Breaking News

તમારી તમામ ઈચ્છાઓ પૂરી કરવા અને ભોલનાથની કૃપા મેળવવા આજેજ કરો આ નાનકડો ઉપાય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દેવોના દેવ મહાદેવ એવા ભગવાન છે જેમને પ્રસન્ન કરવા ખુબજ સરળ છે. નાનકડી પૂજા માત્રથી ભોલેનાથ પ્રસન્ન થાય છે. ભગવાન શિવ કલ્યાણકારી દેવતા છે. તમામ મનોકામનાને પૂર્ણ કરવા શક્તિ શિવલિંગને અભિષેક કરવાથી તમામ કષ્ટો દુર થાય છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે કે શિવ: અભિષેક પ્રિય: અર્થાત્ કલ્યાણકારી શિવને અભિષેક ખુબજ પ્રિય છે.

શિવલિંગનું પૂજન અભિષેક કરવાથી તમામ દેવી દેવતાઓને અભિષેક કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ભગવાન શિવ એક એવા દેવતા છે જે ફક્ત એક લોટા જળથી પ્રસન્ન થાય છે. જો કે શિવલિંગ પર કેટલીક એવી વસ્તુઓ છે જે ને મનોકામના અનુસાર અભિષેક અર્પિત કરવામાં આવે છે.મનોકામના અનુસાર કરો અભિષેક.જો કોઈના વિવાહમાં અડચણ આવતી હોય તો આ તમામ બાધાઓને દૂર કરવા શેરડીના રસથી શિવ પર અભિષેક કરવો જોઈએ. શિવલિંગ પર કેસર મિશ્રિત જળથી જળાભિષેક કરવાથી વિવાહ સંબંધી તમામ સમસ્યાઓ તાત્કાલીક દૂર થશે.

જીવન સાથે જોડાયેલા તમામ દુખો દૂર થશે. દેવાથી મુક્તિ મેળવવા માટે મધથી શિવલિંગ પર અભિષેક કરવો જોઈએ. આ અભિષેક કરવાથી સાધકને ફક્ત દેવાથી જ મુક્તિ નથી મળતી પણ તમામ પાપોથી પણ મુક્તિ મળે છે. અસાધ્ય બીમારીઓથી મુક્તિ મેળવવા ભગવાન શિવને પાણીમાં દૂધ તથા કાળા તલ ભેળવીને જળાભિષેક કરવાથી શિવની કૃપાથી સ્વાસ્થ્ય સુધરે છે અને લાભ મળે છે. શિવલિંગને કાચા દૂધથી અભિષેક કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે. સંતાન સુખ પ્રાપ્ત થાય છે. ગાયના ઘીથી અભિષેક કરવાથી શિવના આશીર્વાદ પ્રાપ્ત થતાં ધનમાં વૃદ્ધિ અને આયુષ્યમાં વધારો થાય છે. સરસવના તેલથી અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે.

ભગવાન શિવ મનના ભોળા છે અને જલ્દીથી ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઇ જાય છે, એટલા માટે તેને ભોળાનાથ કહેવામાં આવે છે. જો સાચી શ્રદ્ધા સાથે તેને એક લોટો જળ ચડાવી દો કે બે ફૂલ જ ચડાવી દો, તો પણ તે પ્રસન્ન થઇ જાય છે. એવું કહેવામાં આવે છે કે ભોળેનાથ જેની ઉપર પોતાની કૃપા વરસાવે છે. તેને કોઈ પણ પ્રકારની સમસ્યા નથી આવવા દેતા. ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કોઈ દેખાડો કે છળ કપટ વિષે તો વિચારવું જ ન જોઈએ.

બસ તેને સાચી શ્રદ્ધા અને ભક્તિથી યાદ કરો, તો તે પોતાની જાતે પ્રસન્ન થઇ જાય છે. જો કોઈના જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા આવી હોય તો તે ભગવાન શિવની ભક્તિ કરીને તેને પ્રસન્ન કરી શકે છે. તમને જણાવીએ કે કઈ સમસ્યા માટે તમે ભગવાન શિવને કેવી રીતે પ્રસન્ન કરી શકો છો.

જલ્દી લગ્ન માટે.જો તમે સોમવારના દિવસે કોઈ શિવ મંદિરમાં જઈને શિવલિંગ ઉપર દૂધમાં કેસર ભેળવીને અર્પણ કરો છો, તો તેનાથી તમારા જીવનમાં આવનારી તમામ સમસ્યાઓ દુર થઇ જાય છે. સાથે જ તમારા જલ્દી લગ્નનો યોગ પણ ઉભો થાય છે. તેની સાથે જ જો તમે જળમાં કાળા તલ ભેળવીને શિવલિંગનો અભિષેક કરો છો અને અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાયના જાપ કરો છો, તો તેનાથી તમારા અંતર આત્માને શાંતિ મળે છે. જીવનમાં ધન ઘણું મહત્વનું છે. જો ઘણી મહેનત કરવા છતાં પણ તમારા જીવનમાં ધનની પ્રાપ્તિ નથી થઇ રહી તો માછલીઓને લોટની ગોળીઓ ખવરાવો. સાથે જ માછલીઓને લોટની ગોળીઓ ખવરાવતી વખતે ભગવાન શિવનું ધ્યાન જરૂર કરો.

સુખ શાંતિ માટે.જો તમે તમારી તમામ મનોકામનાઓની પૂર્તિ કરવા માગો છો, તો સોમવારના દિવસે ૨૧ બિલ્લીપત્ર ઉપર ચંદનથી ઓમ નમઃ શિવાય લખીને શિવલિંગ ઉપર અર્પણ કરી દો. તેનાથી તમારી તમામ મનોકામના પૂરી થઇ જશે. સુખ સમૃદ્ધીની ઈચ્છા દરેકને હોય છે. જો તમે સુખ સમૃદ્ધી પ્રાપ્ત કરવા માગો છો અને તમારી દરેક તકલીફો અને દુ:ખ માંથી છુટકારો મેળવવવા માગો છો, તો તેના માટે નંદી બળદને લીલું ઘાસ ખવરાવો. તમારા જીવનમાં સુખ સમૃદ્ધી આવી જશે. નંદી બળદ શિવજીને ખુબ પસંદ છે અને જ્યાં શિવજી હશે ત્યાં નંદીનું હોવું જરૂરી છે.જો તમે સોમવારના દિવસે ગરીબ, નિર્ધન કે અસહાયને ભોજન કરાવો છો, તો તેનાથી તમારા ઘરમાં ક્યારે પણ અન્નની ખામી નહિ રહે. સાથે જ એમ કરવાથી પિતૃની આત્માને પણ શાંતિ મળે છે.

બીમારીથી છુટકારા માટે.જો તમારે ધન વધારવું છે, તો તેના માટે ઘરમાં પારદ માંથી બનેલા શિવલિંગની સ્થાપના કરો અને તેની રોજ નિયમિત રીતે પૂજા કરો આમ કરવાથી તમારા ધનમાં વૃદ્ધી થવા લાગશે. જો તમે ઘણા સમયથી લાંબી બીમારીથી પીડિત છો અને ઈલાજ કરાવવા છતાં પણ તમને એ બીમારીથી છુટકારો નથી મળી રહ્યો, તો તેના માટે શિવલિંગના ૧૦૧ વખત જળાભિષેક કરો. સાથે જ જળાભિષેક કરતી વખતે ‘ૐ જં સ:’ મંત્રના જાપ કરતા રહો. તેનાથી તમને રોગ માંથી છુટકારો મળશે.

ઘણા લોકો શિવલિંગની મનફાવે તે પૂજા કરતા હોય છે, પરંતુ તમને જણાવી દઇએ કે શિવલિંગની પૂજા કરવા ની પણ એક અલગ વિધિ છે જેનું એક અલગ મહત્વ છે. જો આ ખાસ વિધિ દ્વારા શિવલિંગની પૂજા કરવામાં આવે તો જીવનમાં આવી પડેલા દરેક સંકટમાંથી છુટકારો મેળવી શકાય છે. આ ઉપરાંત આવી દ્વારા શિવલિંગની પૂજા કરવાથી ખૂબ ઝડપથી પ્રસન્ન થઈ જતા હોય છે. જેના કારણે ભક્તની દરેક મનોકામના પૂર્ણ થતી હોય છે.

હિંદુ શાસ્ત્રો અનુસાર એવું પણ માનવામાં આવે છે કે શિવલિંગ પર શેરડીનો રસ ચઢાવવાથી ભગવાન શિવ ખૂબ પ્રસન્ન થાય છે. આમ કરવાથી દરેક ગરીબ ભક્તોની ગરીબી દૂર થઇ જાય છે. જો કોઈ કરજ વધી ગયું હોય એને કરજ ચૂકવવાની ક્ષમતા ન હોય તો આ સ્થિતિમાં શિવલિંગ ઉપર શેરડીનો રસ અર્પણ કરવાથી ઘણો લાભ થાય છે. આ માટે તમારે તાંબાના કળશમાં શેરડીનો રસ લઇને ઓમ નમો શિવાય ના મંત્ર સાથે શેરડીના રસને શિવલિંગ ઉપર ચઢાવો જોઈએ. આમ કરવાથી તમારા દરેક આર્થિક સમસ્યા દૂર થઈ જશે.

આ ઉપરાંત એવું પણ માનવામાં આવે છે કે મંગળવારના દિવસે કોઈ વ્યક્તિ પાસેથી ક્યારે પણ ઉધાર ના પૈસા લેવા જોઈએ નહીં. જો તમે કોઈ વ્યક્તિ પાસેથી ઉતાર્યું પૈસા લીધેલા હોય તો તેને મંગળવારના દિવસે ન ચૂકવવા જોઈએ. જો તમે આવું કરો છો તો આને કારણે ભગવાન ભોલેનાથ તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આર્થિક નુકશાન પણ ભોગવવું પડી શકે છે.જો તમારા જીવનમાં આર્થિક સમસ્યા હોય અને આ આર્થિક સમસ્યામાંથી તમારે દૂર રહેવું હોય તો દરરોજ સવારે પક્ષીઓને ચણ નાખવાનું શરૂ કરી દો. આમ કરવાથી પક્ષીઓને ખાવાનું પણ મળી રહેશે તથા તમારા જીવનમાં આવી પડેલી આર્થિક તકલીફો પણ દૂર થઈ જશે.

About bhai bhai

Check Also

શું તમે જાણો છો કે કાનખજૂરો દેખાવું શુભ છે કે અશુભ જાણો શું છે રહસ્ય

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, દુનિયાભરમાં ઘણી એવી વસ્તુઓ છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *