સોના ચાંદી અને હીરા થી બનાવાયું છે આ રામાયણ, વર્ષમાં માત્ર એકજ વખત થાય છે દર્શન……

હાલમાં 3 મે ના દૂરદર્શન પર રામાયણનો અંતિમ એપિસોડ પ્રસારિત થયો હતો તેને જોયા પછી દરેક કોઈ ભાવુક થઈ ગયા હતા.રામાંનંદ સાગરની રામાયણના માધ્યમથી એક વાર ફરી આપણને બધાને આ મહાગ્રંથની નજીક જવાનો મોકો મળ્યો રામાયણની ગણતરી હિન્દૂ ધર્મના પ્રસિદ્ધ અને મહાકાવ્યના રૂપમાં થાય છે.આ રામાયણ ગ્રંથથી ઘણા લોકોની આસ્થા જોડાયેલી છે વાલ્મિકીથી લઇને તુલસી દાસ સુધી ઘણા લોકોએ પેઢી દર પેઢી આ મહાકાવ્યને પોતાના અંદાજ માં લખી.1981 માં રામભાઈ ગોકરણભાઈ નામના એક વ્યક્તિ હતા જેમને રામાયણ ખૂબ જ અલગ અંદાજ માં લખાવી હતી ,ખરેખર તેમની આ રામાયણ સોના ,ચાંદી,હીરા,મોતીથી બનીને બની હતી.આ ખૂબ જ કિંમતી રામાયણ આજે પણ મૌજુદ છે જેની કિંમત કરોડોમાં છે.

આ ધાતુઓથી બનેલી છે કરોડોની રામાયણ.સુરતના ભેસ્તાન સ્થિત લુહાર ફલીયામાં રહેતા રામભાઈ ગોકર્ણભાઈ એક મોટા રામ ભક્ત હતા.તેમની આ રામાયણ 530 પાંનાની છે જેનું વજન 19 કિલો છે.તેને લખવા માટે 222 તોલા સોનાની સ્યાહીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.તેના અતિરિક્ત તેમાં 10 કિલો ચાંદી,4000 હીરા,માણિક અને મોતી સહિત અન્ય બહુમૂલ્યોનો ઉપયોગ પણ થયો હતો.આ રામાયણની ચોપડી પર જે જિલ્દ ચઢેલી છે.જે પોતે 5 કિલોની છે.હવે તેનાથી તમે જાતે અંદાજ લગાવી શકો છો કે આ રામાયણ કરોડો રૂપિયાની છે.

આ રામાયણના મુખ્ય પાન પર એક તોલાની ચાંદીની શિવજીની મૂર્તિ બનેલી છે આ સિવાય અડધા તોલાના હનુમાનજી અને અડધા તોલાના ગણેશજી પણ છે.રામભાઈ ગોકર્ણભાઈના પરપોતા ગુરુવંતભાઈ જણાવે છે કે આ રામાયણને બનાવવા માટે જર્મનીથી કાગળ મંગાવવામાં આવ્યા હતા.આ એક ખાસ રીતના કાગળ છે.જેને ધોયા પછી તેની પર ફરીથી લખી શકાય છે.આ કાગળ એટલા સફેદ છે કે તેને ધોયેલા હાથથી અડવામાં આવે તો પણ તે ગંદા પડી શકે છે.આ રામાયણ ને 25 માર્ચ 2018 રામનવમીના દિવસે ભક્તોની સામે પ્રદર્શિત કરવામાં આવી હતી.

પ્રત્યેક વર્ષ આ 3 દિવસ થાય છે દર્શનઆ બહુમૂલ્ય રામાયણને તમે વર્ષમાં 3 વખત જોઈ શકો છો.પેહલી વાર ગુરુપૂર્ણિમાના દિવસે બીજી વાર રામનવમીના દિવસે,અને ત્રીજીવાર દિવાળીના દિવસે આ ત્રણેય દિવસો સિવાય તેને બીજા કોઈ દિવસે દર્શન માટે મુકવામાં આવતી નથી.

આ વાતમાં કોઈ શંકા નથી કે રામાયણ હિન્દૂ ધર્મનું સૌથી મહાન અને પોપ્યુલર ગ્રંથ છે આ મહાકાવ્યના બધા કિરદાર આજે પણ આપણા દિલ અને મનમાં વસેલા છે.પછી તે અયોધ્યા નરેશ પુરસોત્તમ રામ હોઈ કે લંકા પતિ રાવણ.હાલમાં રામાનંદ સાગરની એક રામાયણના રિપીટ ટેલિકાસ્ટથી તેને લઈને લોકોમાં આજે પણ ક્રેઝ એકવાર ફરી વધ્યો છે.સોશિયલ મીડિયા પર તો આ રામાયણ રોઝ ટ્રેન્ડ થવા લાગી હતી. નવી ઝનરેશનના લોકો.પણ તેને ખૂબ શોખથી જોવે છે.આ જ આ રામાયણની ખાસિયત છે ,જે પણ તેને જોવે છે તેને તેનાથી પ્રેમ થઈ જાય છે.

Leave a Comment