શું વાત છે ભાઈ? રાજ્યમાં ઘટી શકે છે પેટ્રોલ ડીઝલ ની કિંમત,રાજ્ય સરકાર ઘટાડશે વેટ,જાણો કેટલું સસ્તું થશે પેટ્રોલ ડીઝલ

0
166

મહારાષ્ટ્રમાં પેટ્રોલ-ડીઝલના માર થી લોકોને આગામી દિવસોમાં થોડી રાહત મળી શકે છે.મહારાષ્ટ્ર સરકાર ગુરુવારે યોજાનારી બેઠકમાં પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવા અંગે ચર્ચા કરી શકે છે. મળેલી માહિતી અનુસાર પેટ્રોલ પર ટેક્સમાં એક રૂપિયાના ઘટાડા પર વિચાર કર્યા બાદ સરકાર નિર્ણય લઈ શકે છે.

પેટ્રોલના ભાવ પર 31.58?પૈસા કેન્દ્રીય કર છે. જ્યારે 32.55પૈસા રાજ્ય કર છે.જે કેન્દ્રીય કરતા 1 રૂપિયો વધારે છે. આ કારણસર નાણા વિભાગ કેબિનેટમાં ટેક્સ માં એક રૂપિયાનો ઘટાડો કરવાનો પ્રસ્તાવ મુકી શકે છે.જોકે કેબિનેટમાં સર્વ સંમતિ સાધ્યા પછી જ નિર્ણય લેવામાં આવશે.પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે રાજ્યોને તેલની કિંમતમાં ઘટાડો કરવા અંગે વિનંતી કરી હતી.

કોરોના પર મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન પીએમ મોદીએ રાજ્યો અને સહકારી સંવર્ધનની ભાવના હેઠળ મૂલ્યવર્ધિત કર ઘટાડવાની અપીલ કરી હતી. પેટ્રોલ-ડીઝલના સતત વધી રહેલા ભાવ અંગે પીએમ મોદીએ એવા રાજ્યોને પણ ટાંકયા જેમણે તેલની કિંમત પર વેટ ઘટાડયો છે.

પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારા દરમિયાન વેટ ઘટાડ ના રાજ્યો અંગે પીએમ મોદીએ કહ્યું ‘હું કોઈની ટીકા કરતો નથી,માત્ર ચર્ચા કરું છું.પી એમ મોદીએ કહ્યું કે કેટલાક રાજ્યોએ સાંભળ્યું નથી .મહારાષ્ટ્ર ,તેલંગાણા ,આંધ્ર પ્રદેશ ,બંગાળ ,તમિલનાડુ ,ઝારખંડ ,કેરળ એક કેટલાક કારણોસર તેની અવગણના કરી.

વડાપ્રધાને કહ્યું કે કેન્દ્ર દ્વારા એકસાઈઝ ડયૂટીમાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો કર્યો નથી.આ લોકો સાથે અન્યાય છે .પીએમ મોદીએ પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતો નું કારણ યુક્રેન- રશિયાના યુદ્ધને ગણાવ્યું છે. પીએમ મોદી આ ટીપ્પણી એવા સમયે કરી છે જ્યારે સામાન્ય લોકો દરરોજ CNG PNG પેટ્રોલ અને ડિઝલની વધતી કિંમતોથી સંઘર્ષ કરી રહ્યા છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.