સુરતના આ ડેમ ઓવરફ્લો થતાં તેને તિરંગા ના ત્રણ રંગોથી સજાવાયો,આ અદભુત નજારા નો વિડીયો જોઈ તમે પણ બોલશો ભારત માતા કી…

0
850

સુરતના માંડવી તાલુકામાં આવેલા કાકરાપાર ડેમ ઘણા દિવસોથી ઓવરફલો થઈ ગયો છે.તેમજ 15 મી ઓગષ્ટ નિમિત્તે ડેમને ત્રણ રંગોની લાઈટોથી શણગારવામાં આવ્યો છે. તેમાં રાત્રીનો નજારો ખૂબ જ અદભુત લાગી રહ્યો છે તથા નર્મદા નદીમાં ઉપરવાસમાં વરસાદથી પાણીની આવકમાં વધારો થયો છે જેમાં નર્મદા નદી કાંઠેના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

તેમજ ડેમમાંથી નદીમાં વધુ 55 હજાર ક્યુસેક પાણી છોડાયું છે તથા નર્મદા નદીમાં કુલ 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેથી શિનોર,ડભોઇ અને કરજણ તાલુકાના તંત્રને એલર્ટ કરાયું છે તથા સરદાર સરોવર ડેમની સપાટી 133.51 મીટરે પહોંચી ગઈ છે.આપણે સાથે સાથે જણાવી દઈએ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ફરી એક વખત વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે.

સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર પણ ભારે વરસાદ પડી રહ્યો છે. તેના કારણે આવનારા ત્રણ દિવસ માટે રાજ્યની અંદર ભારેથી લઈને અતીભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાની અંદર બે વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.ખુબ જ સારા વરસાદને લઈને નદીના અને ડેમની અંદર પણ સારા પાણીની આવક થઈ રહી છે.

નર્મદા ડેમની જળ સપાટી ની અંદર પણ ઘણો બધો વધારો થઈ રહ્યો છે અને મીડિયા એજન્સીના રિપોર્ટ મુજબ લો પ્રેશર અને અરબી સમુદ્રની અંદર ડિપ્રેશન સર્જાયું હોવાના કારણે રાજાની અંદર ભારે વરસાદ થવાની પ્રબળ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.મિત્રો ગુજરાત રાજ્યના અરવલ્લી આણંદ દાહોદ અને મહીસાગર ભરૂચ ની અંદર પણ

તેમજ વલસાડ નવસારી ડાંગ અને સુરતમાં અને ગીર સોમનાથ પોરબંદર જુનાગઢ કચ્છ અને દ્વારકા જિલ્લાની અંદર 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેપવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે અને બે વરસાદી સિસ્ટમ એક સાથે સક્રિય થવાને કારણે આવનારા ચાર દિવસની અંદર ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે.અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી છે તેથી જ રાજ્યના બંદરો પર 3 નંબર નું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે


જુઓ વિડીયો

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.