Breaking News

શું તમને પણ મળે છે કામમાં નિષ્ફળતા તો અચૂક અપનાવો આ કાળા મરીનો ટોટકો, જીવનમાં સફળતા પ્રાપ્ત કરતા કોઈ નહિ રોકી શકે…….

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દરેક વ્યક્તિ ના જીવન માં કોઈ ને કોઈ પરેશાની તો હોય છે જેના કારણે તેમના ઘણા કામ ના બની શકવાનું થઇ શકે છે. વ્યક્તિ ને ખુબ મહેનત પછી થી સફળતા નથી મળી શકતી અને નિરાશા જ હાથ લગાવે છે. એવામાં તમારી કિસ્મત ચમકાવવા અને બધા બગડેલ કામ બનાવવામાં તમારી મદદ કરી શકે છે કાળા મરી. હા, કાળા મરી નું જ્યોતિષ માં મોટું મહત્વ માનવામાં આવે છે જેની મદદ થી બધી પરેશાનીઓ ને દુર કરીને સરળતાથી સમૃદ્ધિ અને શાંતિ મેળવી શકાય છે. તો આવો જાણીએ કાળા મરી ના આ ઉપાયો ના વિષે.

શની દોષ.કાળા મરી થી શનિ દોષ ને પણ દુર કરવામાં આવે છે. એક કાળા કપડા માં કાળા મરી અને કેટલાક પૈસા બાંધો અને આ પોટલી કોઈ ને દાન આપો. પરિણામ જલ્દી દેખાશે. કાર્ય માં સફળતા.જો વારંવાર કામ બગડી રહ્યું છે તો ઘર થી નીકળતા સમયે મુખ્ય દ્વાર પર થોડાક કાળા મરી રાખો અને તેના પર પગ રાખીને નીકળો. એવું કરવાથી તમને કાર્ય માં સફળતા મળશે.

ધન પ્રાપ્તિ માટે.અચાનક ધન પ્રાપ્તિ માટે કાળા મરી ના 5 દાણા લઈને પોતાના ઉપર 7 વખત ફેરવો. હવે ચાર રસ્તા પર જઈને તેના 4 દાણા ચારે દિશાઓ માં ફેંકી દો અને પાંચમો આકાશ માં. હવે પાછા વળ્યા વગર ઘરે આવી જાઓ. તેનાથી ધન ની પ્રાપ્તિ થશે. નકારાત્મકતા થી દુરી.થોડાક કાળા મરી ને એક દીપક માં રાખીને પ્રગટાવો અને તેને ઘર ના કોઈ ખૂણા માં રાખી દો. એવું કરવાથી ઘર પર ખરાબ નજર નહિ પડે અને નકારાત્મકતા પણ દુર થશે.

તાંત્રિક ગ્રંથોમાં અનેક એવા પ્રયોગો વિશે બતાવવામાં આવ્યા છે જેની મદદથી અશક્ય કાર્યને પણ શક્ય બનાવી શકાય છે. આ પ્રયોગો વિશે છોડ પૂજા સામગ્રી ફળ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ થાય છે. તંત્ર મુજબ લીંબુ અને લવિંગના ટોટકા દ્વારા જીવનની અનેક સમસ્યાઓને એક ઝટકામાં ખતમ કરી શકાય છે.

જો ઘરમાં કોઈ બાળક કે વડીલ વ્યક્તિને ખરાબ નજર લાગી હોય તો તેના માથાથી પગ સુધી સાત વાર લીંબૂ ઉતારી લો. ત્યારબાદ આ લીંબૂના ચાર ટુકડા કરીને કોઈ સુમસામ સ્થાન કે કોઈ ત્રણ રસ્તા પર ફેંકી દો. ધ્યાન રાખો કે લીંબુના ટુકડા ફેંક્યા પછી પાછળ ન જુવો અને સીધા ઘરે આવી જાવ. નજર તરત જ દૂર થઈ જશે.

જો જોઈ વ્યક્તિનો વેપાર સારો ન ચાલી રહ્યો હોય તો શનિવારના દિવસે લીંબૂનો તાંત્રિક ઉપાય કરવો જોઈએ. એ ઉપાય મુજબ એક લીંબુને દુકાનની ચાર દિવાલોને સ્પર્શ કરાવો. ત્યારબાદ લીંબૂને ચાર ટુકડામાં કાપી લો અને ચાર રસ્તા પર જઈને ચારે દિશાઓમાં લીંબુનો એક એક ટુકડો ફેંકી દો. તેનાથી દુકાન, વેપાર સ્થળની નેગેટિવ એનર્જી નષ્ટ થઈ જશે.

ઘરની નકારાત્મ ઉર્જાને દૂર કરવા માટે ઘરમાં લીંબુનુ ઝાડ લગાવો. લીંબૂના ઝાડની આસપાસનુ વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહે છે. આ સાથે જ લીંબુનુ ઝાડ લગાવવાથી ઘરના વાસ્તુ દોષ પણ દૂર થાય છે. પ્રચલિત માન્યતા મુજબ જો સોય લગાવેલ લીંબુ કોઈ બીમારના માથા પરથી 7 વાર ઉતારી ચાર રસ્તા પર મુકી દેવુ જોઈએ. ચાર રસ્તા પર જતા જે પણ વ્યક્તિ એ લીંબૂને પાર કરી ચાલ્યો જશે કે સ્પર્શી જશે તો બીમાર વ્યક્તિની બધી બીમારી તેને લાગી જશે.

જો કોઈ વ્યક્તિ અચાનક જ બીમાર થઈ જાય અને તેના પર દવાઓની કોઈ અસર ન થાય તો એ માટે પણ લીંબૂનો ઉપાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં એક આખા લીંબુ પર કાળી શ્યાહીથી 307 લખી દો અને એ વ્યક્તિ પર ઉંધી બાજુથી 7 વખત ઉતારો. ત્યારબાદ એ લીંબુને ચાર ભાગમાં એ રીતે કાપો કે તે નીચેથી જોડાયેલ રહે. અને પછી એ લીંબુને ઘરમાંથી બહાર કોઈ નિર્જન સ્થાન પર ફેંકી દો. આ ઉપાયને કરવાથી પીડિત વ્યક્તિ 24 કલાકની અંદર જ સ્વસ્થ થઈ જશે.

જો તમને સખત મહેનત પછી પણ વારેઘડીએ નિષ્ફળતા મળી રહી છે તો લીંબુનો એક નાનકડો ઉપાય તમારા બધા કામ બનાવી દેશે. આ માટે તમે એક લીંબુ અને 4 લવિંગ લઈને કોઈ નિકટના હનુમાન મંદિરમાં જાવ. ત્યા હનુમાનજીની પ્રતિમા સામે બેસીને લીંબુના ઉપર ચાર લવિંગ લગાવી દો. ત્યારબાદ હનુમાનચાલીસાનો પાઠ કરો. પાઠ કર્યા પછી હનુમાનજીને સફળતા અપાવવાની પ્રાર્થના કરો અને આ લીંબુને ખિસ્સામાં લઈ જાવ. તમને ચોક્કસ સફળતા મળશે.

દરેક વ્યક્તિના જીવનમાં ક્યારેય ને ક્યારેય પૈસાને લઈને સમસ્યા જરૂર ઉભી થાય છે. અને કેટલાક લોકોને આ સમસ્યા સતત પરેશાન કરે છે. આવી સ્થિતિમાં કેટલાક સાધારણ જ્યોતિષીય ઉપચાર આ સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે. આ ઉપાય આ રીતનો છે. કોઈ શનિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી કોઈ પીપળાના ઝાડનું એક પત્તુ તોડી લાવો.

તેના પર સફેદ ચંદનથી ગાયત્રી મંત્ર લખો અને તેની પૂજા કરો. હવે આ પાનને તમારા કેશ બોક્સ, ગલ્લો કે તિજોરી જ્યા તમે પૈસા મુકતા હોય ત્યા એ રીતે મુકો કે કોઈ જુએ નહી. આ પીપળના પાનને દરેક શનિવારે બદલતા રહો. તેનાથી ઘરમાં સુખ-સંપત્તિ રહેશે અને ધન સંપત્તિ વધવાના યોગ બનશે.

શુક્લ પક્ષના કોઈ સોમવારથી આ ઉપાય શરૂ કરી સોમવારે 21 દિવસ સુધી કરો. સવારે જલ્દી ઉઠો. સ્નાન વગેરે કામોમાંથી પરવારીને એક લોટામાં ચોખ્ખુ પાણી લઈને તેમા 5 ગુલાબના ફૂલ નાખીને સૂર્યને અર્ધ્ય આપો અને ભગવાન સૂર્ય પાસે સમસ્યાના નિરાકરણ માટે પ્રાર્થના કરો. તરત જ તમારી મનોકામના પુર્ણ થઈ શકે છે.

આ ઉપરાંત જો તમે હનુમાન જયંતિ ના દિવસે આ ઉપાય કરવાથી તમારી દરિદ્રતા દૂર કરશે.રામભક્ત હનુમાન સફળતા દેનાર દેવતા છે. મંગળવાર તેમનો પ્રિય વાર છે તેમાં પણ આવતી કાલે હનુમાન જયંતિનો ખાસ દિવસ છે. આ દિવસે ધનલાભ માટે ખાસ ઉપાય કરવામાં આવે તો હનુમાનજીની કૃપા હંમેશા પરીવાર પર વરસતી રહે છે. જેમના જીવનમાં ધન-ધાન્યની ખામી રહેતી હોય છે તેઓ પણ આ ઉપાય કરી ધનવાન બની શકે છે અને તમામ પ્રકારના અનિષ્ટ દૂર થઈ જાય છે.

પીપળાના વૃક્ષ નીચે તેલનો દીવો કરવો, જ્યારે ઘરે પરત ફરો ત્યારે પાછળ ફરીને ન જોવું. જો ધનલાભની સ્થિતી બની રહી હોય તેમ છતાં લાભ ન થતો હોય તો શનિવારના દિવસે ગોપીચંદનના 9 ટુકડા લઈ તેને કેળાના વૃક્ષ પર લટકાવી દેવી. તેને બાંધવામાં પીળા દોરાનો ઉપયોગ કરવો. એક નાળિયેર પર કામિયા સિંદૂર, નાળાછડી, ચોખા લગાવી અને હનુમાનજીના મંદિરમાં ચડાવી દેવું. કાચી ઘાણીના તેલનો દીવો કરવો અને તેમાં લવિંગ નાંખી દેવું અને તેનાથી હનુમાનજીની આરતી કરવી.

About bhai bhai

Check Also

જો આ રીતે કરશો રોટલીનો સૌથી સરળ ઉપાયતો બદલાઈ જશે જીવન,આવશે અનેક ખુશીઓ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, આપણે રોટલી નો ઉપયોગ માત્ર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *