શું તમને પણ અચાનક ઊભા થવા પર દુઃખે છે માથુ? તો હોઈ શકે છે આ સમસ્યા,જાણી લો કામ ની વાત…

આજે હું તમારા માટે એક સાવ નવો લેખ લઈને આવ્યો છું અને જેમાં હું તમને એક નવી જ માહિતી આપવા જઈ રહ્યો છું.જ્યારે વ્યક્તિને સ્વયંના અથવા પોતાની અત્યંત નજીકની વ્યક્તિઓના દૈનિક જીવનમાં સતત સ્ટ્રેસનો સામનો કરવાનો થાય છે, ત્યારે મનોદૈહિક લક્ષણો થતાં હોય છે. મનોદૈહિક-Psychosometic લક્ષણો એટલે શરીરમાં પીડા કરતાં લક્ષણો, કે જેનું કારણ મનની અસ્વસ્થતા સાથે જોડાયેલું છે. પેશન્ટ જ્યારે સતત સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા હતા ત્યારે તેઓની ભૂખ, ઊંઘ, પાચન જેવી શરીર-મનના સ્વાસ્થ્ય માટે જરૂરી ક્રિયાઓ પર આડઅસર થયેલી. પેશન્ટ બ્હેનનાં જણાવ્યાનુસાર ઘણા સમયથી વહેલી સવારે ૩-૪ વાગ્યે ઊંઘ ઉડી જતી હતી, આખો દિવસ કામ-પ્રોફેશન, બાળકોની દરેક પ્રકારની સગવડ સાચવવાની અને તે ઉપરાંત બાળકોના મૂડસ્વીંગ ! આ બધાને કારણે ભૂખ મરી ગયેલી. પરાણે જે કાંઈપણ ખાય તે પચતું નહીં. કબજીયાત રહે. વાયુ થઇ જાય. આ બધી તકલીફોને લાંબો સમય અવગણવાની આડઅસર રૂપે માથામાં દુખાવો, ચક્કર આવવાનું અચાનક ચાલુ થઇ જતું. થોડો આરામ-કાળજી લેવાથી ઠીક થતું.

અચનાક ઊભા થવાથી તમારુ પણ માથુ ચકરાઈ છે ? વધારે સમય સુધી બેસવાની ડૉક્ટર પણ ના પાડે છે કારણ કે, વધારે સમય સુધી બેસવાથી કમર અને રીઢના હાડકા માટે સમસ્યાનુ કારણ બની શકે છે, પરંતુ થોડો સમય બેસી ઉઠવા સમયે ખબર પડે છે કે, માથુ દુઃખી રહ્યુ છે અને મગજ પણ ઘૂમી રહ્યુ છે. એવુ લાગે છે કે, ભંયકર માથામાં દુઃખાવો થઈ રહ્યો છે. અચાનક ચક્કર આવવા લાગે અને ખુદને સંભાળવામાં થોડો સમય લાગે છે.

અચાનક ઉભા થવા પર માથુ શા માટે દુઃખે છે ?

વાઇરોલોજી જર્નલના સંશોધનમાં નિષ્ણાંતો વતી કહેવામાં આવ્યુ છે કે, આવા લોકો જેમને ઉભા થયા પછી માથુ દુઃખવા લાગે છે, તેમનું મગજ નબળાઇનું કારણ બને છે, જે ડિમેંશિયાનું 40 ટકા જોખમ છે. સંશોધન આગળ જણાવે છે કે, “ઓર્થોસ્ટેટિક હાયપોટેન્શનમાં કોઈ વ્યક્તિના બ્લડ પ્રેશરમાં અચાનક ઘટાડો થાય છે અને એક સામાન્ય લક્ષણ ઊભા થવા પર માથુ ચકરાવા લાગે છે. આ સંશોધનમાં 73 વર્ષની વયના બે હજારથી વધુ લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વધારે સમય સુધી બેસવા પર શું છે સંબંધ?

નિષ્ણાંતોએ વોલેંટિયર પર એ જાણવાની કોશિશ કરી છે કે, ઊભા થવા પર તેમના બ્લડ પ્રેશર, દિલની ધડકન અને નસ કઈ રફ્તારથી ચાલી રહી છે. શોધકર્તાઓના પ્રમાણે Orthostatic hypotensionના શિકાર લોકોમાં ડિમનેશિયાનો ખતરો અન્ય લોકોની સરખામણીમાં 40 ટકા વધારે મળી આવે છે. તેમણે જણાવ્યુ કે, Orthostatic hypotension માં દિમાગના એક ભાગ તરફથી લોહીના વહેણમાં ખામી આવી જાય છે. જેના કારણે તેનુ માથુ દુઃખવા લાગે છે. આ જ કારણ છે કે, લો બ્લડ પ્રેશરથી ડિમનેશિયા વધી જાય છે.

માથાના દુખાવાની કોઈ વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? આ પ્રશ્નનો જવાબ આપતાં વૉક-હાર્ટ હૉસ્પિટલ, મુંબઈ સેન્ટ્રલના ન્યુરોસજ્ર્યન ડૉ. અજય બજાજ કહે છે, ‘કપાળથી લઈને ગરદન સુધીમાં કોઈ પણ ભાગમાં દુખાવો થાય તો એ માથાનો દુખાવો જ ગણાશે. આ દુખાવો મગજની અંદર ક્યારેય થતો નથી, પરંતુ મગજની ઉપર આવેલી ખોપડીના બહારના સ્તર પર થાય છે. ખોપડીની ઉપર આવેલું ટિશ્યુનું પાતળું પડ અને એની ઉપર આવેલા સ્નાયુઓ જે ખોપડી સાથે જોડાયેલા છે, સાઇનસ, આંખ, કાન, નસો, લોહીની નળીઓ બધું જ કે એમાંથી અમુક ભાગ સૂજી જાય કે એમાં ઇરિટેશન થાય તો માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવાનું સ્વરૂપ જુદું-જુદું હોઈ શકે છે. જેમ કે એકદમ માઇલ્ડ, તીક્ષ્ણ, માથામાં ડંકા વાગતા હોય એવું કે સોંય ભોંકતા હોય એવું, સહ્ય કે અસહ્ય વગેરે પ્રકાર એના હોઈ શકે છે.

માથાના દુખાવાને ત્રણ પ્રકારમાં વહેંચવામાં આવ્યો છે. (૧) પ્રાઇમરી એટલે કે સામાન્ય (૨) સેકન્ડરી એટલે કે કોઈ બીજા રોગને કારણે થતો માથાનો દુખાવો અને (૩) ક્રૅનિયલ ન્યુરેલ્જિઆસ એટલે કે નવર્‍સ સિસ્ટમનો એવો રોગ જેમાં માથાની કે મોઢાની નસોમાં સોજો આવે અને એને કારણે એ સખત દુખે. આપણે જે વિશે આજે જાણીશું એ છે મોટા ભાગના લોકોને થતો માથાનો દુખાવો જે ઘાતક બિલકુલ નથી, પરંતુ લોકોને હેરાન કરી શકે છે. લોકો સામાન્ય રીતે માથાનો દુખાવો થાય તો એ સહન કર્યા કરે છે, ઘરગથ્થુ ઉપચાર કરે છે અથવા ડૉક્ટરની સલાહ વગર મેડિકલ સ્ટોર પર ખુલ્લી મળતી દવાઓ ખાઈ લે છે. થોડા કલાકોમાં તેમનો દુખાવો કન્ટ્રોલ થઈ જાય છે પછી એ દુખાવાને ભૂલી જાય છે. પરંતુ આજે પ્રાઇમરી હેડેકના પ્રકારો વિશે વિસ્તારથી જાણીને પ્રયાસ કરીએ એ જાણવાનો કે આપણને જે માથાનો દુખાવો થાય છે એ કયા પ્રકારનો છે અને એ માટે આપણે શું કરી શકીએ. પ્રાઇમરી હેડેકના મુખ્ય ત્રણ પ્રકાર છે – ટેન્શન હેડેક, માઇગ્રેન હેડેક અને ક્લસ્ટર હેડેક. પહેલાં સમજીએ ટેન્શન હેડેકને.

ટેન્શન હેડેક.

ટેન્શન હેડેક સૌથી સામાન્ય ગણાતો માથાનો દુખાવો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના મત મુજબ વિકસિત દેશોમાં દર વીસમાંથી એક વ્યક્તિ દરરોજ ટેન્શન હેડેકનો ભોગ બને જ છે. સૌથી મહત્વની વાત એ છે કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ તકલીફ વધુ જોવા મળે છે. આ પ્રકારનો માથાનો દુખાવો કયાં કારણોસર થાય છે એ જણાવતાં ડૉ. અજય બજાજ કહે છે, ‘ખોપડીની સાથે જોડાયેલા સ્નાયુઓમાં જ્યારે કોઈ પણ કારણોસર ખેંચાણ અનુભવાય છે ત્યારે આ પ્રકારનો માથાનો દુખાવો થાય છે. આ સ્નાયુઓ જ્યારે સ્ટ્રેસ અનુભવે ત્યારે એમાં ઇન્ફ્લૅમેશન આવે છે અને એ અકડાઈ જાય છે જેને કારણે એમાં દુખાવો શરૂ થાય છે. આ સ્નાયુઓ પર આવી અસર કેમ થાય છે એ બાબતે વધુ રિસર્ચ થયું નથી; પરંતુ એવું માનવામાં આવે છે કે વધુપડતા માનસિક, શારીરિક કે ઇમોશનલ સ્ટ્રેસને કારણે આ પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે. શારીરિક રીતે ખૂબ શ્રમ કર્યો હોય અથવા કલાકો સુધી એકધારો શ્રમ કર્યો હોય કે કમ્પ્યુટર સામે બેસીને સતત એકાગ્રતા રાખવી પડે એવું કોઈ કામ કર્યું હોય તો અને અચાનક કોઈ લાગણીકીય બાબતે સ્ટ્રેસ આવી ગયું હોય ત્યારે પણ આ પ્રકારનો માથાનો દુખાવો થઈ શકે છે.’

કરવું શું?

મોટા ભાગે ટેન્શન હેડેક થતું હોય ત્યારે માથાના આ દુખાવામાં ઍસ્પિરિન, આઇબુપ્રોફેન, એસિટામાઇનોફેન અને નેપ્રોક્સિન દવાઓ કામ લાગી શકે છે. આ પ્રકારનો દુખાવો ભાગ્યે જ થતો હોય તો ઠીક છે. એકાદ દિવસ દવા લઈને ઠીક થઈ શકાય છે, પરંતુ વારંવાર આવું થતું હોય તો મેડિકલ હેલ્પ લેવી જોઈએ. આ સિવાય મસાજ જેવા દેશી ઉપાયો પણ ઘણા મદદરૂપ નીવડે છે. જેમને વારંવાર આ પ્રકારનો દુખાવો રહેતો હોય તેમણે સ્ટ્રેસ મૅનેજમેન્ટ શીખી લેવું જોઈએ. એનાથી ચોક્કસ લાભ થઈ શકે છે.

Leave a Comment