Breaking News

શું તમને ખબર છે શામાટે શિવજીના વાહન નંદીના કાનમાં કહેવામાં આવે છે વાતો જાણો તેના પાછળનું શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે જ્યારે પણ શિવ મંદિરોમાં જઈએ ત્યારે કેટલાક લોકોને નંદીના કાનમાં કંઈક કહેતા જોઈએ છીએ. ભગવાન શિવના વાહન નંદીના કાનમાં ઇચ્છાઓ કહેવાથી ભક્તોને વિશ્વાસ હોય છે કે નંદી તેમનો સંદેશો જરૂરથી શિવજી સુધી પહોંચાડી દેશે. આજે આપણે જાણીશું કે આવું શા માટે કરવામાં આવે છે.

નંદી ભગવાન.નંદી ભગવાન શિવના પ્રમુખ ગણોમાંથી એક છે. કહેવાય છે કે નંદી પૂર્વ જન્મમાં શિલાદ ઋષિ હતા. જેમણે વર્ષો સુધી ઘોર તપસ્યા કરી હતી અને ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. તેમણે વરદાન મેળવ્યુ હતુ કે ભોલેનાથ હંમેશા તેમની સાથે જ રહેશે. ભગવાન શિવે તેમને પોતાના વાહન તરીકે સ્વીકારી લીધા. શિવ મહાપુરાણ અનુસાર ભગવાન શિવ હંમેશા તપસ્યામાં લીન રહે છે.

નંદી ચૈતન્યતાનું પ્રતીક.નંદી બંધ આંખોથી પણ સંપૂર્ણ જગતને સંચાલનમાં સહયોગ આપે છે, આથી નંદીને ચૈતન્યતાનું પ્રતીક માનવામાં આવે છે. પુરાણો અનુસાર ભગવાન શિવની તપસ્યામા કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે આથી તે તપોસ્થળની બહાર અવિરત ઉભો રહે છે. ભક્ત તેના કાનોમાં આવીને પોતાની ઇચ્છા કહે છે જે નંદી ભગવાન સુધી પહોંચાડે છે. શિવજી તેમની વાત અવશ્ય માને છે.

નંદીના કાનમાં ઇચ્છા જણાવો ત્યારે આટલું યાદ રાખો.નંદીના કાનમાં મનોકામના કહો ત્યારે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે કોઈ તમારી વાત ન સાંભળી જાય. તમારા હાથને મોં પર ઢાંકીને નંદીને ઇચ્છા જણાવો. નંદીના કાનમાં ક્યારેય કોઈની બુરાઈ કે નિંદા ન કરો. આવું કરશો તો શિવજી ક્રોધે ભરાશે અને તમારી એ ઇચ્છા અધુરી જ રહી જશે.નંદીને કાનમાં ઇચ્છા કહો તે પહેલા તેનું પૂજન અર્ચન કરો. નંદીના જમણા કાનમાં ખુબજ શ્રદ્ધા સાથે તમારી ઇચ્છા કહો તમારી વાત ચોક્કસ ભોલેનાથ સુધી નંદી પહોંચાડશે.

દરેક શિવમંદિરમાં આ રીતે પ્રથમ સ્થાન નંદીનું જ હોય છે. પણ તમે કદી વિચાર કર્યો છે કે આખરે શા માટે શિવ મંદિરમાં નંદીનું સ્થાન હોય જ છે? શા માટે શિવજીને પ્રાર્થતા પહેલાં નંદીની સ્તુતિ જરૂરી છે? એવું તો શું કારણ છે કે, નંદી હંમેશા શિવજીની સાથે જ હોય છે?આજે આ બધાં પ્રશ્નોના એકદમ સરળતાથી જવાબો આપવાના છે જે અમે અહીઁ પ્રસ્તુત કર્યા છે. પ્રથમ તો એ બાબત સામાન્ય રીતે બધાં જાણતા હશે કે, નંદી શિવજીનું વાહન છે. તદ્દોપરાંત, કૈલાસમાં તે દ્વારપાળ છે અને શિવજીના મુખ્ય ગણમાંના એક છે.

આ રીતે થયો નંદીનો ઉદ્ભવ.પુરાણકાળમાં મહર્ષિ શિલાદ નામના એક મુનિ વેદ-વેદાંગમાં પારંગત અને બ્રહ્મચારી વ્રતનું પાલન કરનાર શ્રેષ્ઠ બ્રાહ્મણ હતા. એક વખત તેને ઇચ્છા થઈ કે, પોતાને પણ એક પુત્ર હોય જેથી પોતાનો વંશ આગળ વધે, ટકી રહે. બ્રહ્મચારી હોઈ કોઈ શારીરિક સબંધો તેના માટે ત્યજ્ય હતાં. આથી મહર્ષિ શિલાદે ભગવાન શિવની તપશ્વર્યા કરી. શિવ પ્રસન્ન થયાં અને વરદાન માંગવા કહ્યું.

શિલાદે પુત્રપ્રાપ્તિની ઈચ્છા વ્યક્ત કરી. શિવે તથાસ્તુ કહીને આગાહી કરી કે, પોતાનો જ અંશ એમને ત્યાં પ્રગટ થશે!એ પછી થોડો સમય વીત્યો. એક વખત મહર્ષિ શિલાદ ખેતર ખેડતા હતા એ વખતે એક નાનું બાળક તેમને મળ્યું. મહજ બળદ જેવા મુખવાળું આ બાળક કોનું હશે અને કોણ હશે એ પ્રશ્નો મહર્ષિના ચીતમાં વ્યાપ્યા એ જ વખતે આકાશવાણી થઈ કે, શિલાદ! મેં જે રૂપે તારે ત્યાં અવતરવાનું વરદાન આપેલું તે આ જ! મહર્ષિ બાળકને ઘરે લઈ ગયા.

નંદી મોટો થતો ગયો. એક દિવસ કેટલાંક બ્રાહ્મણ જ્યોતિષીઓ શિલાદમુનિને આશ્રમે પધાર્યાં. નંદીનું ભાવિ ભાખીને તેમણે ચિંતા વ્યક્ત કરી કે, આ બાળક અલ્પાયુ નીવડશે! નંદીએ મંદ સ્મિત કરીને કહ્યું કે, હું તો ભગવાન શિવનો અંશ છું! મારે મોતની શી બીક? અને નંદી અઘોર વનમાં તપશ્વર્યા કરવા ચાલ્યો ગયો. કઠોર તપ કર્યું અને શિવને પ્રશન્ન થવું જ પડ્યું. વરદાનનાં બદલામાં નંદીએ આયુષ્ય નહી પણ જન્મોજન્મ શિવજીના દાસ બનીને રહેવાની ઈચ્છા જ માંગી! અને બસ તે જ દિવસથી નંદી અને શિવ, શિવ અને નંદીનો સમન્વય થયો.

કહેવાય છે કે, દેવાસુરોએ સમુદ્રમંથન કર્યું અને મંદરાચલને વલોણું બનાવી સમંદરરૂપી ગાગરમાં વલોવ્યો અને અંદરથી અમૃત અને બીજાં દ્રવ્યોની સાથે ઝેરના પણ જે છાંટણાં થયાં એ શિવજીએ ગ્રહણ કર્યાં. એમાંથી થોડું ઝેર ધરતી પર ઢોળાયું એ વખતે નંદીએ પોતાની જીભ વડે ઝેર ચાટી લીધું. કોઈએ એમ કરવા પાછળનું કારણ પૂછ્યું તો નંદીએ જણાવ્યું કે, મારો નાથ ઝેર ગ્રહણ કરે ને હું એક ટીપુંય ના પી શકું..?! બસ, એ દિવસથી શિવજીની કૃપા નંદી પર વધુને વધુ વરસવા લાગી.

નંદીની આવી પ્રબળ શિવભક્તિના પ્રતાપે જ એને શિવમંદિરમાં પ્રથમ સ્થાન મળ્યું છે. આજે પણ લોકો શિવને ચરણે જતા પહેલાં નંદીના ચરણ પખાળે છે. એક વખત રાવણે અભિમાનને હિલોળે ચડીને કૈલાસ ઉપાડ્યો અને શિવને હેરાન કર્યા ત્યારે નંદીનો મગજ હલી ગયો અને એણે પગના એક માત્ર અંગૂઠાના વજનથી કૈલાસ દબાવી દીધો. નીચે રાવણનો હાથ આવી ગયો. એ તો પછી રાવણે શિવની મન લગાવીને તારણહાર ધારીને સ્તુતિ કરી ત્યારે નંદીએ વજન હળવો કરેલો! આવી છે ભગવાન શિવના ગણ નંદીની મહત્તા.

તપસ્યાથી પ્રસન્ન થયા શિવજી.ત્યારબાદ ત્યાં શિવજી પ્રસન્ન થયા હતા અને તેમજ ઇન્દ્ર એ જયારે વરદાન આપવા માટે અસમર્થતા બતાવી અને ભગવાન શિવજી ને પ્રસન્ન કરવા માટે કહ્યું હતું અને જેમાં કહેવામા આવ્યું છે કે ભગવાન શંકરે શિલાદ મુનિ ની તપસ્યાથી પ્રસન્ન થઇ ને પોતે શિલાદ ના પુત્ર ના રૂપ માં પ્રગટ થવાનું વરદાન આપ્યું હતું.

અને ત્યારે જ ભગવાન થોડા સામે પછી શિલાદ ને જમીન ખેડાતા એક બાળક મળ્યું હતું પણ આવા સમયે જેનું નામ તેને નંદી રાખ્યું હતું તેવું કહેવામાં આવ્યું છે અને તેને મોટું થતું જોઈ ને ભગવાન શંકરે મિત્ર અને વરુણ નામ ના બે મુનિઓ ને શિલાદ ના આશ્રમ માં મોકલ્યા હતા અને જેમણે જેને નંદી ને જોઈ ને ભવિષ્યવાણી કરી કે નંદી અલ્પાયુ છે.

નંદી ને આપ્યું અમર થવાનું વરદાન.ત્યારે જ નંદીને અમર થવાનું વરદાન આપ્યું હતું અને જયારે આ વાત ની જાણ થઇ ત્યારે તે મહાદેવ ની આરાધનાથી મૃત્યુ ને જીતવા જંગલ માં ચાલ્યો ગયો અને ત્યાં તેમને તપસ્યા કરી હતી અને જ્યાં જંગલમાં તેને ભગવાન શિવ નું ધ્યાન કરવાનું ચાલુ કર્યું હતું .

અને ત્યારબાદ ભગવાન શિવજી નંદી ના તપ થી પ્રસન્ન થયા હતા તેવું માણવામાં આવે છે અને તેને વરદાન પણ આપ્યું હતું એવામાં જ વત્સ નંદી તું મૃત્યુ ના ભય થી મુક્ત, અજર અમર છે અને જ્યારે ભગવાન શંકરે માતા ઉમાં ની સંમતિ થી દેવતાઓ ની સમક્ષ નંદી નો અભિષેક કરાવ્યો હતો.

તેવી જ રીતે નંદીને ખૂબ જ માણવામાં આવે છે અને આવી જ રીતે નંદી નંદેશ્વર બની ગયા હતા અને ત્યાર પછી મારુતો ની પુત્રી સુયશા ની સાથે તેનું લગ્ન કર્યા હતા અને એવામાં જ ભગવાન શકંર નંદી ને વરદાન આપ્યું કે જ્યાં તેનો નિવાસ હશે ત્યાં નંદી નો પણ નિવાસ થશે અને હાલમાં આપ જાણતા જ હશો કે જ્યાં શિવજીનું મંદિર હોય છે ત્યાં નંદી પણ અવશ્ય હોય છે અને ત્યાર થી દરેક શિવ મંદિર માં શિવજી ની સાથે નંદી ની સ્થાપના થાય છે.

About bhai bhai

Check Also

ઘણી મેહનત કર્યા પછી પણ નથી બચતા પૈસા તો આ પ્રમાણે કરો આ ઉપાય થશે ધન લાભ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે ત્યાં કહેવત છે કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *