Breaking News

શું તમે પણ ભૂલવાની બીમારીથી પરેશાન છો તો આજેજ અપનાવો આ ઘરેલુ ઉપાય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ભૂલવાનું શરૂ થાય એટલે તેને વૃદ્ધાવસ્થામાં પ્રવેશ ગણી શકાય પરંતુ ઘણીવાર યુવાનોને ફણ ભૂલવાની બિમારી થઇ જતી હોય છે. જો તમે પણ વારે ઘડિયે ભૂલવાની બિમારીથી પરેશાન છો તો તેને હલ્કામાં ન લેવું જોઇએ.

હેલ્થ એક્સપર્ટ પ્રમાણે કોઇ ઇજા, બિમારી કે પોષણની કમીથી યાદશક્તિ ઓછી થઇ જાય છે. આ વસ્તુઓ સામેલ કરવાથી યાદશક્તિ સ્ટ્રોંગ થાય છે.બદામ.બદામમાં એન્ટી ઓક્સિડેન્ટ અને ઓમેગા 3 એસિડ રહેલુ છે. જે યાદશક્તિને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. ડૉક્ટર્સના કહ્યાં અનુસાર રાત્રે 4-5 બદામને પલાળીને સવારે તેની છાલ ઉતારીને ખાવાથી ફાયદો થાય છે.

ફૂલાવર.કોલિન તત્વથી ભરપૂર ફુલાવરનું સેવન કરવાથી પણ યાદશક્તિ સારી થાય છે. આ જ કારણ છે કે સ્વાસ્થ્ય વિશેષજ્ઞ મેમરી તેજ કરવા માટે યોગ્ય ગણે છે. કોળાના બી.કોળાના બી ભરપૂર માત્રામાં ખાવાથી પણ અલ્ઝાઇમરથી છૂટકારો મળે છે. કારણકે કોળાના બીમાં ભરપૂર માત્રામાં ઝીંક જોવા મળે છે. આ મેમરીને બૂસ્ટ કરવામાં પણ મદદ કરે છે. માછલી.કમજોર યાદશક્તિ વાળા લોકોએ ફેટી ફિશ ખાવી જોઇએ. તેમાં ઓમેગા-3 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે અને જેનાથી મેમરી લોસની તકલીફ દૂર થાય છે.

તેજ મગજ માટે નિયમિત ખાવા પીવાનું અને નિયમિત દિનચર્યા ની જરૂર રહે છે. લગભગ દરેક ઘરમાં યાદશક્તિ ની નબળાઈની તકલીફ રહેતી હોય છે. કાયમના તણાવ ને કારણે નાની નાની વાતો યાદ રાખવી પણ મુશ્કેલ થઇ જાય છે, સાથે બીજા લોકોને પણ મુશ્કેલીમાં મૂકી દેતા હોઈએ છીએ. થોડા એવા આહાર વિષે જણાવવામાં આવશે, જેનો ઉપયોગ કરવાથી તમારા મગજની શક્તિ વધે છે અને તમારી યાદશક્તિ માં સુધારો આવવા લાગે છે. તે આહારોને “બ્રેન ફ્રુડ” પણ કહી શકાય છે.

ઓછી મેમરી કે નબળી યાદશક્તિ એક એવી બીમારી છે. જેનાથી માણસ કહેલી વાત કે યાદ નથી રહેતી અને વસ્તુને તરત ભૂલી જાય છે. ભૂલનારા લોકો માટે આ એક ખુબ વધુ તકલીફોનું કારણ છે, તેના માટે આયુર્વેદિક નુસખો અહિયાં આપવામાં આવેલ છે, જે યાદશક્તિ વધારે છે.યાદશક્તિ વધારે છે કલ્યાણઅવલેહ.કલ્યાણવ્હેલ નો 21 દિવસ સુધી નિયમિત સેવનથી યાદશક્તિ ખુબ વધી જાય છે. આવી વ્યક્તિ સાંભળીને જ વાતો ને યાદ રાખી લે છે. તેનો અવાજ વાદળ જેવો ગંભીર અને કોયલ જેવો મધુર થઇ જાય છે. જો વાત તમારી હોય કે પછી તમારા બાળકોની યાદશક્તિ વધારવાની હોય તો એક વખત આ પ્રયોગ જરૂર કરો.

બનાવવાની રીત : હળદર, બચ, કુઠ, પીપર, સુંઠ, જીરું, અજમો, જેઠીમધ અને સિંધાલુ મીઠું બધું સરખા ભાગે ભેળવીને બરોબર વાટીને ચૂર્ણ બનાવી લો. સેવન કરવાની વિધિ.8 થી 16 રત્તી (1 થી 2 ગ્રામ) સુધી ઉંમર મુજબ 21 દિવસ સુધી સવારે ખાલી પેટ અને રાત્રે ભોજન પહેલા ખાવાના 2-3 કલાક પછી સુતા સમયે રોજ ઉપયોગ કરો.

બીજો ઉપાય.જરૂરી સામગ્રી. જેઠીમધ : 50 ગ્રામ, ગીલોય : 50 ગ્રામ, શંખાહુલી : 50-50 ગ્રામ લેવી. બનાવવાની રીત.બધી સામગ્રીને ખાંડીને વાટીને કપડાથી ચાળી ને ચૂર્ણ બનાવી લો. પછી તેમાં સોનાનો અર્ક કે ભસ્મ 3 ગ્રામ ભેળવીને ખરલ માં ઘોળી લો. જેથી સ્વર્ણભસ્મ સારી રીતે ભળી જાય, ત્યાર પછી એક બોટલમાં વ્યવસ્થિત મૂકી દો.

સેવનની રીત.ઉંમર મુજબ આ ચૂર્ણને અડધા ગ્રામ થી બે ગ્રામ ની માત્રા માં લઈને ઘી અને મધ (જરૂરી પ્રમાણમાં) ભેળવીને ખાવ્, ઘી ઓછું અને મધ વધુ પ્રમાણમાં લેવું જોઈએ. થોડા દિવસો સુધી તેના સેવનથી યાદશક્તિ અને બુદ્ધી તીવ્ર થઇ જાય છે અને ભૂલવાની ટેવ થી છુટકારો મળી જાય છે.બ્લુ બેરી.રોજ બ્લુ બેરી ફળનું સેવન કરો. કેમ કે તેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટ હોય છે. તેના ઉપયોગથી તમારું મગજ તેજ થશે.

બેલ.એક પાકેલું એવું બેલફળ નો ગરબ માટીના શકોરા માં નાખીને પાણી ભરી દો. ઉપર પાતળું કપડું કે ચારણી મૂકી દો, સવારે પાણી નીતારીને મીઠું ભેળવીને પીવો મગજ તાજગી વાળુ બની જશે. શિયાળાના દિવસોમાં બેલ નો ગરબ માટીના પાત્રને બદલે કલાઈવાળા વાસણ કે સ્ટીલના વાસણ માં રાખો અને તે સમયે મસળીને ગરમ પાણીમાં મધ સાથે ઘોળી ને પી લો. તેનો નિયમિત ઉપયોગથી મગજની શક્તિ જરૂર વધશે. અળસી ના બીજ : અળસી ના બીજમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે તેથી તેના ઉપયોગથી તમારું મગજ તેજ થશે.પાલક : રોજ પાલકનો ઉપયોગ કરવાથી ઘણી જાતના રોગથી બચી શકાય છે. પાલકમાં મેગ્નેશિયમ નું પ્રમાણ હોય છે, જે આપણા શરીર અને મગજ માટે ફાયદાકારક હોય છે.

તજ.તજ નો પાવડર બનાવી લો. હવે લગભગ 10 ગ્રામ તજ પાવડર ને મધ માં ભેળવીને ચાટી લો. તેનાથી તમારું મગજ શાર્પ થશે.આંબળા : આંબળા નો રસ કાઢીલો એક ચમચી અને તેમાં બે ચમચી મધ ભેળવીને પીવો. તેનાથી તમારું મગજ તેજ નબશે અને યાદશક્તિ પણ સારી થશે. ધાણા : સૌથી પહેલા ધાણાનો પાવડર બનાવી લો હવે અડધી ચમચી પાવડરમાં બે ચમચી મધ ભેળવીને ખાવ. તમારી યાદશક્તિમાં વધારો થશે.અખરોટ : અખરોટ માં વધુ પ્રમાણમાં પ્રોટીન અને એન્ટી ઓક્સીડેંટ મળી આવે છે. જેના ઉપયોગથી આપણા મગજને તેજ બનાવી શકીએ છીએ. તેનો ઉપયોગ રોજ કરો.

બદામ.બદામ ને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. યાદશક્તિ ના વિકાસ માટે 10 બદામ રાત્રે પલાળી દો અને સવારે છાલ કાઢીને લગભગ 10-12 ગ્રામ માખણ અને સાકર સાથે ભેળવીને ખાવ. સતત બે મહિના સુધી આ મિશ્રણ ખાવાથી મગજની તમામ નબળાઈઓ દુર થઇ જાય છે. જો તે શક્ય ન બને તો પલાળેલી બદામની લુગદી બનાવીને સેવન કરો. મગજની નબળાઈ દુર કરવા માટે બીજો ઉપાય છે કે રાત્રે બદામની સાથે વરીયાળી અને સાકર ભેળવીને તેને વાટી લો. આ ચૂર્ણને દૂધ સાથે પીવાથી યાદશક્તિ વધે છે.

જો આ પણ શક્ય ન હોય તો દસ બદામ ઝીણી વાટીને અડધો કિલો દુધમાં ભેળવીને દુધને બરોબર ગરમ કરી લો. ત્યાર પછી દૂધ ઠંડુ પડી જાય એટલે તેમાં ખાંડ ભેળવીને પીવો. આવી પ્રકારે કોઈપણ રીતે બદામનું સેવન કરવાથી મગજને હમેશા તાજગી આવે છે અને યાદશક્તિ માં ઘણો વધારો થાય છે.તુલસી : તુલસીના ઉપયોગથી ઘણા પ્રકારની બીમારી પણ દુર થઇ જાય છે. ગુલાબની પાંખડી, કાળા મરી અને તુલસી ના પાંદડા ને ચાવીને ખાવ તમને લાભ થશે.

ઘઉંના જ્વારા : ઘઉંના જ્વરા ને આયુર્વેદમાં અમૃત કહેવામાં આવે છે. જો તમારે તમારા મગજને તેજ કરવું છે, તો ઘઉંના જ્વારા ના રસમાં થોડી બદામની પેસ્ટ અને સાકર ભેળવીને તેનું સેવન કરો તમને લાભ થશે.ગાજર : ગાજરનું સેવન રોજ કરો. ગાજરના સેવનથી તમારું મગજ તેજ બનશે તેની સાથે સાથે તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. આદુ, સાકર અને જીરું : આ ત્રણે ને વાટીને રોજ સેવન કરો તમને લાભ થશે. દહીં અને દૂધ : દહીંમાં એમીનો એસીડ હોય છે, જે તમારા મગજ માટે ફાયદાકારક હોય છે. તમે એક ગ્લાસ દુધમાં બે ચમચી મધ ભેળવીને પી લો તમને ફાયદો થશે.

તલ : તલ અને ગોળ ભેળવીને ખાવાથી તમારૂ મગજ શાર્પ થશે.સફરજન : સફરજનના સેવન થી યાદશક્તિ વધી જાય છે. તેના માટે એક કે બે દિવસ છોતરા ઉતર્યા વગર ચાવી ચાવીને ભોજનના 15 મિનીટ પહેલા ખાવા જોઈએ. તે મસ્તિક ને શક્તિ આપવા સાથે સાથે લોહીની ઉણપ પણ દુર કરે છે.લીચી : લીચી ના ઉપયોગ કરતા રહેવાથી મસ્તિક ને બળ મળે છે.આંબળાનો મુરબ્બો : યાદશક્તિ માં વધારા માટે રોજ સવારે આંબળાનો મુરબ્બો ખાવ.

ગાયનું દૂધ અને ગાજર ખાવ.ગાજરના રસને ગાયના દૂધ સાથે સરખા ભાગે અનુપાત માં ભેળવીને પીવાથી યાદશક્તિમાં વધારો થાય છે. બીટ.બીટ નો રસ રોજ પીવાથી પણ યાદશક્તિ વધે છે.કેરી.મગજની નબળાઈ થી થનારી યાદશક્તિની ખામી માટે એક કપ કેરીનો રસ, થોડું દૂધ અને એક ચમચી આદુનો રસ અને ખાંડ ભેળવીને પીવાથી મગજમાં તાજગી નો સંચાર થાય છે. દુધમાં કેરીનો રસ ભેળવીને પીવાથી પણ મગજમાં તરવરાટ આવી જાય છે.

About bhai bhai

Check Also

રાત્રે સૂતા પહેલા કરો આ 7 વસ્તુઓનું સેવન સવારમાં ઉઠતા ચરબી થઈ જશે ગાયબ, જાણી લો આજે જ

મિત્રો આજના અમારા આ લેખમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમને જણાવી દઈએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *