યુક્રેન અને રશિયાના વિવાદમાં અસરગ્રસ્ત ભારતીયો માટે કથાકાર મોરારીબાપુ મદદમાં આવ્યા આગળ, આટલા કરોડની કરશે સહાય…

0
122

રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ હજુ પણ ચાલી રહ્યા છે. આ વિવાદને લઇને સમગ્ર વિશ્વમાં અફરાતફરી મચી ગઇ છે. આ દરમિયાન અનેક ભારતીયો યુક્રેનમાં ફસાયા છે. આ વિવાદમાં અસરગ્રસ્ત ભારતીયોને સંવેદના રૂપે મોરારીબાપુએ મદદની જાહેરાત કરી છે.

મોરારીબાપુએ લોનાવાલાની કથાની પુર્ણાહુતીને દિવસે જણાવ્યું હતું કે, તેમની વ્યાસપીઠ કેવળ વચનાત્મક ન બની રહે પરંતુ રચનાત્મક પણ બને અને એથી યુક્રેનના વિવાદમાં જે ભારતીયો અને અન્ય લોકોને અસર થઇ છે તેમના માટે મોરારીબાપુએ સવા કરોડ રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે. યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારત સરકાર ‘મિશન ગંગા’એ ઉત્તમ કાર્ય કર્યું છે.

મોરારી બાપુએ પણ આ કાર્યમાં વ્યાસપીઠ તરફ ગંગાજળના થોડાક બુંદ અર્પણ કર્યા છે. અયોધ્યામાં નિર્માણ પામનાર શ્રી રામ મંદિર માટે મોરારીબાપુએ અનુદાન આપવાની અપીલ કરી હતી. મોરારી બાપુની અપીલ ના કારણે 19 કરોડ રૂપિયાની રાશિ એકત્રિત થઇ ગઇ હતી.

જેમાંથી ગુજરાત 9 કરોડ રૂપિયા વિદેશી શ્રોતાઓનું અનુદાન હતું. ત્યારે લંડનમાં સ્થિત ડોલરભાઈ પોપટભાઈ અને તેમના પુત્ર પાવનભાઈ પોપટભાઈ દ્વારા સવા કરોડ રૂપિયા પોલેન્ડ, સ્લોવેકિયા અને રોમાનિયામાં કાર્યરત જુદી જુદી 10 સંસ્થાઓમાં પહોંચાડવામાં આવ્યા છે.

જેનાથી ત્યાં ફસાયેલા ભારતીય લોકોને યોગ્ય સુવિધાઓ મળી રહે. મળતી માહિતી અનુસાર આ સંસ્થાઓ યુક્રેનના વિવાદના અસરગ્રસ્તોને રહેવા માટે નિવાસ, ભોજન અને મેડિકલ સુવિધાઓ આપવા જેવા અનેક કાર્યો કરે છે. આ બંને દેશના વિવાદ વચ્ચે કેટલાય લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. કેટલાય પરિવારો ખોવાઈ ગયા છે. તેવા તમામ લોકો માટે મોરારીબાપુએ પ્રાર્થના કરી છે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.