Breaking News

સુંદર દેખાતી આ રાજકુમારી રોજ 700 ગધેડીઓના દૂધથી સ્નાન ચેહરા પર લગાવતી હતી મગરમચ્છનું મળ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, સૌંદર્ય લોકોના જીવનમાં ખાસ મહત્વ રાખતું હોય છે ખાસ કરીને મહિલાઓમાં. આજના જ સમયની વાત કરીએ તો લોકો સુંદર દેખાવા માટે અનેક અવનવા પ્રયોગો કરતા હોય છે. ફિલ્મોની અભિનેત્રીઓ પણ બીજા કરતા વધારે સુંદર દેખાવા માટે વ્યાયામ, યોગા, મેડિટેશન, કોસ્મેટિક્સ, મેકઅપ વગરેનો સહારો લેતી હોય છે, આ સિવાય અમુક અભિનેત્રીઓ તો પોતાના અંગોને સુંદર અને આકર્ષક દેખાવા માટે પ્લાસ્ટિક સર્જરીનો પણ સહારો લઇ ચુકી છે.

ઇતિહાસમાં નજર કરતા તમને અસંખ્ય રાણીઓ અને રાજકુમારીઓ વિશે વાંચ્યુ હશે, જે તેમના સૌંદર્ય માટે વિશ્વભરમાં મશહૂર થઈ છે. તેમ છતાં પણ તેઓ સુંદરતા પર અનેક પ્રકારના અજીબોગરીબ હરકતો કરતા હોવાનું પણ જાણવા મળે છે. લોકોને તમે પાણી, ગાય અથવા ભેંસના દૂધથી ન્હાતા જોયા હશે, સંભળ્યું હશે. પરંતુ શું તમે એ જાણો છો કે વિશ્વમાં એક રાણી છે, જે ગધેડીઓના દૂધથી સ્નાન કરતી હતી. જેના માટે તે માટે દરરોજ 700 ગધેડીઓનું દૂધ મંગાવતી હતી. આ રાણીને ફક્ત તેની સુંદરતા જ નહીં પણ બીજા અન્ય રહસ્યો માટે પણ જાણીતી છે.

પોતાની સુંદર કાયાના કામણથી તમામ પાસે કામ કઢાવી લેતી.મિસ્ત્રની રાજકુમારી ક્લિયોપેટ્રાને સુંદરતાની દેવી પણ કહેવામાં આવે છે. ક્લિયોપેટ્રા ન ફક્ત તેમની સુંદરતા માટે પણ તેમનું જીવન પણ અનેક રહસ્યોથી ભરેલુ હતું. જે આજે પણ શોધકર્તાને તેમના તરફ આકર્ષિત કરે છે. ક્લિયોપેટ્રા જેટલી સુંદર હતી, તેના કરતા વધારે ચાલાક અને ષડયંત્રકારી હતી.

પોતાના સગા ભાઈની હત્યા કરી સત્તા પર બિરાજી પિતાના મૃત્યુ બાદ ફક્ત 14 વર્ષની ઉંમરમાં ક્લિયોપેટ્રા અને તેનો ભાઈ ટોલેમી દિયોનિસસને સંયુક્ત રીતે રાજ્ય પ્રાપ્ત થયુ હતું. ભાઈને રાજ્ય પર ક્લિયોપેટ્રાની સત્તા સહન ન થઈ અને બળવા પર ઉતરી આવ્યો. ક્લિયોપેટ્રાને પોતાની સત્તા પરથી હાથ ધોવા પડ્યા અને સીરીયામાં શરણ લેવી પડી પણ આ રાજકુમારીએ સાહસ છોડ્યુ નહીં. રોમના શાસક જૂલિયસ સિઝરને પોતાની મોહમાં ફસાવીને ક્લિયોપેટ્રાએ મિસ્ત્ર પર હુમલો કરાવ્યો. સીઝરે ટોલેમીને મારીને ક્લિયોપેટ્રાને મિસ્ત્રના સિંહસન પર બેસાડી.

દુનિયાની 12 ભાષા જ્ઞાન હતું.કહેવાય છે કે, ક્લિયોપેટ્રા એટલી સુંદર હતી કે, તે રાજાઓ અને અધિકારીઓને પોતાની સુંદરતાની જાળમાં ફસાવીને પોતાના તમામ કામ કરાવી લેતી હતી. એટલુ જ નહીં, તેને દુનિયાની 12 ભાષાનું જ્ઞાન હતું. આ જ કારણ હતું કે, જે જલ્દીથી કોઈ પણ સાથે જોડાઈ જતી હતી અને બધા રહસ્યો જાણી લેતી હતી.દરરોજ 700 ગધેડીના દૂધથી સ્નાન કરતી. ક્લિયોપેટ્રા સુંદર દેખાવા માટે દરરોજ 700 ગધેડીઓના દૂધથી સ્નાન કરતી હતી. જેના કારણે તેની ત્વચા કાયમ સુંદર અને જવાન દેખાતી રહી. હાલમાં જ થયેલા એક સંશોધનમાં પણ આ વાત સામે આવી છે.

