Breaking News

સ્વરૂપવાન યુવતી પાછળ મોહી ગયો યુવક,શારીરિક સંબંધ બાંધવા કરી નાખ્યું આવું કૃત્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નવસારીના વિજલપોરની વનગંગામાં રહેતી જયાબેન બોરિયાનું લગ્ન જીવન વધુ ન ટકતાં તેને મોહમ્મદ મોકીદ મોહમ્મદ મોરના સાથે આંખ મળી જતાં પ્રેમનો ફણગો ફૂટ્યો હતો. મોહમ્મદ મોકીદ મૂળ યુપીના અને સુરતમાં સાથે નોકરી કરતો હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો હોવાનું જાણવા મળ્યું હતું.

જોકે છેલ્લા 9 મહિનાથી બન્ને વચ્ચેનો પ્રેમ તૂટી ગયો હતો. ત્યારબાદ આ સ્વરૂપવાન મહિલાનો નવો પ્રેમી મનીષ પ્રવીણભાઈ પરમારે મહિલાના જીવનમાં પ્રેમના અંકુર જગાવ્યા હતા અને બન્ને એકબીજાના પ્રેમમાં બંધાયા હતા. પરંતુ જૂનો પ્રેમી પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો જેના કારણે તે પ્રેમિકાના ઘરે જઈને હેરાન કરતો હતો.

મહિલા અને પ્રેમીએ ગતરાત્રીના આવેલા જુના પ્રેમીને તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે મારીને હત્યા કરી દીધી હતી. ગભરાયેલા હત્યારાઓએ જુના પ્રેમીનો મૃતદેહ નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રીજ પર છોડીને ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી પરત આવી લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા.

ત્યાર બાદ મહિલાએ પોતાના મિત્ર રેહાન સરિફ ગનીને બોલાવી તેને ઘટનાની જાણ કરી હતી અને તેની મદદ લઈ તેની સાથે બાઈક પર સવાર થઈ પ્રેમી અને પ્રેમિકા સાથે મૃતદેહ જોવા ગયા હતા જ્યાં પોલીસ અને લોકોને જોઈ હેબતાઈ ગયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે આરોપી મહિલા અને પ્રેમી સાથે મદદ કરનારની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આવીજ બીજી ઘટના રામજન્મભૂમિ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણની હત્યાનો ખુલાસો થઈ ગયો છે. આઠ ઓક્ટોબરના રોજ કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, યોગેશ ચૌહાણની હત્યા તે જ ચોકીમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ મંદાકિની ઉર્ફ સંગીતાએ કરી હતી. જેમાં મંદાકિનીનો સાથ તેની બે બહેનો અને અન્ય લોકોએ આપ્યો હતો. મંદાકિનીએ યોગેશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો અસ્વીકાર કરતા મંદાકિનીએ યોગેશની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યુ હતું.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ યોગેશની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ એક કાર, મૃતકના કપડા તેમજ એક તમંચો પણ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે મૃતકના સળગેલા કપડા, પોલીસનું આઈકાર્ડ તેમજ આધારકાર્ડ પણ મેળવ્યું છે. ઓળખ છુપાવવા માટે મૃતકના ચહેરા પર ટોઈલેટ ક્લીનર પણ નાખવામાં આવ્યુ હતું. મંદાકિની કારમાં જ મથુરાથી ઈટાવા આવી હતી અને યોગેશને કારમાં બેસાડી લીધો અને ગળુ દબાવી અને લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા મારી હત્યા કરી હતી.

મહિલા કોન્સ્ટેબલ મંદાકિની યોગેશ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જે માટે તેની બન્ને બહેનોએ પણ યોગેશને મનાવવાની ખૂબ જ કોશિશ કરી હતી. જોકે, જ્યારે યોગેશે સ્પષ્ટ ના પાડી તો ત્રણે બહેનોએ સાથે મળીને તેની હત્યા કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. અયોધ્યાથી રજા લઈને યોગેશ અને મંદાકિની પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. જોકે, મંદાકિની યોગેશને પોતાના ઘરે ઈટાવા લઈ ગઈ અને એક લાખની સોપારી અપાવી અને બે અન્ય લોકોને હત્યા કરવા મનાવ્યા હતાં.

રામજન્મભૂમિમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ કુમાર સાત દિવસની રજા લઈને ઘરે જવા માટે નીકળો હતો. જોકે, એક દિવસ પહેલા ફોન પર સૂચના મળી કે, તે અત્યાર સુધી ઘરે નથી પહોંચ્યો ત્યારે તેનું છેલ્લું લોકેશન લખનઉમાં મળ્યું હતું. એસએસપીએ જણાવ્યું કે અન્ય એક કોન્સ્ટેબલ મહિલા પણ રજા લઈને નીકળી હતી. જેથી બન્ને સાથે હોવાની આશંકા ઘેરી બની હતી. જે પછીથી પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ શરુ કરી હતી અને અંતે સમગ્ર કેસ ઉકેલ્યો હતો.

લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા ઝીંકીને યોગેશની હત્યા કરવામાં આવી હતી. મંદાકિનીની મોટી બહેન મીના પણ મથુરામાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. યોગેશનો મૃતદેહ મળ્યા બાદ અયોધ્યા ડીઆઈજી દીપક કુમારે કહ્યું હતું કે,’ઈટાવાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ દરમિયાન કોન્સ્ટેબલ મંદાકિની અને તેની બહેન મીના તેમજ રમા સામે મજબૂત પુરાવાઓ મળ્યા છે. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.’

આવીજ બીજી ઘટના રાજધાની દિલ્હીમાં એક મહિલાએ પોતાના પ્રેમી સાથે મળી પોતાનાથી અડધી ઉંમરના પતિની હત્યા કરી. એટલું જ નહીં પોલીસને ગુમરાહ કરવા માટે પતિ દ્વારા આત્મહત્યા કરી હોવાની ખોટી કહાની પણ સંભળાવી. પરંતુ પોલીસને તેની કહાનીમાં જરાય વિશ્વાસ આવ્યો નહીં અને કડકાઇથી કરવામાં આવેલી પુછપરછમાં તેણે પોતાનો ગુનો કબૂલી લીધો.પોલીસનું કહેવું છે કે મહિલા અને તેના પતિમાં 20 વર્ષનું અંતર હતું અને તેઓને કોઇ સંતાન ન હતું. મહિલાની ઉંમર 30 વર્ષ છે અને તે પોતાના લગ્નથી નાખુશ હતી. આ વાતને લઇને તેણીએ પોતાના પ્રેમી વીરુ વર્મા અને કરણની સાથે મળી પોતાના પતિને મારવાની યોજના બનાવી.

મહિલા પોતાના પ્રેમી વીરુ સાથે લગ્ન કરવા માગતી હતી જ્યારે કરણ બુધ વિહાર વિસ્તારમાં મહિલા અને તેના પતિ સાથે તેના ઘરમાં જ રહેતો હતો. પોલીસે જણાવ્યું કે મહિલાનો પતિ માયાપુરી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કામ કરતો હતો. પતિને ઉંઘની ગોળી ખવડાવી બાદમાં મહિલાએ કથિત રીતે કરણની મદદથી પોતાના પતિનું ગળુ દબાવી હત્યા કરી દીધી. બાદમાં મહિલા પોતાના મૃત પતિને હોસ્પિટલ લઇ ગઇ અને ડોક્ટરોને જણાવ્યું કે તેણે આત્મહત્યા કરી લીધી છે. જો કે તેના પર શંકા હોવાને કારણે ડોક્ટરોએ પોલીસને આ વાતની જાણ કરી દીધી. ઘટનાસ્થળે પહોંચી પોલીસ ત્રણેય શંકમંદોની વારાફરથી પુછપરછ કરી.

એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે મહિલાના ઘરે પહોંચ્યા બાદ પોલીસને આત્મહત્યા કરી અને ઇશારો કરનારા કોઇ પૂરાવા મળ્યા નહીં. બાદમાં પુછપરછમાં કરણ અને મહિલાના નિવેદન અલગ-અલગ હતા. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા વીરુ વર્મા સાથે લગ્ન કરવા માગતી હતી અને પોતાના પતિની સંપત્તિ હડપ કરવા માગતી હતી આથી તેણીએ આ ઘટનાને અંજામ આપ્યો.

About bhai bhai

Check Also

સુંદર સ્ત્રી જોઈ કંટ્રોલનાં કરી શક્યો યુવક પકડીને કરવા લાગ્યો એવું વિચિત્ર કૃત્ય કે જાણી ચોંકી જશો……

મિત્રો આપણે ઘણીવાર જોવામા આવ્યુ છે કે આજકાલના યુવાનોને લગ્ન કરવાની એટલી ઉતાવળ હોય છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *