Breaking News

શું તમને ખબર છે કેમ કાઢવામાં આવે છે લગ્નમાં વરઘોડો? પહેલા અને આજમાં શું ફેર છે?

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, જૂનાકાળમાં રથ, ઘોડાગાડી, પાલખી ઈત્યાદિ સાધનો હોવા છતાં ઘોડા ઉપર બેસી, વર પરણવા જતો તેની પાછળ મહત્ત્વનું કારણ એ હતું કે ઘોડેસવારી કરવી એ શારીરિક ક્ષમતાનું લક્ષણ ગણાતું અને વરની શારીરિક ક્ષમતાનું આડકતરું પારખું થઈ જતું.તેની પાછળ બીજી એક સમજણ એ પણ હતી કે ઘોડા ઉપર સવાર થઈને તેને કાબૂમાં રાખી તું જાય છે. તેમ ઇંદ્રિયો ઘોડા જેવી છે તેના ઉપર સવાર થવાનું છે.

મતલબ, કાબૂ રાખવાનો છે તેનું તે આડકતરું પ્રતીક હતું.આજે પરિસ્થિતિ બદલાઈ છે, ભાવના બદલાઈ છે. કારમાં બેસી વર પરણવા જાય છે છતાં તેને વરઘોડો જ કહેવામાં આવે છે કારણ? વરઘોડા પાછળની ભાવના જાળવી રખાય તો ઘણું છે. પણ પહેલાનાં સમયમાં વરઘોડો મામાના ઘરેથી પહેલાં નીકળતો, મામાનું પણ એ પરિવારમાં એટલું જ મહત્વ છે.

તેથી મામાના ઘરેથી વરયાત્રા-વરઘોડો (જેને આજે મામેરું કહે છે.)નીકળી ગામમાં ફરતો ફરતો (કે જેથી સમગ્ર લોકોને પરિચય પણ થાય કે હવે આ વરરાજા આવતીકાલથી આપણી જેમ ગૃહસ્થાશ્રમમાં પદાર્પણ કરવાનો છે.) શ્વસુર ગૃહે પહોંચતો ત્યારે તેનું ઉમળકાભેર ગીતો ગાઈને સ્વાગત કરવામાં આવતું. બંને પક્ષે મહિલાવર્ગ પોતપોતાની દીકરી અને દીકરાનું વર્ણન ગાતાં-સામસામા ભાવપૂર્વક લગ્નગીતો ગાતાં-આજે લગ્નમંડપની ઝાકમઝાળ હોવા છતાં તેવા સામસામી ગવાતાં ભાવપૂર્ણ ગીતોનો, એ ભાવનો અભાવ વરતાઈ આવે છે.

પોંખણું.વરરાજાને ઘરના પ્રવેશદ્વાર ઉપર પોંખવામાં આવતો અને લોકાચારની આ વિધિ પાછળ જીવનની ઊંડી સમજ છે. જીવનનું તત્ત્વજ્ઞાન છે. અને વરને આવનારી પરિસ્થિતિને આવકારવા માટે સાબદા થવાનું એક આડકતરું આહવાન છે.બધા જોઈ શકે તેથી એક બાજઠ ઉપર વરરાજાને ઊભા રાખી તેની આરતી ઉતારી કપાળે તિલક કરી મંગળ ગીત ગાતાં ગાતાં એના ઓવરણાં લેવામાં આવતા અને સંભવ છે કે વરયાત્રા દરમિયાન લોકોની નજર પણ લાગી હોય. તેથી ચાર ડોકા વતી નજર ઉતારી ચારે દિશામાં તે ફેંકી દેવામાં આવતા.

પછી એક થાળમાં રવઈ, તરાક, મુશળ, ધૂંસરી વગેરે દેખાડી વરરાજાને પોંખવામાં આવે છે. તેનું હાર્દ પણ સમજવા જેવું છે.રવઈઃ જેમ છાશમાંથી માખણ કરવા મંથનની જરૂર પડે છે તેમ સંસારને મથવો પડશે તો જ સ્નેહનું માખણ નીકળશે, તેનું પ્રતીક રવઈ છે. તરાકઃ લગ્નજીવન રેંટિયા જેવું છે. પતિપત્ની એ બે ચક્રો છે. પ્રેમની દોરીથી બંધાયેલા તે ફરતા રહે તો જ તરાકમાંથી અરસપરસને બાંધી રાખતો સ્નેહનો તંતુ નીકળશે.મૂશળઃ જેમ મૂશળ ખાંડવાનું કામ કરે છે તેમ સંસારના વ્યવહારમાં વાસનાઓને મૂશળથી ખાંડી પ્રેમને અખંડ રાખવાનું પ્રતીક છે.

ધૂંસરી.જિંદગી એક રથ છે પતિપત્ની એ બે રથના પૈડાં છે. શીલ અને શિસ્તના ચીલામાં જીવનવ્યવહાર કરશો તો સંસારનો બોજો નહીં લાગે. જીવનરથ આરામથી ચાલ્યા કરશે અને એ ચીલામાં ચલાવવા માટેનું પ્રતીક ધૂંસરી છે.લગ્નમંડપમાં આગળ ડગ ભરતાં પહેલાં બે કોડિયાના સંપૂટ ઉફર પગ મૂકી તેને ભાંગીને આગળ વધવાનું હોય છે. તે રીતે દ્વૈતમાંથી અદ્વૈત બનવા એક દિલ થવા આવનારી બધી અગવડોને કચરી નાખવાની કટિબદ્ધતાનું એ પ્રતીક છે.

આ બધી ભાવનાઓને આત્મસાત્ કરી જેમ યુદ્ધના મોરચે જવાનું હોય અને તેના માટે માનસિક તૈયારીની જરૂર છે, તેમ વરરાજા પણ એવી માનસિક તૈયારી સાથે મંડપમાં પ્રવેશ કરે છે.લોકાચારની આ બધી વિધિ પાછળ આનંદ, ઊર્િમ-ઉલ્લાસના મંગળ ગીતોની સાથે સાથે માનસિક કટિબદ્ધતાનું કેવું આડકતરું સૂચન છે! અને આ જ આપણી સંસ્કૃતિનું વૈશિષ્ટય છે.ત્યાર પછી વરકન્યા એકબીજાને હાર પહેરાવી સ્વીકૃતિનું અનુમોદન આપે છે. અને બંને હૈયાં એક થયાં તેના પ્રતીક તરીકે વરકન્યાના ગળામાં સૂતરનો એક જ હાર પહેરાવવામાં આવે છે. અને વિવાહ સંસ્કારનો પ્રારંભ થાય છે.

લગ્નમંડપ.લગ્નમંડપમાં ચાર છિદ્રોવાળા ચાર શકોરાં વિવાહની વેદીના સ્થાન પાસે મૂકવામાં આવે છે, તે ચાર આશ્રમોનું પ્રતીક છે. તેની ગોઠવણી આ મુજબ છે. સંસારમાં વિરક્તાવસ્થાનું જ્ઞાન પ્રાપ્તિ માટેનું એક શકોરું તેના ઉપર બીજું ઊર્ધ્વ અને અધોમુખી રાખેલાં બે શકોરાં ગૃહસ્થ અને વાનપ્રસ્થ એ આશ્રમો દંપતીએ સંયુક્ત થઈને રહેવાનું પ્રતીક છે અને તેમાં ખાદ્ય પદાર્થો અને દ્રવ્ય મૂક્વામાં આવે છે. અને તેના ઉપર ચોથું- ઊર્ધ્વભિમુખ ખાલી પાત્ર એ સંન્યાસાશ્રમનું પ્રતીક છે. અપરિગ્રહ અને એકાકી કેવળ બ્રહ્મની પ્રાપ્તિ માટેના જીવનનું પ્રતીક.માનવજીવન આ ચારે આશ્રમોના સમૂહરૂપ જે દોરીથી બાંધવામાં આવે છે તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદનું પ્રતીક છે.

મંડપ સ્થાપના પછી ઉપાધ્યાય વરવધૂને હાથે રક્ષાકંકળ બાંધે છે. સાત મહિલા તેને એક એક ગાંઠ મારી મજબૂત બનાવે છે. સાત ગાંઠ એ વરકન્યાને સાવચેત કરે છે કે ગર્ભાધાન પહેલાં શરીરની સાત ધાતુઓને બલપૂર્વક નિગ્રહ કરો. એક એક ગ્રંથી એક એક ધાતુના સંયમ-બંધનનું પ્રતીક છે.વિવાહ સંસ્કાર .તેના મુખ્ય ચાર અંગો છે.૧. વરપૂજન ૨. કન્યાદાન ૩. લાજાહોમ અને ૪. સપ્તપદી-એ વિવાહ સંસ્કારના મુખ્ય અંગ છે.

વિવાહ સંસ્કાર અર્થે એ વેદી હોય છે.ગ્રહોની શાંતિ માટે ગ્રહવેદી કરવામાં આવે છે. તેને ગ્રહશાંતિ કહીએ છીએ અને સામાન્ય રીતે તે વિવાહ સંસ્કાર પહેલાં થતી હોય છે. અને અગ્નિની સાક્ષીઓ સ્ત્રી-પુરુષ પ્રતિજ્ઞાથી બંધાય તેને યજ્ઞાવેદી કહેવામાં આવે છે.વરપૂજન.એક કાળે અભ્યાગતના સત્કાર માટે થતી વિધિથી વરપૂજન કરવામાં આવે છે. પ્રારંભમાં પૂજનાદિ થયા પછી વરના ચરણ પ્રક્ષાલન કરવામાં આવે છે. બેસવા આસન આપી તેને અર્ધ્ય આપવામાં આવે છે. ત્યાર પછી દહીં, માખણ અને મધનું તૈયાર કરેલું મિશ્રણ મધુપર્ક કહેવાય છે. તે તેને આપવામાં આવે છે.

સંપુટઃ કન્યાના માતા દ્વારા વરને પોંખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તળે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે. આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા, ઈચ્છા અને અરમાનો પર હવે હું નહી ચાલું અહીંયા તેનો ભાંગીને ભુક્કો કરૂં છું, હવેથી અમારા બંન્નેની આશા, ઈચ્છા અને અરમાનો એક હશે તેજ પ્રમાણે અમે બંન્ને પતી પત્ની અમારી જીવન યાત્રા કરીશું. વરમાળા: ફૂલના હારથી વરકન્યા અરસ પરસનું સ્વાગત કરે છે પણ ગોરબાપા સુતરની એક આંટી બંનેના ગળામાં પહેરાવે છે. આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે.

હસ્તમેળાપઃ હસ્તમેળાપ લગ્ન વિધિનું મુખ્ય અંગ છે. પોતાની પુત્રીનો હાથ મા-બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે. આ વિધિને પાણિગ્રણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેળાપ માત્ર હસ્તમેળાપ ન રહીને હૈયામેળાપ બની જાય છે. આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંન્નેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે. તો આ સાથે જ જાનૈયા અને માંડવિયાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે.

મંગળ ફેરાઃ લગ્નના ચાર ફેરા દ્વારા ઋષીમુનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે. લગ્નના ચાર ફેરા ધર્મ, અર્થ,કામ અને મોક્ષના ફેરા હોય છે. લગ્નના ચાર ફૈરા પૈકી ત્રણ ફેરામાં પુરૂષ આગળ હોય છે અને ચોથા ફેરામાં કન્યા આગળ હોય છે તેનું પણ અલૌકિક મહત્વ રહેલું છે. આવો આ ચાર ફેરાના મહાત્મ્યને પણ સમજીએ.

પહેલો ફેરો ધર્મનોઃ લગ્નના ચાર ફેરામાં પહેલો ફેરો ધર્મનો હોય છે. સ્ત્રીના પિયરમાં ગમેતે ધર્મનું પાલન કરવામાં આવતું હોય પરંતુ પરણ્યા પછી પતિ જે ધર્મ પાળતો હોય તેને જ પત્ની અનુસરે છે. અને આ સીવાય પતિ પ્રત્યેના ધર્મો, કુટુંબ પ્રત્યેના ધર્મો, ઘરના વડિલો પ્રત્યેના ધર્મો, સંતાનો પ્રત્યેના ધર્મો, સગા-સંબંધી અને સમાજ પ્રત્યોના ધર્મો પણ પત્ની પતિની આજ્ઞા અને ઈચ્છાસહ પાળે છે.

બીજો ફેરો અર્થનોઃ અર્થ એટલે પૈસા. અર્થોપાર્જન કરવાનું પૈસા કમાવવાનું કાર્ય અર્થાત પૈસા કમાઈને ઘરનું અને પોતાના પરીવારનું પોષણ કરવાનું કાર્ય પતિનું હોય છે. એટલે બીજા અને અર્થના ફેરામાં પતિ આગળ હોય છે.ત્રીજો ફેરો કામનોઃ સ્ત્રી એ લજ્જાનું પ્રતિક છે અને લગ્ન જીવન અને વંશવૃદ્ધી માટે સ્ત્રીઓ હંમેશા પતિની પાછળ જ રહે છે.

ચોથો ફેરો મોક્ષનોઃ ચોથા અને અંતિમ ફેરામાં ઋષીમુનીઓએ સ્ત્રીને આગળ રાખી છે. સ્ત્રીએ લક્ષ્મી અને શક્તિનું પ્રતિક છે. પહેલાના સમયમાં એવું કહેવાતું હતું એક સ્ત્રી પોતાના પતિનો જીવ બચાવવા માટે યમરાજા પાસે પણ એકસમયે લડી લે. અને એટલે જ કદાચ ઋષીમુનીઓએ લગ્નના ચાર ફેરાની પરંપરામાં મોક્ષના ચોથા અને અંતિમ ફેરામાં સ્ત્રીને આગળ રાખી છે કે કારણકે ઋષીમુનીઓને પણ ખબર હશે કે મોક્ષતો આ દેશની જગદંબાઓ જ આપાવી શકે બાકી કોઈની તાકાત બહારની વાત છે.

સપ્તપદીઃ લગ્નની વિધિમાં સપ્તપદીની રસમ સૌથી મહત્વપૂર્ણ હોય છે. સપ્તપદીની વિધિ જ્યાં સૂધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કન્યા પરણિત નહી પરંતુ કુવાંરી જ ગણાય છે. સપ્તપદીના સાત વચનો હોય છે તેના દ્વારા વર કન્યા અસરપરસ સાત પ્રતિજ્ઞાઓ લે છે અને એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે. લગ્ન એતો જીવનભર સાથ નિભાવવા માટેનું વ્રત છે અને તે માટેની સંપૂર્ણ કટિબદ્ધતા કે પ્રતિજ્ઞાઓનું પ્રતિક છે, સપ્તપદી. આવો સપ્તપદીના સાત વચનો વિશે વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરીએ.

પ્રથમ વચનઃ પ્રથમ વચનમાં કન્યા આભારવશ ભાવે તેના પતિને જણાવે છે કે હે પતિદેવ ગત જન્મમાં મેં કરેલા અસંખ્‍ય પુણ્યોને કારણે મને તમે આજન્મમાં પતિના રૂપમાં પ્રાપ્‍ત થયા છો. આ પ્રતિજ્ઞા દ્વારા વધુ પોતાના પતિને સર્વસ્‍વ ગણે છે અને આ સૌભાગ્‍યના પ્રતીક પોતાના કપાળે ચાંલ્‍લો કરવાનું શરૂ કરે છે.

બીજું વચનઃ સપ્‍તપદીના બીજા વચનમાં વધુ પોતાના પતિના બાળકથી માંડીને અબાલવૃદ્ધ સહિત સંપૂર્ણ પરિવારના લાલનપાલનની ખાત્રી આપે છે, તેમજ ઉપલબ્‍ધ સાધન સંપન્‍નતાથી સંતોષ રાખવાનું વચન આપે છે. અહી પરિવારના દરેક સભ્‍યોને પ્રેમ, લાગણી અને સેવાભાવથી પોતાના બનાવવાની વાત કરી છે. સાથે જ તેને જે સુખ મળે તેનાથી સંતોષ પામશે એટલે કે તે ખોટો અસંતોષ નહિ રાખે.

ત્રીજું વચનઃ ત્રીજા વચનમાં કન્‍યા તેના પતિની આમન્‍યા જાળવવાની તેમજ તેમના માટે ભોજન તૈયાર કરી આપવાનું વચન આપે છે. ભોજન તો હોટલમાં પણ જમી શકાય છે અથવા તો ત્‍યાંથી ઘરે લાવીને પણ જમી શકાય છે, પરંતુ ઘેર પત્ની દ્વારા પ્રેમપૂર્વક તૈયાર કરવામાં આવેલ ભોજનની મજા કંઇક જુદી જ હોય છે. પત્ની પતીને વચન આપે છે કે હું હંમેશા આપશ્રીને ભાવે તે પ્રકારનું ભોજન અને વ્યંજનો આપને બનાવી આપીશ.

ચોથું વચનઃ ચોથા વચનમાં પત્ની વધુ સારા શણગાર-શૃંગાર સજી મન, ભાવ, વિચાર-વાણી, શરીર તેમજ કાર્યથી પોતાના પતિને સહકાર આપવાની વાત કરે છે. શરીરની સ્‍વચ્‍છતા શણગાર-શૃંગાર વગેરે સ્‍ત્રીના વ્‍યક્તિત્‍વને ભવ્‍યતા બક્ષે છે. આથી સ્‍ત્રી તેના પતિનું આકર્ષણનું કેન્‍દ્બ પણ બની રહે છે. અહીં પત્ની બનવાથી તેણે પ્રિયતમા તરીકેની ભૂમિકા ભૂલી નહિ જાય તેમ તેના પતિને ખાત્રી આપે છે.

પાચમું વચનઃ પાંચમાં વચનમાં કન્‍યા પોતાના પતિને વચન આપે છે કે તે સુખના સમયે આનંદમાં તો રહેશે પરંતુ દુઃખના સમયમાં પોતાની ધીરજ કે સહનશીલતા ગુમાવશે નહિ તેમજ પોતાના પતિના સુખ અને દુઃખમાં ભાગીદાર બનશે તેમજ કયારેય પણ પરાયા પુરૂષનો સાથ નિભાવશે નહિ તેવી પણ ખાત્રી આપે છે.

છઠ્ઠુ વચનઃ સપ્‍તપદીના છઠ્ઠા વચનમાં પત્ની તેના પતિને કહે છે કે તે પોતાના પતિના ઘરના તમામ કાર્યો આનંદપૂર્વક કરશે તેમજ પતિના માતા-પિતાની સેવા કરશે તેમજ અન્‍ય સગાં સબંધીઓને આદર સત્કાર કરશે. પતિ જયાં રહેશે તેની સાથે પોતે પણ ત્યાં રહેશે તેમજ પતિને કોઈપણ પ્રકારે ન છેતરવાની તેમજ પોતે પણ તેનાથી નહિ છેતરાય તેવું વચન આપે છે. આ પ્રતિજ્ઞામાં માત્ર તેના પતિ પ્રત્‍યેની જ નહી, પરંતુ તેના સાસુ-સસરા તેમજ સમગ્ર સગાં વહાલાં પ્રત્‍યેની ફરજની કટિબધ્ધતા દર્શાવવામાં આવી છે.

સાતમું વચનઃ સાતમા વચનમાં કન્‍યા તેના પતિને તમામ પ્રકારના યજ્ઞ વિષયક કાર્યોમાં સહાય અને સાથે જ ધા‍ર્મિક, આર્થિક તેમજ કામ વિષયક કર્મોમાં પણ પતિ કહે તેમ વર્તવાની ખાત્રી આપે છે. અગાઉની પ્રતિજ્ઞાઓમાં પત્ની દરેક રીતે પતિનો સાથ નિભાવવાનું વચન આપે છે, પરંતુ અહીં ધાર્મિક કાર્યોમાં પણ જોડાજોડ રહેલાની ખાત્રી આપે છે. આમ,સપ્‍તપદીમાં કન્‍યા દ્વારા લેવાતી પ્રતિજ્ઞા સાંસારીક જીવનને અલૌકિક જીવનમાં પરિવર્તિત કરવાની ખાત્રી આપે છે.

About bhai bhai

Check Also

જો શારીરિક સંબંધ બાંધતી વખતે સતત થતો રહે છે દુઃખાવો યો આ એક ઉપાયથી તેને કરીશકો છો ગાયબ,જાણીલો આ ઉપાય વિશે…

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સેક્સ કરવાથી તાજગીનો સંચાર થાય …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *