Breaking News

સિંહોની આ તસવીરો જોઈ આંખમાંથી આંશુ આવી જશે જાણો ક્યાંની છે એ તસવીરો…….

ગુજરાતમાં સિંહો કેટલા વધ્યાં અને ક્યા ક્યા વિસ્તારમાં ફેલાયેલા છે. બાળ સિંહો અને માદા સિંહ કેટલા છે. પાંચ વર્ષમાં સિંહોની સંખ્યામાં કેટલો ફરક પડ્યો છે તેવા સવાલોના જવાબ હવે ગુજરાત સરકાર નહીં આપી શકે, કેમ કે સરકારે સિંહોની ગણતરી કરવાનો કાર્યક્રમ મોકુફ રાખ્યો છે. અત્યારે રાજ્યના તમામ સિંહોની મેડીકલ તપાસ માટે વિવિધ ટીમો જંગલોમાં ફરી રહી છે.

રાજ્યના વન વિભાગના અધિક મુખ્યસચિવ રાજીવ ગુપ્તાએ કહ્યું હતું કે સિંહોની ગણતરી ક્યારે કરવામાં આવશે તે વન વિભાગની આગામી બેઠકમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું હતું ક અત્યારે પ્રાયોરિટી કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવી છે. જંગલ વિભાગના કર્મચારીઓ પણ કોરોના સામેની લડાઇમાં સામેલ થયાં છે. અમે રાજ્યના વિવિધ અભ્યારણ્યોમાં વસેલા જંગલી પ્રાણીઓની સલામતી માટે પણ કાર્ય કરી રહ્યાં છીએ.

ગુજરાતમાં સિંહોની ગણતરી કરવાનો કાર્યક્રમ મે મહિનામાં થવાનો હતો પરંતુ હવે કોરોના વાયરસના સંક્રમણના કારણે સિંહોની ગણતરી કરવામાં નહીં આવે તેવું રાજ્ય ફોરેસ્ટ વિભાગના અધિકારીએ કહ્યું છે. તેમણે કહ્યું છે કે સિંહોની ગણતરીનો કાર્યક્રમ હાલ પુરતો મોકુફ રાખવામાં આવ્યો છે. વગુજરાત વાઇલ્ડ લાઇફ બોર્ડની 18મી બેઠકમાં મે 2020માં સિંહોની વસતી ગણતરીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સના ઉપયોગથી પ્રથમવાર સાયન્ટીફિક એપ્રોચ કરવામાં આવનાર હતો.

જંગલનો રાજા સિંહ જ્યારે સામે આવ્યા ત્યારે તેને જોઈને ભલભલાનું કાળજુ થથરી જાય છે પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર એક પ્રાણીસંગ્રહાલયમાં રહેલા સિંહોની એવી તસવીરો સામે આવી છે જેને જોઈને ભલભલાનું હ્રદય પીગળી ગયું છે. સુદાનના ઝૂમાં રહેલા સિંહોને પૂરતું ખાવનું મળી રહ્યું નથી અને હાલમાં તે મરવાના વાંકે જીવી રહ્યા છે. જોકે, સોશિયલ મીડિયા પર તેમને બચાવવા માટે અભિયાન શરૂ થઈ ગયું છે.

રાજ્યમાં દર પાંચ વર્ષે સિંહોની ગણતરી કરવામાં આવે છે. છેલ્લે મે 2015માં વસતી ગણતરી કરવામાં આવી હતી અને તે સમયે રાજ્યમાં 523 સિંહો હતા. આ વખતે એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સિંહોની સંખ્યા 1000ને પાર કરી જશે.2015માં જુનાગઢ જિલ્લામાં 268 સિંહ, ગીર સોમનાથ જિલ્લામાં 44 સિંહ, અમરેલી જિલ્લામાં 174 સિંહ અને ભાવનગર જિલ્લામાં 37 સિંહ નોંધાયા હતા. દર પાંચ વર્ષે સિંહની વસ્તીગણતરી થતી હોય છે ત્યારે હવે મે 2020માં ગુજરાતમાં સિંહોની વસ્તીગણતરી હાથ ધરવાની થતી હતી પરંતુ કોરોના વાયરસના સંક્રમણના કારણે સિંહોની ગણતરી મોકુફ રાખવામાં આવી છે.

સિંહોની ગણતરી હવે ક્યારે કરવામાં આવશે તેવા એક સવાલના જવાબમાં વન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે અત્યારે ગુજરાત સરકારનું વહીવટી તંત્ર કોરોના વાયરસના સંક્રમણ સામે કામ કરી રહ્યું છે ત્યારે ગણતરીનો સમય હજી નિશ્ચિત કરવામાં આવ્યો નથી.જ્યારે બીજા પાર્ક અને અન્ય સ્થળોના સિંહની વાત કરીએ તો સુદાનની રાજધાની ખાર્તુમના અલ-કુરૈશી પાર્કમાં પાંચ આફ્રિકન સિંહોની હાલત અત્યંત દયાજનક બની ગઈ છે. ઓસ્માન સાહિલ નામના વ્યક્તિએ ફેસબુક પર આ સિંહોની તસવીરો અપલોડ કરીને તેમને બચાવવા માટે સુદાનએનિમલરેસ્ક્યુ કરીને અભિયાન ચલાવ્યું છે.

તેણે લખ્યું છે કે જ્યારે પાર્કમાં મેં સિંહોને જોયા ત્યારે મને ઘણો આઘાત લાગ્યા હતા. તેમના હાડકા તેમની ચામડીમાંથી એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.હું લોકોને અને આમાં રસ ધરાવતી સંસ્થાઓને વિનંતી કરૂ છું કે તેઓ તેમની મદદ કરે.ડેઈલી મેલના અહેવાલ પ્રમાણે પાર્કના અધિકારીઓ અને તબીબોનું કહેવું છે કે આ સિંહોની હાલત છેલ્લા ઘણા સપ્તાહથી બગડી રહી છે, તેમણે તેમના શરીરનું ઘણું વજન ગુમાવી દીધું છે.

અલ-કુરૈશી પાર્કના મેનેજર એસ્સામેલદ્દિન હજ્જારે કહ્યું છે કે અમને સિંહોને ખવડાવવા ભોજન આપવામાં આવતું નથી અને તેથી અમે ગાંઠના રૂપિયા ખર્ચીને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ.અલ-કુરૈશી પાર્કના મેનેજર એસ્સામેલદ્દિન હજ્જારે કહ્યું છે કે અમને સિંહોને ખવડાવવા ભોજન આપવામાં આવતું નથી અને તેથી અમે ગાંઠના રૂપિયા ખર્ચીને તેમના માટે ભોજનની વ્યવસ્થા કરીએ છીએ. આ પાર્ક ખાર્તુમ મ્યુનિસિપાલિટી દ્વારા મેનેજ કરવામાં આવે છે અને કેટલુંક ભંડોળ ખાનગી દાતાઓ દ્વારા મળે છે.

નોંધનીય છે કે સુદાન છેલ્લા ઘણા વર્ષથી આંતરીક યુદ્ધથી પીડાઈ રહ્યું છે અને તેની આર્થિક પરિસ્થિતિ અત્યંત ખરાબ છે. દેશમાં વિદેશી ભંડોળ અને ભોજનની ભારે તંગી છે.સિંહોની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા બાદ નાગરિકો, સ્વયંસેવકો, પત્રકારો સિંહોની પરિસ્થિતિ જોવા માટે પાર્કમાં આવ્યા હતા.

About bhai bhai

Check Also

હવસ ની ભૂખી છોકરી એ જ એના બોયફ્રેન્ડ ને વાયગ્રા ખવડાવી કહ્યું ફાવે એટલી વાર બંધ શારીરિક સંબંધ,તો બોયફ્રેન્ડે એવી હાલત કરી કે….

મિત્રો આજના સમયમાં કોઈના પર વિશ્વાસ મુકવો એજ મોટી વાત હોય છે મિત્રો તમને જણાવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *