Breaking News

શું તમે પાચન શક્તિ, ગેસ, પેટ ફૂલવું, અપચો, એસિડિટી જેવી સમસ્યાઓથી છુટકારો માંગો છો તો કરો આ વસ્તુનું સેવન…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આજે આપણા શરીરની દરેક ગતિવિધિ આપણા પાચન સાથે જોડાયેલી છે. એટલે પાચનમાં ગડબડ થવાની અસર આપણી ત્વચા, વાળ, આંખ, મગજ અને દરેક આંતરિક અંગો પર પણ પડે છે. પાચન પ્રક્રિયામાં અલગ અલગ આંતરિક અંગો એકસાથે મળીને કામ કરે છે. અને ખાધેલા ભોજનને પચાવીને તેમાં રહેલા જરૂરી પોષકતત્વો દ્વારા શરીરના અંગોને ઉર્જા આપવાનું કામ કરે છે.થી કરતી), વારંવાર અથવા ઘણી ઓછી ભૂખ લાગે છે, સવારે ઉઠતા જ પેટ સાફ નથી થતું, અથવા દિવસમાં વારંવર જાજરૂ જવું પડે છે, તો આવી સ્થિતિ પાચનની નબળાઈનો સંકેત હોય છે.

પાચન નબળું હોવાને કારણે ગેસ, એસીડીટી, પેટમાં દુઃખાવો, છાતીમાં બળતરા, અપચો, કબજિયાત, માથાનો દુઃખાવો, આળસ, થાઇરોઇડ પ્રોબ્લેમ, અતિસાર, ત્વચા પર ડાઘ અને ખીલ, આંતરડામાં સોજો અને સડવું, તણાવ, રાત્રે ઊંઘ ના આવવી, ગભરામણ, પાઈલ્સ અને હાડકામાં દુઃખાવો જેવી સમસ્યા થવાની શરૂ થઈ જાય છે.

જયારે ભોજન પચતું નથી તો તે આપણા પેટમાં જ સડવા લાગે છે. જેના લીધે ઘણા પ્રકારની બીમારીઓ થવાની સમસ્યા ઘણી વધી જાય છે. નબળું પાચન ભોજનના દરેક પોષકતત્વોને શોષવામાં અસમર્થ હોય છે. જેના લીધે શરીરમાં હંમેશા કોઈને કોઈ ન્યૂટ્રિએન્ટની અછત રહે છે. ક્યારેક આંખની નબળાઈ તો ક્યારેક વાળનું પાકવું અથવા ખરવું, શરીરમાં શક્તિની અછત અને થાકની શરૂઆત નબળી પાચન શક્તિથી જ થાય છે.

આજે આપણે જાણીશું એવી ભૂલો વિષે જે પાચનને નબળું બનાવવામાં જવાબદાર હોય છે. અને સાથે જ જાણીશું કેટલીક અસરદાર ટિપ્સ અને ઘરેલુ નુસખા વિષે જેનાથી થોડા દિવસમાં પાચન પહેલા કરતા વધારે સારું થઈ જશે, અને પેટ સાથે જોડાયેલી સમસ્યા દૂર થઈ જશે. સૌથી પહેલા વાત કરીને પાચનને સ્વસ્થ બનાવનાર અમુક અસરદાર નુસખાની.

આપણા શરીરમાં સારા અને ખરાબ બંને પ્રકારના બેક્ટેરિયા મળી આવે છે. પાચન શક્તિ નબળી થવાનું સૌથી મોટું કારણ હોય છે પેટમાં સારા બેક્ટેરિયાની અછત. સારા બેક્ટેરિયાની અછતને કારણે પેટ અને આંતરડામાં ભોજનને પચાવવા વાળા પાચકરસની અછત ઉભી થાય છે. જેના લીધે ભોજન સારી રીતે નથી પચતું અને ખાધા પછી પેટ ફૂલવું, ભારેપણું, ખાટાં ઓડકાર, અપચો, એસિડિટી જેવી સમસ્યા થવા લાગે છે.

દહીં : દહીં એક પ્રો-બાયોટિક ફૂડની શ્રેણીમાં આવે છે. દહીં અને જીરાનું મિશ્રણ પેટમાં સારા બેક્ટેરિયાની માત્રા વધારવા અને પાચનની સ્થિતિ સુધારવામાં ઘણું વધારે ફાયદાકારક હોય છે. 1 વાટકી દહીંમાં 1 ચમચી મિશ્રી(સાકર)નો પાઉડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાઉડર અને થોડું સંચળ મિક્સ કરીને રોજ જમ્યા પછી તેનું સેવન કરો. દરરોજ આનું સેવન કરવાથી શરીરમાં પાચન માટે જરૂરી બેક્ટેરિયાની માત્રા વધતી જાય છે, અને પાચન શક્તિ પહેલા કરતા વધારે મજબૂત થતી જાય છે.

વરિયાળી : જમ્યા પછી વરિયાળીનું સેવન કરવાથી પાચન પ્રક્રિયા ઝડપી થાય છે. સાથે જ તે આપણા ચયાપચયને બુસ્ટ કરવામાં અને પેટને ઠંડક પહોંચાડવા માટે પણ ઘણી ઉપયોગી હોય છે. દર વખતે જમ્યા પછી એકથી બે ચમચી વરિયાળી ચાવી ચાવીને ખાવ. મીઠાસ માટે વરિયાળી સાથે સાકરનું સેવન પણ કરી શકાય છે. વરિયાળી ખાવાથી મોં માં લાળની માત્રા વધે છે. જે ભોજનને ઝડપથી પચાવવામાં ઘણી ફાયદાકારક હોય છે. જે લોકોને ખાધા પછી ખાટાં ઓડકાર, પેટ ફૂલવું કે છાતીમાં બળતરા જેવી સમસ્યા રહે છે, તેમણે જમ્યા પછી વરિયાળી જરૂર ખાવી જોઈએ.

આદુ અને લીંબુ : ઘણા લોકોના પેટમાં સ્વાદુપિંડનો રસ અને એસિડની અછત થઈ જાય છે. જેના લીધે ખોરાક પેટમાં સારી રીતે પચતો નથી. એવામાં જમવા પહેલા 1 કપ પાણીમાં 1 ચમચી આદુનો રસ અને 1 ચમચી લીંબુનો રસ નાખીને પીવો. અથવા આદુના એક ટુકડાને લીંબુના રસમાં પલાળીને ચાવી ચાવીને ખાવ. આવું કરવાથી આપણું પેટ ભોજન પચાવવા માટે તૈયાર થઈ જાય છે. અને તેનાથી પાચક રસ પણ ભરપૂર માત્રામાં બને છે.

હળદર : રાત્રે જમ્યાના 1 અથવા 2 કલાક પછી હળદર વાળા દૂધનું સેવન કરો. સુતા પહેલા હળદરવાળા દૂધનું સેવન કરવાથી પાચન સારું થાય છે, સવારે પેટ પણ ખુલીને સાફ થાય છે, અને સાથે જ શરીરની બીમારીઓ સામે લડવાની શક્તિ પણ વધે છે. હવે વાત કરીએ કયા કારણોસર પાચન સારી રીતે નથી થતું.

સારી રીતે ચાવીને ભોજન ન કરવું : આ સૌથી સામાન્ય ભૂલ છે જેના પર 90 ટકા લોકો ધ્યાન નથી આપી રહ્યા. શું તમે જાણો છો? કોઈ પણ વસ્તુને ખાતા સમયે તે 50 ટકા આપણા મોં માં જ પચી જાય છે. અને બચેલા 50 ટકાને આપણું પેટ પચાવે છે. ઉતાવળમાં જયારે આપણે ભોજનને સારી રીતે નથી ચાવતા, તો પછી તેને પચાવવા માટે પેટે વધારે મહેનત કરવી પડે છે. અને ધીરે ધીરે આપણું પાચન નબળું થવા લાગે છે. એટલા માટે ભોજન ધીરે ધીરે અને સારી રીતે ચાવી ચાવીને ખાવ.

પાણી ઓછું પીવું : સારા પાચન માટે શરીરમાં ભરપૂર માત્રામાં પાણી હોવું જરૂરી છે. જે લોકો ઓછું પાણી પીવે છે તેમને કબજિયાત અને અપચો જેવી સમસ્યા રહે છે. એટલા માટે દિવસ દરમિયાન ઓછામાં ઓછું 6 થી 7 ગ્લાસ પાણી જરૂર પીવું.

સમયસર ભોજન ન કરવું : જે લોકોનો જમવાનો સમય નક્કી નથી હોતો તેમનું પાચન હંમેશા બગડેલું રહે છે. ક્યારેક જલ્દી તો ક્યારેક મોડેથી ભોજન કરવાથી આપણું પાચનતંત્ર ડિસ્ટર્બ થાય છે. અને પેટ સંબંધિત સમસ્યાઓ સતત રહ્યા કરે છે.

વધુ મેંદો ખાવો : મેંદાથી બનેલી વસ્તુ આપણા પાચનની શત્રુ હોય છે. સફેદ બ્રેડ, પાઉં, બેકરી ફૂડ અને બિસ્કિટ જેવી મેંદાથી બનેલી વસ્તુઓનું ઓછામાં ઓછું સેવન કરો. કારણ કે તેમાં ગ્લુટનની માત્રા વધારે હોય છે, જે આપણા પાચનની ગતિને ધીમી કરે છે.

પેકેટ બંધ ખોરાક : ઇન્સ્ટન્ટ કુકીંગ માટે આજકાલ મોટાભાગની વસ્તુઓ પેકેટમાં મળવા લાગી છે. આપણું પેટ તાજી વસ્તુઓને જ સારી રીતે પચાવી શકે છે, અને તાજી બનેલી વસ્તુઓ પણ આપણા શરીર માટે ફાયદાકારક હોય છે. મોટાભાગે પેકેટમાં મળતી વસ્તુઓને 1 થી 2 વર્ષ સુધી ખરાબ થવાથી બચાવી રાખવા માટે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરવામાં આવે છે.

સાથે જ લાંબા સમય સુધી સ્વાદ પણ કાયમ રહે એટલા માટે તેમાં ઘણા પ્રકારના સ્વાદ વધારનાર કેમિકલનો ઉપયોગ થાય છે. એટલા માટે પેકેટમાં મળતી વસ્તુઓનું વધારે સેવન કરવાથી આપણી પાચન શક્તિ ધીમી અને નબળી થવા લાગે છે.

આ બધી વસ્તુઓ સિવાય ભોજન સાથે જોડાયેલા થોડા જરૂરી નિયમ પણ છે જેનું પાલન નહિ કરવાથી પાચન તો ખરાબ થાય જ છે, સાથે જ ઘણા પ્રકારની નવી નવી બીમારીઓ પણ શરીરમાં પેદા થવા લાગે છે. તો મિત્રો, આ બધી વાતો ધ્યાનમાં રાખીને તમે તમારી પાચન શક્તિને મજબૂત બનાવી શકો છો.

About bhai bhai

Check Also

પેઠા માંથી લોહી નીકળે છે તો કરીલો આ કાર્ય, તરતજ મળશે રાહત જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો આજે અમે તમારા ઘરે દવાઓ કાયમ બનાવીને તમે આયુર્વેદિક પદ્ધતિથી લાંબી લાંબી ચાંદા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *