Breaking News

તમારા માથા માં પણ પડી ગઈ છે ટાલ તો ચિંતા ના કરો,તમારા ઘર ના રસોડામાં જ છે એની દવા,જાણી લો કઈ વસ્તુ….

વાળ ખરવાની સમસ્યા આજકાલ ખૂબ જ કોમન થતી જાય છે. પહેલાં એવું બનતું કે સરેરાશ દસમાંથી ચાર કે પાંચ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા સતાવતી. આ રેશિયો ધીરેધીરે વધ્યો અને હવે સરેરાશ દસમાંથી નવ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા સતાવવા લાગી છે. આ સમસ્યા એટલી કોમન બની ગઇ છે કે ઘણાં લોકો તો અતિશય વાળ ખરવા ન લાગે ત્યાં સુધી તેનો ઉપાય પણ નથી ચાલુ કરતા. એવું બને કે નોર્મલ કરતાં વધારે પ્રમાણમાં વાળ ખરવા લાગે ત્યારે જ તેઓ આ બાબતે સભાન થાય છે અને ઘરેલુ નુસખા અપનાવીને વાળને ખરતા અટકાવવા કાર્યરત બને છે.

પહેલાંના સમયમાં વાળ ખરવાની તકલીફ આટલી મોટી નહોતી તેથી જ આપણી મમ્મી અને દાદીના યુવાનીના ફોટા જોઇએ તો આપણને જણાશે કે તેમના વાળ લાંબા, કાળા, ઘાટ્ટા અને કેટલા સિલ્કી હતા. તે સમયે રહેણીકરણી, ખાણીપીણી અત્યાર જેવી નહોતી. તે સમયે પ્રદૂષણનું પ્રમાણ પણ નહીંવત્ હતું. આ બધાં જ કારણ સારા વાળ માટે જવાબદાર છે. આજકાલ લોકોનું જીવન એટલું બગડી ગયું છે કે નિસ્તેજ ત્વચા અને ખરાબ વાળની સમસ્યા લગભગ દરેકને સતાવતી હોય છે. પૂરતી અને સમયસર ઊંઘનો અભાવ, ખાવાપીવાની ખરાબ આદત, પ્રદૂષણ, બેદરકારી જેવાં કારણો વાળ ખરવા પાછળ જવાબદાર હોય છે.

હાલનો યુગ એ ખુબ જ ઝડપી યુગ છે. અહી વ્યક્તિને પોતાના માટે પણ સમય મળતો નથી. ટેક્નોલોજીનો વિકાસ એટલો બધો થઈ ચૂક્યો છે કે દરેક ક્ષેત્રે નતનવા સુધારા આવતા જાય છે. પરંતુ તેની આડઅસર માનવી ની રોજીંદી જીંદગી પર પડે છે. હાલના સમયમાં અનેક નવા નવા રોગો સામે આવી રહ્યા છે.

અત્યારની રહેણીકરણીને લીધે માનવ શરીરમાં અનેક બદલાવો તેમજ ફેરફારો આવવા લાગે છે. વર્તમાન સમયમાં છોકરોઓ અને છોકરીઓ પણ ખરતાં કેશ ખરવાની તકલીફથી હેરાન હોય છે. ખરતાં કેશના લીધે નાની વયમાં જ ટાલ પડવાની તકલીફ પણ સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે લાઈફસ્ટાઈલ અનિયમિત ખાણીપીણીની આદત અને તણાવના લીધેકેશ જીવ વગરના થઈ જાય છે અને ખરવા લાગે છે.

અમુક વખતો ટાલ એટલી પડી જાય છે કે નાની વયમાં જ વ્યક્તિ ખુબ જ મોટી વયનો હોય તેવુ દેખાવા લાગે છે. અને સાથોસાથ સફેદ વાળ થવાની પણ સમસ્યા એક અલગ જ વસ્તુ બનીને ઊભી રહે છે.જો તમને પણ આવી પરેશાની હોય અને તેને તમારે દૂર કરવી હોય તો અદરકનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે. અદરકનો આ નૂસ્ખો તમારી પડેલ ટાલમાં પણ કેશ ઉગાડી દેશે.અદરક એક એવી ઔષધિ છે જે એન્ટી ઓક્સીડેટ્સ ગુણોથી ભરપૂર હોવાને લીધે ખરતા કેશ અટકાવે છે.

તેનાથી ટાલની સમસ્યામાથી પણ છુટકારો મળે છે. તેના માટે અદરકના જ્યુસને લીંબૂના રસમાં મિક્ષ કરીને કેશમાં લગાવો.આ નૂસ્ખો કરવાથી કેશ ખરતા બંધ થઈ જશે. આ રસને ત્રીસમિનિટ પછી સાફ કરી લેવો. તમે અદરકનો રસ સપ્તાહમાં બે વખત લગાવી શકો છો. જો આ રીતે તમે તેનો ઉપયોગ કરશો તો અમુક સમયમાં જ તમારી પડેલી ટાલમાં નવા વાળ ઉગવા લાગશે અને વાળ ખરવાની સમસ્યાનો અંત આવશે.

અન્ય ઉપાયો.

એલોવેરા.એલોવેરા સ્કેલ્પના સીબમ પ્રોડક્શન અને પી.એચ સ્તરને સંતુલિત કરે છે, જેના કારણે વાળ ખરતાં ઓછા થાય છે અને હેર ગ્રોથ વધે છે. એલોવેરા જેલમાં અઢળક ફાયદા છુપાયેલા છે. આ જેલમાં ૯૬ ટકા પાણી અને અઢળક એમિનો એસિડ મળી આવે છે. વળી તેમાં વિટામિન ઇ, બી, સી હોય છે જે વાળ અને ત્વચા બંને માટે ખૂબ જ લાભદાયી છે. એલોવેરા વાળમાં કૂલિંગ એજન્ટનું પણ કાર્ય કરે છે. તેને તેલમાં મિક્સ કરીને લગાવવાથી વાળ અને સ્કેલ્પને મોઇશ્ચર પ્રાપ્ત થાય છે. તેનાથી હેર ગ્રોથ તો વધે જ છે સાથેસાથે વાળ મુલાયમ પણ બને છે.કાળા મરીના દાણાને પાણીમાં ઉકાળો અને તે પાણીથી વાળ ધોઈ લો. તેના લાંબા ગાળાના ઉપયોગથી ફાયદો થશે.

બે ટેબલસ્પૂન એલોવેરા જેલ લઇને સ્કેલ્પમાં હળવા હાથે લગાવીને માલીશ કરો. હવે તેને બે કલાક માટે સ્કેલ્પમાં લગાવી રાખો. બે કલાક બાદ માઇલ્ડ અને સલ્ફેટ ફ્રી શેમ્પૂથી માથું ધૂઓ. તમે ઇચ્છો તો શિકાકાઇથી પણ વાળ ધોઇ શકો છો. શિકાકાઈથી વાળ ધોવાથી વાળ એકદમ મુલાયમ બની જશે. આ ઉપાય અઠવાડિયામાં ત્રણવાર અજમાવવાથી વાળ ખરતા અટકી જશે.

બે ચમચી એલોવેરા જેલમાં એક ચમચી નાળિયેર તેલ મિક્સ કરીને હળવે હાથે સ્કેલ્પમાં લગાવીને મસાજ કરો. બે કલાક અથવા તો આખી રાત તેલ રાખીને બીજા દિવસે વાળને શેમ્પૂ વડે ધોઇ લો. શેમ્પૂ કર્યા બાદ કંડિશનર કરવાનું ન ભૂલવું. અઠવાડિયામાં બે વાર આ ઉપાય અજમાવવો.

આમળા ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે સારા નથી, પરંતુ તેનો નિયમિત ઉપયોગ કરવાથી સફેદ વાળની ​​સમસ્યાને પણ દૂર કરવામાં મદદ મળે છે. આમલાને મેંદીમાં ભેળવીને વાળને તેના સોલ્યુશનથી કંડિશનિંગ કરવું, સફેદ વાળ માટે ખૂબ ફાયદાકારક છે.

જો તમે સફેદ વાળને બ્લેક ટી અથવા કોફીના અર્કથી ધોઈ લો છો, તો તમારા સફેદ વાળ ફરી કાળા થવા માંડે છે.સમાન માત્રામાં મહેંદી અને દહીં મિક્સ કરીને પેસ્ટ બનાવો અને આ પેસ્ટને વાળ પર લગાવો. આ ઘરેલું ઉપાય અઠવાડિયામાં એકવાર કરવાથી વાળ કાળા થવા લાગે છે.

ડુંગળી તમારા સફેદ વાળ કાળા કરવામાં મદદ કરે છે, નહાવાના થોડા સમય પહેલા તમારા વાળ માં ડુંગળી ની પેસ્ટ લગાવો. આની સાથે, તમારા સફેદ વાળ કાળા થવા લાગશે, વાળ ગ્લો થશે અને વાળ ખરવાનું બંધ થશે.લીંબુનો રસ જામફળના પાન સાથે મેળવીને લગાવવાથી ખોડો દૂર થાય છે. આ માટે 15 થી 20 જામફળના પાનને પીસીને પાવડર બનાવો. આ પાવડરમાં 2 થી 3 ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. આ પેસ્ટને 20 મિનિટ માટે માથા પર રાખો. આ કરવાથી તમારી ડેન્ડ્રફની સમસ્યા દૂર થઈ જશે.

જામફળના પાનનો ઉપયોગ સફેદ વાળથી રાહત આપે છે. આ સિવાય જો તમે કઢી પત્તાને 4-5 જામફળના પાનમાં મિક્સ કરીને ઉકાળો. 15 મિનિટ પછી આ પાણીને ઠંડુ થવા માટે રાખો. ઠંડુ થયા પછી આ પાણીથી માથુ ધોઈ લો. આ પછી, 5 મિનિટ પછી તમારા વાળને સારી શેમ્પૂથી ધોઈ લો. તમારા સફેદ વાળ એક અઠવાડિયામાં કાળા થઈ જશે.

ચા.એક વાસણ ની અંદર પાણી ઉમેરી તેની અંદર બે ચમચી જેટલી ચાય પતિ ઉમેરી તેને બરાબર ઉકાળી લો. ત્યારબાદ તે પાણીને ગાળી અને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

મીઠા લીમડાના પાન.તમારા ભોજનની અંદર મીઠા લીમડાના પાન ઉમેરો તમે તેને ચટણી બનાવીને પણ ખાઈ શકો છો. તેનું સેવન કરવાના કારણે તમારા સફેદ થતાં વાળ અટકી જાય છે.

હેર ઓઇલ.નારીયલ તેલની અંદર મીઠા લીમડાના પાન અને આમળા ઉમેરી ને તેને બરાબર ગરમ કરો. ત્યારબાદ તે તેલ ને વાળમાં લગાવવાથી તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

આમલકી રસાયણની અડધી ચમચી રોજ સેવન કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રૂપે કાળા અને મજબૂત બને છે.આમળાના નાના નાના ટુકડા કરી નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળવામાં આવે અને ત્યારબાદ તેને વાળમાં માલીશ કરવામાં આવે તો તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.

સૂરજમુખી ઘઉં અને પાલક જેવી લોહતત્વ ભરપૂર વસ્તુઓનું સેવન કરવામાં આવે તો તેના કારણે પણ તમારા વાળ કુદરતી રીતે કાળા થઈ જાય છે.લીંબુ અને પાણીને બરાબર માત્રા ની અંદર લઇ વાળમાં લગાવવામાં આવે તો તેના કારણે વાળમાં ઘણા ફાયદા થાય છે.નારીયલ તેલની અંદર લીંબુનો રસ મેળવી વાળમાં માલિશ કરવામાં આવે તો તમારા સફેદ થઈ ગયેલા વાળ પણ કાળા થઈ જાય છે.

અઠવાડિયામાં બે વખત ગાયના દૂધમાંથી બનેલી છાશ વાળમાં લગાવવામાં આવે તો નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.વાળને કાયમી માટે સ્વસ્થ રાખવા માટે હંમેશાં એ માટે તેને ઠંડા અને સાફ પાણીથી ધોવા જોઈએ.

કાળા અખરોટને પાણીની અંદર ઉકાળી લઇ તે પાણીથી વાળ ધોવાથી નાની ઉંમરે થતા સફેદ વાળની સમસ્યામાં રાહત મળે છે.દૂધીને સૂકવી લઈ નારીયલ તેલની અંદર ઉમેરી ઉકાળી અને તેલને ગાળીને એક બોટલમાં ભરી લો. ત્યાર બાદ તે તેલ થી મસાજ કરવાના કારણે તમારા વાળ કુદરતી રીતે કાળા બની જાય છે.

About bhai bhai

Check Also

છૂટાછેડા પછી કુતરા સાથે કર્યાં લગ્ન, મહિલાએ કહ્યું- પતિ કરતાં વધુ ખુશ રાખે છે..જાણો શા માટે

લંડનમાં રહેતી એક મહિલાએ તેની પાલતુ કૂતરી સાથે લગ્ન કર્યા મહિલાએ તેના પતિથી છૂટાછેડા લીધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *