સ્ત્રીઓ માટે ખાસ, જે પુરુષનો અવાજ હોય છે આવો તે હોય છે દગાબાજ,જાણીલો ફટાફટ.

સ્ત્રીઓ માટે ખાસ, જે પુરુષનો અવાજ હોય છે આવો તે હોય છે દગાબાજ,જાણીલો ફટાફટ.

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને મિત્રો આજે અમે તમને જણાવા જઈ રહ્યા છે પુરુષો વિશે જેમાં કેવા પુરુષ પર કરવો અને કેવા પર નહિ તો ચાલો મિત્રો જાણીએ.આ જમાનામાં લોકો પર વિશ્વાસ નથી મૂકી શકાતો. વિશ્વાસઘાતના એટલાબધા બનાવો બનતા રહે છે કે એક માનવી બીજા માનવી પર વિશ્વાસ રાખતાં ડરે છે.પણ સાવ એવું નથી, આ દુનિયામાં સારા લોકો પણ છે.કહેવામાં આવે છે કે અવાજ પરથી વ્યક્તિના વ્યક્તિત્વ વિશે ખબર પડે છે.

એવું જ કંઇક જાણવા માટે પુરુષોના અવાજ પર એક સ્ટડી કરવામાં આવી હતી. સ્ટડીનું પરિણામ મહિલાઓને સાવધાન કરવાવાળા છે.આજે સમય એવો આવ્યો છે કે અજાણ્યા તો શું, પોતાના માણસો પર ભરોસો કરતાં પણ સો વાર વિચાર કરવો પડે. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે દગો કરી શકે છે. કોઈની પાસે વ્યાજે પૈસા મૂકવા છે? સો વાર વિચારવું પડે. આ વ્યક્તિ વ્યાજ તો સમયસર આપશેને? આપણા પૈસા ખાઈ તો નહીં જાય ને.

વેવિશાળ-લગ્નની બાબત હોય ત્યારે પણ હજાર વિચાર મનમાં આવે. આ લોકો સાથે સંબંધ બાંધવો કે નહીં. આગળ જતાં બધું સમુસૂતરું પાર તો ઊતરશેને? દહેજની માગણી તો નહીં કરેને? આપણી દીકરીને તકલીફ આપશે તો? વાત સાચી છે કોઈ પર વિશ્વાસ કરવો, ભરોસો કરવો મુશ્કેલ છે.સામાન્ય રીતે મહિલાઓને ભારે અવાજવાળા પુરુષ પસંદ હો છે પરંતું આ સ્ટડી પ્રમાણે ભારે અવાજવાળા પુરુષો ટ્રસ્ટવર્દી નથી હોતા અને પોતાના પાર્ટનરને દગો આપી શકે છે.

આ સ્ટડી ચીનના સાઉથવેસ્ટ યુનિવર્સિટીએ કરી છે. સ્ટડી અનુસાર ધુમ્રપાન ન કરનારા પુરુષોને કેટલાક વાક્યો વાંચવા આપ્યા હતા. બાદમાં તેમના અવાજની ફ્રિકવન્સી અને પીચને સમજવા માટે આ શબ્દોનું વિશ્લેષણ કરવામાં આવ્યુ અને બાદમાં મનોવૈજ્ઞાનિક પરિક્ષણ કરવામાં આવ્યું.જમાનો એવો છે કે છાશ પણ ફૂંકી-ફૂંકીને પીવી પડે. પણ સાવ એવું નથી.આજે પણ દુનિયામાં સારા અને પ્રામાણિક લોકો છે.

કોના પર કેટલો વિશ્વાસ મૂકી શકાય એટલી બુદ્ધિ આપણામાં હોવી જોઈએ. કેટલાક લોકો એવા હોય છે કે બીજા પર આંધળો વિશ્વાસ મૂકી દે છે અને પછી છેતરાય છે. કોઈ વાર આંધળો વિશ્વાસ મૂકવો એ ખોટું છે તો સામે પક્ષે કોઈ પર ભરોસો જ ન કરવો એ પણ યોગ્ય નથી.શું આવ્યુ ટેસ્ટમાં,સ્ટડીના રિઝલ્ટમાં આવ્યું કે ભારે અવાજવાળા પુરુષો પોતાના પાર્ટનર પ્રત્યે લોયલ નથી હોતા અને તે તેમને દગો પણ આપી શકે છે. આ પુરુષોના અવાજથી તેમના સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનના સ્તર વિશે ખબર પડે છે.

ભારે અવાજવાળા વ્યક્તિઓમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર વધારે હોય છે, માટે મહિલાઓ તેવા પુરુષો પ્રત્યે આકર્ષાય છે. સ્ટડીમાં તે પણ જાણવા મળ્યું કે વધારે ટેસ્ટોસ્ટેરોન ધરાવતા પુરુષોના બાળકો સ્વસ્થ હોય છે.આજે સૌને સફળતા મેળવવી છે અને સફળતા મેળવવા માટે બીજાને નુકસાન પહોંચે તો પણ વાંધો નહીં એવી લોકોની મેન્ટાલિટી છે ત્યારે કોઈના પર ભરોસો કરવો મુશ્કેલ છે. તેથી અમુક અંશે આપણે લોકો પર શંકા કરી શકીએ છીએ.

પણ મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના જીવન સાથે સંકળાયેલી કોઈ પણ વ્યક્તિ પર ભરોસો કરી શકતી નથી. આવી વ્યક્તિ પોતાના જીવનસાથી કે બાળકો પર પણ વિશ્વાસ કરતી નથી જે આ ખોટું છે. દરેક વ્યક્તિ પર અવિશ્વાસ કરીએ તો જીવન કેવી રીતે ચાલે? મોટા બિઝનેસ પણ વિશ્વાસ પર થતા હોય છે. આપણે ત્યાં તો કહેવત પણ છે કે વિશ્વાસે વહાણ ચાલે.કામધંધા કે વ્યવસાયની વાત બાજુ પર રાખીને આપણા પરિવારની વાત કરીએ તો પરિવારજનોને પરસ્પર વિશ્વાસ ન હોય તો આખું જીવન સાથે કઈ રીતે વ્યતીત થઈ શકે.

લીના અને લતેશનાં લગ્નને ચાર વર્ષ થઈ ગયાં હતાં.જીવનસાથી સિલેક્ટ કરતી વખતે મહિલાઓ પુરુષોના અવાજથી તેમના અવાજ કરતા વધારે તેમના  વ્યક્તિત્વ પર ધ્યાન આપે છે. પાર્ટનર તરીકે તે એવા પુરુષોને પસંદ કરે છે જે ઘરકામમાં તેમને મદદ કરાવે.ઘણા લોકો કોઈ પર વિશ્વાસ નથી મૂકી શકતા એ માટે તેમનું બાળપણ જવાબદાર હોય છે. કોઈ પણ વ્યક્તિ પર વિશ્વાસ ન મૂકવો એ કોઈ સારી બાબત નથી.

બાળકનો ઉછેર જેવા વાતાવરણમાં થાય છે એ રીતે જ તેનો વિકાસ થાય છે. સલામત અને લાગણીસભર વાતાવરણમાં બાળકનો ઉછેર થયો હોય તો તે મોટો થઈને લોકો પર વિશ્વાસ મૂકી શકે છે. સારા-નરસાનો ભેદ પારખી શકે છે. પણ પ્રેમનો અભાવ, માતા-પિતાના ઝઘડા જેણે બાળપણમાં જોયા હોય તેમના માનસ પર અસર થાય છે અને લોકો પર વિશ્વાસ મૂકવાનું તેમને માટે મુશ્કેલ થઈ જાય છે. સામાજિક શિક્ષણ વિશ્વાસ દૃઢ બનાવવા માટે મહત્વનું છે.

પોતાના અનુભવો પરથી વ્યક્તિ કોઈના પર ભરોસો રાખી શકે છે અથવા ભરોસો રાખી શકતી નથી. આઘાતજનક કે અસલામત બાળપણ વ્યક્તિને કોઈના પર વિશ્વાસ નહીં રાખવા માટે મજબૂર કરે છે. ક્યારેક કોઈના તરફથી વિશ્વાસઘાત કે દગાખોરીનો ભોગ બનેલી વ્યક્તિ પણ અવિશ્વાસુ બની જાય છે. એકાદ-બેવાર દગા-ફટકાનો ભોગ બનેલી વ્યક્તિ પછી કોઈના પર ભરોસો રાખતાં ડરે છે.

જો કોઈ બાળકે નાનપણમાં પોતાના પિતાને પોતાની માતા સાથે ચીટિંગ કરતા જોયા હોય તો પુખ્ત વયે પહોંચતાં તે બાળક ઑપોઝિટ સેક્સ પ્રત્યે અવિશ્વાસુ બની જાય છે.અસલામત બાળપણ ઉપરાંત બીજાં કેટલાંક પરિબળો છે જેને કારણે વ્યક્તિ કોઈ પર ભરોસો કરવા તૈયાર નથી થતી. એવાં પરિબળોમાં પૅરેનૉઇડ સ્કિઝોફ્રેનિયા નામની બીમારી પણ ગણી શકાય. આ એક એવી બીમારી છે જેમાં વ્યક્તિ હંમેશાં બીજા પ્રત્યે શંકાશીલ રહે છે અને કોઈ પર ભરોસો કરી શકતી નથી.

રિલેશનશિપમાં એક વ્યક્તિનું વ્યક્તિત્વ તેના પાર્ટનરને અવિશ્વાસુ બનવા માટે પ્રેરે છે. બૉર્ડર લાઇન પર્સનાલિટી જે દુનિયાને અને પોતાની રિલેશનશિપને ક્યાં તો વેરી ગુડ માને છે અથવા તો વેરી બૅડ માને છે. તેઓ બીજા પર વિશ્વાસ રાખવામાં મુશ્કેલી અનુભવે છે.તમે કોઈ પર વિશ્વાસ નથી મૂકી શકતા એવી તકલીફ જો તમને હોય તો એ બાબત પ્રત્યે જાગૃત હોવું જરૂરી છે.

કોઈ એક વ્યક્તિએ તમને દગો આપ્યો છે એનો અર્થ એ નથી થતો કે બધા જ લોકો દગાખોર છે, ભરોસાલાયક નથી. તમારે વ્યક્તિને તમારી બુદ્ધિપ્રતિભાથી જ ઓળખવાની છે. નકારાત્મક વિચારોને જાકારો આપો, હકારાત્મક વિચારોને આવકારો. બીજા લોકો તમારી સાથે કેવી રીતે વર્તે છે એ તમારા હાથમાં નથી, પણ તમે તમારા વર્તનને કાબૂમાં રાખી શકો છો.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *