Breaking News

તમને પણ આવે છે ખૂબ ગુસ્સો તો આજેજ કરીલો આ ઉપાય થશે ગુસ્સો ગાયબ

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ફૂલને ખૂબ પવિત્ર અને શુભ માનવામાં આવ્યાં છે. જેમ આપણને પણ સુંદર, રંગબેરંગી, દેખાવડાં અને સુગંધી ફૂલો ગમે છે તેમ ભગવાનને પણ ફૂલો અતિશય પ્રિય છે. જેમ આપણે સુંદર ફૂલોને જોઇને તેને તોડવા માટે, તેને આપણા માથાની શોભા વધારવા માટે માથામાં લગાવીએ. શાસ્ત્રોમાં પણ ફૂલોનું અનોખું મહત્ત્વ આલેખવામાં આવ્યું છે.સારા અને માઠા બંને પ્રસંગે આપણે ફૂલનો ઉપયોગ કરીએ છીએ. સારા પ્રસંગે યજ્ઞા કે પૂજામાં ભગવાનને ફૂલ ચઢાવવામાં આવે છે, જ્યારે કોઇ ગુજરી ગયું હોય ત્યારે તેના શરીરને ફૂલ અર્પણ કરીને તેને પગે લાગવામાં આવે છે.

આપણે ઘરમાં નાની કે મોટી કોઇપણ પૂજા રાખીએ તો તે પૂજા ફૂલ વગર ક્યારેય પૂરી નથી થતી. દરેક પૂજાપાની થાળીમાં તેની જગ્યા વિશેષ માનવામાં આવે છે.ફૂલને આપણી શ્રદ્ધા અને ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. વાસ્તુમાં કહેવાયું છે કે જો ખરાબ મૂડ હોય, મન વિચલિત હોય, માનસિક અશાંતિ લાગતી હોય તો ફૂલને આપણી પાસે રાખવાથી તમને બેચેનીથી આરામ મળશે. કહેવાય છે કે તેના અલગ રંગ અને અલગ સુગંધ માણસમાં અલગઅલગ અસર ઉત્પન્ન કરે છે.

ભગવાનની પૂજામાં પણ તેમને મનગમતાં ફૂલો અર્પણ કરવામાં આવે તો તેનાથી ચોક્કસ લાભ થશે અને તમારી મનોકામના પણ પૂર્ણ થશે. વૃક્ષશાસ્ત્રમાં એવું કહેવાયું છે કે દરેક મનોકામના માટે અમુક ફૂલો હોય છે, તે જ રીતે દરેક ભગવાનનાં પણ અમુક મનગમતાં ફૂલો હોય છે તે તેમને અર્પણ કરવાથી તમારા મનની મુરાદ ચોક્કસ પૂરી થશે. તો ચાલો, તે વિશે વિગતે જાણી લઇએ.સંતાનની બીમારીની ચિંતા હોય, સંતાનની પ્રગતિ ન થતી હોય એવા સંજોગોમાં જો તમે ભગવાન શ્રી વિષ્ણુને નિયમિત પીળાં ગલગોટાનાં ફૂલની માળા ચડાવવાથી આ વ્યાધિ-ઉપાધિમાંથી ચોક્કસ તમને મુક્તિ મળી જશે. તમે તમારા સંતાનને પણ ભગવાન વિષ્ણુને દરરોજ એક માળા ચઢાવવાનું કહી શકો છો. આમ કરવાથી તેમના પણ દરેક સ્વપ્ન પૂરાં થશે.

આર્થિક સ્થિતિ સારી ન હોય, લક્ષ્મીનો વાસ ઘરમાં ન રહેતો હોય અને ઘણાં લોકોને સારી કમાણી હોય તો પણ લક્ષ્મીનો અતિશય વ્યય થતો હોય, કોઇપણ જાતનું રોકાણ કે બચત ન થતી હોય, કારણ વગરના ખર્ચ થયા કરતા હોય ત્યારે ગુલાબના ફૂલને જો રોજ લક્ષ્મીજીને અર્પિત કરવામાં આવે તો લક્ષ્મી તમારા ઘરમાંથી ક્યારેય બહાર પગ નથી મૂકતી. ખોટો પૈસાનો વ્યય નથી થતો. તમે ચાહો તો તિજોરીમાં પણ લક્ષ્મીજીની મૂર્તિ રાખીને રોજે તેમાં એક ગુલાબનું ફૂલ મૂકો.વૈવાહિક જીવનમાં કોઇ મુશ્કેલી હોય, પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હોય, નાનીનાની વાતે મતભેદ રહ્યાં કરતા હોય તો રોજ ઘરના પૂજાઘરમાં બે ગુલાબ અને થોડાં મોગરાનાં ફૂલ ભગવાનને ચડાવવાં. પતિ-પત્ની વચ્ચેનો અણબનાવ દૂર થાય છે અને તેઓ વચ્ચે પ્રેમ વધી જાય છે.

જે યુગલને સંતાનપ્રાપ્તિ ન થતી હોય, તેમણે મહિનાની કોઇપણ એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણને બે કમળ ચઢાવવાં જોઇએ. આમ કરવાથી નિઃસંતાન યુગલની મનોકામના પૂર્ણ થાય છે અને સંતાનપ્રાપ્તિ થાય છે. એક પણ એકાદશી ચૂકવી નહીં. દરેક એકાદશીએ બે કમળ અચૂક ચઢાવવાં જોઇએ. ઘરમાં હંમેશાં સુખશાંતિ સ્થાપી રાખવી હોય, દરેક પ્રકારનું સુખ ઘરના તમામ સભ્યોને મળે તેમ તમે ઇચ્છતા હોવ તો લક્ષ્મીજીને ૨૧ દિવસ સુધી રોજ કમળ ચઢાવવું. આમ કરવાથી ઘરમાં હંમેશાં સુખ અને શાંતિ રહે છે. ઘરના કોઇપણ સભ્યને ક્યારેય નિરાશા નથી મળતી.

જાસૂદનું ફૂલ નિયમિત રીતે ભગવાન શ્રી ગણેશને ચઢાવવાથી જીવનમાં શત્રુઓ ક્યારેય નથી બનતા. અને જો કોઇ પહેલાંથી જ શત્રુ હોય તો તેમની મેલી મનોકામના ક્યારેય પૂર્ણ નથી થતી. ભગવાન ગણેશ હંમેશાં તમારી રક્ષા કરે છે.સૂર્યદેવને રોજ સવારે જાસૂદનું એક ફૂલ ચઢાવવાનો ક્રમ જાળવી રાખવાથી મરનારને અચૂક યશની પ્રાપ્તિ થાય છે.કોઇપણ સફેદ ફૂલને પાણીમાં બોળીને ચંદ્રને અર્પણ કરવાથી ક્રોધ પર કંટ્રોલ રહે છે.

આ ઉપરાંત તમને પ્રાચીન સમયમાં એક ક્રોધી સ્વભાવની મહિલા હતી. વાત-વાત પર તેને ગુસ્સો આવી જતો હતો. ગુસ્સામાં તે નાના-મોટા કોઈને નહોતી જોતી અને જે મોમાં આવે બોલી દેતી હતી. તેના પરિવારની સાથે જ આખી સોસાયટી તેનાથી પરેશાન હરતી. જોકે, જ્યારે તેનો ગુસ્સો શાંત થાય તો તેને પોતાના વ્યવહાર ઉપર ખૂબ પસ્તાવો થતો હતો. એક દિવસ તે મહિલાની સોસાયટીમાં મોટા સંત આવ્યા. તે તેમને મળી.

સંતને તેણે કહ્યુ કે ગુરુદેવ, ગુસ્સાના કારણે બધા મારેથી દૂર થઈ ગયા છે. હું સ્વયંને સુધારી નથી શકતી. તમે કોઈ ઉપાય જણાવો, જેથી મારો ગુસ્સો શાંત થઈ જાય. સંતે તેને એક શીશી આપતા કહ્યુ કે આ દવાને પીવાથી તારો ગુસ્સો શાંત થઈ જશે. જ્યારે તને ગુસ્સો આવી ત્યારે તેને મોંઢે લગાવીને પીવાનું અને ત્યાં સુધી પીતા રહેવાનું જ્યાં સુધી ગુસ્સો શાંત ન થઈ જાય. એક સપ્તાહમાં તું ઠીક થઈ જઇશ.

પ્રેરક પ્રસંગ મહિલાને વાત-વાત પર આવતો હતો ગુસ્સો, ઘર-પરિવાર અને સોસાયટીના લોકો તેનાથી હતા પરેશાન, એક સંતે તેને ગુસ્સો ઓછો કરવાની દવા આપી, એક સપ્તાહમાં તેનો ગુસ્સો થઈ ગયો ઓછો, મહિલાએ સંતને પૂછ્યુ આ દવાનું નામ શું છે? મહિલાએ સંતની વાત માનીને ગુસ્સો આવવા પર તે દવાને પીવાનું શરૂ કરી દીધુ. એક સપ્તાહમાં તેનો ગુસ્સો ખૂબ ઓછો થઈ ગયો. ત્યારે તેણે સંત પાસે જઇને આભાર વ્યક્ત કરતા કહ્યુ કે ગુરુજી તમારી ચમત્કારી દવાથી મારો ગુસ્સો ખરેખર ગાયબ જ થઈ ગયો. મારી જિજ્ઞાસા છે કે દવાનું નામ શું છે?

મહિલાની વાત સાંભળીને સંતે સમજાવ્યુ કે તે બોતલમાં માત્ર પાણી જ હતુ, કોઈ દવા નહીં. ગુસ્સો આવવા પર તારી વાણીને મૌન રાખવાનું હતુ એટલે મે તને ગુસ્સો આવવા પર તેને પીવા કહ્યુ, કારણ કે બોતલ મોંમાં રહેવાથી જ્યારે તું બોલી નહીં શકે તો સામેવાળો તારા કડવા વચનોથી બચી જશે અને થોડી વારમાં તારો ગુસ્સો શાંત થઈ જશે.

કથાનો બોધપાઠ.આ કથાથી શીખવા મળે છે કે ગુસ્સાના કારણે વ્યક્તિ ઘર-પરિવાર અને સમાજથી અલગ થઈ શકે છે. એટલે જ્યારે પણ ગુસ્સો આવે કોઈ પણ રીતે આપણે મૌન થઈ જવું જોઈએ. મનને શાંત કરવું જોઈએ. મનની શાંતિ માટે સૌથી સારો ઉપાય મેડિટેશન છે.લાંબા સમય સુધી મેડિટેશન કરવાથી ગુસ્સાને કંટ્રોલ કરી શકાય છે.

About bhai bhai

Check Also

આ ચમત્કારિક યંત્રમાં થી ઘરમાં રાખીલો કોઈપણ એક ઉપાય થઈ જશો કરોડપતિ.

નમસ્તે મિત્રો આજના આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, તંત્ર શાસ્ત્રમાં યંત્રને અત્યંત શક્તિશાળી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *