કેન્દ્રીય બજેટમાં ખેડૂતો માટે મહત્વની જાહેરાતો કરવામાં આવ્યા બાદ ગુજરાત સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી છે. જેનો સીધો લાભ રાજ્યના 50 હજારથી પણ વધારે ખેડૂતોને મળશે. રાજ્ય સરકારે તાજેતરમાં લીધેલા નિર્ણય પ્રમાણે જે ખેડૂતોએ ખેતી બેંક માંથી લોન લીધી હોય
અને તેની ચૂકવણી બાકી હોય તેવા ખેડૂતોએ માત્ર 25 ટકા રકમ ભરવાની રહેશે.કેન્દ્ર દ્વારા રજૂ કરાયેલા સામાન્ય બજેટ ના બીજા દિવસે ગુજરાતના ખેડૂતો માટે મોટા રાહતના સમાચાર આપ્યા છે.
ખેતી બેંક માંથી લોન લીધેલ ખેડૂતો તેમની બાકીની રકમ ના 25 ટકા જ ભરપાઈ કરવાની રહેશે. 25 ટકા રકમ ભરાશે તો બાકીની રકમ માફ કરવાની મંજૂરી આપી દેવાઈ છે.આ જાહેરાત થી 50 હજાર ખેડૂતોને સીધો લાભ થશે.
આ સમગ્ર યોજનાથી 150 કરોડ રૂપિયાની ખેડૂતોને રાહત મળશે.આ યોજના નો લાભ માત્ર ખેતીબેંકના ખેડૂતોને મળશે તેવું પણ જણાવાયું છે.આ યોજના પાકધિરાણ કે પાકવીમા સંબધિત નથી.કોંગ્રેસે બીજી બાજુ પ્રતિક્રિયા આપતા કહ્યુ હતુ કે ભાજપ સરકારે જાહેરાતો કરે છે
પરંતુ તેનું અમલીકરણ પારદર્શિતા થતી નથી.આવામાં આ જાહેરાત પણ ગ્રાઉન્ડ લેવલ પર કેટલી ખરી ઉતરે છે તે જોવાનું રહેશે.ખેડૂતો ને સરકાર જેટલું આપે તેટલું ઓછું છે પરંતુ ખરેખર માં ખેડૂતોને લાભ મળે તે થવું જરૂરી છે.
તમે આ લેખ “gujjugujarati.club” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.