત્રના જાપ કરો. અને કાળા કલરના આસન ઉપર બેસીને જ મંત્ર જપો. નીચે આપવામાં આવેલા મંત્ર રાત્રે જપવા જોઈએ. એમ કરવાથી તરત ફળ મળે છે.“ॐ नृम नरसिंहाय शत्रुबल विदीर्नाय नमः” યશ રક્ષક મંત્ર.જો કોઈ તમારૂ અપમાન કરી રહ્યું છે અથવા કોઈ દ્વારા તમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, તો યશ રક્ષણના નરસિંહ મંત્રના જાપ કરવા જોઈએ.

પૂજા વિધિ.યક્ષ રક્ષણ માટે ભગવાન નરસિંહની પૂજા કરવાની વિધિ છે. જેમાં ભગવાન નરસિંહજીની મૂર્તિની પૂજા કરવી જોઈએ.યશ રક્ષક મંત્ર.કુમકુમ કેસર ગુલાબજળ અને ધૂપ દીવડા ફૂલ અર્પણ કરી પ્રાર્થના કરવી જોઈએ. સાત પ્રકારના અનાજ દાનમાં આપવા જોઈએ. અકીકની માળાથી સાત માળા મંત્રના જાપ કરો અને કાળા રંગના આસન ઉપર બેસીને જ મંત્રના જાપ કરો.“ॐ करन्ज नरसिंहाय यशो रक्ष” નરસિંહ બીજ મંત્ર.જો તમે આખી વિધિ વિધાન સાથે ભગવાન નરસિંહજીની પૂજા નથી કરી શકતા, તો ચાલતા ચાલતાં મનમાં ટૂંકા મંત્રના જાપ કરવા જોઈએ. ટૂંકા મંત્રના જાપથી પણ મનોકામના પૂરી થાય છે. “ॐ नृम नृम नृम नरसिंहाय नमः “

About bhai bhai

Check Also

ઘરમાં કબૂતરનું આવવું શુભ માનવામાં આવે છે કે અશુભ.આવો જાણીએ

કબૂતરને લઈને ઘણી માન્યતાઓ છે જ્યારે આ દરમિયાન ઘણી બધી બાબતો લોકોના મગજમાં પણ આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *