ટાઇફોઇડનો તાવ આવે ત્યારે ગભરાવવાની જરૂર નથી ખાવ આ વસ્તુ થશે તાવ દૂર

ટાઇફોઇડનો તાવ આવે ત્યારે ગભરાવવાની જરૂર નથી ખાવ આ વસ્તુ થશે તાવ દૂર

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ટાઇફોઇડનો જીવલેણ તાવ સાલ્મોનેલા ટાઇફી નામનો બેક્ટેરિયાના સંક્રમણથી ફેલાય છે. આ બીમારીથી શરીરમાં લોહીની ઉણપ દેખાવા લાગે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિ અને યકૃત યોગ્ય રીતે કાર્ય કરવાનું બંધ કરે છે.આમાં, વ્યક્તિના શરીરમાં તીવ્ર તાવ આવવા લાગે છે. કેટલીકવાર ઝાડા જેવી સમસ્યાઓ થાય છે. ટાઇફોઇડમાં, ડોક્ટર દર્દીને ચોક્કસ આહાર (ટાઇફોઇડ આરોગ્યપ્રદ આહાર) નું પાલન કરવાની સલાહ આપે છે.

પ્રવાહી- ટાઇફોઇડમાં તરસ ન લાગવાને કારણે દર્દી ડિહાઇડ્રેશનથી પીડાઈ શકે છે. તમને ઝાડા અથવા ઝાડા જેવી સમસ્યા થઈ શકે છે. આ આફતથી બચવા માટે, શક્ય તેટલું પ્રવાહી લો. દરરોજ ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવો. આ રોગમાં નાળિયેર પાણી ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. કાર્બોહાઇડ્રેટ વાળી ચીજ- ટાઇફોઇડના તાવમાં શરીરને વધારે પ્રમાણમાં કાર્બોહાઇડ્રેટ ખાવાથી ફાયદો થાય છે. જો કે, ધ્યાનમાં રાખો કે તમે જે પણ ખાઈ રહ્યા છો, તેને પચાવવામાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ. બાફેલા બટાટા અથવા બાફેલા ચોખા લાભદાયી છે.

સુકી દ્રાક્ષ – સુકી દ્રાક્ષ એ ટાઇફોઇડ તાવથી રાહત મેળવવા માટે શ્રેષ્ઠ વસ્તુ છે. તે યુનાની ઔષધી તરીકે પણ જોવામાં આવે છે. સુકી દ્રાક્ષમાં સિંધાલુ મીઠું નાખીને કે કડાઇ પર શેકવાથી ટાઇફાઇડ તાવ ઓછો થાય છે. તીવ્ર તાવ આવે ત્યારે તમે 4-5 સૂકી દ્રાક્ષ શેકીને ખાઇ શકો છો.ડેરી ઉત્પાદન- દર્દીને ટાઇફોઇડ તાવમાં ઘણી નબળાઇ લાગે છે. આવી સ્થિતિમાં શરીરને શક્તિની જરૂર હોય છે અને આ માટે ડેરી ઉત્પાદનો એકદમ ફાયદાકારક સાબિત થાય છે. શરીરને શક્તિ આપવા માટે, તમે દહીં જેવા ડેરી ઉત્પાદનોનો વપરાશ કરી શકો છો.

વધારે કેલરીયુક્ત ખોરાક- ટાઇફોઇડ તાવમાં ડોક્ટર દર્દીને વધારે કેલરીયુક્ત ખોરાક લેવાની સલાહ આપે છે. ખરેખર, આ તાવમાં વ્યક્તિનું શરીર નબળું પડી જાય છે અને ધીરે ધીરે તેનું વજન પણ ઓછું થવા લાગે છે. આવી સ્થિતિમાં, ઉચ્ચ કેલરી વસ્તુઓ શરીરને શક્તિ આપવા માટે કામ કરે છે. તમે કેળા, શક્કરીયા અને મગફળીના માખણ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.

ટાઇફૉઇડ થવાની શક્યતા ચોમાસામાં વધુ હોય છે. તે સ્વચ્છતાનો અભાવ અને દૂષિત ચીજો ખાવાથી થાય છે. કોઈ પણ ઋતુ હોય, પાણી ઉકાળીને પીવું વધુ ફાયદાકારક હોય છે. પાણી પીવાથી ડીહાઇડ્રેશનથી બચી શકાય છે. આદુ અને તુલસીની ચા ટાઇફૉઇડમાં રાહત મેળવવા માટે ફાયદારૂપ છે. થોડું આદુ, તુલસીનાં પાંદડાં, ધાણાભાજી અને મરીને સારી રીતે પાણીમાં ઉકાળી લો અને તેમાં ખાંડ નાખીને તે પીવો. તુલસીની ચા શરદી અને ઉધરસની સારવારમાં અસરદાર છે.

ટાઇફૉઇડ તાવમાં લસણ ખૂબ ફાયદાકારક છે. લસણ પ્રાકૃતિક એન્ટી બાયૉટિક છે. પાંચથી સાત કળી લસણ વાટીને તલના તેલ કે ઘીમાં તળો અને તેમાં સિંધવ મેળવીને ખાવ. ગમે તેવો તાવ હોય, આ ઉપાય કરવાથી આરામ મળે છે.આદુનો નાનો ટુકડો અને ફૂદીનાનાં કેટલાંક પાંદડા વાટીને એક કપ પાણીમાં મેળવીને દ્રાવણ બનાવી લો અને દિવસમાં બે વાર આ દ્રાવણને પીવાથી તાવ ઓછો થવા લાગશે. આદુની ચટણી એક કપ સફરજનના જ્યૂસમાં મેળવીને તેને પીવાથી પણ તાવમાં આરામ મળે છે.

ડુંગળીનો રસ થોડા થોડા સમયે પીવાથી પણ તાવ ઉતરવા લાગે છે. આ નુસખાથી કબજિયાતથી પણ છૂટકારો મળે છે.એક પાકેલું કેળું પીસને તેમાં એક ચમચી મધ મેળવીને દિવસમાં બે વાર ખાવ. પાચન ક્રિયા સારી કરવા માટે મધ એક ગ્લાસ ગરમ પાણીમાં મેળવીને પીવો (જોકે તેમાં ઝાડા થવાની શક્યતા પણ હોય છે અને એટલે કોઈ પણ નુસખો આરોગ્ય નિષ્ણાતોની સલાહ પછી જ અજમાવા.)

તુલસીનાં પાંદડા ૧૫થી ૨૦ જેટલાં લઈ, તેમાં લીમડાનો રસ પાંચ ગ્રામ, નાની પીપરના દસ ટુકડા, દસ ગ્રામ સૂંઠ લઈ બધાને સારી રીતે મેળવી વાટીને એક ગ્લાસ પાણીમાં તે મિશ્રણને નાખીને ઉકાળો. તે ઉકાળાને ઠંડો પાડીને પીવો. આ દવા પીધા પછી અડધા કલાક સુધી અને અડધા કલાક પહેલાં કંઈ ન પીવો. આ આયુર્વેદિક ઉપાયને દિવસમાં બેથી ત્રણ વાર કરવાથી ડેન્ગ્યૂ, ટાઇફૉઇડ, ચિકનગુનિયા અને મેલેરિયા જેવા રોગોમાં આરામ મળે છે.

ટાઈફોઈડએ સાલ્મોનેલા ટાઈફી-Salmonella Typhi નામનાં બેક્ટેરિયાથી થતો રોગ છે. તે આપણા આદિકાળથી ચાલ્યા આવતા આરોગ્યના દુશ્મનોમાંનો એક દુશ્મન રોગ છે. ટાઈફોઈડનાં બેક્ટેરિયાનું લક્ષ્યસ્થાન નાનું આંતરડું હોય છે, એટલે એને આંત્રજવર પણ કહેવામાં આવે છે. આધુનિક જીવનશૈલીને દીપાવવા, અશુદ્ધ બજારુ ચીજો ખાવા-પીવાની આપણી આદતોને કારણે, આપણે જ ટાઈફોઈડનાં બેક્ટેરિયાને પાળીએ છીએ, પોષીએ છીએ! ટાઈફોઈડનાં બેક્ટેરિયા ગઈકાલની દવાઓને ગાંઠતા નથી. નવી નવી દવાઓને પણ તેઓ ઘોળીને પી જાય છે અને ડોક્ટરો હાથ ઘસતા રહી જાય છે. આવાં કારણોથી ટાઈફોઇડનો ઇલાજ ધીરેધીરે દુષ્કર બનતો જાય છે. તો પણ, તબીબી વિજ્ઞાનના સંશોધનોના પ્રતાપે, ટાઈફોઇડ ઉપર કાબૂ મેળવી શકાય છે.

ટાઈફોઇડ કઈ રીતે થાય છે?.ટાઇફોઈડના દર્દીના મળ-મૂત્રમાં બેક્ટેરિયા ઠલવાય છે. તેના પર માખી બેસે એટલે માખીના ટાંગા ઉપર, હેલીકોપ્ટરના દોરડા ઉપર સૈનિકો ચોંટે એમ, બેક્ટેરિયા ચોંટી જાય છે. આવી ચેપી માખી ઘરના રાંધેલા ખોરાક ઉપર કે પાણીના વાસણ ઉપર બેસે એટલે બેક્ટેરિયા ત્યાં ઠલવાય છે. માખીને પાછલા પગ ખંખેરવાની આદત હોય છે. આવો ચેપી ખોરાક અન્યના મોઢામાં અને ત્યાંથી આંતરડામાં જઈ પહોંચે એટલે તે વ્યક્તિ પણ ટાઈફોઈડનું દર્દી બને છે.દર્દીના ખુદના હાથ અને તેના સંપર્કમાં આવતી સેવાભાવી વ્યક્તિના હાથ દર્દીનાં મળ-મૂત્રથી ખરડાય છે. આવા ચેપી હાથ પાણી અને ખોરાકને દૂષિત કરે છે અને અન્યને ચેપ લગાડે છે.

શાળાએ જતાં બાળકોમાં ટાઈફોઈડ અધિક પ્રમાણમાં થતો હોય છે. ટાઈફોઈડના કુલ બાળ-દર્દીઓમાં ૧૦% દર્દી બાળકો પાંચ વર્ષથી નીચેની ઉંમરનાં હોય છે. અને એમાનાં ૨૦% બાળ દર્દીઓ એક વર્ષથી નીચેની ઉંમરનાં જોવા મળે છે. સ્તનપાન કરતાં બાળકોમાં આ રોગ થતો નથી, કારણ કે, માતાનું દૂધ જંતુરહિત અને શુદ્ધ હોય છે.ટાઈફોઇડનાં લક્ષણો.માથું દુઃખવું, તોડ કળતર થવી, નબળાઈ લાગવી, ઉધરસ આવવી જેવાં સામાન્ય લક્ષણો ઉપરાંત, બાળકને તાવ આવવો એ ટાઈફોઈડનું મુખ્ય લક્ષણ કહેવાય.

અટકાવ અને ઈલાજ.ટાઈફોઈડની રસી મુકાવવી, રોજિંદા કાર્યોમાં ચોખ્ખાઈ રાખવી. ખોરાક-પાણી ઢાંકેલા રાખવાં, બજારું ચીજો ન ખાવી અને તેનાથી છેટાં રહેવું. આહાર- ટાઈફોઈડના દર્દી બાળકને ડરને કારણે ભૂખ્યું રાખવામાં આવે છે. આ ડર આંશિક રીતે અસ્થાને નથી તો પણ બાળકને ભૂખ્યું જ રાખવાનો અધિકાર અતિરેક ન કરવો. ટાઈફોઈડમાં આંતરડાની અંદરની દીવાલ સૂજી ગયેલી હોય છે એટલે એના સંપર્કમાં આવતો ખોરાક તેની સાથે ઘસાઈને છોલી ન નાખે એવો પોચો હોવો જોઈએ. માત્ર એટલું ધ્યાન રાખવામાં આવે તો અનેક પ્રકારના ખાદ્ય પદાર્થો બાળકને આપી શકાય, જેવા કેઃ મોસંબી, પપૈયું, ચીકુ, સફરજન જેવાં સુંવાળાં ફળો, દૂધ, મગનું ઓસામણ, સાબુદાણાની કાંજી, રાબ, પાતળા ભાત વગેરે આપવા.

તાવ ઊતર્યા બાદ પોચી રોટલી, બાફેલાં શાક, દાળભાત, અને પાતળી ખીચડી જેવો રોજિંદો આહાર શરૂ કરવો. આહાર એક સાથે આપવાને બદલે, દર ચાર કલાકના અંતરે થોડોથોડો આપવો. ઝાડો નિયમિત સાફ આવતો હોય, પેટમાં દુઃખાવો ન થતો હોય તો ધીરેધીરે આહાર વધારતા જવું અને બાળકને એકાદ અઠવાડિયામાં સંપૂર્ણ આહાર લેતું કરવું. દવાઓ- ડોક્ટરે આપેલા દવાઓ આપવી. તાવ જો ૧૦૧ હ્લથી વધારે હોય, રાત્રિનો સમય હોય, બાળકને તાવમાં આંચકી આવી જતી હોય તો પેરાસિટામોલ આપવી. દર બે કલાકે તાવ માપી નોંધ કરવી.

અંતત.ટાઈફોઈડની દવાઓનો કોર્સ પૂરો ન કરવામાં આવે તો, બચી ગયેલા જંતુઓ તે દર્દીના પિત્તાશયમાં પહોંચી ત્યાં ઘર કરે છે અને વંશવૃદ્ધિ પણ કરે છે. પિત્તાશયમાંથી આંતરડામાં અને ત્યાંથી મળ સાથે ટાઈફોઈડનાં જંતુઓ ઠલવાય છે, જે બીજાને ચેપ લગાડે છે. આવી વ્યક્તિને કેરિયર કહે છે. તેને ખુદને ટાઈફોઈડ તાવ આવતો નથી, પરંતુ તે અજાણતા બીજાને ચેપ લગાડે છે.

bhai bhai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *