Breaking News

ટપકાં જેટલો આ દેશ છે સૌથી ખતરનાક, છોકરીઓ અહીં ખુલ્લેઆમ AK47 લઈ ને ફરે છે……..

ઇઝરાયલ દક્ષિણ પશ્ચિમ એશિયામાં સ્થિત એક દેશ છે. ઇઝરાયલ શબ્દનો પ્રયોગ ‘બાઈબલ’ થી અને તેના પહેલાથી થાય છે. બાઈબલ અનુસાર ઈશ્વરના ફરિશ્તા (દૂતો) સાથે યુદ્ધ લડ્યા બાદ ‘જેકબ’ નું નામ ઇઝરાયલ રાખવામાં આવ્યું છે.મધ્યપૂર્વમાં સ્થિત આ દેશ વિશ્વ રાજનીતિ અને ઇતિહાસની દૃષ્ટિ એ ખૂબ મહત્વપૂર્ણ છે. ઇતિહાસ અને ગ્રંથો અનુસાર યહુદીઓનું મૂળ નિવાસ રહેલ આ ક્ષેત્ર નું નામ ખ્રિસ્તી, ઇસ્લામ અને યહૂદી ધર્મોમાં પ્રમુખતાથી લેવાય છે. યહૂદી, મધ્યપૂર્વ અને યુરોપના ઘણાં ક્ષેત્રોમાં ફેલાઈ ગયા હતાં. ઓગણીસમી સદીના અંતમાં તથા ફરી વીસમી સદીના પૂર્વાર્ધમાં યુરોપમાં યહૂદીઓ ઉપર કરાયેલ અત્યાચારને કારણે યુરોપીય (તથા અન્ય) યહૂદીઓ પોતાના ક્ષેત્રોથી ભાગી જેરૂસલેમ અને આના આસપાસના ક્ષેત્રોમાં આવવા લાગ્યાં. સન ૧૯૪૮માં આધુનિક ઈસરાયલ રાષ્ટ્રની સ્થાપના થઈ.

અન્ય મહત્વપૂર્ણ શહરોમાં તેલ અવિવનું નામ પ્રમુખતાથી લેવાય છે. અહીંની પ્રમુખ ભાષા હિબ્રુ છે, જે ડાબેથી જમણે લખાય છે, અને અહીંના નિવાસીઓને ઇઝરાયલી કહે છે. ઇઝરાયેલમાં ઇલેક્ટ્રોનિક્સ, ટેલિ કોમ્યુનિકેશન, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, બાયોટેક, ટૂરિઝમ, બાંધકામ, હીરાઉદ્યોગ અને એગ્રિકલ્ચર જેવા ક્ષેત્રોનો વિકાસ થયો છે. ડાયમંડ, કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને ખેત પેદાશોની નિકાસમાં પણ આ દેશનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. ઘરેલુ ઉત્પાદનમાં કૃષિનો હિસ્સો ૨.૫ ટકા જેટલો છે.

વિશ્વના નકશા પર એક નાનકડા બૂંદ સમાન દેશ એટલે ઇઝરાયલ. ત્રણ ઇઝરાયલ એકત્રિત થઈને પણ એક રાજસ્થાનની બરાબરી કરી શકતા નથી. ધાર્મિક રૂપથી એટલો કટ્ટરવાદી છે આ દેશ કે જ્યા રવિવારના દિવસે નાકની સાફ-સફાઈ કરવા પર પણ દંડ લાગી જાય છે, આ ઉપરાંત તમને જેલની સજા પણ મળી શકે છે. આ સિવાય ઇઝરાયલ પાસે રશિયા, અમેરિકા, ચાઇના બાદ વિશ્વની સૌથી મોટી વાયુસેના છે.

ઇઝરાયલ ચારે તરફથી દુશ્મન દેશોથી ધેરાયેલ છે અને આ દુશ્મન દેશ એવા પણ છે કે ઇઝરાયલને કોઇપણ રીતે ખતમ કરી નાખવા ચાહે છે. પરંતુ ઇઝરાયલથી તેના શત્રુ દેશ ઘભરાય છે, ઇઝરાયેલ નહિ.ઇઝરાયલ દુનિયાનો એક માત્ર યહૂદી રાષ્ટ્ર છે તથા ઇઝરાયલની એ નીતિ છે કે સમગ્ર દુનિયામાં જો કોઈ પણ, કોઈ જગ્યાએ યહૂદી રહેતો હોય તો તે ઇઝરાયેલનો નાગરિક માનવામાં આવે છે.તમને જાણીને નવાઈ લાગશે કે ઇઝરાયલમાં ફક્ત 40 જ પુસ્તકની દુકાનો છે. અહી દરેક વ્યક્તિને સરકાર જ બુક પૂરી પાડે છે. ઇઝરાયલમાં છપાતી કોઇપણ બુકની એક કોપી ‘જ્યુઇશ (યહૂદી) નેશનલ યુનિવર્સિટી‘ ની લાઈબ્રેરીમાં રાખવામાં આવે છે.

ઇઝરાયલ વિશ્વના એ ૯ દેશોની યાદીમા સ્થાન ધરાવે છે કે જેની પાસે તેની પોતાની સેટેલાઇટ સિસ્ટમ છે, આ સેટેલાઇટ ની સહાયતાથી તે ડ્રોન ઉડાડી શકે છે, પોતાની આ ટેકનોલોજી ઇઝરાયલ કોઈપણ દેશ સાથે શેર કરતુ નથી. આ ઉપરાંત ઇઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જે એન્ટી બેલાસ્ટિક મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પરિપૂર્ણ છે. ઇઝરાયલ તરફ આવનારી કોઈપણ મિસાઈલ માર્ગમા અધવચ્ચે જ તૂટી જાય તેવી ક્ષમતા ધરાવે છે અને આ ઉપરાંત ૧ મિનિટ ના સમયગાળામા જ્યા થી મિસાઈલ છૂટી હોય તે સ્થળને ઓળખીને પ્રત્યુતરમા હુમલો કરીને બધુ જ સર્વનાશ કરી શકે છે.

ઇઝરાયલ ઘરેલું કોમ્પ્યુટર ઉપયોગ કરવામાં દુનિયામાં પહેલા નંબરે છે. દુનિયામાં પહેલો ફોન મોટોરોલા કંપની એ ઇઝરાયલ જ બનાવ્યો હતો. તથા માઈક્રોસોફ્ટ માટે પહેલી પેંટીયમ ચીપ ઇઝરાયલમાં જ બની હતી. ઉપરાંત પહેલી વોઈસ મેલ ટેકનીક ઇઝરાયલ માં વિકસિત થઇ હતી.ઇઝરાયલ ક્યારેય કોઈ દેશ કે સંગઠનને એ નથી કહેતો કે અમારા દેશમાં આંતકવાદી ઘટનાઓ અને હુમલો ન કરો…. પરંતુ ઇઝરાયેલની સીધી સાદી પોલીસી છે કે જો કોઈએ અમારા દેશના એક નાગરિકને માર્યો તો અમે તે દેશમાં ધુસીને તેના 1000 નાગરિકોને મારી નાખશું.

ઇઝરાયલના જન્મથી અનેક મુસ્લિમ રાષ્ટ્રો આના શત્રુ રહ્યા, જેના કારણે આ અત્યાર સુધી સાત મોટી લડાઈઓ લડી ચુક્યું છે. તથા એકવાર તો આના ઉપર સાત દેશોએ મળીને હુમલો કર્યો હતો. જોકે, આ યુદ્ધમાં ઇઝરાયલને જ જીત મળી હતી.ભારતનો પ્રથમ નંબરનો દુશ્મન દેશ પાકિસ્તાન પણ ઇઝરાયલને કેટલી નફરત કરે છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે દરેક પાકિસ્તાની પાસપોર્ટ પર શુદ્ધ શબ્દોમાં લખવામાં આવ્યું છે કે આ પાસપોર્ટ ઇઝરાયલને છોડીને કોઇપણ રાષ્ટ્રમાં માન્ય છે.ઇઝરાયલ આખી દુનિયામાં સૌથી વધુ હીરાની કટિંગ અને પોલિશ કરે છે. અહી આખી દુનિયાના હીરાનો હોલ સેલ થાય છે.દુનિયાની સૌથી નાની બાઈબલ ઇઝરાયલમાં બનેલ છે જે ફક્ત 4.16 મિલિમીટર લાંબી અને પહોળી છે.

પોતાના નાગરિકો માટે ઇઝરાયલની અમુક સ્પષ્ટ નીતિઓ છે કે, વિશ્વના કોઈપણ દેશમા વસતા યહૂદીને ઇઝરાયલ પોતાના દેશનુ નાગરિક સમજે છે, પરંતુ, યહૂદી હોવા માટે માતા અને પિતા એ બંને યહૂદી હોવા આવશ્યક છે. આશ્ચર્યની વાત તો એ છે કે જે કોમની ધાર્મિક બુક સમગ્ર વિશ્વની ધાર્મિક બુક કરતા વધુ પડતો મારફાડનો હુકમ આપે છે તે કોમ નોબલ પુરુસ્કારોમા પણ પોતાનો ડંકો વગાડે છે. શુ છે એવુ કે હાલ, વિશ્વનો ૭૦% વ્યવસાય યહુદીઓ ના હાથમા છે?

તે હાલ પોતાની સૈન્ય શક્તિથી સમગ્ર દુનિયાને વિચારવા પર મજબૂર કરી દે છે. ઇઝરાયલની સ્ત્રીઓ માટે પણ આર્મી ટ્રેનિંગ ફરજીયાતપણે રાખવામા આવી છે. ઇઝરાઇયેલી સ્ત્રીઓના વિચાર ફક્ત યહૂદી બાળકને જન્મ આપવા પૂરતો સીમિત નથી હોતો પરંતુ, તેઓ તેની કુખે એક યોદ્ધા, ઉધોગપતિ કે એક સફળ માણસ પેદા થાય તેવી વિચારસરણી ધરાવે છે અને આવા વિચાર ફક્ત સ્ત્રીઓના નહિ પણ સમગ્ર ઈઝરાઈલના લોકોના હોય છે.

એક સફળ સંતાન પેદા કરવાની શરૂઆત તો તેઓ ત્યાર થી જ કરી દે છે જયારે યહૂદી સ્ત્રીઓને તેમના ગર્ભમા બાળક હોવાનો અહેસાસ થાય. ગર્ભાવસ્થા દરમિયાન યહૂદી સ્ત્રીઓ પોતાના પતિ સાથે મળીને ગણિતના પ્રશ્નો નો ઉકેલ મેળવે છે જેને તેઓ “મેન્ટલ મેથ ટેક્નિક” તરીકે ઓળખે છે. જેમા પ્રશ્નો બોલી-બોલીને તેને ઉકેલવામા આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન યહૂદી સ્ત્રીઓ તેમનો સમય ગીત-સંગીત ની વચ્ચે એક શાંતિમય વાતાવરણમા પસાર થાય છે.

સમગ્ર વિશ્વની સૌથી મોટી સિગરેટ કંપનીઓ ભલે ઇઝરાયલની હોય તેમછતા તમે કોઈપણ ગર્ભવતી સ્ત્રીના ઘરની આજુબાજુ સિગરેટ પણ નથી પી શકતા. તેમનુ માનવુ એવુ છે કે, સિગરેટ આવનાર બાળકનુ ડી.એન.એ.અને જીન્સ ખરાબ કરી શકે છે. બાળકોને જંકફૂડ ખાવા દેવાની સખત મનાઈ હોય છે, તેમને કાર્ટૂન અને ફૂટબોલની જગ્યાએ તિરંબાજી અને શુટીંગ જેવી રમતો શીખવવામા આવે છે. તેમનુ માનવુ એવુ છે કે, આ રમતો થી બાળકોમા નિર્ણય લેવાની ક્ષમતા ઉદભવે છે.

શાળામા એડમિશન લેતા પૂર્વે જ માતા-પિતા તેમના બાળકોને ગણિત શીખવાડે છે. બાળકોને ધાર્મિક તથા અન્ય કોઈ વિષયની જગ્યાએ વિજ્ઞાન શીખવા માટે પ્રેરિત કરવામા આવે છે, અભ્યાસના છેલ્લા વર્ષ દરમિયાન અહી કોલેજોમા વ્યવસાય કરવા માટે ગ્રુપ બનાવીને એક ટાસ્ક આપવામાં આવે છે. માત્ર એજ ગ્રુપના બાળકોને પાસ કરવામા આવે છે , જે ૧૦ હજાર ડોલરનો નફો કરવામા સફળ સાબિત થાય છે, ૧૦ હજારથી ઓછો નફો કરનાર ગ્રુપને ડિગ્રી નથી મળતી.

ઇઝરાયલના બધા જ વિદ્યાર્થીઓ, છોકરો હોય કે છોકરીને હાઇ-સ્કુલનું ભણતર પૂર્ણ કર્યા બાદ ફરજિયાત ‘મિલેટ્રી સર્વિસ’ જોઈન કરવી પડે. આ સર્વિસનો પીરિયડ (અવધિ, સમય) છોકરાઓ માટે ત્રણ વર્ષ અને છોકરીઓ માટે 2 વર્ષનો હોય છે.ન્યુયોર્કમા તેમનુ એક સોશ્યિલ સેટઅપ સેન્ટર છે જે યહૂદીઓને વ્યવસાય માટે વગર વ્યાજે લોન આપે છે. મેડિકલ સાયન્સના વિદ્યાર્થીઓ નોકરીની જગ્યાએ પોતાની પ્રાઇવેટ ક્લિનિક ખોલવા માટેનુ માળખુ તૈયાર કરી આપે છે એટલા માટે જ સમગ્ર વિશ્વમા યહૂદી દાક્તર તમને કોઈપણ જગ્યાએ નોકરી કરતો નહિ જોવા મળે, ઇઝરાયલ ના લોકો નોકરી નથી કરતા પણ સમગ્ર વિશ્વમા લોકોને તેઓ નોકરી આપે છે.

ઈઝરાઈલ ફક્ત એક દેશ, એક કોમ નથી પરંતુ, એક માળખાગત સુવિધાઓનુ ઢાંચુ છે, એક વિચાર છે જે પેઢી દર પેઢી આગળ વધારવામા આવે છે, સમગ્ર વિશ્વ એ યહૂદીઓ પાસેથી આ શીખવા જેવુ છે. તમે ફક્ત એટલુ જ વિચારો અને શીખજો કે, કેવી રીતે એક નાનુ એવુ સંપ્રદાય ધાર્મિક રૂપથી કટ્ટર હોવા છતા પણ સમગ્ર વિશ્વમા છવાયેલો છે, વિશેષ તો આપણા જેવા દેશે આ બાબતમા વિચારવાની આવશ્યકતા છે.

About bhai bhai

Check Also

મોબાઈલમાં શા માટે હોય છે આ 3 બટન,આ બટનથી આ કામ પણ થાય છે,ખૂબ કામ માં આવશે આ માહિતી…

આજના સમયમાં, દરેક વ્યક્તિ મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોન એ લોકોની સૌથી મહત્વપૂર્ણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *