એલપીજી ગેસ સિલિન્ડર ની કિંમતોમાં શનિવારે મતલબ કે ઓક્ટોબરના રોજ ઘટાડો કરવામાં આવ્યો હતો અને આ કપાત કોમર્શિયલ સિલિન્ડરની કિંમત પર કરવામાં આવી હતી. સ્થાનિક એલપીજી ની કિંમતો સ્થિર છે જણાવી દઈએ કે છેલ્લા ઘણા સમયથી ગેસના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધવામાં આવ્યો હતો તેમ છતાં શનિવારે સરકાર દ્વારા 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરી લોકોને મોટી રાહત આપી છે.
રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના કિંમતમાં 25.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને આ સિવાય દેશના અન્ય શહેરમાં પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે અને ગેસ સિલિન્ડર ની કિંમત દર મહિનાની એક તારીખે બદલાતી હોય છે.મિત્રો આપને જણાવી દઈએ કે ગેસ સિલિન્ડર ની કિંમતો
દર મહિનાની પહેલી તારીખે બદલાય છે ને ગત મહિનાની પહેલી તારીખે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો હતો અને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર એક ઓક્ટોબર 2022 ના રોજ દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 25.50 રૂપિયાનો ઘટાડો કરી લોકોને મોટી રાહત આપી હતી.
આ સિવાય મિત્રો કોલકત્તામાં 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં મુંબઈમાં 32.50 રૂપિયા અને ચેન્નઈમાં 35.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે ને આ કપાત બાદ રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર ની કિંમત 1859.50 રૂપિયા થઈ ગઈ છે.
કપાત બાદ કોલકત્તામાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડર 1995.50 રૂપિયા થઈ ગયો છે ને આ સિવાય મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડર હવે 1811.50 રૂપિયામાં ઉપલબ્ધ છે જે પહેલા 1844 રૂપિયામાં મળતું હતું અને ત્યારે ચેન્નઈમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 35.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને તમને જણાવી દઈએ કે ગયા મહિનામાં પણ તેલ કંપનીઓ માત્ર કોમર્શિયલ એલપીજીની કિંમતમાં ઘટાડો કર્યો છે ત્યારે હવે પણ એક તારીખ નજીક આવી રહી છે ત્યારે જોઈએ કે શું ગેસના બાટલાના ભાવમાં ઘટાડો થાય છે કે નહીં.
તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.