Breaking News

સ્વરૂપવાન યુવતી પાછળ મોહી ગયો યુવક,શારીરિક સંબંધ બાંધવા કરી નાખ્યું આવું કૃત્ય.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, નવસારીના વિજલપોરની વનગંગામાં રહેતી જયાબેન બોરિયાનું લગ્ન જીવન વધુ ન ટકતાં તેને મોહમ્મદ મોકીદ મોહમ્મદ મોરના સાથે આંખ મળી જતાં પ્રેમનો ફણગો ફૂટ્યો હતો. મોહમ્મદ મોકીદ મૂળ યુપીના અને સુરતમાં સાથે નોકરી કરતો હોવાથી પ્રેમ સંબંધ બંધાયો હતો હોવાનું જાણવા મળ્યું હતું.જોકે છેલ્લા 9 મહિનાથી બન્ને વચ્ચેનો પ્રેમ તૂટી ગયો હતો. ત્યારબાદ આ સ્વરૂપવાન મહિલાનો નવો પ્રેમી મનીષ પ્રવીણભાઈ પરમારે મહિલાના જીવનમાં પ્રેમના અંકુર જગાવ્યા હતા અને બન્ને એકબીજાના પ્રેમમાં બંધાયા હતા. પરંતુ જૂનો પ્રેમી પ્રેમિકાને ભૂલી શક્યો ન હતો જેના કારણે તે પ્રેમિકાના ઘરે જઈને હેરાન કરતો હતો.

મહિલા અને પ્રેમીએ ગતરાત્રીના આવેલા જુના પ્રેમીને તિક્ષ્ણ હથિયારથી માથાના ભાગે મારીને હત્યા કરી દીધી હતી. ગભરાયેલા હત્યારાઓએ જુના પ્રેમીનો મૃતદેહ નવસારીના વિરાવળ ગામ ખાતે આવેલ પૂર્ણા નદીના બ્રીજ પર છોડીને ફરાર થઈ ગયા હતા અને ત્યાંથી પરત આવી લોહીના ડાઘાઓ સાફ કર્યાં હતા.ત્યાર બાદ મહિલાએ પોતાના મિત્ર રેહાન સરિફ ગનીને બોલાવી તેને ઘટનાની જાણ કરી હતી અને તેની મદદ લઈ તેની સાથે બાઈક પર સવાર થઈ પ્રેમી અને પ્રેમિકા સાથે મૃતદેહ જોવા ગયા હતા જ્યાં પોલીસ અને લોકોને જોઈ હેબતાઈ ગયા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે આરોપી મહિલા અને પ્રેમી સાથે મદદ કરનારની ધરપકડ કરીને હત્યાનો ગુનો નોંધ્યો હતો.

આવીજ બીજી ઘટના રામજન્મભૂમિ ચોકીમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણની હત્યાનો ખુલાસો થઈ ગયો છે. આઠ ઓક્ટોબરના રોજ કોન્સ્ટેબલ યોગેશ ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું કે, યોગેશ ચૌહાણની હત્યા તે જ ચોકીમાં તૈનાત પોલીસ કોન્સ્ટેબલ મંદાકિની ઉર્ફ સંગીતાએ કરી હતી. જેમાં મંદાકિનીનો સાથ તેની બે બહેનો અને અન્ય લોકોએ આપ્યો હતો. મંદાકિનીએ યોગેશ સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેનો અસ્વીકાર કરતા મંદાકિનીએ યોગેશની હત્યા કરવાનું પ્લાનિંગ કર્યુ હતું.

પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ યોગેશની હત્યામાં ઉપયોગમાં લેવાયેલ એક કાર, મૃતકના કપડા તેમજ એક તમંચો પણ કબજે કર્યો છે. આ ઉપરાંત પોલીસે મૃતકના સળગેલા કપડા, પોલીસનું આઈકાર્ડ તેમજ આધારકાર્ડ પણ મેળવ્યું છે. ઓળખ છુપાવવા માટે મૃતકના ચહેરા પર ટોઈલેટ ક્લીનર પણ નાખવામાં આવ્યુ હતું. મંદાકિની કારમાં જ મથુરાથી ઈટાવા આવી હતી અને યોગેશને કારમાં બેસાડી લીધો અને ગળુ દબાવી અને લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા મારી હત્યા કરી હતી.

મહિલા કોન્સ્ટેબલ મંદાકિની યોગેશ સાથે લગ્ન કરવા ઈચ્છતી હતી. જે માટે તેની બન્ને બહેનોએ પણ યોગેશને મનાવવાની ખૂબ જ કોશિશ કરી હતી. જોકે, જ્યારે યોગેશે સ્પષ્ટ ના પાડી તો ત્રણે બહેનોએ સાથે મળીને તેની હત્યા કરવાનું ષડયંત્ર ગોઠવ્યું હતું. અયોધ્યાથી રજા લઈને યોગેશ અને મંદાકિની પોતાના ઘરે જવા નીકળ્યા હતાં. જોકે, મંદાકિની યોગેશને પોતાના ઘરે ઈટાવા લઈ ગઈ અને એક લાખની સોપારી અપાવી અને બે અન્ય લોકોને હત્યા કરવા મનાવ્યા હતાં.

રામજન્મભૂમિમાં તૈનાત કોન્સ્ટેબલ યોગેશ કુમાર સાત દિવસની રજા લઈને ઘરે જવા માટે નીકળો હતો. જોકે, એક દિવસ પહેલા ફોન પર સૂચના મળી કે, તે અત્યાર સુધી ઘરે નથી પહોંચ્યો ત્યારે તેનું છેલ્લું લોકેશન લખનઉમાં મળ્યું હતું. એસએસપીએ જણાવ્યું કે અન્ય એક કોન્સ્ટેબલ મહિલા પણ રજા લઈને નીકળી હતી. જેથી બન્ને સાથે હોવાની આશંકા ઘેરી બની હતી. જે પછીથી પોલીસે તાત્કાલીક ધોરણે તપાસ શરુ કરી હતી અને અંતે સમગ્ર કેસ ઉકેલ્યો હતો.લોખંડના સળીયાના તીક્ષ્ણ ઘા ઝીંકીને યોગેશની હત્યા કરવામાં આવી હતી. મંદાકિનીની મોટી બહેન મીના પણ મથુરામાં હેડ કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે. યોગેશનો મૃતદેહ મળ્યા બાદ અયોધ્યા ડીઆઈજી દીપક કુમારે કહ્યું હતું કે,’ઈટાવાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને તપાસ દરમિયાન કોન્સ્ટેબલ મંદાકિની અને તેની બહેન મીના તેમજ રમા સામે મજબૂત પુરાવાઓ મળ્યા છે. જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે.’

 

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *