આખરે આવી હો કેસર કેરી, રાજ્યની માર્કેટયાર્ડમાં તાલાલા ગીરની કેસર કેરીની આવક શરૂ,જાણો 10 કિલો કેસર કેરીના બોક્સનો ભાવ

0
149

ફળોનો રાજા ગણાતી કેસર કેરી માર્કેટ યાર્ડમાં વિધિવત રીતે હરાજીની શરૂઆત થઈ ગઈ છે. ગયા વર્ષની તુલનાએ ખૂબ જ ઓછા એટલે કે માત્ર 2600 બોક્સ જ કેસર કેરી ના માર્કેટમાં આવ્યા છે.હરાજી નું પહેલું બોક્સ 16 હજાર રૂપિયામાં ગયું હતું અને આ પરંપરાગત રીતે આ રકમ ગૌશાળા મા આપવામાં આવી હતી.

ત્યારબાદ 500 થી 1500 રૂપિયામાં સારામાં સારી કેરી ના 10 કિલોના બોક્સની બોલી લાગી હતી.નાના અને મધ્યમ ફળ ના 700 થી 800 રૂપિયા બોક્સનો ભાવ રહેશે અને હવામાન અને ગયા વર્ષના વાવાઝોડાના કારણે કેરી ને ગ્રહણ લાગી ગયું છે. જેને લઇને ઉત્પાદન ઘણું બધું ઘટયું છે.

આ વખતે એક્સપોર્ટ ની સંભાવના પણ નહિવત છે અને એક બગીચામાંથી દર વખતે 300 થી 400 બોક્સ કેસર હરાજીમાં આવતી જેને બદલે આ વર્ષે 15 થી 60 બોક્સ જ આવ્યા છે. આ વર્ષની સીઝન લાંબી ચાલે તેવી સંભાવના છે અને અંદાજે 15 જૂન સુધી ચાલશે પરંતુ પ્રમાણમાં કેસર ની આવક ઓછી થશે.

સમગ્ર ગીર વિસ્તારમાં આ વખતે વાતાવરણની વિષમતાને કારણે કેસરનું ઉત્પાદન ઘટયું છે ત્યારે કેસર પકવતા ખેડૂતો ખૂબ મોટી નુકશાની ભોગવી રહ્યા છે. સરેરાશ જો ભાવ ઊચા રહે તો ખેડૂતોને મોટાભાગે ઓછી નુકસાની આવે છે અને સામે ઇજારદાર અને વેપારીને પણ મોટું નુકશાન ન થાય.

ઘણા ઇજારદારો એ ઝાડ અને પાન જોય 15 લાખ જેવી રકમમાં કેસરનો ઈજારો રાખ્યો છે. તેઓને માંડ પાંચ લાખ રૂપિયાની કેરી થાય તેમ છે તેવું તેમને જણાવી રહ્યા છે. હાલમાં કેસર કેરીના એક બોક્સનો ભાવ 800,1200 અને 1500 રૂપિયા આવી રહ્યો છે.

ઈજારદાર નું કહેવું છે કે કેસરના એક બોક્સ નો ભાગ 1500 થી લઈને 2 હજાર રૂપિયા જેવો મળે તો પણ માત્ર મૂડી ઊભી થાય તેવું છે. સામે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે વર્તમાન સમયમાં કેસરનું ઉત્પાદન ઘટતા સીઝન આગળ પાછળ હોવા છતાં માલની અછત રહેશે. સરેરાશ ભાવ આપને જણાવી દઇએ કે 800 થી 1500 રૂપિયા રહેશે.

તમે આ લેખ “ગુજ્જુ ગુજરાતી” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “ગુજ્જુ ગુજરાતી” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.