Breaking News

તમે જાણો છો કે મહિલાઓનું કેમ કરવું જોઈએ સન્માન લક્ષ્મીજીની રહશે કૃપા

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદૂર પોતાની નીતિઓમાં અનેક પ્રકારની કલ્યાણકારી વાતો જણાવી છે. તેમની નીતિઓ માનવ જીવનમાં કલ્યાણકારી ભૂમિકા નિભાવી શકે છે. એ ક્રમમાં મહિલાઓથી જોડાયેલી કેટલીક ખાસ વાતો વિશે પણ વિદૂરજીએ જણાવ્યું છે. વિદૂર નીતિ અનુસાર મહિલાઓની રક્ષા સમાજના સૌથી મોટું કર્તવ્ય છે. વિદૂરે પોતાની આ નીતિના મતમાં જે વાતોનો ઉલ્લેખ કર્યો છે. તેમાં મહિલાઓની રક્ષા અને સન્માન કરવા પાછળ નીચેના આ કારણો જણાવાયા છે. અમે તમને જણાવીશું કે કારણો ક્યાં ક્યાં છે.પૂજનીયા મહાભાગાઃ પુણ્યાશ્ર્ચ ગૃહદીપ્તયઃ |, સ્ત્રિયઃ શ્રિયો ગૃહસ્યોત્ત્કાસ્તમાદ્રક્ષ્યા વિશેષતઃ.

સ્ત્રી હોય છે ઘરની લક્ષ્મી.વિદૂર નીતિ કહે છે કે સ્ત્રીઓ લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવે છે. હિંદૂ ધર્મમાં કોઈ મહિલાના જન્મ પર કહેવાય છે કે અમારે ત્યાં લક્ષ્મીજી પધાર્યા છે. જ્યારે કોઈ સ્ત્રી લગ્ન કરીને સાસરે જાય છે ત્યારે તેનું નસીબ ત્યાંના લોકો સાથે જોડાય જાય છે. મહિલાના શુભ પગલાં થતાં જ ઘરમાં શ્રેષ્ઠતા અને સંપન્નતા બની રહે છે. જે ઘરમાં મહિલાઓ ખુશ, સુખી અને સ્વસ્થ હોય ત્યાં હમેંશા લક્ષ્મીનો વાસ રહે છે.

હોય છે સૌભાગ્યશાળી.વિદૂર નીતિ કહે છે કે ઘરના ભાગ્ય મહિલાઓ સાથે જોડાયેલા હોય છે. સ્ત્રી ઘરમાં ઉજાસ બનીને આવે છે. કહેવાત છે કે એક સફળ પુરુષની પાછળ હમેંશા એક સ્ત્રીનો હાથ હોય છે. ઘર પર હમેંશા નસીબ મહેરબાન રહે તે માટે મહિલાઓનો હમેંશા આદર કરવો જોઈએ. કોઈ પણ ઘરની સુખ સમૃદ્ધિમાં તે પરિવારની મહિલાનું ખાસ યોગદાન હોય છે. એક સુલક્ષણા નારી કે સાસરી અને માતૃપક્ષ બંનેમાં યોગ્ય સામંજસ્ય બનાવીને રાખે છે. તે તેની કીર્તિમાં ચાર ચાંદ લગાવે છે. આવી સ્ત્રીઓ સમાજમાં બહુ જ આદર પામે છે. તેથી જ નારીના સૌભાગ્યની જાણ થાય છે.

સંબંધોની ગરિમા જાળવવી ખુબ સારી રીતે જાણે એક સ્ત્રી એક સ્ત્રી જ નથી હોતી પણ તેના જીવનના અનેક રૂપો જોવા મળે છે. તે કોઈની દીકરી, તો કોઈની બહેન, કોઈની પત્ની તો કોઈની માતા, તો કોઈની ભાભી તો કોઈની પુત્રવધુ તરીકે દરેક સંબંધોમાં ઓતપ્રોત રહે છે. તે દરેક સંબંધ સુપેરે નિભાવે છે. જીવનભર તે સંબંધોનું નિર્વહન ખુબ જ જવાબદારી સાથે કરે છે. સ્ત્રીઓ બહું જ સહનશીલ અને કર્તવ્યશીલ હોય છે. તે અનેક નાની નાની બાબતોને ભૂલી જઈ એક માતૃવત પરિવારનું જતન કરે છે. તેથી સ્ત્રીઓ આદર અને સન્માનની અધિકારી છે.તેનું સન્માન કરવું જોઈએ.

વધારે છે ઘરની શાખ અને શોભા.કહેવત છે કે પુરુષ એ એક કૂળને તારે પણ સ્ત્રી એ પોતાના પિતા અને પોતાની સાસરી એમ બે કૂળને તારે છે. સ્ત્રીએ ઘરની આબરું અને શોભા માનવામાં આવે છે. સ્ત્રીઓના માન સન્માનથી વધારે કઈં પણ નથી. ઘરની કોઈ પણ પરિસ્થિતિ હોય સ્ત્રી કોઈને કળવા દેતી નથી. પરિવારની શાખ અને પ્રતિષ્ઠા સતત વધતી રહે તે રીતે વર્તે છે. ઘરને સુંદર અને સુશોભિત રાખે છે. પોતાની વિશેષ આવડતથી ઘરને સ્વચ્છ રાખીને સજાવે છે.

આ ઉપરાંત દરેક વ્યક્તિનો સ્વભાવ અલગ હોય છે. એટલે કે બધા લોકોનો વ્યવહાર એક જેવો હોતો નથી અને દરેક વ્યક્તિ એકબીજાથી થોડો અલગ હોય છે. આવી જ રીતે મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓના અમુક ગુણ એવા હોય છે જે અન્ય લોકોથી તેની અલગ ઓળખ બનાવતા હોય છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ જે પણ ઘરમાં વહુ બનીને જાય છે, ત્યાં પોતાની પ્રતિભા અને આકર્ષક વ્યક્તિત્વથી બધા લોકોના દિલ જીતવામાં સફળ થાય છે.તે પોતાના પ્રેમ ભર્યા વ્યવહારથી ઘરમાં એક ખુશનુમા માહોલ બનાવવામાં સફળ રહે છે. કહેવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના સાસરીયા માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે. ચાલો તમને જણાવીએ ૫ એવા ગુણો વિશે જે ભાગ્યશાળી મહિલાઓમાં મળી આવે છે.

સહનશીલ.સહનશીલ મહિલાઓ ભાગ્યશાળી હોય છે. કારણ કે તેઓ દરેક પરિસ્થિતિનો સામનો કર્યા વગર અને ગભરાયા વગર કરે છે. જો કોઈ કઠિન પરિસ્થિતિ સામે આવી જાય છે, તો શાંત થઈને નિર્ણય લે છે અને સમયની માગણી અનુસાર કામ કરે છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના ઘર પરિવારની જરૂરિયાતો અને સમજે છે અને દરેક નાની-મોટી સમસ્યાઓનું સમાધાન સરળતાથી કરી લેતી હોય છે. સહનશીલ મહિલાઓમાં ગુણ હોય છે કે તેઓ પોતાના ઘરમાં આવનાર મુસીબતોને સમયે ઢાલ બનીને ઊભી રહે છે.

આત્મનિર્ભર.કોઈપણ ભાગ્યશાળી મહિલામાં આત્મનિર્ભર ગુણ જરૂર જોવા મળે છે. કહેવામાં આવે છે કે આવી મહિલાઓ પોતાના ઘરમાં કોઈપણ સંકટને આવવા દેતી નથી. પોતાના પર નિર્ભર થઇને અને પોતાની આવડતથી બધા કામ કરતી હોય છે. તે સિવાય આવી મહિલાઓ જે ઘરનો હિસ્સો બને છે. ત્યાં સુખ સમૃદ્ધિ અને હસી ખુશીનો માહોલ બની જાય છે. ફક્ત એટલું જ નહીં તેમને સાસરિયામાં ખૂબ જ પ્રેમથી રાખવામાં આવે છે.

વાણી પર નિયંત્રણ રાખવા વાળી.જે મહિલા પોતાની વાણી પર નિયંત્રણ રાખે છે. તે દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાલ બનાવી લેતી હોય છે.આવી મહિલાઓની કોઈપણ સાથે લડાઈ ઝઘડા થતા નથી અને શાંત મનથી ચીજોને સમજીને કોઈ નિર્ણય પર પહોંચે છે. કહેવામાં આવે છે કે તેમને ફાલતું વાતો અથવા ઝઘડો કરવો બિલકુલ સારો લાગતો નથી. પરંતુ તે આ બધી જ ચીજોથી દૂર ભાગે છે. આ ગુણને કારણે પરિવાર અને સંબંધીઓમાં તે બધાની ફેવરિટ બની જાય છે.

પતિની વાત જાણવા વાળી.એવું કહેવામાં આવે છે કે પતિ પોતાના હૃદયની વાત દબાવીને રાખી લેતા હોય છે. તેવામાં જો કોઇ મહિલા પોતાના પાર્ટનરના હૃદયની વાત તેના કહ્યા વિના જાણી લે છે, તો તે એક પરફેક્ટ પત્ની કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે આવી મહિલાઓ સૌભાગ્યશાળી હોય છે.

વડીલોનું સન્માન કરવું.ફક્ત મહિલાઓએ જ નહીં પરંતુ દરેક વ્યક્તિએ પોતાના વડીલો હંમેશા સન્માન કરવું જોઈએ. જે પોતાનાથી વડીલ લોકોનું સન્માન કરે છે તેમના પર ઈશ્વરની અપાર કૃપા જળવાઈ રહે છે. કહેવામાં આવે છે કે વડીલોનો આદર કરવા વાળી મહિલાઓ જો કોઈ ઘરમાં રહેતી હોય તો તે ઘરનું વાતાવરણ હંમેશા ખુશીઓથી ભરેલું રહે છે. ઘરના સદસ્યોમાં ક્યારે પણ ઝઘડો થતો નથી, પરંતુ તેમની એકતા જળવાઈ રહે છે. આવી રીતે વડીલોનું માન સન્માન કરવા વાળી મહિલાઓ ઘર પરિવાર માટે ભાગ્યશાળી કહેવામાં આવે છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *