Breaking News

સૂરજ આથમતા સમયે જરૂર કરી લેવા જોઈએ આટલાં કાર્યો, જીવનમાં ક્યારે નહીં રહે કોઈ સમસ્યા………

આપણે સૌ જાણીએ છીએ કે જે ઘરની અંદર માતા લક્ષ્મીની કૃપા વરસે છે ત્યાં ક્યારેય પણ દુઃખ દર્દ આવતું નથી. તેથી લોકો લક્ષ્મી માતા ને પસંદ કરવા માટે અનેક ઉપાયો કરતા હોય છે. પરંતુ આપણી અમુક નાની-મોટી ભૂલોના કારણે દેવી-દેવતાઓ નારાજ થઈ જતા હોય છે. જેને કારણે ઘરમાં રહેલી સુખ સમૃદ્ધિ શાંતિ દૂર થઈ જાય છે.

આપણા દિવસની શરુઆત સૂર્ય ઉગતાની સાથે શરૂ થાય છે, પણ દિવસ આથમ્યા પછી પણ આપણું કામ અટકતું નથી અને કેટલીકવાર તે જ આપણી સમસ્યા બની જાય છે. પૌરાણિક કથાઓ અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યના આથમ્યા પછી અમુક કામ ન કરવા જોઈએ. આજકાલની દોડધામ ભરેલી લાઇફમાં આપણે બધા ઓછામાં ઓછા સમયમાં વધુ કાર્ય પૂર્ણ કરવા માંગીએ છીએ.

આવી સ્થિતિમાં, આપણે એ બધી બાબતો ઉપર ધ્યાન આપતા નથી કે કેટલાક એવા કાર્યો છે, જે સૂર્યના આથમ્યા પછી બંધ કરી દેવા જોઈએ. જો તમને સતત મુશ્કેલી ઉભી થઇ રહી છે અથવા તમારી સમસ્યાઓ ઓછી થવાનું નામ જ નથી લઈ રહી તો પછી તમારી આ ભૂલોને તરત સુધારી લો. તમને જણાવીએ છીએ એ ક્યા કામ છે, જે સૂર્યના આથમ્યા પછી ન કરવા જોઈએ.

રાત્રે કપડા ધોવાજ્યોતિષ શાસ્ત્ર અનુસાર કપડાં ધોવા માટેનો યોગ્ય સમય ફક્ત સવારનો જ હોય છે. રાત્રિ દરમિયાન કપડાં ધોવા જોઈએ નહીં. જ્યારે તમે સવારે કપડા ધોશો તો પછી તેને સૂર્યની ગરમીમાં સૂકાવામાં મદદ મળશે. અને રાત્રે ધોયેલા કપડા ન તો સુકાઈ શકે છે અને ન તો તેની ગંધ પણ જાય છે. માન્યતા અનુસાર ખુલ્લા આકાશમાં સૂર્ય આથમ્યા પછી કપડાં ફેલાવવાથી કપડામાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરી જાય છે.

રાત્રે ન પીવો સફેદ દૂધદૂધ એ સવારનું શ્રેષ્ઠ પીણું માનવામાં આવે છે. તે પીવાથી આખો દિવસ તમારું પેટ ભરેલું અનુભવો છો. સાંજ પછી દૂધ તમને નુકસાન પહોંચાડી શકે છે. ખરેખર, દૂધની અસર ઠંડી હોય છે. જો તમારે સાંજ પછી દૂધ પીવું હોય, તો તેમાં હળદર કે કેસર ભેળવી લો. જો કંઇ મળતું નથી, તો પછી ફક્ત થોડો ગોળ જ ભેળવી લો. આનાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે.

રાત્રે દૂધ દહીં ન આપવુંહિન્દુશાસ્ત્રમાં જણાવ્યાનુસાર સુરજ આથમી ગયા બાદ કોઈ વ્યક્તિને દૂધ દહીં કે સફેદ વસ્તુ આપવી ન જોઈએ. કારણકે આ વસ્તુની અંદર ચંદ્રનો વાસ હોય છે. જો તમે આ વસ્તુ ને કોઈ બીજા વ્યક્તિ ને આપો છો તો ચંદ્રગ્રહણ નબળો બની શકે છે.

સૂર્યાસ્ત પછી ચંદન ન લગાવોઘણા લોકોને આદત હોય છે કે જો તે સવારે સ્નાન નથી કરતા તો તેઓ સાંજે સ્નાન કરી લે છે. સૌ પ્રથમ, જાણી લો કે પૌરાણિક માન્યતાઓ અને આરોગ્ય બંને માટે સવારે સ્નાન કરવું એ સૌથી યોગ્ય માનવામાં આવે છે. તેમ છતાં પણ તમે સાંજે સ્નાન કરો છો, તો ભૂલથી પણ તમારા કપાળ ઉપર ચંદન લગાવશો નહીં. તેનાથી આરોગ્ય ખરાબ થઇ શકે છે.

તુલસીના પાન તોડવાઘણા લોકો સુરજ આથમ્યા બાદ પણ તુલસીના પાનને દોડતા હોય છે, પરંતુ આમ કરવાથી માતા તુલસી નું અપમાન થાય છે. માતા તુલસીએ સાક્ષાત્ લક્ષ્મી માતાનો અવતાર છે.પથારીમાં બેસીને જમવુંઘણા લોકોને એવી ટેવ હોય છે કે પથારીમાં બેસીને જમતા હોય છે. પરંતુ સાંજના સમયે કે પછી સૂતી વખતે પથારીમાં બેસીને જમવાથી નકારાત્મકતા આવી શકે છે. આ ઉપરાંત ઘણી વખત ખરાબ સપના પણ આવી શકે છે.

ખોરાકને ઢાંકવાનું ન ભૂલશોજો રાત્રે દૂધ અથવા ખોરાક વધ્યો છે તો તેને ખુલ્લો ન છોડો. તેને હંમેશાં વાસણોથી ઢાંકીને રાખવો જોઈએ અને જો ખોરાક અથવા દૂધને ખુલ્લું છોડી દેશો તો તેમાં નકારાત્મક ઉર્જા પ્રવેશી કરી શકે છે. આ સિવાય તેમાં કોઈ કચરો પણ પડી શકે છે, જેનું સેવન કરવાથી તમારા શરીર ઉપર ખરાબ અસર પડી શકે છે.

સૂર્યાસ્ત પછી હજામત કરવી નહીંપહેલાના સમયમાં, લોકો સાંજ પછી વાળ કપાવતા ન હતા, તેની પાછળનું કારણ લાઈટ હોવી જ એક કારણ ન હતું. જો તમે સાંજ પછી તમારા વાળ કપાવો છો અથવા દાઢી કરાવો છો, તો તેનાથી શરીરમાં નકારાત્મક શક્તિઓનો પ્રવેશ થઇ શકે છે. દાઢી અને વાળ કપાવ્યા પછી સ્નાન કરવાનું યોગ્ય માનવામાં આવે છે. તેનાથી શરીર ઉપર પડેલા વાળ દૂર થઇ જાય છે, પરંતુ રાત્રે સ્નાન કરવાથી શરદી અને તાવની સમસ્યા થઇ જાય છે. આ કારણોસર સૂર્ય આથમ્યા પછી, આ કાર્યો બંધ કરી દેવા જોઈએ અને સવારે જ કરવા જોઈએ.

ઝાડુ ન લગાવવુંસૂર્ય આત્મિક થયા બાદ ઘરની અંદર ક્યારે પણ ઝાડુ ન માનવું જોઈએ. ઝાડુ મારવાથી ઘરમાં આવેલી લક્ષ્મી ઘરમાંથી દૂર થઈ જતી હોય છે. જેથી ઘરમાં રહેલા ધનનો નાશ થાય છે.ઉધાર ન આપવુંસૂર્યના આથમી ગયા બાદ કોઈને ઉધાર ન આપવું જોઈએ. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેથી તમારા નસીબનું શુભ ફળ કોઈ બીજા વ્યક્તિને મળી શકે છે.

સુરજ આથમ્યા બાદ કોઈપણ ફુલછોડ નું પાંદડું ન તોડવું જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. શાસ્ત્રોમાં કહ્યા અનુસાર દરેક વૃક્ષની અંદર જીવ હોય છે. રાત્રે વૃક્ષો આરામ કરતા હોય છે, આ દરમિયાન તેને ખલેલ પહોંચાડવા થી ઘરમાં ગરીબી આવી શકે છે.તમે જોયું હશે કે અમુક લોકો કામકાજથી આવીને થાકેલા હોવાથી તરત સૂઈ જતા હોય છે. પરંતુ હિંદુ શાસ્ત્ર અનુસાર સૂર્ય આથમતા સમયે ક્યારે પણ સુવું ન જોઈએ.

તમે જણાવી દઈએ કે સાંજના સમયે ઘરના કોઈ પણ ખૂણામાં કચરો ના રાખવો જોઈએ. આમ કરવાથી ઘરમાં આવેલી સમૃદ્ધિ દૂર થાય છે. માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે.ઘણા લોકોના ઘરની અંદર સુરજ આથમી ગયા બાદ પણ અંધારું રાખેલ હોય છે. તેથી સૂરજ આથમ્યા પછી ઘરમાં ક્યારેય અંધારું ન રાખો, આ સમય દરમિયાન માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશી શકે છે. તેથી ઘરમાં દીવો પ્રગટાવીને ઘર ને પ્રચલિત કરો.

સાંજ પડ્યા બાદ જો કોઈ મહેમાન તમારા ઘરે આવીને બહાર જવા નીકળે તો તેને ખાલી હાથે ન મોકલો. આ ઉપરાંત સાંજના સમયે ઘરે આવેલા ભૂખ્યા બાળકો કે પછી ભિખારીને ખવડાવીને પાછા મોકલો. સાંજના સમયે આવેલો મહેમાન એક સાક્ષાત દેવી-દેવતાનું પ્રતીક માનવામાં આવે છે.

About bhai bhai

Check Also

દક્ષિણ ભારતથી એક સાધુ જ્યારે બજરંગ દાસ બાપા ને મળવા આવ્યાં ત્યારે બાપાએ કહી હતી આ ખાસ વાત…..

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ગોહિલવાડના સંતોમાં જેનું મોટું નામ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *