જીરુ ના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી,માર્કેટયાર્ડ માં એક સાથે જીરુ ના ભાવમાં થયો જબરદસ્ત મોટો વધારો,જાણો

0
610

આપણે બધા જાણીએ છીએ કે હાલમાં તમામ ચીજવસ્તુઓના ભાવોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે ત્યારે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. ત્યારે તમને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે, જીરા ના ભાવ આસમાની સપાટીએ પહોંચ્યા છે. એક સાથે આટલો બધો વધારો થતા ખેડૂતો હોંશે હોંશે પોતાનો પાક વેચવા તૈયાર થયા છે.

મિત્રો આ ભાવ વધારાની જાણકારી ખેડૂતોને થતા તેઓ પોતાનો પાક વેચવા માટે માર્કેટયાર્ડ આગળ લાઇન લગાવી રહ્યા છે તેવા સમાચાર થોડાક સમય પહેલા સામે આવ્યા હતા.ખૂબ જ સારા એવા ભાવ મળી રહેતા ખેડૂતોનો મિજાજ ખુશ જોવા મળી રહો છે. આ વર્ષે જીરુના ભાવમાં ગયા વર્ષ કરતાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત જીરાની આવકમાં વધારો થતાં વેપારીઓએ પણ તેના સંગ્રહ માટેની વ્યવસ્થાઓ શરૂ કરી દીધી છે.

ખેડૂત મિત્રો જીરાના ભાવ ની વાત કરીએ તો, ચોટીલા માર્કેટ યાર્ડમાં ખૂબ જ સારા ભાવ નોંધાયા છે. ચોટીલા માર્કેટ યાર્ડ માં જીરું નો ભાવ 2020 થી લઈને 3535 સુધીનો બોલાઈ રહ્યો છે. ખેડૂતો આ ભાવને ધ્યાનમાં લઇ પોતાનો પાક વેચવા માટે તૈયાર થયા છે. આ ઉપરાંત નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં પણ જીરૂના ભાવ 4200 સુધી પહોંચી શકે તેમ છે.

ગત વર્ષે આવેલા વાવાઝોડાના કારણે અને કમોસમી માવઠાને કારણે જીરુંના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. તેની સામે તેના ઉત્પાદનમાં ઘટાડો થયો હતો. પરંતુ જીરુંના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પોતાનું વળતર મળી શકે તેમ છે. ધાણાના ભાવ ગત વર્ષ કરતાં 55 ટકા જ્યારે જીરુંના ભાવમાં ગત વર્ષ કરતા 60 ટકાનો વધારો નોંધાયો છે.

અમરેલી માં જીરુ નો ભાવ 2525 રૂપિયાથી લઈને 3939 સુધીના ભાવ નોંધાયા છે.બાબરા માર્કેટયાર્ડમાં 2763 રૂપિયાથી લઈને 3611 સુધીના ભાવે જીરું નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ના રાજકોટ માર્કેટ યાર્ડમાં 3485 4182 થી 3460 રૂપિયા જીરુ નો ભાવ નોંધાઈ રહ્યો છે.

જસદણ માં જીરુ નો ભાવ 2525 રૂપિયાથી લઈને 4040 સુધીના ભાવ નોંધાયા છે.બોટાદ માર્કેટયાર્ડમાં 3086 રૂપિયાથી લઈને 4227 સુધીના ભાવે જીરું નું વેચાણ થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર ના ભાવનગર માર્કેટ યાર્ડમાં 3030 થી 4040 રૂપિયા જીરુ નો ભાવ નોંધાઈ રહ્યો છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.