અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા મોરબી બંદર પર અપાયુ 3 નંબર નું સિગ્નલ..! એવું તો શું થયું કે તંત્ર થયું એલર્ટ મોડ પર

0
313

હાલમાં ધીરે ધીરે ચોમાસું આપણાં ગુજરાતમાં વધી રહ્યું છે. ઘણી બધી જગ્યાએ વરસાદ વરસી રહ્યો છે. હવે સમાચાર આવી રહ્યા છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે જેના લીધે આપણાં રાજ્યના અમુક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વાત એમ છે કે લો પ્રેશર સર્જવવાને લીધે દરિયામાં કરંટ અનુભવાયો છે અને તેના લીધે મોરબીના નવલખ બંદર પર 3 નંબરનું જોખમી સિગ્નલ આપવામાં આવી દીધું છે.

લો પ્રેશરને લીધે આપણાં રાજ્યમાં અમુક જગ્યાએ વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી છે. એમાં માંડવી, નવલખી, મુંદ્રા, દ્વારકા, ઓખા સહિત બીજા ઘણા બંદર પર પણ 3 નંબરના જોખમનું સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હવામાન વિભાગે આપણાં ગુજરાતના સુરત, નવસારી, વલસાડ વગેરે શહેરમાં પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આપણાં ગુજરાતના બીજા શહેર જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, દાહોદ, છોટાઉદયપુર, ભરૂચ અને તાપી જિલ્લામાં પણ દરિયાના આ લો પ્રેશરને લીધે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે ગીર, સોમનાથ વગેરે જગ્યાએ પણ ભારે વરસાદ થશે. તમને જણાવી દઈએ કે આ આગાહી જોતાં લાગી રહ્યું છે કે અમદાવાદીઑને વરસાદ માટે હજી થોડી રાહ જોવી પડશે.

વરસાદની રાહ તો તમે પણ જોતાં જ હશો. હમણાં જ રવિવારે અમદાવાદના કેટલાક એરિયામાં ભારે પવન સાથે ખૂબ જોરદાર વરસાદ આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ વરસાદમાં ઘણા બધા વૃક્ષો પડી ગયા હતા. ઘણી જગ્યાએ ઝાડ પડી જવાને લીધે રસ્તાઓ પર ટ્રાફિક જામ જેવા દ્રશ્યો સર્જાયા હતા.

આ સિવાય બીજી ઘણી રીતે લોકોને હાલાકી ભોગવવી પડી હતી. જો કે આટલા થોડા જ વરસાદમાં આ પરિસ્થિતિ છે તો હવે વિચારો કે જ્યારે મુશળધાર વરસાદ આવે છે ત્યારે શું પરિસ્થિતિ ઊભી થશે. જોવું રહેશે કે આવનાર વરસાદ એ સામાન્ય જનતા અને ખેડૂતોના જીવનમાં ખુશીઓ લાવે. વરસાદ સંબંધિત તમારા એરિયામાં શું છે પરિસ્થિતિ અમને કોમેન્ટમાં જણાવો.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.