ધોરણ-9 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધી – જાણો સમગ્ર ઘટના

0
757

છેલ્લા થોડાક દિવસોથી જીવ ટૂંકો કરવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે વડોદરામાં ધોરણ 9 માં ભણતી એક વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના વડોદરાના ગજરાવાડીના ગોમતીપુર વિસ્તારની છે. ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી.

ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલી વિદ્યાર્થિનીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પામેલી વિદ્યાર્થીનું નામ ઝલક પાંડે હતું અને તેની ઉંમર 14 વર્ષની હતી. તે માહિતી અનુસાર મૃત્યુ પામેલી ઝલકે બપોરે સ્કૂલેથી આવીને ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

મળતી માહિતી મુજબ જ્યારે બપોરના સમયે પરિવારજનો ઘરે આવ્યા. ત્યારે ઝલક મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું. આ દ્રશ્ય જોઈને પરિવારજનોમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઉપરાંત પાડોશીઓ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા.

ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસની કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. જલકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. આ સમગ્ર ઘટના બનતા જ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

માસૂમ દીકરી એ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. માત્ર 14 વર્ષની દીકરીએ આ પગલું ભર્યું એ ખૂબ જ આશ્ચર્યની વાત છે. દીકરીને એવી તો શું તકલીફ પડી હશે કે તેને આ પગલું ભરી લીધું. પોલીસ હાલમાં આ સમગ્ર ઘટનાને લઇને તપાસ કરી રહી છે. ઉપરાંત પોલીસને રૂમ માંથી કોઇપણ પ્રકારનું સુસાઈડ નોટ પણ મળ્યો નથી.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.