તેના મોતનું રહસ્ય અકબંધ.કહેવાય છે કે, ક્લિયોપેટ્રા મિસ્ત્ર પર શાસન કરનારી અંતિમ રાજકુમારી હતી. જો કે, તે આફ્રિકી કોકેશિયસ અથવા યુનાની હતી તે હજૂ સુધી રહસ્યમય છે. જેના પર આજ સુધીમાં સંશોધન થઈ રહ્યુ છે. ક્લિયોપેટ્રાનું મોત માત્ર 39 વર્ષની વયે જ થયુ હતું જો કે, તેનુ મોત ક્યા કારણોસર થયુ તેના વિશે આજ સુધીમાં કોઈને કશુય નથી ખબર.અમુક લોકો જણાવે છે કે, તેનું મોત માદક પદાર્થોના સેવનથી થયુ છે, જ્યારે અમુક લોકો જણાવે છે કે, સાપ કરડાવી તેની હત્યા કરી દેવામાં આવી છે.

જો હજારો વર્ષો પહેલાની કરીએ તો ત્યારે પણ મહિલાઓ સુંદરતા નિખારવા માટે અવનવા પ્રયોગો કરતી રહેતી હતી. તેમાંની જ એક સુંદર મહિલા રોમ-મિસ્ત્રની રાજકુમારી ક્લિયોપેટ્રા હતી. ઇતિહાસના પન્ના પર તેનું નામ સુંદરતાની દેવીના રૂપે દર્જ છે. આજે અમે તમને ક્લિયોપેટ્રાની જીવનશૈલી અને તેની સુંદરતાના રહસ્ય વિશે જણાવીશું.

પોતાની યુવાની આ સુંદરતા હંમેશા માટે યથાવત રહે તેના માટે તે એવી સામગ્રીઓનો ઉપીયોગ કરતી હતી કે તેના વિશે આપણે વિચારી પણ ન શકીએ. જુલિયસ સિજર અને માર્ક એંથોની પણ તે સમયે ક્લિયોપેટ્રાની સુંદરતાના ઘાયલ હતા. માનવામાં આવતું હતું કે 30 ई.पू.(ઈસા પૂર્વ અને ઈસ્વી)ના સમયમાં ક્લિયોપેટ્રા જેવી સુંદર ત્વચા અન્ય બીજી કોઇપણ મહિલાની ન હતી. પોતાની સુંદરતાને નિખારવા માટે ક્લિયોપેટ્રા રોજ સ્નાન કરતી વખતે પાણીના બદલે ગધેડીના દૂધનો ઉપીયોગ કરતી હતી.

એકવાર સ્નાન માટે દૂધ એકઠું કરવા માટે તેને 700 જેટલી ગધેડીઓની જરૂર પડતી હતી. વધારે ફાયદા માટે દૂધમાં હળદર પણ ભેળવવામાં આવતી હતી. જાણકારીના આધારે દૂધમાં લેક્ટિક એસિડ, વિટામિન્સ, મિનરલ્સ, પ્રોટીન, બાયપાએકટીવ એન્જાઈમ્સ હય છે જે ત્વચાને સફેદ-સુવાળી અને ચમકદાર બનાવવામાં મદદ કરે છે.આ સિવાય મોટી ઉંમરે ચેહરા પર કરચલીઓ ન આવે તેના માટે ક્લિયોપેટ્રાએ મગરમચ્છનું મળ પણ પોતાના ચેહરા પર લગાવાનું શરૂ કરી દીધું. જેની દુર્ગંધ દૂર કરવા માટે તેને પરફ્યુમ વિશે વિચાર આવ્યો અને પોતાની પરફ્યુમ ફેક્ટરી બનાવી જેમાં સ્ટ્રોંગ સુગંધ વાળા હજારો ફૂલો, પાન, બીજ નો ઉપીયોગ કરવામાં આવતો હતો.

આ સિવાય પોતાની ત્વચાને મૉઇસ્ચરાઇઝડ કરવા માટે ક્લિયોપેટ્રા રોયલ જેલીનો ઉપોયોગ કરતી હતી. રોયલ જેલી મધમાખીઓમાંથી એકત્રિત કરવામાં આવતી હતી જે મધમાખીઓના હાયપોફોરિન્ક્સ ગ્રન્થીઓમાંથી સ્ત્રવિત થાય છે. આ જેલીમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ હોય છે જે ત્વચાને સુંદર અને મુલાયમ બનાવવાનું કામ કરે છે. આ સિવાય તે પોતાની ત્વચા નિખારવા માટે સ્નાન કરતી વખતે ડડ સી સોલ્ટનો પણ ઉપીયોગ કરતી હતી જે તેના શાહી સ્નાનનો હિસ્સો માનવામાં આવતું હતું.

અને પોતાની આંખોને કાતિલાના બનાવવા માટે તે કોપર મેલાકાઇટ અને બ્લેક લેડ સલ્ફાઈટનો ઉપીયોગ કરતી હતી જે દાલચીની(તજ)ની છાલ અને લોબાનમાંથી બનાવવામાં આવતું હતું.જણાવી દઈએ કે ક્લિયોપેટ્રાએ માત્ર 39 વર્ષની ઉંમરમાં જ દુનિયા છોડી દીધી હતી. પણ કેવી રીતે થઇ તે આજે પણ એક રહસ્ય બનેલું છે. અમુકનું માનવું છે કે તેણે સાપથી ડંખ લગાવડાવીને દુનિયા છોડી દીધી લીધી, તો અમુકનું માનવું હતું કે તેણે ઝર પી ને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

About bhai bhai

Check Also

નોકરીની શોધમાં આવેલા યુવકને યુવતીએ કહ્યું મારે તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા છે ત્યારબાદ જે થયું તે જાણી ચોંકી જશો.

સોશ્યલ સાઈટ પર નોકરીની શોધમાં રહેતો યુવક પોતાની જાતને આવી જાળમાં ફસાઈ ગયો હતો કે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *