શું તમને ખબર છે મહિલાઓ કેમ નથી ફોડી શકતી નારિયેળ જાણો તેના પાછળનું રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણીવાર જોવા મળે છે કે પૂજામાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે હિન્દુ ધર્મમાં નાળિયેરનું ખૂબ મહત્વ છે. કોઈપણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા નાળિયેર વધેરવામાં આવે છે પરંતુ માત્ર પુરુષો જ નાળિયેર ફોડે છે. સ્ત્રીઓ ક્યારેય નાળિયેર ફોડતી નથી. કારણ કે નાળિયેર બીજનું સ્વરૂપ છે અને સ્ત્રીઓ બીજ સ્વરૂપમાંથી બાળકને જન્મ આપે છે. આથી સ્ત્રીઓ માટે નાળિયેર વધેરવું અશુભ માનવામાં આવે છે.

નિષ્ણાતો કહે છે કે નાળિયેરને શ્રી ફળ પણ કહેવામાં આવે છે. માન્યતાઓ અનુસાર, જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતાર લેતા હતા, ત્યારે નાળિયેર, લક્ષ્મી અને કામધેનુ એક સાથે આવ્યા હતા. આ જ કારણ છે કે નાળિયેરને શ્રી ફળ પણ કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે નાળિયેરમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. નાળિયેર પણ ભગવાન શિવનું પ્રિય ફળ માનવામાં આવે છે. નાળિયેરનું દાન કરવાથી પૈસા સંબંધિત અનેક સમસ્યાઓ દૂર થાય છે. ઘણા નિષ્ણાતો કહે છે કે જે ઘરમાં નાળિયેરની પૂજા કરવામાં આવે છે, તેના કારણે ઘરના સભ્યો પર ક્યારેય કોઈ તાંત્રિક અસર થતી નથી.

નાળિયેર ખાવાથી ઘણા ફાયદા થાય છે. નાળિયેરમાં કેલરી વધુ હોય છે, તેમાં ઘણા પોષક તત્વો હોય છે. પલંગ પર સૂતા પહેલા નાળિયેર પાણી પીવાથી પલ્સની સંખ્યા મજબૂત થાય છે. જે શિશુઓ દૂધ પચાવતા નથી તેમને દૂધમાં નાળિયેર પાણી પીવામાં આવે છે. જો કોઈને ડી-હાઇડ્રેશન હોય, તો તે માટે સલાહ આપવામાં આવે છે કે નાળિયેર પાણીમાં લીંબુનું પાણી મિક્સ કરો. પ્રાચીન કાળથી નાળિયેર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નાળિયેર સમૃદ્ધિ, પ્રગતિ, સન્માન અને સારા નસીબનું સૂચક માનવામાં આવે છે. આપણા સમાજમાં શુભ અને શુકન પ્રસંગે નારિયેળ ચઢાવવાની પરંપરા ઘણા યુગથી ચાલે છે. લગ્ન સમારોહમાં પણ નાળિયેર ચઢાવવામાં આવે છે.

આ ઉપરાંત તમે જ્યાર મંદિર માં જાવ છો તો તમે જોઈ શકશો કે મહિલાઓ એ માથે ઓઢેલું હોય છે, તેમજ ભગવાન ની પૂજા કરતી વખતે માથાને જરૂર ઢાંકવામાં આવે છે અને માથું ઢાંકીને પછી જ ભગવાનનું નામ લેવામાં આવે છે. એટલા માટે મંદિરમાં મહિલાઓ અને પુરુષોના માથા પર કપડું જરૂર હોય છે. હકીકતમાં પુરાણોમાં માથાને ઢાંકવાની પાછળ ઘણા બધા કારણ જણાવવામાં આવ્યા છે, જે આ પ્રકારના છે.

આપને ખબર નથી હોતી કે આના પાછળ કારણ શું હોઈ શકે છે શા માટે મહિલો ઓ માથે ઓઢે છે છ તો ચાલો જાણીએ પૂજા કરતી વખતે કેમ ઢાંકવામાં આવે છે માથું ભગવાનનો આદર કરવા માટે : પુરાણો અનુસાર મહિલાઓ ને હંમેશા મોટા લોકોની સામે એનું માથું ઢાંકીને રાખવું જોઈએ, કારણકે માથાને ઢાંકવાનો મતલબ હોય છે કે તમે તમારાથી મોટા લોકો પ્રત્યે તમારો આદર પ્રગટ કરો છો. એવી જ રીતે તમે જયારે મંદિર જાવ છો અને તમારા માથાને ઢાંકો છો તો તમે ભગવાન પ્રત્યે આદર પ્રગટ કરો છો.

નકારાત્મક ઉર્જા પ્રવેશ નથી કરી શકતી.માથું ઢાંકીને પૂજા કરવાથી વ્યક્તિ પર નકારાત્મક ઉર્જા નો પ્રભાવ પડતો નથી અને એ ઉર્જા માથા દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકતી નથી. એટલા માટે તમે જયારે પણ પૂજા કરો તો માથાને ઢાંકી લેવું જેથી તમારી અંદર સકારાત્મકતા ઉર્જા બની રહે છે અને નકારાત્મક ઉર્જા ના પ્રભાવથી તમે દુર રહેશો.

મન એકાગ્ર બની રહે છે. : એવું માનવામાં આવે છે કે માથાને ઢાંકવાથી મન એકાગ્ર બની રહે છે અને પૂજા કરતી વખતે પૂરું ધ્યાન ભગવાનની આરાધના માં લાગેલું રહે છે. એ જ કારણના લીધે જયારે પણ આપણે ઘરમા અથવા મંદિરમાં કોઈ પૂજા કરીએ છીએ, તો પંડિત સૌથી પહેલા આપણને આપણું માથું ઢાંકવાનું કહે છે, જેથી આપણે એકદમ સાચા મનથી ભગવાનનું નામ લઇ શકીએ.

આકાશીય વિદ્યુતીય તરંગોથી થાય છે રક્ષા : આકાશીય વિદ્યુતીય તરંગો માથા માટે હાનીકારક હોય છે, ખુલ્લું માથું હોવાથી આ તરંગો માથા પર પ્રભાવ નાખે છે અને એવું થવાથી વ્યક્તિને ઘણી વાર ગુસ્સો આવવા લાગે છે અને તેની આંખ પર પણ તેનો પ્રભાવ પડે છે. પૂજા કરતી વખતે માથું ઢાંકવામાં આવે છે જેથી આ તરંગો ના કારણે તમને પૂજા કરવામાં કોઈ પણ પ્રકારની પરેશાની ના થાય અને તમે શાંત મનથી પૂજા કરી શકો. વૈજ્ઞાનિક કારણ : વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ માથાને ઢાંકવું સ્વાસ્થ્ય માટે યોગ્ય માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે માથા દ્વારા આપણને ઘણા બધા રોગ થવાનો ખતરો રહે છે.

વૈજ્ઞાનિક અનુસાર વાળમાં રોગ ફેલાવવા વાળા કીટાણું આસાનીથી ચીપકી જાય છે અને કીટાણું વાળના માધ્યમથી શરીરમાં પણ ઘણી વાર પ્રવેશ કરે છે અને એવું થવાથી વ્યક્તિને ઘણા પ્રકારની બીમારી લાગી શકે છે. જો તમે તમારું માથું ઢાંકીને રાખો છો તો આ કીટાણું થી તમારી રક્ષા થાય છે.ક્યારે ક્યારે માથું ઢાંકવું જોઈએ : હિંદુ ધર્મ અનુસાર જયારે પણ તમે પૂજા કરો, મંદિરે જાવ, હવન કરો, વિવાહ ના સમયે, અથવા વૃક્ષની પરિક્રમા કરો તે સમયે તમારું માથું હંમેશા કપડાથી ઢાંકેલું હોવું જોઈએ. મહિલાઓ એમની સાડીનો પલ્લું અથવા દુપટ્ટાથી માથું ઢાંકી શકે છે, જયારે પુરુષો રૂમાલથી એનું માથું ઢાંકી શકે છે.

શિવજી ગણેશજી અને ભૈરવજીને તુલસી ન ચઢાવવી જોઈએ. અને મા દુર્ગાને દુર્વા ન ચઢાવવો જોઈએ. આ ગણેશજીને વિશેષ રૂપે અર્પિત થાય છે.સૂર્યદેવને ક્યારેય પણ શંખથી અર્ધ્ય ન આપવુ જોઈએ. તુલસીનુ પાન સ્નાન કર્યા વગર ન તોડવુ ઓઈએ. જો કોઈ વ્યક્તિ સ્નાન કર્યા વગર તુલસીના પાન તોડે છે તો પૂજામાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકાર નથી કરવામાં આવતા. શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓનુ પૂજન 5 વાર કરવુ જોઈએ. સવારે 5 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઈએ. જે ઘરમાં નિયમિત રૂપે પૂજા અને આરતી થાય છે ત્યા બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરોમાં ધન ધાન્યની કમી રહેતી નથી.

પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ન મુકવુ જોઈએ. અપવિત્ર ધાતુ જેવા કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણમાં પણ નાં મુકવું જોઈએ.ગંગાજળ તાંબાના વાસણમાં મુકવુ શુભ રહે છે.ઘરના પૂજાઘરકે દેવી દેવતાઓના મંદિરમાં મૂર્તિ સામે ક્યારેય પીઠ બતાડીને ન બસેવુ જોઈએ.મા લક્ષ્મીને વિશેષ રૂપથી કમળનુ ફુલ ચઢાવવુ જોઈએ. આ ફુલને પાંચ દિવસ સુધી જળ છાંટીને ફરીથી ચઢાવી શકો છો. અને શાસ્ત્રો મુજબ શિવજીને પ્રિય બિલ્વ પત્ર છ મહિના સુધી વાસી નથી માનવામં આવતુ. તેથી તેને પાણી છાંટીને ફરીથી શિવલિંગ પર ચઢાવી શકાય છે. આ ઉપરાંત તુલસીના પાન પણ 11 દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા તેને પણ પાણી છાંટીને ફરીથી ચઢાવી શકાય છે.

ક્યારેય પણ દિવાથી દિવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી બને છે.બુધવારે અને રવિવારે પીપળાના વૃક્ષ પર જળ ન ચઢાવવુ જોઈએ. ઘરના મંદિરમાં સવાર સાંજ દીવો જરૂર પ્રગટાવો. ભગવાન સામે એક દિવો ઘી નો અને એક દિવો તેલનો પ્રગટાવવો જોઈએ. ભગવાનની આરતી કરતી વખતે ધ્યાન રાખો કે ભગવાનના ચરણોની આરતી ચાર વાર કરો નાભિની બે વાર અને મોઢાની એક કે ત્રણ વાર આરતી કરો.

ગણેશ કે દેવીની પ્રતિમાઓ ત્રણ શિવલિંગની બે શાલિગ્રામને બે સૂર્ય પ્રતિમા બે ગોમતી ચક્ર બે ની સંખ્યામાં ક્યારેય ન મુકવા જોઈએ. ઘરમાં હવન કરાવતા રહેવુ જોઈએ તેનાથી ઘરનુ વાતાવરણ શુદ્ધ થાય છે. અને જો તમારા ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે તો ધ્યાન રાખો કે દરરોજ સવારે ભગવાનનો ભોગ લગાવ્યા વગર ભોજન ન કરવું જોઇએ.

Leave a Comment